Sunday, August 27, 2017

ગુરુજી ની કલમે..(૧૪)..શ્વાસ જાણો,જીવન જાણો.

ગુરુજી ની કલમે..(૧૪)..શ્વાસ જાણો,જીવન જાણો.

૨૭/૦૮/૨૦૧૭...ગુરુજી ની કલમે... 




                                           
ગુરુજી ની કલમે.....
                           ધી ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ મા પસિદ્ધ થયેલ પ્રવચનો નો સંગ્રહ
                          ૧૦ મી સપ્ટેમ્બર ૨૦૦૬ સુધી સંકલિત......
             અનુવાદક: નિરુપમ ભાસ્કરલાલ અવાશિયા.
                                                             બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)
૨-નવેમ્બર-૨૦૦૩

આયુર્વેદના એક આચાર્યએ કહ્યું છે-રસ સિધ્ધે કરિસ્યામી,નિર્ધારીધ્યમ ઇદમ જગત.. જેનો મતલબ એ છે કે-હું આઆર્યુર્વેદનું જ્ઞાન વિશ્વ /જગતની પીડાઓ દુર કરવા આપું છું.તેથી આયુર્વેદનો જીવન પ્રતિ અભિગમ સમગ્રતછે.
જીવનની ૪ લાક્ષિકતાઓ છે.તે અસ્તિત્વ ધરાવે છે,બદલાય છે,વ્યક્ત થાય છે,અને નાશ પામે છે.તે પાંચ તત્વો પર આધારિત છે.પૃથ્વી/જમીન,પાણી,હવા,આકાશ અને અગ્નિ.તેને સમજવામા સહેલી બનાવવા માટે આપણે ૫ ઇન્દ્રિયોને અને તેનાં હેતુઓ વિશે વિચારી શકીએ:દ્રષ્ટિ,ગંધ,સ્વાદ,ધ્વનિ,અને સ્પર્શ.જીવનનો અભ્યાસએ આયુર્વેદ છે.(વેદ એટલે જાણવું અને આયુર એટલે જીવન )
 આયુર્વેદ પ્રમાણે જીવનકે અસ્તિત્વએ કોઈ કઠોર /જડ વસ્તુ નથી પરંતુ સંવાદિતતા પૂર્ણ પ્રવાહ છે.ત્યાંસુધી કે પાંચ તત્વોકે જેનું આ અખિલ બ્રમાંડ સર્જાયું છે,તે પણ કોઈ સજ્જડ વ્યાખ્યાતીત વસ્તુઓ નથી.તેઓ એકમેકમા વહે છે. આ તત્વોમાના પ્રત્યેકમા અન્ય ચાર સમાયેલાં હોય છે.
આપણામા સુક્ષ્મ અવકાશ હોય છે,કે જે મનનો બનેલો હોય છે,અને બાકીનો-ભુ-તત્વ છે કે જેમાંથી  આપણા હાડકાઓ,મજ્જાતંતુઓ,અને ચામડી અને માળખું બનેલું હોય છે.આને વધારે ૩ દોષ મા વહેચી/વિભાજીત કરી  શકાય:વાયુ,પિત્ત,અને કફ.
શરીર વિજ્ઞાન/ફિઝિયોલોજી સમજવા,તેની લાક્ષણીકતાઓ,અને તેની મન-મગજ પર થતી અસરો સમજવાની એક રીત છે.જયારે માંદગી આવે છે,ત્યારે  તે પ્રથમ વિચારના સ્વરૂપે આવે છે,સુક્ષ્મ પાસુ,અને પછી ધ્વનિ રૂપે,અને પછી અસરના રૂપમા એટલે કે લક્ષણના રૂપમા આવે છે.અને તે પછીજ માંદગી શરીરમા દેખાય છે.સાદું લક્ષણ મંદ સ્વરૂપે હોય છે, જેનો ઈલાજ કરી શકાય છે,ત્યાર પછીતે ગંભીર સ્વરૂપલે છે,જયારે તેને માટે દવાની જરૂર પડે છે.
એરોમોથેરાપી જેવાં ઉપચારમા,માંદગીની સારવાર માત્ર સુગંધ દ્વારા જ કરવામા આવે છે.તે મહદ અંશે સુરક્ષાત્મક ઉપાયો પરજ આધારિત હોય છે,આયુર્વેદના સર્વગ્રાહી પાસામા આનો સમાવેશ થાય છે.આયુર્વેદનો સમગ્ર અભિગમ શ્વસન અને ધ્યાનનો સમાવેશ કરે છે.શરીરના જુદાં-જુદાં વિકારો અને શ્વાસ વચ્ચેનો સબંધ જાણવાનું ખૂબજ રસપ્રદ છે,ખાસ કરીને-વાયુ -પિત્ત અને ફફ..આ ત્રણ વિકૃતિઓ શરીરના કેટલાક  ભાગોને અન્ય ભાગો કરતાં વધારે અસર કરે છે.
દાખલા તરીકે:વાયુ,દોષ શરીરના નીચે ના હિસ્સા મોટે ભાગે  થાય છે. પેટ,આંતરડાં વિગેરે.ગેસ્ટ્રીક રોગો અને સાંધાઓના રોગો જેવી બીમારી વાયુના અસંતુલનને કારણે થાય છે.કફ દોષ શરીરના મધ્ય ભાગમા મોટે ભાગે થાય છે,ખાંસી/કફએ કફના અસંતુલન માંથી થાય છે.(કફ શબ્દ સંસ્કૃત શબ્દ  પરથી આવેલો છે,)અને પિત્ત શરીર ના ઉપરના ભાગમા મોટે ભાગે અસર કરે છે.એટલે કે-માથું,ગુસ્સા વાળી સ્વભાવએ પિત્ત પ્રકૃતિનું લક્ષણ છે.
યોગ અથવા શ્વસનની યુક્તિઓ જેવીકે સુદર્શન ક્રિયા,(ધી આર્ટ ઓફ લીવીંગ હિલિંગ બ્રીથીગ ટેકનીક)અને ત્રણ તબક્કાનું પ્રાણાયામ (પ્રાણ/જીવન બળ શરીરના વિવિધ ભાગોમા પૂરું પાડવાની ક્રિયા)ની આત્રણેય દોષ પર અસર થાય છે.
વિવિધપ્રાણાયામ અને શ્વસન ટેકનીકમા કેટલીક શ્વસન માટેની ખાસ કસરતો શરીરના નીચેનાં,મધ્ય અને ઉપરના હિસ્સાઓ માટે હોય છે.કે જેનાકારણે જે-તે  હિસ્સામા સંતુલન જળવાઈ રહે છે.  
આપણે આપણા શરીરનું સ્વાસ્થય સારું કઈ રીતે રાખી શકીએ?પ્રથમ અવકાશ તત્વનો ખ્યાલ રાખી ને-મન/મગજ –જો મન ઘણીજ બધી છાપો અને વિચારોથી ખદબદતું/ભરેલું હશેતોતે તમારી પ્રતિકારક શક્તિનું ધોવાણ/ક્ષીણ કરશે.અને તે શરીરને માંદગી તરફ લઇ જાશે.જો મન ચોખ્ખું હશે,શાંત હશે,ધ્યાનમય  હશે,અને આનંદ મા હશે તો શરીરની પ્રતિકારક શક્તિઓ વધશે.અને તેનાં કારણે માંદગી શરીરમા પ્રવેશી શકશે નહી.
પ્રથમ ઉપાય-મન/મગજ –જે સર્જનનું અતિ સુક્ષ્મ પાસુ કે જે આકાશ તત્વને આભારી છે,તેને શાંત રાખવાનો છે,
અને પછી હવા તત્વ આવે છે,શ્વાસ/ઉશ્વાસ (શ્વાસોશ્વાસ,)એરોમોથેરાપી ઈત્યાદી આવર્ગમા આવે છે.
પછીનું તત્વ છે-પ્રકાશ તત્વ;અહીં રંગ ચિકિત્સા/ થેરાપી આવે છે.અહીં રોગ શરીરમા આવે તે પહેલાં તમે માણસમા તેનાં લક્ષણો જોઈ શકો છો.અને આપણી સિસ્ટમ/શરીરને પ્રાણ શક્તિ/ઊર્જા શક્તિ થી પ્રાણવાન/શક્તિશાળી બનાવવાથી આ લક્ષણો દુર કરી બીમારી ટાળી શકાય છે.
યોગએ આજ તો કાર્ય કરે છે.યોગનો હેતુ જ રોગ/ગમગીની/દુ:ખ આવે તે પહેલાં જ તેને અટકાવવા નો છે.ગમગીની/રોગના બીજને અંકુરણ પામે તેપહેલાજ નાશ કરવાનો છે.
 પછી પાણી તત્વ આવે છે.માત્ર પાણીજ પી અને ઊપવાસ કરવો,અથવા પાણી વડે શરીર/સિસ્ટમને શુદ્ધ કરવાને કારણે શરીરમા સંતુલન આવે છે.
 અને અંતિમ આશ્રય છે-વિવિધ મેડીકલ/ઔષધીય  વનસ્પતિઓ દવાઓ અને શસ્ત્રક્રિયા .આબધું બધાજ ઉપાયો નિષ્ફળ જાય અથવા આપણે આ બધાપગલાઓની ઉપેક્ષાઓ કરીએ પછીજઆવે છે.
આપણા શ્વાસમા ઘણાજ રહસ્યો છુપાયેલા હોય છે,કારણ કે- મનની દરેક ભાવનાઓ માટે શ્વાસમા તેને અનુરૂપ લય હોય છે.અને પ્રત્યેક લય શરીરના કેટલાક ભાગમા શારીરિક અસર કરેછે.તેની અનુભુતી કરવા માટે તમારે ફક્ત તેને જોવાની જ જરૂર છે.ઉદાહરણ તરીકે- આપણે જયારે ખુશ હોઈએ ત્યારે આપણામા એક વિસ્તરણની ભાવના જોવા મળે છે.અને જયારે દુ:ખી હોઈએ ત્યારે સંકોચનની ભાવના અનુભવીએ છીએ.જોકે આપણે ખુશી અથવા ગમ અને ઉત્તેજના અનુભવીએ છીએ,પરંતુ આ જોડાણ સમજવામા નિષ્ફળ જતાં હોઈએ છીએ.
જ્ઞાન એટલે જાણવું અને જે વિસ્તરે છે.તે શું છે?આ જ્ઞાન,આ પુછતાછ,એચેતના,સભાનતા એ જિંદગીનો અભ્યાસ છે.,એટલેકે પ્રાણનો અભ્યાસ છે,આયુર્વેદનો અભ્યાસ છે.
તમે કદી મીનીટ મા કેટલી વાર શ્વાસ લો છો ગણ્યું છે? શ્વાસ એ જીવનનું પ્રથમ કાર્ય છે અને  જીવન નું છેલ્લું કાર્ય પણ શ્વાસજ છે.અને આ વચ્ચે આખી જિંદગી આપણે શ્વાસ લઇએ છીએ,અને શ્વાસ બહાર કાઢીએ છીએ,પરંતુ તેનાં પ્રત્યે દુર્લક્ષ્ય સેવીએ છીએ..
શરીરની અશુધ્ધિઓ માની ૯૦ ટકા શ્વાસ વાટે અંદર જાય છે,કારણ કે-આપણે દિવસમા ચોવીસે- ચોવીસે કલાક શ્વાસ લઇએ છીએ.જોઈએ આપણે આપણા ફેફસાની ક્ષમતા/કેપેસીટીના ફક્ર્ત ૩૦ ટકાનોજ ઉપયોગ કરીએ છીએ.આપણે પુરતો શ્વાસ પણ લેતાં નથી.
જૂઓ મનતો પતંગ અને શ્વાસ દોરી જેવું છે.મન(પતંગ)ને ઉચાઇ પર જવા માટે લાંબા શ્વાસ(દોરી)ની જરૂર હોય છે.જો તમે શ્વાસ પર ધ્યાન આપીશકો તો તમારે કોઈ પણ ચિતા કરવાની જરૂર નથી.
એક મીનીટમા આપણે ૬૦ થી ૭૦ વખત શ્વાસ લઈએ છીએ.
જો તમે અસ્વસ્થ હોવ તો,તે માત્ર ૨૦ સુધી પણ જઇ શકે છે,
જો તમે ખૂબજ ટેન્શન અને ગુસ્સામા હોવ તો,તે કુલ ૨૫ પ્રતિ મીનીટ પણ હોઈ શકે છે.
જો તમે ખૂબજ શાંત અને આનંદમા હોવ તોતે ૧૦ પ્રતિ મીનીટ હોઈ શકે.જો તમે ધ્યાનાવસ્થામા હોવ તો ૨ થી ૩ શ્વાસ પ્રતિ મીનીટ હોઈ શકે.ઊંડા ધ્યાનથી તમે જે શ્વાસ લો છો તેની સંખ્યા ઘટાડી શકાય છે.
જો તમે બાળકને જોશો/અવલોકન કરશો-તો તમને નવાઈ લાગશે કે-તે શ્વાસ ને કઈ રીતે સંતુલિત કરે છે.તેઓ શરીર નાત્રણેય ભાગો માંથી શ્વાસ લે છે.જયારે તે શ્વાસ લે છે તેનું પેટ બહાર આવે છે,જયારે તે શ્વાસ બહાર મુકે છે,ત્યારે તેનું પેટ અંદર જાય છે.પરંતુ જયારે તમે વધારે પરેશાન અને તનાવયુક્ત હશો,ત્યારે તમે આનાથી ઉલટું કરતાં હશો.જયારે તમે શ્વાસ બહાર કાઢો ત્યારે તમારૂ પેટ બહાર આવશે અને જયારે શ્વાસ લેશો ત્યારે તે અંદર જશે.
આ બાબતતો માટે, જો તમે માનસિક રીતે શાર્પ હો,તો- તમારે કોઈ શાળામા જવાની કેકોઈ પાસે શીખવાની જરૂર હોતી નથી.પરંતુ આપણું મન ઘણી જ બાબતો,ઘણાજ નિર્ણયો,ઘણાજ અભિપ્રાયો,અને ઘણી જ બધી ગુચોમા ગુંચવાયેલું હોવાને કારણે-આપણે કુદરતની ઘણીજ સુધ્ધ/પવિત્ર બાબતો નું અવલોકન કે પ્રતીતિ કરવાનું ચુકી જઇએ છીએ.
તેથી આપણને અભ્યાસ ની જરૂર છે.યોગાસન એએક એવી વસ્તુ છે કેજે દરેકે બાળપણમા કરી હોય છે.તમે ૬ માસના બાળકને પગ ઉચા કરીને પીઠ પર સુતેલું જોયું છે?અને તેપગ નેઠેલો મારી માથું પણ ઉચું કરે છે.આ લગભગ તમે પેટની કસરત કરો છો તેનાં જેવું જ છે.પછી તે પાછું વળી અને યોગની કોબ્રા જેવી મુદ્રા પણ કરે છે.અને જો તમે સુતા બાળકનું અવલોકન કરશો તો- તેનો અંગુઠો અને તર્જની આંગળી જરા અડકતી હોય છે,’ચિન-મુદ્રાની પ્રતિકૃતિ.
અથવા તમે પ્રાણી બાગ મા જાવ,અને વાંદરાઓને જૂઓ,તેઓ પોતાની જાત ને સ્વસ્થ રાખવા ઘણાં જ આસનો કરતાં હોય છે.તો આબધી વસ્તુઓ છે જે શરીર,શ્વાસ મન અને ભાવનાઓ નું સંકલન કરે છે.અને આયુર્વેદ આ સર્વગ્રાહી અભિગમ પ્રત્યે ધ્યાન આપે છે. શરીર મા એવી ઘણી જ બાબતો છે કે જે-અલગ-અલગ લાગણી ઓ સબંધિત હોય છે.પરંતુ આ બધું એ કેટલીક બાબતો ને પ્રતિબિબિત કરે છે જે આ બધાજ થી ઉપર/પર છે.એવું કયું તત્વ છે કે જે ચેતના સ્તોત્ર છે.
તંદુરસ્તી એટલે જ રોગમુક્ત શરીર /કંપન મુક્ત શ્વાસ /તનાવ મુક્ત–મન/સંયમ મુક્ત બુદ્ધિ /વળગાડ/ચિતા મુક્ત યાદદાસ્ત/અહંમ જે મા બધાજ સામેલ છે/અને ગ્લાની મુક્ત મન/માનસ.... 
  ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....

No comments: