Sunday, October 10, 2010

ગરબો.........

૧૦.૧૦.૨૦૧૦

આજે મા નો એક ગરબો.........


માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે


સજી સોળ રે શણગાર, મેલી દીવડા કેરી હાર,


માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે ..


ગાગરની લઈ માંડવી માથે ઘુમતી મોરી માત


ચુંદલડીમાં ચંદ છે સાથે રૂપલે મઢી રાત


જોગમાયાને સંગ દરિયો નીતરે ઉમંગ


તમે જોગનીયો સંગ


કે માએ પાથર્યો પ્રકાશ ચૌદ લોકમાં રે..


માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે ..


ચારે જુગના ચૂડલા મારો સોળે કળાનો વાન


અંબાના અણસારા વિના હાલે નહીં પાન


માના રૂપના નહીં જોડ એને રમવાના છે કોડ


માની ગરબા કેરી કોર


કે માએ ગરબો ચગાવ્યો ચાતર ચોકમાં રે..


માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે ..



Friday, October 8, 2010

વિશ્વંભરી ............મા ની સ્તુતિ

૦૮.૧૦.૨૦૧૦

આજે નવલી નવરાત્રી નાં પ્રથમ દિવસે "મા" ની સ્તુતિ



વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,


વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;


દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો


મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 1


ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,


સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;


ભાસે ભયંકર વળી મનના ઉતાપો,


મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 2


આ રંકને ઉગરવા નથી કોઇ આરો,


જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો,


ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,


મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 3


મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,


આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,


કોને કહું કઠિન યુગ તણો બળાપો,


મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 4


હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,


આડંબરે અતિ ઘણો મદથી બકેલો,


દોષો થકી દુષિતના કરી માફ પાપો,


મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 5


ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,


હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,


શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,


મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 6


રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી,


આ જિંદગી થઇ મને અતિશે અકારી,


દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,


મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 7


ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો,


બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,


શક્તિ ન માપ ગણવા અગણિત માપો,


મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 8


પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,


ખોટો ખરો ભગવતી પણ હું તમારો,


જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો,


મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 9


શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,


તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,


વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો,


મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 10


શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,


રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,


સદભક્ત સેવકતણા પરિતાપ ચાંપો,


મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 11


અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાનિ,


ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,


સંસારના સકળ રોગ સમૂળ કાપો,


મામ્ પાહિ ૐ ભગવતી ! ભવ દુઃખ કાપો. 12











જીવનના સાત પગલા........સંકલિતઃ

૦૭.૧૦.૨૦૧૦
આજે જીવનના સાત પગલા


(૧) જન્મ….એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે…..

(૨)બચપણ....મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે, જે ડુબી શક્યો તે તરી ગયો છે….

(૩) ત રુણાવસ્થા....કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે. મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે.તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ…અને અનેક નવી મૂંઝવણો….

(૪) યુવાવસ્થા....બંધ આંખોનું એ આંધળુ સાહસ છે… તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની ઉમ્મીદો ..અને કુરબાન થવાની આશા છે.

(૫) પ્રૌઢાવસ્થા ....ખુદને માટે કશુ ન વિચારતા… બીજા માટે કરી છુટવાની ખુશી છે. કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે.

(૬) ઘડપણ....;વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે, જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે…

(૭) મરણ....જીદગીની કિતાબના પાના ખુલ્લા થશે…નાડીએ નાડીએ કર્મ તૂટશે.. પાપ-પૂણ્યનો મર્મ ખુલશે…ધર્મ-કર્મનો હિસાબ થશે… સ્વર્ગ-નરકનો માર્ગ થશે…. પોતાનાનો પ્યાર છુટશે……… અને… સાત પગલા પુરા થશે…..માટે..

સાત પગલાની....પાણી પહેલા પાળ બાંધો….

(૧) જીદગીને કોઇપણ જાતની શરત વગર પ્રેમ કરો.

(૨) તમે નહી ખર્ચેલા નાણાના તમે ચોકીદાર છો,

માલીક નથી!

(૩) દુનિયામા દરેક માણસ એમજ સમજે છે કે…તે .. પોતે જ… ચાલાક છે…! પરંતુ જ્યારે કુદરતનો તમાચો પડે છે,ત્યારે માંની છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય છે!

માટે તમારી હોશીયારી તમારી પાસે જ રાખો!

(૪) જો તમને…પહેરવા કપડા, રહેવા ઘર અને..બે ટાઇમ અન્ન મળતું હોય તો…ઉપરવાળાનો આભાર માનજો..તમારાથી બીજા કેટલા સુખી છે..તે જોવા કરતા બીજા કેટલા દુઃખી છે..

તે જોશો તો… તમારે માટે સ્વર્ગ અહીં જ છે!

(૫) તમે પૈસાદાર હો કે ગરીબ.. બધા અંતે મ્રુત્યુને જ વરે છે!

મુખ્ય વાત તો એ જ છે કે.. તમારી ખોટ કેટલાને પડી?

તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ!

Monday, October 4, 2010

ફોટો બોલે છે સ્પર્ધા ....૫ નું પરિણામ

૦૪.૧૦.૨૦૧૦


આજે સ્પીક બિન્દાસ.કોમ ..ફોટો બોલે છે સ્પર્ધા ....૫ નું પરિણામ .....
Dear Nirupambhai,
You've won "Photo Bole Chhe Spardha Kramank-5" held at: http://gujarati.speakbindas.com/photo-bole-chhe-5/
Kindly have me your full address with contact number to deliver you the gift hamper.
Thank you for participating.
Regards
Devang Vibhakar
(Editor) - http://www.Speakbindas.com
Cell: +91 94269 70479 (Rajkot, Gujarat - India)



ક્રમાંક સ્પર્ધક વિજેતા એન્ટ્રી

પ્રથમ સાગર પાણખાણીયા

કહી ને “માં” કરે વ્યાપાર,

આ તે કેવી છે સંતાન,

રસ્તે રઝળતી માં ને સાંભરે

ગોકુળ કેરો નાથ….!!

દ્વિતિય નમન છાયા

“આંદોલન, આંદોલન, આંદોલન

આમારો ભાગ,

નહિતર ભુખ હડતાલ.”

તૃતીય નીરૂપમ અવાશીયા


“અમે રસ્તે રજળતી ગાય માતાઓ ……….!!!!!.”.

Sunday, October 3, 2010

જોય ઓફ ગિવિંગ વીક....વ્હાય વીક ઓન્લી ?......જગત અવાશિયા

૦૨.૧૦.૨૦૧૦


આજે ....જોય ઓફ ગિવિંગ વીક....વ્હાય વીક ઓન્લી ?......જગત અવાશિયા

બ્લોગ..... .વિચાર જગત માંથી સાભાર



જોય ઓફ ગિવિંગ એટલે કે “આપવામાં આનંદ”..! “આનંદ”,”ખુશી”,”મઝા”,”સંતોષ”,”ફન” કે પછી “જોય” આ બધું જ જીવન માં કૈક મળ્યાનો ભાવ ઉત્પન્ન કરે છે.જાણે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કર્યાનો ઉન્માદ જગાડે છે.પણ એક વાત નોંધવા જેવી કે પૈસાને તેનાં ચલણમાં (રૂપિયો કે ડોલર....) મોલવી શકાય,ગોલ્ડ ને તોલા માં તોલી શકાય કે પછી ક્વોન્ટીફાયેબલ રાશિઓ(જેવી કે દ્રવ્ય,કદ,વજન,તાપમાન,દબાણ…વગેરે)ને માપી પણ શકાય.પણ તમે “ફન” ને મેઝર કરવાનું “ફનોમીટર” કે પછી આનદ માપવાના “આનંદોમીટર” વિષે સાંભળ્યું છે ?? આ કદાચ શક્ય જ નથી કારણકે આવું “ફનોમીટર” ફન ને માપવા આધાર (બેઇઝ) તરીકે કોને લે ? માણસની સ્માઈલ? – બનાવટી હાસ્ય તો માણસને સરસ આવડે છે. માણસની લાગણીથી ભીની થયેલ આંખો ? – મગરના આંસુ સારવામાં કંઈ મોટી વાત નથી ! હ્રદય ની ધડકન ?- એતો માણસની દુરસ્ત કે નાદુરસ્ત સ્થિતિઓમાં પણ ભિન્ન પરિણામો આપે છે. આમ આવા કોઈ “ફનોમીટર” શોધાઈ શકવાના અણસાર પણ દૂર દૂર સુધી ક્યાય જણાતા નથી !

ચલો,છોડો ને આપણે કંઈ સંશોધનની વાતો કે એના પર રીસર્ચ પણ નથી કરવું. આપણે તો વાત કરવી છે, આનદ કરવો છે – “Joy of Giving” પર ! Joy of Giving Week (JGW) એ માનવપ્રેમ નો મહોત્સવ છે.દર વર્ષે ૨૬ સપ્ટેમ્બર – ૨ ઓક્ટોબર સુધી ઉજવવામાં આવે છે.ગાંધીજયંતિ સાથે પૂર્ણાહૂતિ પામતું આ આખું સપ્તાહ,લોકો બીજાને કૈક આપવાની પ્રતિજ્ઞાઓ,પરિકલ્પનાઓ,સંકલ્પો એવું બધું કરે છે. “India Giving Week” થી શરૂ થયેલું આ મિશન હવે “Joy of Giving” ના નામથી વધુ પ્રચલિત થયું છે.તેની ઉજવણી સામાન્ય રીતે શાળાઓ,મહાશાળાઓ,સરકારી – બિનસરકારી સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવે છે.

“આપવા ની ભાવના” એ તો ભારતીય સંસ્કૃતિનો આધારસ્તંભ રહી છે.આપવામાં જે આનદ છે તેને ઝૂઝ શબ્દો માં વ્યક્ત કરવી એ મુશ્કેલ જ નહી,લગભગ અસંભવ છે.ઇતિહાસ ના પાનાઓ ફેરવવામાં આવે તો આપણને એવી અનેક વિભૂતિઓ મળી જશે કે જેમણે “Joy of Giving” ને પોતાનો જીવનમંત્ર બનાવ્યો હતો.

આ યાદીમાં કોઈ પણ સંશય વગર પ્રથમ નામ મૂકી શકાય એ છે : મૂળ યૂગોસ્લાવિયા ના ટેરેસા.તેમણે પોતાના જીવનના ઉતરાર્ધમાં ભારતમાં વસવાટ કરી અહીંના અનેક અનાથ અને નિરાશ્રીતોની નિ:સ્વાર્થ ભાવે સેવા કરી.તેમણે એ લાચાર લોકો ને “માં“ સમાન મમતા આપી.એ પછી તો તેઓ “મધર ટેરેસા “ના નામે ઓળખાયા.કોઈ પણ ક્ષેત્ર્ હોય – કળાજગત હોય-સંગીતજગત હોય–ખેલજગત હોય-વિજ્ઞાનજગત હોય-શિક્ષણજગત હોય – દરેક ક્ષેત્ર માં એવા અનેક લોકો હતા અને છે કે જેમણે પોતાના ગામ કે શહેરને,રાજ્ય ને,દેશ ને અને સમસ્ત વિશ્વને કંઈક ને કંઈક આપ્યું છે.આ તમામ વ્યક્તિઓ અભિનંદનીય છે !

“Joy of Giving Week”ની ઉજવણી માં છેલ્લા કેટલાક વર્ષો થી કેટલીક સેલીબ્રીટીઓ પણ સહકાર આપે છે.આમાંની કેટલીક મહત્વની આ પ્રમાણે છે:

સ્પોર્ટ્સ : સચિન તેન્ડુલકર,રાહુલ દ્રવિડ,ગીત શેઠી,પ્રકાશ પાંદુકોણે,ગોપીચંદ

સિનેમા : શાહરુખ ખાન,સૈફ અલી ખાન,દીપિકા પાંદુકોણે,નંદિતા દાસ ,આર. માધવન

કોર્પોરેટ :નારાયણ મૂર્તિ ,કુમાર બિરલા,કે.વી. કામથ,અદી ગોદરેજ,દીપક પારેખ,અજય પિરામલ.

News Report In Times of India:

The Joy of Giving Week is a new national movement that aims to engage every single Indian in giving back to society in a way that she or he chooses-money, time, skills or resources. So far, 35,000 schools, hundreds of colleges, several state governments, corporates, celebrities and sportspersons have signed up, and the fellowship is growing every day.

Why do we need this? We need this because giving unites people across numerous divides-urban-rural, caste, class and gender-and brings them together. Thus, competing five-star hotels of Chennai will unitedly host a lavish Battle of Buffets fundraising dinner to benefit all Chennai's NGOs, and citizens of every shape and size will run together at city marathons to generate cash and community feeling.

We need this because giving is an eclectic function-let me count the ways. An artist can donate a painting, a student can use his pocket money to buy a pair of chappals for the flower-seller, a housewife can pay for her maid's child education. What better inspiration than young BPO executives whose parents are maids or drivers but who are still eager to donate Rs 50 to 100 a month from their salaries to a cause.

We need it because India could do with more Bill Gateses and more Warren Buffets. As India continues to struggle with its paradoxes of growth with inequity, of having the most billionaires in the world and the largest impoverished population, the Joy of Giving Week is an opportunity to redeem ourselves. To paraphrase management guru Peter Drucker's words, when we look in the mirror in the morning, we should be looking at a citizen who takes responsibility, a person who as a neighbour cares.

No one person owns or controls the Joy of Giving Week. A team of volunteers is travelling across the country to meet and motivate people to participate. GiveIndia, the organisation that brought `fundraising in marathons' to India, is co-ordinating the effort.

પણ, હવે પ્રશ્ન એ જ કે ઉજવણી ભલે એક વિક પૂરતી મર્યાદિત હોય,પરંતુ આપણે “કોઈક ને આપવાની” આ ઉમદા ભાવના ને આપણા સ્વભાવમાં ન વણી લઈએ ? અને જીવનભર Joy of Giving ન મનાવતા રહીએ ?

- જગત અવાશિયા

Saturday, October 2, 2010

આજે બે મહામાનવ ની જન્મ જયંતી ......

૦૨.૧૦.૨૦૧૦


આજે બે મહામાનવ ની જન્મ જયંતી .......ચાલો તમેને યાદ કરીએ.




ગાંધીજયંતિ તે દિને…..

"માર્ગમાં કંટક પડ્યા


સૌને નડ્યા


બાજુ મૂક્યા ઊંચકી


તે દી નકી


જન્મ ગાંધી બાપુનો.


- તિથિ ન જોશો ટીપણે


 ગાંધીજયંતિ તે દિન"

                                                                                                   -ઉમાશંકર જોશી

"કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો,


બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો.


ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?


ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો."

                                                            ----- શેખાદમ આબુવાલા

૦૨.૧૦.૨૦૧૦
વામન ભયો વિરાટ”




વામન સ્વરૂપે વિરાટ કાર્ય દ્વારા ભારતીય જન માનસમાં
એક સાદાઈ, સેવા અને અડગ નિશ્ચયી એવા લોક લાડીલાવડા પ્રધાન સ્વ.લાલબહાદૂરશાસ્ત્રીજીનો ૨ જી ઓક્ટોમ્બરના દિને જન્મ દિવસ છે.


.... જય જવાન.... જય કિશાન..

Friday, October 1, 2010

Joy Of Giving........

૩૦.૦૯.૨૦૧૦


આજે Joy of giving સપ્તાહ ની ઉજવણી....(૩) ..... podar world school.અને અન્ય શાળા વિષે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વડોદરા આવૃત્તિ નો અહેવાલ ..... (૨૭.૧૦.૨૦૧૦ )