Tuesday, November 15, 2011

બાળ દિન .


૧૪.૧૧.૨૦૧૧
આજે ૧૪ નવેમ્બર....ચાચા નહેરુ નો જન્મદિવસ .....બાળ દિન .......... શત શત  વંદન સહ.....jagat's speech....my script.....in his school days....



બાળ દિન 
વ્હાલા બાળ દોસ્તો ,
આજે ૧૪ મી નવેમ્બર છે. આજ નો દિવસ આખા દેશ માં બાળદિન તરીકે ઊજવવામાં આવે છે.પંડિત જવાહરલાલ નહેરુ નો જન્મ ૧૪ નવેમ્બર ૧૮૮૯ ના  અલ્લાહબાદ માં  થયો હતો.તેમાંના પિતા નું નામ મોતીલાલ અને માતા નું નામ સ્વરૂપ રાણી હતું .જવાહરલાલ ઇંગ્લેન્ડ માં ભાણી ને બેરિસ્ટર થયાં હતા.આપણા દેશ ને સ્વતંત્ર કરવા તેંઓ ઘણી વાર જેલ માં ગયા હતા .આપણો દેશ સ્વતંત્ર થયાં પછી તે આપણા દેશ ના પહેલા વડા પ્રધાન બન્યા તેમને બાળકો ખૂબજ વહાલાં હતાં,તેથી તેમનો જન્મદિવસ બાળ દિન તરીકે ઊજવાય છે.  
 નહેરુ ચાચા ને ગુલાબનું ફૂલ ખૂબજ ગમતું. ૨૭ મે ૧૯૬૪ ના રોજ તેમનું અવસાન થયું. તેંઓ એ આપણને આરામ હરામ હે ‘’ નો મંત્ર આપ્યો. મિત્રો આજે  આપણે તેમનો આ મંત્ર જીવન માં ઉતારવાનો સંકલ્પ કરીએ.
જય હિંદ.......

જગત અવાશિયા
બાળ દિન નિમ્મિતે.......
ગુજરાત વિદ્યુત બોર્ડ ,પ્રાથમિક શાળા,
ધુવારણ 
ધોરણ -૩
૧૪.૧૧.૧૯૯૫
   

No comments: