Thursday, December 29, 2011

“ભષ્ટ્રાચાર એ રાષ્ટ્રીય દૂષણ...”


૨૮ .૧૨.૨૦૧૧
 એક તરફ અન્ના નું બીજા તબક્કાનું ઊપવાસ આંદોલન મુંબઈ માં ચાલુ  છે. તો બીજી તરફ સંસદે લોકપાલ બીલ પાસ કરેલ છે.......ભષ્ટ્રાચાર એ વરવી વાસ્તવિકતા છે. આજે એક વ્યક્તવ્ય .......... ભષ્ટ્રાચાર એ રાષ્ટ્રીય દૂષણ...     ૨૦,ઓક્ટોમ્બર-૨૦૦૦ ના રોજ નું. ..
..jagat's speech....my script.....in his school days..

    

                                  ભષ્ટ્રાચાર એ રાષ્ટ્રીય દૂષણ...    
માનનિય નિર્ણાયક ગણ,ગુણિયલ ગુરુજનો,તથા વહાલાં વિદ્યાર્થી મિત્રો,
હમણા થોડા જ સમય પહેલાં જ આપ સર્વે એ વાંચ્યું હશે કે-આ દેશ નાં માજી વડાપ્રધાન ને ભષ્ટાચાર નાં આરોપ અંગે કેદ ની સજા  થઇ. યથા રાજા તથા પ્રજા..જો દેશ નાં વડાપ્રધાન નું ચારિત્ર્ય ભષ્ટાચાર થી ખરડાયેલું હોય તો સામાન્ય માનવી ની દશા શી હશે?તે કહેવું જ મુશ્કેલ છે.રાષ્ટ્ર તરીકે આપણે ક્યાં જઇ રહ્યાં છીએ? આપણી સંવેદના મારી પરવારી છે કે શું?ભવ્ય ભૂતકાળ ધરાવતો આપણો  દેશ ભ્રષ્ટાચાર ની નાગચૂડમાં ભરડાઈ ચુક્યો છે.ઘણાજ ટૂંકા ગાળા માં આપણે ગાંધીજી નાં મહાન આદર્શો ને ભૂલી ગયાં છીએ.આઝાદી પછી તો આપણા દેશ માં કૌભાંડો ની જે પરંપરા સર્જાઈ છે તેનો જોટો વિશ્વ માં પણ ક્યાંય મળવો મુશ્કેલ છે.,બોફર્સ તોપનાં સોદા હોય ,કે પશુઓ નાં ઘાસચારા ની ખરીદી ...ઠેર-ઠેર ભ્રષ્ટ્રાચાર........ભ્રષ્ટ્રાચાર અને ભ્રષ્ટાચાર જ.....આપણા  દેશ માં ઝડપ થી ‘’લાલુ કલ્ચર નો ઉદય થઇ રહ્યો છે,અને તે ફૂલી ફાલી રહ્યું છે..આજે બધુંજ ખરીદી શકાય છે.આ ભ્રષ્ટાચાર માત્ર રાજકારણ માં છે તેવું નથી,પેસા માટે દેશ ની ગરીમા અને સ્વમાન ને ગીરવે  મૂકનારા ક્રિકેટરો થી આપણે ક્યાં અજાણ છીએ?કોઈ પણ સરકારી કચેરી માં તમારું વ્યાજબી કામ પણ લાંચ આપ્યા વગર થશે નહિ...ભ્રષ્ટાચાર તો જાણે કે શિષ્ટાચાર બની ગયો છે.... લાંચ-રુશ્વત ભ્રષ્ટાચાર એ આ દેશ નું મોટામાં મોટું દુષણ છે.,જે ઉધઈ ને પેઠે આ દેશ ને ખોખલો બનાવે છે.પ્રમાણિક માણસ ને પ્રમાણિક ન રહેવા દેવાનો જાણે કે-આપણા સમાજે/સરકારે સંક્લ્પ છે.સાચાં માણસ ને પ્રમાણિકતા જાળવી રાખવા  માં મુશ્કેલી પડે પડે એવા સમાજ નું ભાવિ હોય શકે ખરું?આમ,તો કહેવાય છે કે- આપણા દેશ ની પ્રજા ધર્મ ભીરુ છે....પરંતુ હું તો માનું છું કે નાસ્તિક થવું બહેતર છે, પરંતુ ઈમાનદાર થવું જરૂરી છે.... તમારી આસ્તિકતા નું શું મુલ્ય છે? જો તમે ભ્રષ્ટાચારી હોવ તો?...ભ્રષ્ટ્રાચાર એ આપણી રાષ્ટ્રીય શરમ છે.,આપણા રાષ્ટ્ર નું મહાન દુષણ છે.
                              ધન્યવાદ.............
જગત અવાશિયા                                                              
આઈ.પી.સી.એલ.
વિજીલન્સ વિભાગ
દ્વારા આયોજીત સ્પર્ધા
દ્વિતીય વિજેતા,
૨૦.૧૦.૨૦૦૦. 

No comments: