Sunday, October 24, 2010

ફ્નેડો .....જગત નાં બ્લોગ વિચાર જગત માંથી સાભાર......

૨૩.૧૦.૨૦૧૦


આજે સનેડો નહી પરંતુ ફ્નેડો .....જગત નાં બ્લોગ વિચાર જગત માંથી સાભાર......

સનેડો એ ગુજરાતી લોકસંગીત નો એક ભાગ છે. સનેડો નૃત્ય કરતાં કરતાં ડાકલીના તાલે ગવાય છે. આ નૃત્ય સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં પરંપરાગત પ્રચલિત છે. સને ૨૦૦૪-૨૦૦૫ની સાલમાં મણીરાજ બારોટ નામના કલાકાર થકી સનેડો આખા ગુજરાત રાજ્યમાં અત્યંત લોકપ્રિય થયો. ગુજરાતની જનતા વરઘોડો,ગરબા જેવા પ્રસંગોમાં સનેડાના તાલે નાચી ધૂમ મચાવતા જોવા મળે છે.

(Source: http://gu.wikipedia.org/wiki/%E0%AA%B8%E0%AA%A8%E0%AB%87%E0%AA%A1%E0%AB%8B)

સનેડા પર થી પ્રેરણા લઇ

સનેડો નહી, પરંતુ “ફન”(fun) નો ફનેડો રજૂ કરું છું :


                          











  

ફોટો : યુનાઇટેડ વે ઓફ બરોડા – ગરબા ગ્રાઉન્ડ,વડોદરા)

એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,

કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,

કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!

કે તૈણ માહ પે’લા થી જ હરખાતા,

ને પાછા “પાસ” લેવા મૂકતા દોટ,

નવ દિ’ હારું નેવું દિ’ પે’લે થી હજતા-ધજતા, લાલ ફનેડો…!

એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,

કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,

કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!

કે ‘બાઈ’કુ ને મોટર લઇ ઓમતેમ ફરતા,

ને પાછા મેદાન પર ટોઈમ પર પોં ‘ચતા,

ટોળકી બનાઈ ને ઘૂસ મોરતા, લાલ ફનેડો… !

એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,

કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,

કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!

કે દોંડિયા ને બદલે ઓયલો મોબાઈલ ફેરવતા,

ને દોઢિયા ની હારે “ડિસ્કો ગરબાયે” હલાવતા,

મન મૂકી મોજમાં ઓમ તેમ ઘૂમતા , લાલ ફનેડો…!

એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,

કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો

કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!

કે ધીમા તાલ મા ત્રણ તાલી ખરી,

ને ‘મુંબઈની ગોડી’મા સફર પણ ભલી,

પણ મારો ’ફનેડો’ તો બારે માસ , લાલ ફનેડો…!

એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,

કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,

કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!

કે ગરબા પછી, બર્ગર-પિત્ઝા ને સેન્ડવિચ ઝાપટતા,

ને ભાઈબંધ-સખીયુ સાથે હરુભરુ પણ થાતા,

છેલ્લા દિ’ એ ફરી વાટ જોતા નવરાતની , લાલ ફનેડો…!

એ ફનેડો, ફનેડો – નવ રાતલડી નો નવલો ફનેડો,

કે હમજી ને હાંભળજો લાલ,લાલ ફનેડો,

કે હમજી હકાય તો હાંભળજો લાલ ફનેડો…!

- જગત અવાશિયા

No comments: