Friday, February 22, 2013

વિશ્વ માતૃભાષા દિવસ

૨૨.૦૨.૨૦૧૩....

ગઈ કાલે વિશ્વ માતૃભાષા દિવસ ગયો.....અનેક ચર્ચા સભાઓ થઇ,સરઘસ નીકળ્યાં....લોકો માં માતૃભાષા અંગે જાગરુકતા લાવવા ના પ્રયત્નો થયા.....ઘણી જ સારી શરૂઆત થઇ છે....પરંતુ નરી વાસ્તવિકતા તો .....




Wednesday, February 20, 2013

બાળક નો વિશ્વાસ



૨૦.૦૨.૨૦૧૩....આજે બાળક નો વિશ્વાસ .......

ગામમાં દુકાળ પડયો. બીજા વર્ષે ય વરસાદ વરસવાનાં કોઈ એંધાણ ન વર્તાયાં એટલે ગામલોકો ગભરાયા. ગઈ સાલ તો જેમ તેમ ચલાવ્યું પણ ઓણ સાલે ય મેઘરાજા નહીં રિઝે તો છોકરાવને શું ખવરાવશું?

મંદિરના મહારાજે મેઘરાજાને રિઝવવા માટે ખાસ પ્રાર્થનાસભાની ઘોષણા કરી. ગામમાં દાંડી પીટાઈ કે કાલ સવારે ગામના નાના-મોટા સૌએ મંદિરમાં આવવું. વરસાદના દેવને પ્રસન્ન કરવા. સામૂહિક પ્રાર્થનામાં તમામ ગ્રામજનોએ જોડાવાનું છે.

બીજે દિવસે સવારે નહાઈ-ધોઈને સૌ કોઈ મંદિરે જવા નીકળી પડયા. આ બધા વચ્ચે એક નાનકડો છોકરો ય ચાલતો હતો... તેણે હાથમાં નાનકડી છત્રી રાખી હતી. ગામના કોઈકે ટીખળ કરી કે અલ્યા બબલુ, આ કોરાધાકોર આકાશમાં એકેય વાદળ નથી ને તું છત્રી લઈને કેમ ચાલ્યો આવ્યો છે?”

નાનકડા બબલુએ પેલા ટીખળ કરનાર સામે જોયું, એ કુમળી વયના નાનકાને તો પેલાએ કરેલા કટાક્ષનો જરાયે ખ્યાલ ન આવ્યો,એણે નિર્દોષ ભાવે જવાબ આપ્યો. કાકા, આપણે બધા મંદિરમાં મેઘરાજાને રિઝવવાની પ્રાર્થના માટે તો જઈએ છીએ, પ્રાર્થના પછી ભગવાન ખુશ થશે એટલે વરસાદ પડશે તે વખતે ઘરે પાછા આવતી વેળા પલળી ન જવાય એટલા માટે મેં છત્રી લીધી છે!

જિસસે પણ બાઇબલમાં કહ્યું છે, “જો તમને ભગવાનમાં પાક્કો વિશ્વાસ હશે તો પ્રાર્થનામાં તમે જે કાંઈ માગશો તે તમને મળશે જ.

તમારી પ્રાર્થના ફળે એવી પ્રાર્થના સાથે.. અસ્તુ.


Thursday, February 14, 2013

વસંત પંચમી અને વેલેન્ટાઇન દિવસ


૧૪.૦૨.૨૦૧૩ 
.....આજે વસંત પંચમી અને વેલેન્ટાઇન દિવસ નો સમન્વય....ઘણાંય યુગલો આજે લગ્ન ગ્રંથી થી  જોડાશે.....ભૂતકાળ માં જોડાયેલા હશે.....ચિ,વિશ્વેશ ...કાનન સહીત...સર્વે ને શુભેચ્છાઓ સહ.....




પરિણય નામ છે સંસારયજ્ઞે ભેળા તપવાનું,

પ્રણયના સાત પગલાંથી નવી કેડીઓ રચવાનું;

વફાનું બાંધી મંગળસૂત્ર પોતે પણ બંધાવાનું,

વટાવી ઉંબરો ‘હું’નો, ‘અમે’ના ઘરમાં વસવાનું !

-વિવેક મનહર ટેલર

Wednesday, February 13, 2013

પ્રાર્થના.....



૧૩.૦૨.૨૦૧૩ 
આજે એક સુંદર પ્રાર્થના...... 



હે પ્રભુ !
તું મને માલદાર બનાવી દે.
એટલો માલદાર કેઃ
કોઈના ધનની મને ઇર્ષ્યા ન આવે;
મારા ધનનું મને અભિમાન ન રહે;
અછત મને વિહવળ ન બનાવી શકે;
સમૃધ્ધિ મને છીછરો ન બનાવી શકે;
સુવર્ણ, પત્થર જેટલું જ મુલ્યવાન લાગે;
ને પત્થર સુવર્ણ જેટલો જ મુલ્યવાન લાગે;
હીરામાં રહેલો મૂળભુત કોલસો અને
કોલસામાં રહેલો હીરો હું જોઇ શકું.
હે પ્રભુ !
તું મને એટલો માલદાર બનાવ કે
કોઈને જરાક અમથી પણ મદદ કરું ત્યારે
એ મદદનો ઢંઢેરો પીટવા જેટલો
હું ગરીબ ન બનું.


 સંકલિત 


Sunday, February 10, 2013

Prayer

૧૦.૦૨.૨૦૧૩     
 આજે .....Prayer.....!!!



Prayer

They say that prayer changes things, but does it REALLY change anything?

Does prayer change your present situation or sudden circumstances?
No, not always, but it does change the way you look at those events.

Does prayer change your financial future?
No, not always, but it does change who you look to for meeting your daily Needs.

Does prayer change shattered hearts or broken bodies?
No, not always, but it will change your source of strength and comfort.

Does prayer change your wants and desires?
No, not always, but it will change your wants into what God desires!

Does prayer change how you view the world?
No, not always, but it will change whose eyes you see the world through.

Does prayer change your regrets from the past?
No, not always, but it will change your hopes for the future!

Does prayer change the people around you?
No, not always, but it will change you - the problem isn't always in others.

Does prayer change your life in ways you can't explain?
Oh, yes, always! And it will change you from the inside out!

So does prayer REALLY change ANYTHING?
Yes! It REALLY does change EVERYTHING!

~Unknown~(collection)




Saturday, February 9, 2013

પ્રાર્થના !




૦૯.૦૨.૨૦૧૩....
   આજે  પ્રાર્થના !   વિશે.....






પ્રભુ આગળ કરેલ અરજ, એનું નામ પ્રાર્થના ! કશી ગરજને કારણે કરેલી માગણી નહીં, પણ સહજ ભાવે ભગવાન સમક્ષ રજૂ થયેલી ભાવાંજલિ એ સાચી પ્રાર્થના ! પ્રાર્થના કરવાનો હક મનુષ્યમાત્રને છે; એ ફળે કે ન ફળે તે વાત જુદી છે. ખરેખર તો પ્રાર્થનાનું ધ્યેય ફલપ્રાપ્તિ છે જ નહીં ! પ્રાર્થનામાં અંતરની અભિવ્યક્તિ હોય છે. પ્રભુમાં ન માનનાર વ્યક્તિ પણ પ્રાર્થના કરવાને અધિકારી છે.
સંકલિત