Sunday, September 10, 2017

ગુરુજી ની કલમે..(૧૬)..પૂર્ણ સૌન્દર્ય..

૧૦/૦૯/૨૦૧૭..ગુરુજી ની કલમે..(૧૬)..પૂર્ણ સૌન્દર્ય..




                                           
ગુરુજી ની કલમે.....
                           ધી ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ મા પસિદ્ધ થયેલ પ્રવચનો નો સંગ્રહ
                          ૧૦ મી સપ્ટેમ્બર ૨૦૦૬ સુધી સંકલિત......
             અનુવાદક: નિરુપમ ભાસ્કરલાલ અવાશિયા.
                                                             બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)




૩૦ નવેમ્બર ૨૦૦૩

આદિ શંકરાચાર્યએ વિરક્તિ,અનાશક્તિઅને ત્યાગ/ સન્યાસ અંગે ઘણોજ ઉપદેશ આપ્યા પછી,તેને લાગ્યુંકે લોકોએ-સુંદરતાની કદર કરવાનુંન ભૂલવું જોઈએ.તેથી તેણે સુંદરતા ઉપર ૧૦૦ છંદો લખ્યા.તેણે જોયુંકે જોતે માત્ર સન્યાસ.નીજ વાતો કરશે તો,લોકો કદાચ નીરસ/પરપીડન વૃતિ વાળા બની જાય.તેઓ કદાચ દુ:ખ /ગમગીની પ્રત્યે અભીરુચી કેળવી તેનો મહિમા  કરતાં  થઇ જાય.તેથી તેણે તુરતજ તેણે સુંદરતાનો મહિમા કર્યો..
સુંદરતાને  ત્રણ સ્તરો હોય છે:સંકેત.અભિવ્યક્તિ અને પ્રદર્શન.
દિવ્યતા સૌંદર્ય છે અને સૌન્દર્યએ દિવ્યતા છે.દેવનો મતલબ એ કે જેને રમવું ગમેછે-,એ કે જે ભવ્ય,છે,ચમકે છેઅને જે રમે છે.દાનવો ઝગડે છે,માનવો શાંતિથી રહે છે,અને ઈશ્વર રમે છે. રમતિયાળપણું સૌન્દર્ય વગર શક્ય નથી;તેઓ સાથેજ હોય છે.ઉત્સાહ આજ ધગશ એજ સુંદરતા છે,એને તેરમતિયાળ પણું પેદા કરે છે.સૌંદર્ય શરમાળપણા સાથે જોડાયેલ હોય છે.અને  શરમાળપણું સુંદરતામા વધારો કરે છે.દાખલાતરીકે-નાનું બાળક ઘણી વાર શરમાય છે.જયારે બધા તે જૂએછે અને તેનાં વખાણ કરે છે,ત્યારેતે પોતાનો ચહેરો છુપાવી દે છે.તેજ રીતે શરમએ અસુંદર છે પરંતુ શરમાળપણું તમને નમ્ર બનાવે છે;બેડોળપણું તમને કઠોર બનાવે છે.જયારે વ્યક્તિ શરમ અનુભવે છે,ત્યારે તે અંદર થી કઠોર અને હિંસક/બંડખોર બની જાય છે.
ઈશ્વરનો રસ્તો,જ્ઞાનનો રસ્તો,હમેંશા પરોક્ષ હોય છે.સંસ્કૃતમા કહેવત છે કે-પરોક્ષ પ્રિય હી દેવાહા:.. જેનો અર્થ છે:ઈશ્વર પરોક્ષ પદ્ધતિઓને પ્રેમ કરે છે..કવિતા પરોક્ષ હોય છે,તે અતિશયોક્તિ હોય છે.હૃદય હમેશાં અતિશયોક્તિ કરતું હોય છે,જયારે મન/મગજ સત્ય/હકીકતનો સ્વીકાર કરે છે.સત્ય બૌદ્ધિક હોય છે.પરંતુતે જયારે હૃદય માંથી આવે છે,ત્યારે સત્યને શણગારવામા આવે છે. ત્યારે તે બમણું સુંદર થાય છે..
માણસ/વ્યક્તિ જાગૃતના હોય ત્યારે સીધી અભિવ્યક્તિ જરૂરી છે.પરંતુ જાગૃત માટેતો સંકેતો અને પરોક્ષ અભિવ્યક્તિ એજ બધાને વધારે આકર્ષક/મોહક બનાવે છે.પરંતુ એમ વાત નથી કે- કઈક સારું છે,અને કંઈક ખરાબ છે.દરેક વસ્તુને તેની જગ્યા/સ્થાન અને સમય હોય/કાળ હોય છે.સંપૂર્ણ વિવરણએ હૃદયની ભાષા નથી. સંપૂર્ણ વિવરણ ઉત્તેજિત કરે છે,છુપાયેલા સૌંદર્યનું આહવાહન કરે છે.અને થીજ પ્રકૃતિ /કુદરત સમગ્ર વિશ્વને રાત્રીમા પોતાની અંદર છુપાવી દે છે,અને બીજા દિવસે સવારમા પ્રગટ કરે છે.
જયારે પ્રેમ ને પ્રગટ/વ્યક્ત કરવાનો પ્રયત્નના કરવા આવે ત્યારે પ્રેમ તેની ટોચ પર હોય છે.એવું નથી કે તમારે પ્રેમ કોઈ વાર પણ પ્રગટના કરવો,નહીતો તમે તૂટી/ભાંગી જઇ શકો છો!!!આતો માત્ર એટલું જ કે –પ્રેમ અન્પૂર્ણ રીતે વ્યક્તના  કરવામા પણ સુંદરતા હોય છે.
 અને તેની ગુપ્તતા અને અનાવરણતા એક જ્ઞાન હોય છે,તેનું ખુલ્લાપણું,તેનો આનંદ,તેની સુંદરતા હોય છે.અને તે દિવ્ય/દૈવી ગુણ છે.બુદ્ધિ અને અને કાવ્ય પોતાની જગ્યા/સ્થાન  હોય છે.બન્ને જીવનને શુદ્ધ બનાવે છે.અને તેજ તો સુંદરતા છે.
લોકો ને અભિવ્યક્તિથી સિવાયના દ્રષ્ટિકોણથી જૂઓ.લોકો જે વ્યક્ત કરે છે,તે બધું જ તે હોય તેવું હમેંશા હોતું નથી.પ્રત્યેક ના જીવનમા ઘણોજ અભિવ્યક્ત ના થતો હોય,તેવો પ્રેમ પણ હોય છે.આ સત્ય ને સમજો,તમે વિસ્તૃત થશો,તમારું હૃદય વિસ્તૃત થશે.પછી તમે કોઈ કઈ કહે છે,કે કંઈ કરે છે તેનાથી અટવાય નહી પડો.કોઈ જે કઈ કહે તેતુચ્છ છે,અને કોઈ કઈ કરે તે,તો માત્ર પેકેટ ઉપરની દોરી જેવું જ છે.જો તમોને રીબન/દોરી ના ગમે તો તે કાઢી નાખો અને અંદર શું છે,તે જૂઓ. 
પ્રત્યેક વ્યક્તિ પેક કરેલ ભેંટ જેવી હોય છે.ફક્ત ઉપર નું રેપર/આવરણના જૂઓ.પ્રત્યેકની અંદર ખૂબજ કિંમતી ભેટ હોય છે.કેટલાક પેકેટમા ફટાકડા હોય છે!!કેટલાક પેકેટમા સ્વાદિષ્ટ કેન્ડી હોય છે,કોઈ પણ બોક્ષ ખાલી હોતું નથી.દિવ્યાત્માના હૃદયમા પ્રત્યેક માટે જગ્યા/સ્થાન હોય છે.જીસસ/ઈસુ જયારે એમ કહે છે કે-મારા પિતાના ઘરમાં ઘણાજ ઓરડાઓ છે..  તેનો મતલબ જ આજ છે!!!
તેથી જ ઘણાજ લોકો છે તેની ચિંતાના કરો.એમ નહી વિચારો કે હું ઈશ્વરની વધારે નજદીક કઈ રીતે હોઈ શકું,.મારે તેની સાથે કેટલો સબંધ છે તેમ નહી વિચારો.ત્યાં ઘણાજ રૂમ છે,તમારા માના દરેક ને પોતાનો અલાયદો રૂમ મળી શકે છે.!!!અને ઈસુનું વચન છે-જો ઘણાં જ રૂમ નહી હોય તો,પણ હું તમારા માટે કંઈક કરીશ,અને આવી,હું તમો ને રાખીશ.મન/મગજ કંઈક અમૂર્ત હોય,તે સ્વીકારતું નથી..તે હમેશ નક્કર વસ્તુઓ અને વાચો જોવા ટેવાયેલું હોય છે.મન/મગજ ને વચન/પ્રોમીસ જોઈએ છે.જો તમે કોઈ ને પ્રેમ કરતાં હોવ,તો તમે તેની/તેણી પાસે પ્રોમીસ ની આશા રાખો છો.તમે કહેશો-તું મને વચન આપે છે?””શું તું માને ખરેખર ચાહે છે?માને છોકાસ પણે કહે!!..
સૌંદર્યનું બીજું પાસુ કૃતજ્ઞતા છે.જયારે તમારામા અભાવની લાગણીના હોય ત્યારે તમે કૃતજ્ઞતા અનુભવો છો.તમે કોઈ અભાવની લાગણી અને કૃતજ્ઞતા ની લાગણી એક સાથેના અનુભવી શકો.બન્ને સાથે હોય જના શકે. કદાચ તમે બન્નેને અલગ-અલગ સમયે અનુભવી શકો.જયારે તમે અનુભવો કે કંઈક ખૂટે છે/અભાવ છે,ત્યારે બડબડાટ શરૂ થાય છે, તમારા જ્ઞાન થી તમે કૃતજ્ઞ બની શકો છો.જયારે તમે કૃતજ્ઞ હોવ,ત્યારે કુદરત ના કાયદા/ નિયમ પ્રમાણે તમે વધારે આપી શકશો.ઈસુ એ કહ્યા પ્રમાણે તો જે લોકો પાસે છે,તેણે વધારે આપવામા આવશે.જેની પાસે નથી,તો તેણી પાસે જે પણ થોડું ઘણું છે ,તે તેઓ પાસેથી લઇ લેવામા આવશે..
જેમને  તમે પ્રેમ કરવા માંગો છો,તો સર્વ પ્રથમ એ જાણી લો કે તે તમોને પ્રેમ કરે છે.જો તમને કોઈ ના પ્રેમમા શંકા હોય,તો તમે તેણી/તેની પાસેથી ગમે તેટલું મેળવો તોપણ તમારી શંકા વધતીજ જાય છે.જો તમારે કોઈની  અત્યંત નજીક રહેવું હોય,તો પ્રથમ એવો અહેસાસ કરો કે-
 તે વ્યક્તિઓ તમારીથી નજદીક જ છે.જયારે તમે કોઈ ને પૂછો છો કે –તમને મારામા વિશ્વાસ છે,ત્યારે તમે તેનાં વિશ્વાસ માટે શંકાજ કરો છો.તમારી શંકા વધતીજ ચાલે છે..તેની કોઈ જ લીમીટ/હદ હોતી નથી.પ્રેમ,વિશ્વાસ,અને ભલાઈ/સારાઇ માટેની પ્રતીતિ કરાવવા માટે કોઈ પ્રમાણ પત્રની જરૂર નથી..અને તેથી જ કહ્યું છે-જેની પાસે નથી,તેની પાસેથી જે કંઈ થોડું છે,તે લઇ લેવામાં આવશે.અને જેની પાસે મોજુદ છે,તેણે અઢળક આપવામા આવશે.આ સામાન્ય કુદરત/પ્રકૃતિ નો નિયમ છે
અભાવ એ તમારા અંદરનો એક ભાવ છે.અને તમે તેજ દિશામા આગળ વધો છો. અને જે કંઈ છે તે વધતુ જ જાય છે.બીજતો હોય જ છે,તમે બીજ વાવો અને તેઓ ઉગશે.અને તે પુષ્કળ/અઢળક બની જાશે.જો બીજ ન હોય તો અન્ય કઈ કઈ રીતે ઉગશે?તમારી આંખો ખોલો,અને તમને જે કંઈ મળ્યું છે તે જૂઓ!!!જયારે તમને જે કઈ મળ્યું છે તેને ઓળખશો તો પછી તમે  કૃતજ્ઞ બની શકશો.કૃતજ્ઞતા માં જ જીવન વિકસિત થાય છે..
સામ્યવાદ નિષ્ફળ કેમ રહ્યો?તે તેમાં તો એક મહાન પોલીસી/નીતિ હતી.-જે લોકો વંચિત છે,તે બધાને આપો.તેથી તેઓને આપ્યું,અને શું થયું?તેઓ વધારે ને વધારે ભૌતિક રીતે ગરીબ થતાં ગયા,કારણ કે-સભાનતા નો અભાવ હતો.જ્ઞાન વિના,શાણપણ વગર,વિકાસ અશક્ય છે.
આ શક્તિ,આઊર્જા,આસૌંદર્ય,આસંપત્તિ આપવા મા આવી છે. આઆખા સર્જન/વિશ્વમા વ્યાપેલ છે,કે જેના વગર ઘાસ નુ એક તણખલું પણ હલી શકતું નથી.દેવો દેવદૂતો ગમે તેટલા હોશિયાર હોય,પરંતુ ચેતનાની શક્તિ વગર તેઓ આગળ વધી શકતા નથી,કે કઈ પણ કરી શકતા નથી.ચેતના વગર સૌન્દર્ય નથી.શરીર સુંદર છે કારણકે તેમાં ચેતના છે.સમગ્ર બ્રહ્માંડ,વૃક્ષો,પક્ષીઓ,પથ્થરો,નદીઓ,સર્વે જીવંત છે.જીવન નો અર્થ માત્ર જૈવિક/બાયોલોજિકલ જીવન જ નથી. આ જીવન એટલે તેનાથી પણ બહાર ફેલાયેલી સમગ્ર ચેતના છે.
સર્જન મા સૌન્દર્ય છે,સંચાલન મા સૌંદર્ય છે,વિનાશ મા પણ સૌન્દર્ય છે.તમે તે કુદરત મા હરહંમેશ જોઈ શકો છે.વસંત ને તેની સુંદરતા હોય છે,ઉનાળાની મધ્યમા બધેજ લીલોતરી હોય છે,પાનખર મા બધાજ પાંદડાઓ ખરી પડે છે.અને તે પણ એક અદભુત નજારો હોય છે.!!નાયગરા નો ધોધ પણ સુંદર છે.આ નાયગરા ને વર્ષો વર્ષ અને યુગો-યુગ સુધી જાળવી રાખવા માટે કેટલીક પ્રક્રિયાઓ જરૂરી હોય છે. વાદળો એ ઉપર જવું પડે છે,અને તેણે સરોવર પર વરસવું પડે છે;અને આ સરોવરે વહેવું પડે છે.અને તોજ નાયગ્રા ધોધ કાયમી અસ્તિત્વ ધરાવી શકે.નહીતો,પાણી માત્ર વહે,અને બીજું વહેવા માટે વધારા નું/નાવું પાણી ના હોય તો,અથવા વરસાદ ના હોય તો સમગ્ર સૌંદર્ય નષ્ટ થાય છે!!
જે કઈ આટલી બધી સુંદરતા સાથે બનાવવા મા આવ્યું છે,તેની પાછળ નિભાવ નો પણ સિધ્ધાંત પણ રહેલો હોય છે કે જે,સમયાંતરે સદીઓ સુધી નિભાવી રાખે છે.લાકડા ના એક મૃત ટુકડા મા  પણ પોતાનો ઇતિહાસ છુપાયેલો/જડાયેલો હોય છે,તેન જીન્સ,તેનાં કણો,તેની દુન્દ્રતા ણો રેકોર્ડ છે,તે કેવું હતું,અને હવે કેવું છે,વિગેરે. રૂપાંતરણ મા પણ એક સુંદરતા છે.ગુસ્સા મા પણ સુંદરતા છે, જો કોઈ અસ્વસ્થ હોય તો તેનાં ભાણી જૂઓ.ફિલ્મ ફેસ્ટીવલ મા બેસ્ટ એવોર્ડ જે કલાકાર ગુસ્સો/ક્રોધ,હતાશા ની લાગણી ઓ તીવ્ર રીતે પ્રગટ કરે છે,તેણે મળતો હોય છે.પ્રદર્શિત થતી બધી જ લાગણી ઓ પ્રશંશા પામે છે.કોઈ એવી વ્યક્તિ કે જેનો અવાજ ઊચો થઇ ગયો હોય,,દાંત કચકચાવાતો હોય,,લાલ ઘૂમ આંખો સાથે,ગળાની નસો ફૂલી ગઈ હોય,મુઠ્ઠી બંધ હોય તેની કલ્પના કરો.આવું જોવામાં પણ એક ઓંર મજા જ  હોય છે!!!

નહીતો તો,આ સમજે વિશ્વ શુષ્ક/નીરસ બની જાશે. વિચારો કે બધાજ એર-હોસ્ટેસ ની જેમ જ કાયમ હસતાં જ ફરતા હોય,તો તેમાં કઈ પણ મજા નથી.!!બાળક રડે ત્યારે પણ આવું જ હોય છે.તેનાં રડવા મા પણ સૌન્દર્ય હોય છે,જયારે તે હસે કે સ્મિત કરે ત્યારે પા સુંદર હોય છે !જયારે તે ગુસ્સા મા હોય ત્યારે પણ તેમાં સુંદરતા ભાસે છે.સુંદરતા/સૌન્દર્ય એ વ્યાપક છે.માત્ર તમારે તમારી દ્રષ્ટિ ખોલી અને આ વાસ્તવિકતા નિહાળવા ની જરૂર છે ...
ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....

No comments: