Wednesday, August 9, 2017

(૭૨)..Love you Pappa...

૦૯/૦૮/૨૦૧૭..(૭૨)..Love you Pappa...





                                          સંકલિત......                                ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ  

દીકરી  એ મને પૂછેલું કે, "મમ્મા, મધરનો સ્પેલિંગ શું થાય ?
મેં કહ્યું બેટા, "M O T H E R" પછી એ બોલી, મમ્મા, આમાંથી "M" કાઢી નાખીએ તો શું થાય ?
મેં કહ્યું,  "OTHER". પછી એને થોડી ઠાવકાઈથી મને કહ્યું , "જેમ "MOTHER" માંથી "M" નીકળી જાય તો other થઇ જાય,એમ જો ફેમીલીમાંથી Mother નીકળી જાય તો બધા Other થઇ
જાય...!!!"હું હસી પડી....!!મેં આગળ પુછ્યુ, "તો FATHER માંથી "F " નીકળી જાય તો????"
તો એ હસતા હસતા બોલી, "મમ્મા તો તો બધા અધ્ધરજ થઇ જાય...!!!"
કેટલી સહજતાથી એને ઘણુંબધું કહી દીધું.
પિતા ભલે માતાની જેમ એની કુખે સંતાનને જન્મ નથી આપતા પણ પિતા થકી જ સંતાનનો જન્મ સાર્થક થાય છે.દેવકીની પીડા સૌ જાણે છે, પણ અડધી રાત્રે નદીના ઘોડાપૂર પાર કરનાર વાસુદેવની પીડા કોણે જાણી?
કૌશલ્યાના ગુણગાન ગવાય છે, પણ મજબૂરીના પહાડ નીચે દટાયેલા અને પુત્રવિયોગમાં તરફડીને મૃત્યુ પામેલા દશરથની પીડા અકલ્પનીય છે.
એજ રીતે સરદાર પટેલના પિતા ઝવેરભાઈ હોય કે મહાત્મા ગાંધીના પિતા કરમચંદ કે મા વિનાની દીકરીને નીડર યોદ્ધા બનાવનાર લક્ષ્મીબાઈના પિતા દામોદર પંત હોય !! પિતા મોટાભાગે પડદાની પાછળ રહીને સંતાનનું ઘડતર કરે છે.
પિતાના જીવનનું અજવાળું એટલે સંતાન. સંતાનના જન્મ સાથેજ પિતા જન્મે પણ છે અને મૃત્યુ પણ પામે છે કારણકે સંતાનના જન્મ પછી એ જે જીવે છે એ બીજા ખોળીયામાં રહેલો સંતાનનો શ્વાસ હોય છે સંતાન માટે પિતા એ માત્ર કોઈ પુરુષ નથી હોતો પણ જીવનનું પૌરુષત્વ હોય છે. પિતા ધર્મ પણ હોય છે અને કર્મ પણ હોય છે. પિતા સંત પણ હોય છે અને એક આખો ગ્રંથ પણ હોય છે. પિતા એ સાચો રસ્તો બતાવતો માઈલસ્ટોન છે જે ફક્ત રસ્તો બતાવી છૂટો નથી પડી જતો પરંતુ આંગળી જાલી રાખે છે જ્યાં સુધી સંતાન મંઝિલ સુધી ન પહોંચી જાય !!.
સંતાન માટે મા એટલે મમતા.. કરુણા કે વાત્સલ્યનો દરિયો હશે પરંતુ.... પોતાના સમગ્ર જીવનને અથાગ પરિશ્રમ અને સંઘર્ષથી ખર્ચીને અનુભવનો અણમોલ ખજાનો એટલે પિતા. પિતાને જાજો જશ મળતો નથી અથવા પિતા હોય જ છે એવા કે એ ક્યારેય જશ નથી લેતા.
પિતા ભલે જશ ન લે, પણ આપણે એમને આપીએ. આપણે એમને બિરદાવીએ...પોંખીએ...!! થેંક યુ પપ્પા કહીને નહીં, લવ યુ પપ્પા કહીને !!

ક્યારેક બુશકોટ કે ઝભ્ભાની ખરબચડી બાંયો કોઈ રેશમી પાલવથી પણ મુલાયમ હોય છે...સાચ્ચે..!! :):)

  પાપા         
                                        
                          “  પિતા પ્રેરે પ્રેમ થી ને હૈયે સિંચે હામ,
                    પ્રણામ પિતૃદેવ ને ! શતસહસ્ત્ર પ્રણામ!”
                                 પાપા.......પગલીથી,
                                  પપ્પાને પગલે.........
   જનનીની જોડ સખી નહી જડે રે લોલ......જેવી પંકિતઓ દ્રારા ગુજરાતી સાહિત્યમાં માતૃશકિતનો ભરપૂર મહિમા ગવાયો છેપરંતુ જીવનમાં પિતાનું સ્થાન પણ મહત્વનું અને અદકેરું હોય છે એ હકિકત છેપિતાને મન દિકરી કાળજાકેરો કટકોવહાલપનો  વરસાદ છે એ સનાતન સત્ય છે.અનેક અડચણો અને પારાવાર મુશ્કેલીઓને પાર કરીને પ્રતિભાવંત પુત્રીઓએ પિતા અને પરિવારનું નામ ઉજાળ્યું હોય એવાં કંઈ કેટલાંય ઉદારણો સમાજમાં નજરેચડે છે.
પિતાના વિશિષ્ટ વ્યકિતત્વની અમીટ છાપ કેટલીક કલાધરિત્રી પુત્રીઓ પર પડી છે અને એ પિતાના કલા વારસાને આગળ વધારી રહી છેઆવી હોનહાર પુત્રીઓ પિતાનું ઋણ અદા કરીને પળે પળે પિતૃતોત્સવ ઊજવી રહી છેતે કુળને તારે છે,ઉજાળે છે.આ લાડકવાયી દીકરીઓ પિતાને નકશે કદમ પર ચાલે છે અને સમાજમાં દાખલો બેસાડે છે.21મી જૂને ફાધસૅ ડે નિમિતે આવી કુળવાન,પુત્રીઓ ને સ્નેહભરી સલામ.........
  મારા પિતાજી એ મારામાં ભરપૂર આત્મવિશ્ર્વાસ ભયૉ છે.   
   લતા મંગેશકર
  40 થી 50 નાં દાયકા માં પણ મારા પિતાજી એ દિકરા-દિકરી વચ્ચેનો ભેદભાવ નહોતો રાખ્યો.
  વષૉ અડાલજા

મને પિતાજી તરફ થી કલાની સાથોસાથ નૈતિક મૂલ્યોનો પણ વારસો મળ્યો છે.
 હેતલ મહેતા (પં નંદન મહેતા ની પુત્રી)
 મારા જીવન ઘડતર માં પિતાજી નું અનન્ય યોગદાન છે.
 આદિતી દેશાઈ (નાટ્યકાર જસવંત ઠાકર ની પુત્રી)
     હું દિકરી મેધનાને બિનશરતી પ્રેમ કરું છું તમે કોઇ વ્યકિતને ટુકડાઓમાં વહેંચીને ન જોઇ શકો.હું મારી દીકરીને જેવી છે એવી એજ સ્વરુપે ચાહું છું.”
  ગુલઝાર
  મારી સવાર પાપાના સિતારની ધૂન સાથે શરુ થાય છે.જોકે હું ઘણી મોડી તેમની નિકટ આવીપરંતુ હવે લાગે છે કે આવું પહેલાં કેમ ન થયું.
 મેઘના ગુલઝાર

       આજના પિતાને સમજુ દિકરી મળી રહે ત્યારે કયારેક એવું બને છે કે-પિતૃત્વ માતૃત્વ કરતાંય વેંત ઊચેરું બનીને હષૅ નાં આંસુ સારતું રહે છે.કયારેક પત્નીને ન કહી શકાય,દિકરાને ન કહી શકાય એવી વાતો અંદરથી વલોવાઈ ગયેલો બાપ દિકરી ને કરતો હોય છે.આવો ભાવસેતુ દિકરી ની વિદાય વખતે તૂટે ત્યારે બાપ  તો પોતાનાં આંસુ લુછવાને બદલે ચશ્મા નાં કાચ લુછતો રહે છેવળી  દિકરી ને પિયર ની યાદ ન આવે એવાં સાસરિયાં મળે ત્યારે બાપ ની વેદનાં સાવ અનોખી બની રહે છે.

              દિકરીનો યુગ શરુ થઇ ચુક્યો છે.ઘરે-ઘરે બાપ-દિકરી વચ્ચેની મૈત્રીનાં   મેઘધનુષ જોવા મળે છે.નરસિંહ મહેતાને કુવરબાઇનો,પંડિત નહેરુને ઈંદિરાનો, સરદાર પટેલ ને મણિબેનનો, અને જનાબ ભૂટ્ટોને બેનઝીરનો સથવારો મળી રહે છેસુખી સાસરે રહેતી દિકરીને પિતા જ્યારે મિસ કરે ત્યારે એમની આંખો માંથી જે ટપકી પડે છે તેમાં જેઠ મહિના ના અસહ્ય ઉકળાટ પછીના પહેલા વરસાદની સુગંધ હોયછે.

   
'At age 8, your dad buys you an ice cream. You thanked him by dripping
it all over your lap.

When you were 9 years old, he paid for piano lessons. You thanked him
by never even bothering to practice.

When you were 10 years old he drove you all day, from soccer to
football to one birthday party after another. You thanked him by
jumping out
of the car and never looking back.

When you were 11 years old, he took you and your friends to
the movies. You thanked him by asking to sit in a different row.

When you were 12 years old, he warned you not to watch
certain TV shows. You thanked him by waiting until he left the house.

When you were 13, he suggested a haircut that was becoming.
You thanked him by telling him he had no
taste.

When you were 14, he paid for a month away at summer camp.
You thanked him by forgetting to write a single letter.

When you were 15, he came home from work, looking for a hug.
You thanked him by having your bedroom door locked.

When you were 16, he taught you how to drive his car. You
thanked him by taking it every chance you could.

When you were 17, he was expecting an important call. You thanked him
by being on the phone all night.

When you were 18, he cried at your high school graduation. You thanked
him by staying out partying until dawn.

When you were 19, he paid for your college tuition, drove you to campus
carried your bags. You thanked him by saying good-bye outside the dorm
so you wouldn't be embarrassed in front of your friends.

When you were 25, he helped to pay for your wedding, and he told you
how deep he loved you. You thanked him by moving
halfway across the
country.

When you were 50, he fell ill and needed you to take care of him . You
thanked him by reading about the burden parents become to their
children.

And then, one day, he quietly died. And everything you never did came
crashing down like thunder on
YOUR  HEART.  


આજે જે લેખ લખવા જઈ રહ્યો છું તે માત્ર લેખ નહિ  પરંતુ મારી જીંદગી છે.
મારું  સર્વસ્વ છે મારો આત્મા છે ...મારા ગુરુ , મારા સખા , મારા  સુખ
દુખ ના ભાગીદાર ,મારા  ઈશ્વરે નીમેલા મારા જન્મ દાતા અને પાલનહાર,

મારા પિતા ...
કોઈપણ વ્યાખ્યાનકાર  માતા વિષે બોલ્યા કરે છે,સંત મહાત્માઓ પણ માતાના
મહત્વ વિશેજ વધારે કહે  છે,
દેવ-દેવીઓએ પણ માતાના જ ગુણગાન ગયા છે.લેખકો-કવિઓ એ પણ માતાના ખુબ
વખાણ  કર્યાં છે.
સારી વસ્તુ ને માતાની  જ ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે
બોલાતું નથી.
કેટલાક લોકોએ  પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર,
વ્યસની અને મારઝૂડ કરનારા જ હોયછે....
આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા  પિતાઓ વિષે શું લખાયું છે ?

પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો  પ્રેમ નજરે ચડે.
તેમનું ફાટેલું  ગંજી જોઈએ તો સમજાય કે આપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે”.
તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે. દીકરા દીકરી ને નવા જીન્સ લઇ આપશે પણ પોતે તો  જુનો લેંઘોજ  વાપરશે.
સંતાનો  ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ
ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો  હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે.
 ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે.
 રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે,પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ ?

નોકરી માં એક દિવસ રવિવારે રજા મળતા જ ગામડે ખેતી કામ કરતા પણ મેં જોયેલા છે
અને કપાસ ની ગાંસડી માથે ઉચકી ને સેઢા સુધી  લાવતા જોયા છે પિતા ને ...
બધાની  સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું
છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોય છે.
માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું  નથી. પોતાના પિતા મૃત્યુ પામે
છતાં આપણાં પિતા રડી શકતા નથી,
કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે,પોતાની માતા મૃત્યુ પામે તોપણ પિતા રડી શકતા નથી. કારણકે બહેન ને આધાર  આપવાનો હોય છે.
પત્ની અડધે રસ્તે સાથ છોડીને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતા એજ કરવાનું હોય છે.પિતા માંદા પડે ત્યારે તરતજ   દવાખાને  જતા નથી.
તે  માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે
તો શું કરવું તેનો ડર લાગે  છેકારણકે દીકરીના લગ્ન અને  દીકરાનું શિક્ષણ બાકી હોય  છે.ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.
પહોચ  હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે  મેડીકલમાં પ્રવેશ અપાવે છે.
ખેંચ ભોગવીને પણ બાળક ને  નિયમિત   હોસ્ટેલમાં પૈસા મોકલેછે,
પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે  પરમીટરૂમમાં પાર્ટીઓ આપે છે
અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક  ઉડાડે છે.
કોઈપણ પરીક્ષા નું  પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે
બાજુમાં લે છે,વખાણ કરે છે, આશિષ આપે છે,પણ ગુપચુપ જઈને પેંડાના
પડીકા લાવનારા પિતા કોઈના  ધ્યાનમાં રહેતા નથી.
બાળક  આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ
હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.
દેવકી-યશોદા ના  કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે
માથા ઉપર બાળકને સુરક્ષિત પણે  લઇ જનારા  વાસુદેવનું શું?
રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય  છે પણ પુત્ર  વિયોગથી તરફડીને  મૃત્યુ
પામ્યા તે પિતા દશરથ  હતા..
કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ  મરણ ના પ્રસંગે
પિતાએ જ જવું પડે  છે.
પિતા શ્રીમંત સાસરું  ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ
ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ ગરીબ દીકરીના ઘરના  ચક્કર કાપશે....યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય  છે.


આજે ફાધર્સ ડે. અમેરિકનો પોતાના મમ્મી કે પપ્પાને વર્ષે એકવાર ફાધર્સ ડે કે મધર્સ ડે વિશ કરી લે કારણ  એજ એક દિવસ છે એમને એમની પરવરિશ માટે  માતા-પિતાનો આભાર માનવાનો બાકી તો એ ભલા અને એમનુ રૂટીન ભલુ.
આમ જોવા જાવ તો હવે અમારુ પણ એવું જ કહેવાય ને?
જ્યારે અમે નાના હતા ત્યારે રાતોની રાતો જાગીને  માથે બરફ-મીઠાના પાણીના પોતા મુક્યા  મમ્મીએ અને તમે.   અત્યારે જ્યારે તમને  તમારી માંદગીમાં અમારી ખરી જરૂર પડી ત્યારે  એ ભૂતકાળ એક ક્ષણમાં ભૂલીને અમારા ભવિષ્યને વિચાર કરી ને  એક રાતનો પણ તમારા ઉજાગરો કરવાના બદલે ચાલતા  થયા અમે.
આંગળી પકડીને ચાલતા શીખવ્યુ તમે - તમારી ટેકણલાકડી બનવાના બદલે હાથ જ છોડીને ખસી ગયા અમે .
ચકલીનુ ચીં ચીં મોંમા કરાવી બોલતા શીખવ્યુ તમે ફુરસદના સમયે તમને સાંભળવાના બદલે નિઃ શબ્દ વાતાવરણમાં મુકી દીધા અમે.
આલ્બમોમાં  નાનપણને સંઘરી યાદો તાજી રાખી તમે- હાજરીને  જ તમારી ભૂતકાળ બનાવી દીધો અમે.
અમારા દરેક સારા પ્રસંગને ઉજાળ્યો તમે-તમારી નિવ્રુત્તિની ક્ષણો  ઉજવવાના બદલે ઉચાળા ભર્યા અમે.
અમારી દરેક ક્ષણોએ  હાજર રહી એને  ભરપૂર બનાવી તમે- તમારો ખાલીપો ભરવાના બદલે શૂનકાર ઉમેર્યો અમે.
જ્યારે જ્યારે  તમારી જરૂર હતી ત્યારે અડીખમ બનીને , માનસિક સધિયારો બનીને  સાથ આપ્યો તમે -હવે જ્યારે  તમને શારીરિક  સથવારાની જરૂર પડી -તમારા માટે ઉભા રહેવાના દિવસો આવ્યા ત્યારે  ચાલતી પકડી  અમે .
અને માટે જ  ખરા હ્રદયથી તમારી તંદુરસ્તી-તમારી સ્વસ્થતા પ્રાર્થુ છું ઇશ્વર પાસે.
જો ખુશ છો તમે તો રાજી છીએ અમે.
જો સ્વસ્થ છો તમે તો નિશ્ચિંત છીએ અમે.
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ
ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ
ત્વમેવ સર્વ મમ દેવ દેવમ.
આ જ ખરી અને હંમેશની તમારા માટેની લાગણી અમારી.
રાજુલ શાહ

 
 
 ઘણાં ઘરોમાં વૃધ્ધ મા-બાપને ઘરના ખૂણે એન્ટિક ફર્નિચરની જેમ જીવતાં જોયાં છેકોઈ મહેમાન આવે ત્યારે આ ૮૦-૯૦ વર્ષના વૄદ્ધને ઘડી બે ઘડી મળવાનું થાયતો ક્યારેક વળી, કોઈક એમને પેલા એન્ટિક ફર્નિચરની માફક બીજા રૂમ મા ખસેડવાનું પણ કરેમળાય તો એ સમયનાં અસલી ઘી-દૂધ ખાધાં છે એટલેબાકી આપણે તો આટલું જીવીશું પણ નહીં એવી ઉપર છલ્લી વાતો થાય અને વાત પૂરી થાય.
                કયારેક વૄદ્ધ મા-બાપને પુત્રના પ્રેમ માટે તડપતા જોઉં છું ત્યારે હલી જવાય છે.આધુનિક” દંપતી તેમને ઘરડા ઘરમાં મૂકી આવે છે ત્યારે હ્ર્દય ધબકારો ચુકી જાય છેએક વાક્ય  વાંચ્યું હતું કે ઘણીવાર યાદ આવે છે કે પાંચ પુત્રોને માતાએ સાચવ્યાપરંતુ એક માતાને પાંચ પુત્રો સાચવી નથી શકતા.
               એક રાજકારણીપિતાની અંતિમ ક્ષણોને તરછોડીને પક્ષની મીટીંગમાં હાજરી આપવા ગયા હતા અને દિલ્હી જઈને આવ્યા પછી પિતાના અગ્નિ સંસ્કાર કર્યા હતા તે મેં જોયેલું છેભારતમાંજ નહી પણ પરદેશમાં પણ ઘણાં મા-બાપોનાં મૃત્યુ સોમ-મંગળવારે થાય ત્યારે  FUNERALનો વારો આવે  ત્યાં સુધી નિરાંતે રાહ જોઈ વચ્ચે.BIRTHDAY PARTY OR MARRIAGE ANNEVERSARY ઉજવનારાઓ પણ પડ્યા છે.(મારી નોંધઃ અહીં પરદેશમાં અહીંના કાયદા-કાનુનને ધ્યાનમાં રાખવા પડે છે..કાયદા મુજબઃ ૨૪ કલાક મૃત્યદેહને  રાખવો  તેમજ ડૉકટરનુ ડેથ સર્ટફીકેટ ઉપરાંત સીટીનું પણ ડેથ સર્ટફીકેટ જોઈએ..અને આ બધી કાર્યવિધી સમય માંગી લેતી હોય છે..બે-ત્રણ દિવસ થઈ પણ જાય)
                                   ક્યારેક કોઈ પુસ્તકના પાછલા પાના ઉપર માતૃછાયા’ ‘પિતૃછાયા’ શીર્ષક નીચે કોઈ પુત્રના હ્ર્દયનો વલોપાત વાંચ્યાનું સ્મરણ આ ક્ષણે થાય છેજેની વાત સાંભળાવામાં ક્યારેય રસ નથી લીધો એ હોઠમાં અંતે ગંગાજળ અને તુલસીનું પાન મૂકવાનો શો અર્થ?
                     પ્રેમનો દરિયો સુકાય જાય પછી એની યાદનાં છીપલાંઓને શૉ-કેઈસમાં મૂકી   રાખવાનો અર્થ નથીજે વૄદ્ધ પિતા તરફ ધ્યાન નહોતું ગયું એ મૄત્યુ પછી એવી રીતે યાદ આવે છે કે સતત પસ્તાવામાં ગંગા અને જમના વહ્યા કરેવાળને ડાઈ કરીને યુવાન રહેવાના પ્રયત્નો તો કરીએ છીએ પરંતુ સમયતો સમયનું કામ કરે છેઆપણે પણ વૃદ્ધ બનતા જઈએ છીએસમય અને સ્વજનો પાછાં નથી આવતાં
રોજ   ખૂણામાં   રિબાઈ   હરપળે  મરતો રહ્યો,
    પિતાની તું છબીને કાં નમન કરતો રહ્યો?
સ્નેહનો   દરિયો  તો સુકાઈ   ગયો મૃત્યુ  પછી
યાદમાં  શૉ-કેઈસમાં  તું છીપલા ભરતો  રહ્યો.
તું   હયાતીમાં   કદી    ઠારી શક્યો ના જેમને,
વ્યર્થ   ગંગાઘાટ   પર અસ્થિ લઈ ફરતો રહ્યો.
હા બધું મળશે ફરી,કેવળ સમય મા-બાપ નહિ,
તું   બધું   ભૂલીને  પૈસો   વ્યર્થ સંઘરતો રહ્યો.
વૄદ્ધ   થાતો   તેં    તને અટકાવવા કોશિશ કરી,
પણ   સમય  તો કામ એનું હરપળે કરતો રહ્યો.
-રાજેશ વ્યાસ(મિસ્કીન)સાભારઃ ઉદ્દેશ



નાના-મોટા સૌએ સમજવા જેવી વાત છે....!!!

*
મા એ ઘરનું ઢાંકણ છે
બાપ ઘરનું અસ્તિત્વ છે.

*
મા પાસે આસું નો દરિયો છે...
બાપ પાસે સંયમનો ઘાટ છે.

*
મા રડીને હૈયું હળવું કરેછે.
બાપ સાંત્વના આપીને હાશઅનુભવે છે.

*
કોઈ વાર દાઝી જવાય કે ઠેસ વાગે ત્યારે ..ઓહ! મા શબ્દો મ્હોમાંથી નીકળી જાય છે.....પણ કોઈ મોટા અક્સ્માત થતાં..ઓહ બાપરેબોલાઈ જવાય છે.

*
પ્રેમથી રોજ જમાડનારી માઆપણને યાદ રહે છે.પણ
આયુષ્યના ભાથાની સગવડ કરી આપનાર બાપ ને બહુ યાદ નથી કરતાં.

*
કુટુંબમાં કોઈનું મૃત્યું થાય તો માતુરત રડી પડે છે,પણ પ્રસંગે - દુઃખ થવા છતાંય બાપ રડતો નથી કારણકે ..ઘરના સૌને આ કરૂણ પ્રસંગે બાપેજ હિંમત આપવાની છે.

*
પરીક્ષામાં પાસ થતાં દીકરાને જોઈ મા હરખઘેલી થઈ નાચી ઉઠે છે, જ્યારે બાપ ખુશાલીમાં બજારમાં જઈ મીઠાઈ લઈ આવે છે ને આનંદની લ્હાણી કરે છે.

*
મા દીકરી-દીકરાના ડ્રેસ માટે ખર્ચ કરતા ખચકાતી નથી પણ્. બાપાના ફાટેલા ગંજી લેઘા માટે પૈસા વાપરતી નથી.

*
મા અને બાપ દરેક કુટુંબના અગત્યના સભ્યો છે. એમની હયાતી હોય ત્યારે ઘણાં એમને ભૂલી જાય છે પણ ગેરહાજરીહોય ત્યારે ઘણીવાર આંસુ સારતા હોય છે..તસ્તીર બનાવે.. યાદમાં કોઈ ઈમારત..મર્યા પછીની પોકશા કામની!!


Nice Saying by A Father To His Son...

Just Listen To My Advice,
Not Because I Am Always Right,    
But Because I Have More
Experience of Being WRONG....

Simply amazing quotes!

Dads are special

Any man can be a father. It takes someone special to be a dad.
 - Unknown

Watch and Learn
My father didn't tell me how to live; he lived, and let me watch him do it.
 - Clarence B. Kelland

Teach By Example
Every father should remember that one day his son will follow his example instead of his advice.
 - Unknown

  No Stronger Need
 I cannot think of any need in childhood as strong as the need for a father's protection.
 - Sigmund Freud

  Related By the Heart
 It is not flesh and blood but the heart which makes us fathers and sons.
 - Johann Schiller

 Fathers Build
 By profession I am a soldier and take pride in that fact. But I am prouder--infinitely prouder--to be a father.
 A soldier destroys in order to build; the father only builds, never destroys.
- Douglas MacArthur

  The Man They Want
  One night a father overheard his son pray: Dear God, Make me the kind of man my Daddy is.
 Later that night, the Father prayed, Dear God, Make me the kind of man my son wants me to be.
 - Unknown

  The Greatest Gift
  My father gave me the greatest gift anyone could give another person, he believed in me.
 - Jim Valvano

  Making the Best
 Father taught us that opportunity and responsibility go hand in hand.
 I think we all act on that principle; on the basic human impulse that
 makes a man want to make the best of what's in him and what's been
 given him.
 - Laurence Rockefeller

  Carrying Pictures
  A father carries pictures where his money used to be.
 - Unknown

  True Wealth
  A truly rich man is one whose children run into his arms when his hands are empty.
 - Unknown

  A Wise Father
  It is a wise father that knows his own child.
 - William Shakespeare

  A Shining Example
  I love my father as the stars - he's a bright shining example and a happy twinkling in my heart.
 - Adabella Radici

  More Than a Hundred
  One father is more than a hundred schoolmasters.
 - George Herbert

No Holier Name
 Father! - To God himself we cannot give a holier name.
 - William Wordsworth

પપ્પા  એટલે  શું?
આપણા ઘરની વન મેન સરકાર એટલે પપ્પા;
આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પપ્પા;
હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પપ્પા;
સંતાનોના રક્ષણની સલામત વાડ એટલે પપ્પા;
મમ્મીએ મને ડરતા શીખવ્યું; પપ્પાએ મને લડતા શીખવ્યું.
મમ્મીએ મારી ઠેંસ પર મલમપટ્ટી કરી છે; પપ્પાએ ઈ ઠેંસ જોઈને મારી ધૂળ કાઢી છે.
મમ્મીએ મને સંવેદનશીલ બનાવ્યો; જ્યારે પપ્પાએ મને સૈનિક બનાવ્યો છે.
પપ્પા એક પ્રકૃતિ છે જેમાં સતત બદલાવ આવ્યે રાખે છે.
મમ્મીને સમજી શકાય પણ પપ્પાને સમજવા સંતાનોની ફુટપટ્ટી હંમેશા ટુંકી પડે છે.
આ પપ્પા જે સવારે થપ્પડ મારે અને સાંજે બગીચે ફરવા લઈ જાય છે.
આ પપ્પા જે પહેલા ખૂબ રોવડાવે અને પછી દિવાળીના ફટાકડા લઈ આવે.
આ પપ્પા જે પોતે સાઈકલ સ્વીકારીને છોકરાવને બાઈક અપાવે.
આ પપ્પા જે સંતાનોની બધી ઈચ્છા પુરી કરવા પોતાની તમામ ઈચ્છા દફનાવે.
આ પપ્પા જે સીઝનનું પહેલું ફ્રુટ ઘરમાં લાવે અને કોઈના થેંક્યુંની પણ અપેક્ષા ન રાખે.
આ પપ્પા જે કદી કોઈનું ધાર્યું કરે નહીં અને પોતાનું ધાર્યું બઘું કરાવે.
આ પપ્પાને સમજવા આપણે કદાચ ફરી જન્મ લેવો પડશે.
આ પપ્પા રીટાયર્ડ થઈ શકે, ટાયર્ડ નહીં...!
તમે સ્વીકારો કે ન સ્વીકારો હું તો સ્વીકારૂ છું કે આપણા પપ્પા પાસે આપણે કંઈ જ નથી.
પપ્પાની સાયકલની સીટ પર બેસીને જે દુનિયા મે જોઈ છે એ દુનિયા તો મને આજે મારી ફોર વ્હીલર કારમાંથીપણનથીદેખાતી.ક્યાંક એ દુનિયા પપ્પા સાથે રીટાયર્ડ તો નથી થઈ ગઈ ને ?
પપ્પાએ માંડ માંડ લોન લઈને લીધેલું એ પેલુ મકાન જેના વ્હાઈટ વોશ કરવા માટે પપ્પા પાસે પૈસા નહોતા.છતા\'ય ઈંટે ઈંટે પપ્પાના પરસેવાનો કલર અમે અનુભવેલો.
પપ્પાને મારી કિંમત છે, ને પપ્પા મારી હિંમત છે.
એક શ્રીફળ સમુ વ્યક્તિત્વ એટલે મારા પપ્પા-
બહારથી કડક અને અંદરથી ભીના ભીના..!
પપ્પાનો સ્વભાવ કદી સુધારી ન શકાય કારણ કે ઈ પપ્પા છે;
પપ્પાને એની તમામ મર્યાદા સાથે સ્વીકારાય કારણ કે ઈ પપ્પા છે;
યાદ રાખજો... પપ્પા નોકરીમાંથી રીટાયર્ડ થાય છે , મગજથી નહીં....
મારો અહમ, મારી બુદ્ધી, મારૂ સ્વમાન, મારૂ જ્ઞાન , મારી આવડત અને મારૂ આવું ઘણુ બધું જ....
મારા પપ્પાના પરસેવાના ચાર ટીપા સામે ક્ષુલ્લક છે.
પપ્પા હંમેશા મહાન જ હોય છે.  તોય એના મહાન સંતાનો એની ક્રેડીટ મમ્મીને આપે છે.
છતા પપ્પા મૌન સેવે છે. બસ એટલે જ પપ્પા મહાન છે.
પપ્પાની મહાનતા કોઈ કવિઓ, લેખકો કે વિવેચકોની મોહતાજ નથી
બસ એટલે પપ્પા મહાન છે....
Love you Papa.....

मेरे कंधे पर बैठा मेरा बेटा जब मेरे कंधे पे खड़ा हो गया
मुझी से कहने लगा "देखो पापा में तुमसे बड़ा हो गया"
मैंने कहा "बेटा इस खूबसूरत ग़लतफहमी में भले ही जकडे रहना
मगर मेरा हाथ पकडे रखना"
"जिस दिन येह हाथ छूट जाएगा
बेटा तेरा रंगीन सपना भी टूट जाएगा"
"दुनिया वास्तव में उतनी हसीन नही है
देख तेरे पांव तले अभी जमीं नही है"
"में तो बाप हूँ बेटा बहुत खुश हो जाऊंगा
जिस दिन तू वास्तव में मुझसे बड़ा हो जाएगा
मगर बेटे कंधे पे नही ... 
जब तू जमीन पे खड़ा हो जाएगा!!
ये बाप तुझे अपना सब कुछ दे जाएगा !
तेरे कंधे पर दुनिया से चला जाएगा !!
. Fathers.....
माँ घर का गौरव तो पिता घर का अस्तित्वा होते हैं.
माँ के पास अश्रुधारा तो पिता के पास संयम होता है.
दोनो समय का भोजन माँ बनाती हैतो जीवन भर भोजन की व्यवस्था करने वाले पिता होते हैं.
कभी चोट लगे तो मुंह से ओह माँ निकलता है
रास्ता पार करते वक़्त कोई ट्रक पास आकर ब्रेक लगाये तो बाप रे ही निकलता है.
क्यूं कि छोटे छोटे संकट के लिये माँ याद आती है
मगर बड़े संकट के वक़्त पिता याद आते हैं.
पिता एक वट वृक्ष है जिसकी शीतल च्हाव मे,सम्पूर्ण परिवार सुख से रहता है.......

આ પપ્પા એટલે ?
પપ્પા એટલે ખાલી એક નામ ?
 પપ્પા એટલે ખાલી એક દેખાવ ?
 પપ્પા એટલે ખાલી એક પદ ?
પપ્પા એટલે ખાલી બાયોડેટામાં નામની પાછળ લાગતુ અસ્તિત્વ?
ના ….
પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેકટિકલ પ્રેરણાદાઇ પુસ્તક...
આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણા માંથી ઘણા પુરાણો વાંચવાની અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા...
આ પપ્પા નામે પ્રોફાઇલને ક્રેડિટ સાથે બહુ લેવાદેવા નહી.. મા ને ઇશ્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે કારણકે આ પપ્પાએ કોઇ દિવસ પોતાની જાતને ઇશ્વરની કેટેગરી માંટે નોમીનેટ કરી જ નથી.
"ખબરદાર જો આમ કર્યુ છે તો... આવવા દે તારા પપ્પાને.. બધ્ધું જ કહી દઇશ" આવા વાક્યો દરેક મા એ કયારેક ને કયારેક પોતાના બાળકને નાનપણમાં કહ્યાં જ હશે.. અને ન છૂટકે પણ પેલો ઓફિસમાં ફેમીલી માંટે કમાતો બાપ બાળકનો અજાણ્યો દુશ્મન બની જાય છે. અને અજાણતા જ સંતાનો સાથેનું આ છેટું ઘણું લાંબુ ચાલે છે.
ઘણા કિસ્સાઓમાં તો બાપની ખરી કિંમત સમજાય છે ત્યા સુધીમાં બાપ ખીલ્લી પર ટાંગેલ ફોટો બની ગયો હોય છે.
બાકી પપ્પાતો એવા પરમેશ્વર છે જેને પામવા વ્રત, ઉપવાસ કે અધરા શ્લોકના ગાન કરવા નથી પડત... આપણી તકલીફમાં આપણા ખભાને ટેકો દેવા એ જીવતો દેવ હાજરાહજૂર જ હોય છે.

ડૉ.નિમિત્ત ઓઝાએ લખેલ એક સરસ વાત યાદ આવે છે કે ઘરની બહાર નીકળતા ખાડો આવે ને પડી જવાય તો "ઓ મા" બોલાય છે પણ અજાણ્યા જ રસ્તો ક્રોસ કરતા ટ્રક છેક પાસે આવી જાય ત્યારે તો મ્હોં માથી "ઓ બાપ" જ સરી પડે છે.. જે એ વાત ની સાબીતી છે કે નાની નાની તકલીફો માં મા યાદ આવે સાહેબ પણ જીવનની અધરી અને મોટી તકલીફોમાં તો બાપ જ યાદ આવે છે.

પપ્પા નામના પરમ મિત્રને ઓળખવાની કળા મોટા ભાગે યુવાનીમાં કેળવાતી જ નથી બાકી એ વાત ખરી કે આ ઉમ્મંરમાં પપ્પા ભણાવા કરતા ગણાવે છે વધુ
કોઇ બાપ પાર્ટ ટાઇમ નોકરી કરતો હશે પણ પિતૃત્વતો ફુલ ટાઇમજ કરતો હશે

સંકલિત

No comments: