Thursday, February 14, 2013
Wednesday, February 13, 2013
પ્રાર્થના.....
૧૩.૦૨.૨૦૧૩
આજે એક સુંદર પ્રાર્થના......
હે પ્રભુ !
તું મને માલદાર બનાવી દે.
એટલો માલદાર કેઃ
કોઈના ધનની મને ઇર્ષ્યા ન આવે;
મારા ધનનું મને અભિમાન ન રહે;
અછત મને વિહવળ ન બનાવી શકે;
સમૃધ્ધિ મને છીછરો ન બનાવી શકે;
સુવર્ણ, પત્થર જેટલું જ મુલ્યવાન લાગે;
ને પત્થર સુવર્ણ જેટલો જ મુલ્યવાન લાગે;
હીરામાં રહેલો મૂળભુત કોલસો અને
કોલસામાં રહેલો હીરો હું જોઇ શકું.
હે પ્રભુ !
તું મને એટલો માલદાર બનાવ કે
કોઈને જરાક અમથી પણ મદદ કરું ત્યારે
એ મદદનો ઢંઢેરો પીટવા જેટલો
હું ગરીબ ન બનું.
સંકલિત
Sunday, February 10, 2013
Prayer
૧૦.૦૨.૨૦૧૩
આજે .....Prayer.....!!!
Prayer
આજે .....Prayer.....!!!
Prayer
They
say that prayer changes things, but does it REALLY change anything?
Does
prayer change your present situation or sudden circumstances?
No,
not always, but it does change the way you look at those events.
Does
prayer change your financial future?
No,
not always, but it does change who you look to for meeting your daily Needs.
Does
prayer change shattered hearts or broken bodies?
No,
not always, but it will change your source of strength and comfort.
Does
prayer change your wants and desires?
No,
not always, but it will change your wants into what God desires!
Does
prayer change how you view the world?
No,
not always, but it will change whose eyes you see the world through.
Does
prayer change your regrets from the past?
No,
not always, but it will change your hopes for the future!
Does
prayer change the people around you?
No,
not always, but it will change you - the problem isn't always in others.
Does
prayer change your life in ways you can't explain?
Oh,
yes, always! And it will change you from the inside out!
So
does prayer REALLY change ANYTHING?
Yes!
It REALLY does change EVERYTHING!
~Unknown~(collection)
Saturday, February 9, 2013
પ્રાર્થના !
૦૯.૦૨.૨૦૧૩....
આજે પ્રાર્થના ! વિશે.....
“પ્રભુ આગળ કરેલ અરજ, એનું નામ પ્રાર્થના ! કશી ગરજને કારણે કરેલી માગણી નહીં, પણ સહજ ભાવે ભગવાન સમક્ષ રજૂ થયેલી ભાવાંજલિ એ સાચી પ્રાર્થના ! પ્રાર્થના કરવાનો હક મનુષ્યમાત્રને છે; એ ફળે કે ન ફળે તે વાત જુદી છે. ખરેખર તો પ્રાર્થનાનું ધ્યેય ફલપ્રાપ્તિ છે જ નહીં ! પ્રાર્થનામાં અંતરની અભિવ્યક્તિ હોય છે. પ્રભુમાં ન માનનાર વ્યક્તિ પણ પ્રાર્થના કરવાને અધિકારી છે.”
સંકલિત
Saturday, January 26, 2013
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે – કલાપી
26.01.2013.
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે – કલાપી
( 26 જાન્યુઆરી 1874 - 09 જૂન 1900)
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!
માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!
જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!
તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!
આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!
આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની!
દેખી બૂરાઈ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઈને બધે ગંગા વહે છે આપની!
થાકું સિતમથી હોય જ્યાં ના કોઈ યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!
જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!
પ્યારું તજીને પ્યાર કોઈ આદરે છેલ્લી સફર,
ધોવાઈ યાદી ત્યાં રડાવે છે જુદાઈ આપની!
રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!
જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઈ તાજી એક યાદી આપની!
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!
સાભાર : Wikisource
Monday, January 21, 2013
એ દેશની ખાજો દયા (Pity The Nation) – ખલિલ જીબ્રાન (અનુ. મકરંદ દવે)
૨૧.૦૧.૨૦૧૩
આજે .......
એ દેશની ખાજો દયા (Pity The Nation) – ખલિલ જીબ્રાન (અનુ. મકરંદ દવે)
ખલિલ જીબ્રાનની મૂળ અંગ્રેજી કવિતા – Pity The Nation – પરથી રચેલી આ કવિ શ્રી મકરંદ દવેની
કવિતા!
* * * * * * *
* * * *
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા
જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા.
સૂત સફરાં અંગ પે – પોતે ન પણ કાંતે વણે,
જ્યાફતો માણે – ન ભૂમિપાક પોતાનો લણે,
લોક જે દારૂ વિદેશી રોજ ઢીંચે ખંતથી,
વતન કેરું મધ પરંતુ જેમણે ચાખ્યું નથી:
રંગ છે બહાદુર! બિરદાવી ફુલેકે ફેરવે,
જે પ્રજા નાચી રહે ગુંડા, ટણકને ટેરવે.
ને દમામે જીતનારાને ગણે દાનેશરી,
હાય, એવા દેશના જાણો ગયા છે દી ફરી.
જ્યાં ધર્મનો છાંટો નહીં, ફિરકા છતાં ફાલી રહ્યા.
સૂત સફરાં અંગ પે – પોતે ન પણ કાંતે વણે,
જ્યાફતો માણે – ન ભૂમિપાક પોતાનો લણે,
લોક જે દારૂ વિદેશી રોજ ઢીંચે ખંતથી,
વતન કેરું મધ પરંતુ જેમણે ચાખ્યું નથી:
રંગ છે બહાદુર! બિરદાવી ફુલેકે ફેરવે,
જે પ્રજા નાચી રહે ગુંડા, ટણકને ટેરવે.
ને દમામે જીતનારાને ગણે દાનેશરી,
હાય, એવા દેશના જાણો ગયા છે દી ફરી.
ભાવનામાં વાસના કેરાં વછોડે આંગળાં,
જિંદગીમાં એ પિશાચીનાં પછી ચાટે તળાં.
મરશિયા વિણ મોકળું ક્યાંયે ગળું ન મૂકતાં,
એકલી ડંફાસ ખંડેરો મહીં જઈ ફૂંકતાં;
માંચડે ફાંસી તણે ચડતાં, કપાતાં ખંજરે,
એ વિના જે હરફ હોઠે કાઢતા યે થરથરે!
જાણજો એ લોકને કાજે રહ્યાં છે છાજિયાં -
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
જિંદગીમાં એ પિશાચીનાં પછી ચાટે તળાં.
મરશિયા વિણ મોકળું ક્યાંયે ગળું ન મૂકતાં,
એકલી ડંફાસ ખંડેરો મહીં જઈ ફૂંકતાં;
માંચડે ફાંસી તણે ચડતાં, કપાતાં ખંજરે,
એ વિના જે હરફ હોઠે કાઢતા યે થરથરે!
જાણજો એ લોકને કાજે રહ્યાં છે છાજિયાં -
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
લોકનેતા લોંકડી શા જ્યાં કપટના કાંધિયા,
ભૂર ભાષાના મદારી હોય પંડિત વેદિયા,
નામ ફૂટીને કળાનું થીગડાં મારી ફરે,
જ્યાં જુવાનો નકલ નખરાંય ફિસિયારી કરે!
ભૂર ભાષાના મદારી હોય પંડિત વેદિયા,
નામ ફૂટીને કળાનું થીગડાં મારી ફરે,
જ્યાં જુવાનો નકલ નખરાંય ફિસિયારી કરે!
નવા રાજાને કહે વાજાં વગાડીને જિયો!
જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હૂડિયો,
ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા,
એ જ નેજા ! એ જ વાજાં! એજ ખમ્મા, વાહ વા!
જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હૂડિયો,
ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા,
એ જ નેજા ! એ જ વાજાં! એજ ખમ્મા, વાહ વા!
જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
મૂક, જર્જર જ્યાં મહર્ષિઓ અવસ્થા
કારણે,
જેમના શૂરા જનો પોઢ્યા હજી છે પારણે,
ભાગલા પાડી ઉડાડે નોખનોખી જે ધજા,
ને બધા એ ભાગ પોતાને ગણે આખી પ્રજા!
જાણજો એવી પ્રજાનાં પુણ્ય પરવારી ગયાં,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
જેમના શૂરા જનો પોઢ્યા હજી છે પારણે,
ભાગલા પાડી ઉડાડે નોખનોખી જે ધજા,
ને બધા એ ભાગ પોતાને ગણે આખી પ્રજા!
જાણજો એવી પ્રજાનાં પુણ્ય પરવારી ગયાં,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
Pity the
nation that is full of beliefs and empty of religion.
Pity the
nation that wears a cloth it does not weave,
eats a bread it does not harvest,
and drinks a wine that flows not from its own wine-press.
eats a bread it does not harvest,
and drinks a wine that flows not from its own wine-press.
Pity the
nation that acclaims the bully as hero,
and that deems the glittering conqueror bountiful.
and that deems the glittering conqueror bountiful.
Pity a nation
that despises a passion in its dream,
yet submits in its awakening.
yet submits in its awakening.
Pity the
nation that raises not its voice
save when it walks in a funeral,
boasts not except among its ruins,
and will rebel not save when its neck is laid
between the sword and the block.
save when it walks in a funeral,
boasts not except among its ruins,
and will rebel not save when its neck is laid
between the sword and the block.
Pity the
nation whose statesman is a fox,
whose philosopher is a juggler,
and whose art is the art of patching and mimicking.
whose philosopher is a juggler,
and whose art is the art of patching and mimicking.
Pity the
nation that welcomes its new ruler with trumpeting,
and farewells him with hooting,
only to welcome another with trumpeting again.
and farewells him with hooting,
only to welcome another with trumpeting again.
Pity the
nation whose sages are dumb with years
and whose strong men are yet in the cradle.
and whose strong men are yet in the cradle.
Pity the
nation divided into into fragments,
each fragment deeming itself a nation
– Khalil Gibran (The Garden of the Prophet – 1934)
each fragment deeming itself a nation
– Khalil Gibran (The Garden of the Prophet – 1934)
Thursday, January 10, 2013
અપંગ શાંતિ દૂત ......
૧૦.૦૧.૨૦૧૩.....
આજે......આપણી મજા .....અન્ય ને મોત ની સજા......??????
તમે જાણો છો ? કબૂતર પક્ષી અન્ય
પક્ષીઓ કરતાં નિર્દોષ, ભોળું, ધીર-ગંભીર અને સમજુ પક્ષી છે. એ અબોલ છે છતાં
ક્યારેય કોઈ પક્ષી સાથે વેરઝેર કે ઈર્ષ્યા રાખતું નથી. ઈશ્વરે પણ તેને સાધુ-સંતની
ઉપમા આપી છે. એટલે જ માણસજાત તેને આવકારે છે. તે સંપૂર્ણ શાકાહારી હોવાથી તેને ચણા, જુવાર, બાજરીનું લોકો ચણ
નાખે છે. શહેરો અને ગામડાંમાં પણ ચોરે-ચૌટે ઊંચાં મકાનો અને મંદિર, મસ્જિદ, હવેલી, ગુરુદ્વારાઓનાં મકાનના કાંગરે બધે જ આપણા ઘરની
આસપાસ તેનો વાસ હોય છે. તેના માટે ઠેરઠેર ચબૂતરા અને પાણીના પ્યાઉ બંધાય છે. કબૂતર
માનવમાત્રનું મનગમતું અને સૌથી નજીક રહેતું પક્ષી છે. તમે પણ હંમેશાં મૂગાં અને
અસહાય પશુ-પક્ષીનું જતન કરજો. અને તમારા મિત્ર બનાવજો.
આ પ્રતિજ્ઞા અવશ્ય કરો :
પતંગ ચગાવી કોઇ નિર્દોષ વ્યક્તિ કે પંખીના મોતનું કારણ નહીં બનીશ.
કાચવાળો દોરો નહીં વાપરીશ.
ચાયનીઝ (નાયલોન) દોરો નહીં વાપરીશ.
ઉત્તરાયણ પછી ઘરની અગાશી તેમજ આસપાસના વૃક્ષો પરથી પતંગના દોરા ખેંચી લઈ સફાઈ કરીશ.
ઉત્તરાયણમાં દોરાથી ઘાયલ અથવા લટકતું પક્ષી દેખાય તો સંપર્ક કરો :
હેલ્પલાઈન નંબર :- ૯૮૨૫૧ ૧૯૦૮૧
સંકલિત ....
પતંગ ચગાવી કોઇ નિર્દોષ વ્યક્તિ કે પંખીના મોતનું કારણ નહીં બનીશ.
કાચવાળો દોરો નહીં વાપરીશ.
ચાયનીઝ (નાયલોન) દોરો નહીં વાપરીશ.
ઉત્તરાયણ પછી ઘરની અગાશી તેમજ આસપાસના વૃક્ષો પરથી પતંગના દોરા ખેંચી લઈ સફાઈ કરીશ.
ઉત્તરાયણમાં દોરાથી ઘાયલ અથવા લટકતું પક્ષી દેખાય તો સંપર્ક કરો :
હેલ્પલાઈન નંબર :- ૯૮૨૫૧ ૧૯૦૮૧
સંકલિત ....
Subscribe to:
Posts (Atom)




.jpg)
.png)