Monday, December 20, 2010

૧૯.૧૨.૨૦૧૦
        આજે પિતા ...પુત્રી (સંકલન....નિરુપમ અવાશિયા)
                                     પાપા       




  
              “  પિતા પ્રેરે પ્રેમ થી ને હૈયે સિંચે હામ,
            પ્રણામ પિતૃદેવ ને ! શતસહસ્ત્ર પ્રણામ!
                    પાપા.......પગલીથી,
                  પપ્પાને પગલે.........
   જનનીની જોડ સખી નહી જડે રે લોલ......જેવી પંકિતઓ દ્રારા ગુજરાતી સાહિત્યમાં માતૃશકિતનો ભરપૂર મહિમા ગવાયો છે, પરંતુ જીવનમાં પિતાનું સ્થાન પણ મહત્વનું અને અદકેરું હોય છે એ હકિકત છે. પિતાને મન દિકરી કાળજાકેરો કટકો, વહાલપનો  વરસાદ છે એ સનાતન સત્ય છે.અનેક અડચણો અને પારાવાર મુશ્કેલીઓને પાર કરીને પ્રતિભાવંત પુત્રીઓએ પિતા અને પરિવારનું નામ ઉજાળ્યું હોય એવાં કંઈ કેટલાંય ઉદારણો સમાજમાં નજરેચડે છે.
પિતાના વિશિષ્ટ વ્યકિતત્વની અમીટ છાપ કેટલીક કલાધરિત્રી પુત્રીઓ પર પડી છે અને એ પિતાના કલા વારસાને આગળ વધારી રહી છે. આવી હોનહાર પુત્રીઓ પિતાનું ઋણ અદા કરીને પળે પળે પિતૃતોત્સવ ઊજવી રહી છે. તે કુળને તારે છે,ઉજાળે છે.આ લાડકવાયી દીકરીઓ પિતાને નકશે કદમ પર ચાલે છે અને સમાજમાં દાખલો બેસાડે છે.21મી જૂને ફાધસૅ ડે નિમિતે આવી કુળવાન,પુત્રીઓ ને સ્નેહભરી સલામ.........
  મારા પિતાજી એ મારામાં ભરપૂર આત્મવિશ્ર્વાસ ભયૉ છે.   
   લતા મંગેશકર
  40 થી 50 નાં દાયકા માં પણ મારા પિતાજી એ દિકરા-દિકરી વચ્ચેનો ભેદભાવ નહોતો રાખ્યો.
  વષૉ અડાલજા

મને પિતાજી તરફ થી કલાની સાથોસાથ નૈતિક મૂલ્યોનો પણ વારસો મળ્યો છે.
 હેતલ મહેતા (પં નંદન મહેતા ની પુત્રી)
 મારા જીવન ઘડતર માં પિતાજી નું અનન્ય યોગદાન છે.
 આદિતી દેશાઈ (નાટ્યકાર જસવંત ઠાકર ની પુત્રી)
     હું દિકરી મેધનાને બિનશરતી પ્રેમ કરું છું તમે કોઇ વ્યકિતને ટુકડાઓમાં વહેંચીને ન જોઇ શકો.હું મારી દીકરીને જેવી છે એવી એજ સ્વરુપે ચાહું છું.”
  ગુલઝાર
  મારી સવાર પાપાના સિતારની ધૂન સાથે શરુ થાય છે.જોકે હું ઘણી મોડી તેમની નિકટ આવી, પરંતુ હવે લાગે છે કે આવું પહેલાં કેમ ન થયું.
 મેઘના ગુલઝાર

       આજના પિતાને સમજુ દિકરી મળી રહે ત્યારે કયારેક એવું બને છે કે-પિતૃત્વ માતૃત્વ કરતાંય વેંત ઊચેરું બનીને હષૅ નાં આંસુ સારતું રહે છે.કયારેક પત્નીને ન કહી શકાય,દિકરાને ન કહી શકાય એવી વાતો અંદરથી વલોવાઈ ગયેલો બાપ દિકરી ને કરતો હોય છે.આવો ભાવસેતુ દિકરી ની વિદાય વખતે તૂટે ત્યારે બાપ  તો પોતાનાં આંસુ લુછવાને બદલે ચશ્મા નાં કાચ લુછતો રહે છે. વળી  દિકરી ને પિયર ની યાદ ન આવે એવાં સાસરિયાં મળે ત્યારે બાપ ની વેદનાં સાવ અનોખી બની રહે છે.

              દિકરીનો યુગ શરુ થઇ ચુક્યો છે.ઘરે-ઘરે બાપ-દિકરી વચ્ચેની મૈત્રીનાં મેઘધનુષ જોવા મળે છે.નરસિંહ મહેતાને કુવરબાઇનો,પંડિત નહેરુને ઈંદિરાનો, સરદાર પટેલ ને મણિબેનનો, અને જનાબ ભૂટ્ટોને બેનઝીરનો સથવારો મળી રહે છે. સુખી સાસરે રહેતી દિકરીને પિતા જ્યારે મિસ કરે ત્યારે એમની આંખો માંથી જે ટપકી પડે છે તેમાં જેઠ મહિના ના અસહ્ય ઉકળાટ પછીના પહેલા વરસાદની સુગંધ હોય  છે.

No comments: