Thursday, June 1, 2017

.બોધ કથા...૧૮...કુદરતની કરામત

૦૧/૦૬/૨૦૧૭...બોધ કથા...૧૮...કુદરતની કરામત


                                        સંકલિત......                                      ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....

                                    કુદરતની કરામત

ડો.માર્ક વિખ્યાત કેન્સર સ્પેશીયાલીસ્ટ હતા. એકવાર એક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે જઇ રહ્યા હતા

કોઇ ટેકનિકલ ક્ષતીને કારણે વિમાનને ઇમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું.                                

આ વિમાન હવે આગળની ઉડાન ભરીશકે તેમ નહોતું એટલે ડો. માર્કે રીસેપ્શન પર જઇને આગળની 

સફર માટે પુછપરછ કરી. રીસેપનીસ્ટે જણાવ્યુ કે આપને જે શહેરમાં જવું છે ત્યાં જવા માટેની ફ્લાઇટ 

હવે 12 કલાક પછી જ મળી શકે તેમ છે. જો આપને ઉતાવળ હોય તો આપ ટેક્સી ભાડા પર લઇને 

સેલ્ફ ડ્રાઇવીંગ કરીને જઇ શકો છો.કોન્ફરન્સમાં પહોંચવું બહુ જ જરૂરી હતુ આથી ડો.માર્ક આ વિસ્તારથી 

સાવ અજાણ્યા  હોવા છતા ટેકસી ભાડા પર લઇને નીકળી પડ્યા. જીપીએસ સીસ્ટમ પર તે શહેરમાં 4

કલાકમાં પહોંચી જવાશે એવો સંદેશો જોઇને ડો.માર્કને હાશકારો થયો. હજુ તો એકાદ કલાક પસાર 

થયો ત્યાં જોરદાર વરસાદ અને વાવાઝોડું શરૂ થયુ. જીપીએસ કામ કરતું બંધ થઇ ગયુ અને ડોકટર 

સાવ અજાણ્યા વિસ્તારમાં ફસાઇ ગયા. એમણે ધીમે ધીમે ગાડી ચલાવવાની ચાલુ જ રાખી. લગભગ 5-

6 કલાકના સતત ડ્રાઇવીંગ પછી પણ ક્યાં પહોંચ્યા એની કંઇ ખબર પડતી નહોતી. સાવ ઉજ્જડ 

વિસ્તાર હતો. એક નાનું મકાન દેખાયુ એટલે ડો.માર્ક ત્યાં પહોંચી ગયા. એ ખુબ થાકેલા હતા અને

ભૂખ પણ ખુબ લાગી હતી. ઘરમાં જઇને જો કંઇ ખાવાનું હોય તો આપવા માટે ડો.માર્કે ઘરના માલીકને 

વિનંતી કરી. માલીક બહુ માયાળુ સ્વભાવના હતા એમણે તુંરત જ રસોઇ બનાવી અને નવાઅજાણ્યા 

મહેમાનને જમવા માટે બોલાવ્યા.ડો.માર્કની સાથે ઘરનો માલીક પણ જમવા માટે બેઠો. જમતા પહેલા 

ભગવાનને કંઇક પ્રાર્થના કરતો હતો. લગભગ 3-4 વખત પ્રાર્થના કરી એટલે ડો.માર્કેને થયુ કે આ 

માણસ કોઇ મુશ્કેલીમાં લાગે છે. ડો.માર્કે એ ઘરના માલીકને પુછ્યુ, " આપ શું પ્રાર્થના કરી રહ્યા છો

અને તમને એવુ લાગે છે કે ભગવાનને તમારી આ પ્રાર્થના સંભળાતી હશે ? “ઘરના માલીકે કહ્યુ, “હું 

ઘણા સમયથી નિયમીત પ્રાર્થના કરુ છું. આજદિવસ સુધી તો ભગવાને મારી પ્રાર્થનાનો પ્રતિસાદ 

આપ્યો નથી પણ મને ભગવાન પર શ્રધ્ધા છે કે એ મારી પ્રાર્થના એકદિવસ જરૂર સાંભળશે." ડો. માર્કે 

પુછ્યુ, "પણ તમે પ્રાર્થના શું કરતા હતા ? “ઘરના માલિકે ખુણામાં રહેલી એક પથારી બતાવીને કહ્યુ, 

આ મારો દિકરો છે એને કેન્સર છે અને આ એ પ્રકારનું કેન્સર છે જેની સારવાર માર્ક નામના કોઇ 

ડોકટર જ કરી શકે તેમ છે. એની પાસે જવાના કે સારવાર કરાવવાના મારી પાસે કોઇ પૈસા નથી

આથી હું રોજ ભગવાનને પ્રાર્થના કરુ છું કે એ કોઇ મદદ કરે અને મારા દિકરાને રોગ

મુકત કરે." ડો. માર્કની આંખો પહોળી થઇ ગઇ. ક્યાં જવા નીકળ્યા અને ક્યાં પહોંચી ગયા એ સમગ્ર 

ઘટના એની સ્મૃતિપટ પરથી પસાર થઇ અને એટલુ જ બોલ્યા, " ખરેખર ભગવાન મહાન છે અને 

હદયથી થયેલી પ્રાર્થના સાંભળે જ છે. " મિત્રો, આપણા જીવનમાં બનતી તમામ

ઘટનાઓ માત્ર અકસ્માતો નથી હોતા દરેક ઘટનાઓમાં કુદરતની કોઇ કરામત હોય છે ..."








No comments: