Saturday, February 21, 2015

વિશ્વ માતૃભાષાનો દિવસ

૨૧.૦૨.૨૦૧૫...
                   આજે વિશ્વ માતૃભાષા નો  દિવસ છે....       મિત્રો……..
માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે
આજે વિશ્વ માતૃભાષા દિવસ છે.
મા, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઇ વિકલ્પ નથી!
ઇંગ્લીશને ભાંડવાથી આપણી ભાષા જીવી નહીં જાય તેના માટે આવું કામ થવું જોઇએ….
.



ખરેખર તો આપણે આપણી ભાષા, સાહિત્ય, સંગીત, નાટક, ફિલ્મોને લાડ લડાવવામાં ઊણાં ઊતર્યા છે એટલે ગુજરાતીપણાના ગૌરવની વાતો નકરો દંભ છે. આપણે ગુજરાતી ભાષા અને તેના વારસાને સગવડિયો પ્રેમ કરીએ છીએ અને એટલા માટે જ આજે ગુજરાતી ભાષા, ગીત-સંગીત, નાટક, ફિલ્મો મરણપથારીએ છે. ગૌરવની વાત તો બાજુએ રહી તેનું અસ્તિત્વ ટકાવી રાખવાના પ્રયાસ કરવા પડે છે.
                                                               નિરુપમ અવાશિયા.....
ઉચ્ચ-નીચમાં નથી માનતી,
અમારી ગુજરાતી...
...એટલે જ અમારે કેપિટલ,
કે સ્મોલ લેટર્સ નથી હોતા! ‪#‎વિશ્વમાતૃભાષાદિન‬
                                                                     જગત નિરુપમ....


अन्तर्राष्ट्रीय मातृभाषा दिवस २१ फ़रवरी को मनाया जाता है। १७ नवंबर, १९९९ को यूनेस्को ने इसे स्वीकृति दी।
इस दिवस को मनाने का उद्देश्य है कि विश्व में भाषाई एवँ सांस्कृतिक विविधता और बहुभाषिता को बढ़ावा मिले।
यूनेस्को द्वारा अन्तर्राष्ट्रीय मातृभाषा दिवस की घोषणा से बांग्लादेश के भाषा आन्दोलन दिवस (बांग्ला: ভাষা আন্দোলন দিবস भाषा आन्दोलोन दिबॉश) को अन्तर्राष्ट्रीय स्वीकृति मिली, जो बांग्लादेश में सन १९५२ से मनाया जाता रहा है। बांग्लादेश में इस दिन एक राष्ट्रीय अवकाश होता है।
२००८ को अन्तर्राष्ट्रीय भाषा वर्ष घोषित करते हुए, संयुक्त राष्ट्र आम सभा ने अन्तर्राष्ट्रीय मातृभाषा दिवस के महत्व को फिर दोहराया है।
                                 किरण निरुपम...

Paresh Dave
નરસિહનો નાદ 
ગાંધીનો સાદ 
નર્મદની હાકલ 
મેઘાણીની કલમ 
સરદારની વાણી 
ઉમાશંકર-મરીઝ-કલાપીની સરવાણી 
એ મારી માતૃભાષા 
ભાષા એક, ભાવ અનેક 
વંદન તને માતૃભાષા ...
(
માતૃભાષા દિનની તમામને હાર્દિક શુભેચ્છાઓ)..                                                                         પાર્થ 
 નિરુપમ _(સંકલિત)

No comments: