Monday, July 31, 2017

(૬૫)..ફૂટપાથ પર નો મોચી...Dr. Sharad Thaker

૩૧/૦૭/૨૦૧૭..(૬૫)..ફૂટપાથ પર નો મોચી...Dr. Sharad Thaker
                                                       
                                                                       (સત્ય ઘટના)

                                   
                                     સંકલિત......                                ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ...
                                         
                                        મોટાની અલ્પતા જોઈ થાક્યો
                   નાનાની મોટાઈ જોઈ જીવું છું..”
                          ઉમાશંકર જોશી 

Heart touching story આંસુ ના આવે જો જો.....
મુંબઈના વિખ્યાત ઓર્થોપેડિક ડોક્ટરે જે કહ્યું તે સાંભળીને અમદાવાદનાં અંકિતાબહેન ડઘાઈ ગયાં. એમનાં હાથમાં એમનો લાડકવાયો દીકરો હતો જે પોતાની મમ્મીની માનસિક હાલતથી બેખબર હતો. ડોક્ટરે શબ્દોની ધણધણાટી બોલાવી દીધી હતી, ‘તમારા દીકરાને સેરેબ્રલ પાલ્સી નામનો રોગ છે એ તમે જાણો છો. એની સારવાર તો મેં આપી દીધી. પણ હવે એના બેય પગની અક્કડતા સુધારવા માટે તમારે ખાસ પ્રકારના શૂઝ બનાવડાવવા પડશે.
ના, અમદાવાદમાં નહીં, અહીં મુંબઈમાં જ બનાવડાવવા પડશે. મને બીજા કોઈની ઉપર વિશ્વાસ નથી. દીકરાની કસરત ચાલુ રાખજો. છ મહિના પછી પાછા ચેક અપમાટે આવી જજો. તમે હવે જઈ શકો છો. પૈસા બહાર કાઉન્ટર ઉપર ચૂકવી શકો છો. બાય! નેકસ્ટ પેશન્ટ!
ગુજરાતના કોઈ પણ દર્દીને લઈને ક્યારેય મુંબઈ ગયા છો તમે? જો ગયા હશો તો અવશ્ય ડઘાઈ ગયા હશો. ત્યાંના ડોક્ટરોની તોતિંગ ફી અને નખશિખ પ્રોફેશનાલિઝમ જોઈને તમને અચૂક લાગશે કે આપણા ડોક્ટરો તો સાવ મફતમાં સારવાર આપે છે.દોષ ત્યાંના ડોક્ટરોનો નથી, પણ મુંબઈના જીવનધોરણનો છે. મોંઘવારી, ક્લિનિકની જગ્યાના આસમાનને સ્પર્શતા ઊંચા ભાવ, દેશભરમાંથી આવતા દર્દીઓનો ધસારો, આમાં ડોક્ટરો ધંધાદારી ન બને તો શું કરે?
આ ડોક્ટર પણ એવા જ મજબૂર મહાત્મા હતા. પૂરા દેશમાં અમનું નામ છે. પ્રથમવારની કન્સલ્ટિંગ ફી ત્રણ હજાર રૂપિયા. દર્દી માટે ફાળવી શકાતો સમય પાંચેક મિનિટ કરતાં વધારે નહીં. અંકિતાબહેન દીકરાને ઊંચકીને બહાર નીકળ્યાં. પર્સ કાઉન્ટર પર ઊંધું વાળીને રસ્તા પર આવી ગયાં. ટેક્સી કરીને શૂઝ બનાવનારની ઓફિસે જઈ પહોંચ્યાં. દીકરાના પગનું માપ આપ્યું. શૂ-મેકરે કીધું બે દિવસ પછી આવજો. બૂટ તૈયાર હશે.’‘ભલે અંકિતાબહેન ઊભાં થયાં, અત્યારે કંઈ આપવાનું છે? એમનાં મનમાં એમ કે સો-દોઢસો રૂપિયા એડવાન્સ પેટે કદાચ આપવાના થશે.પાંચ હજાર રૂપિયા.માણસે સપાટ ચહેરે કહી દીધું પૂરું પેમેન્ટ આજે જ આપવું પડશે. પછી જ અમે કામ શરૂ કરીશું.અંકિતાબહેન પાસે એ.ટી.એમ કાર્ડ હતું એ અત્યારે મદદે આવ્યું. રકમ ચૂકવીને ફરી પાછાં રસ્તા ઉપર. ફરી પાછી ટેક્સી. ફરી પાછું યજમાનનું ઘર એટલું વળી સારું હતું કે શાળાના વખતની જૂની બહેનપણી મુંબઈમાં પરણીને સેટલ થયેલી હતી, નહીંતર હોટેલમાં રહેવાનો ખર્ચ ઊંટની પીઠ પરના છેલ્લા તણખલા જેવો સાબિત થયો હોત.
પણ આ બધું કરવું જ પડે તેમ હતું. ત્રણ વર્ષના વહાલા દીકરા રમ્ય માટે આ દોડધામ, આ હાડમારી, આ ખર્ચાઓ, માનસિક-આર્થિક-શારીરિક એમ ત્રિવિધ પ્રકારની હાલાકીઓ ઊઠાવવી જ પડે તેમ હતી. રમ્ય સાચ્ચે જ રમ્ય હતો. પરાણે વહાલો લાગે તેવો. ટ્રેનમાં બેઠેલા અજાણ્યા પ્રવાસીઓ પણ એને રમાડવા માટે ઊંચકી લેતા. પણ હાથમાં લીધા પછી તરત જ પૂછી બેસતા બેન આના પગમાં કંઈક ખોડ છે?’ સાંભળીને અંકિતાની છાતી ચીરાઈ જતી. એ બંને એટલા ઓછા વાક્યોમાં માહિતી સમાવી દેતી – ‘હા, એને જન્મથી જ સેરેબ્રલ પાલ્સીની બીમારી છે.

મગજમાં કે એની વિચારશક્તિમાં કશું નુકસાન નથી, પણ પગના સ્નાયુઓમાં અક્કડતા આવી જાય છે. સારવાર ચાલુ છે. ડોક્ટરો કહે છે કે આગળ જતાં બહુ વાંધો નહીં આવે.જગતના શ્રેષ્ઠ ઓર્થોપેડિક ડોક્ટરોમાંના એક ડોક્ટર મુંબઈમાં હતા. એનું નામ સાંભળીને અંકિતા એમની પાસે દોડી ગઈ હતી. ડોક્ટરે ત્રણ વર્ષના રમ્યને બેહોશીનું ઇન્જેક્શન આપીને એના બંને પગના સાંધાઓમાં એક ખાસ પ્રકારનું ઇન્જેકશન આપ્યું હતું. એ દવાને કારણે અમુક મહિનાઓ સુધી પગના સ્નાયુઓ શિથિલ બની જવાના હતા. બાકીનું કામ ફિઝિયોથેરાપી અને ખાસ બનાવટના બૂટ દ્વારા પૂરું કરવાનું હતું. શ્રેષ્ઠ સારવાર માટે મહત્તમ ધન ખર્ચીને અંકિતા પાછી અમદાવાદ આવી ગઈ. ફિઝિયોથેરાપી માટે રોજ દોઢથી બે કલાકનો ભોગ આપવો પડતો હતો. પતિની આવક મર્યાદિત હતી, સારવાર માટેની જાવક અમર્યાદિત હતી. અમદાવાદ આવ્યાને માંડ એકાદ મહિનો થયો હશે, ત્યાં બીજી મુશ્કેલી ઉત્પન્ન થઈ.રમ્ય આખો દિવસ બૂટ પહેરી રાખતો હતો, એના લીધે બૂટના તળિયા ઘસાઈ ગયા. હવે શું કરવું? રમ્યના પપ્પાએ મુંબઈમાં ફોન લગાડ્યો. બૂટ બનાવનારે કહી દીધું નવા સોલ નખાવવા પડશે, નહીંતર બૂટને નુકસાન થશે તો નવેસરથી પાંચ હજારનો ખર્ચ…’‘ના ભઈસાબ અમે નવા તળિયાં નખાવડાવી લઈશું.’ ‘જુઓ, ત્યાં અમદાવાદમાં કોઈ કરી આપે એવું છે કે કેમ? નહીંતર કુરિયર દ્વારા અમારી પાસે મોકલી આપજો. અઠવાડિયામાં તમને બૂટ પાછા મળી જશે. મુંબઈગરાની વાત સાંભળીને અમદાવાદના મઘ્યમવર્ગીય પતિ-પત્ની ગભરાઈ ઊઠ્યા.પૈસા! પૈસા! પૈસા! ન ધારી હોય એવી દિશાએથી નવા-નવા ખર્ચાઓ ઊભા થઈ રહ્યા હતા. માનવતા નામનો શબ્દ જાણે જગતમાંથી નષ્ટ થઈ ચૂક્યો હતો! કોઈની લાચારીમાંથી લોકોને રૂપિયાની ફસલ લણી લેવી હતી. શું કરવું? ક્યાં જવું?કોઈએ માહિતી આપી, ‘અમદાવાદમાં એક મોચી છે. બહુ નાનો માણસ છે પણ કારીગર તરીકે મોટો છે. જાહેર રસ્તાની ફૂટપાથ ઉપર બેસીને જૂતાં સાંધવાનું અને પોલિશ કરી આપવાનું કામ કરે છે. કોઈ એક્સપર્ટની દુકાને જવાને બદલે આ ગરીબ કારીગર પાસે જઈ આવો. કદાચ કમ ખર્ચમાં તમારું કામ થઈ જાય!અંકિતાના દિમાગમાં વાત જચી ગઈ. બૂટ લઈને એ પહોંચી ગઈ. પાંત્રીસેક વર્ષનો એક લઘરવઘર આદમી ફૂટપાથ ઉપર પાંચ-સાત ડબ્બીઓ, બે-ચાર બ્રશ અને જૂતાં રિપેર કરવાનો સરંજામ લઈને બેઠો હતો. કારીગર હોશિયાર હોવો જોઈએ, કારણ કે એની આગળ ઘરાકોની લાઈન લાગી હતી.કોઈ શો-રૂમમાં જેટલા નવા જૂતાં ન હોય, એટલી સંખ્યામાં જૂના બૂટ-ચંપલો આ ફૂટપાથિયાના દરબારમાં જોઈ શકાતા હતા.
સ્ત્રીને આવેલી જોઈને મોચીએ પૂછ્યું, ‘આવો, બહેન, આ તરફ આવી જાવ! તમારે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. બોલો, શું લઈને આવ્યાં છો?’ બોલતી વખતે પણ એના હાથ તો ચાલુ જ હતા. અંકિતાએ થેલીમાંથી બૂઢ કાઢ્યા. તરત જ મોચી થંભી ગયો, ‘દીકરો કે દીકરી?’
દીકરો છે?’‘તળિયાં ઘસાઈ ગયા છે ને? અરેરે! આ બીમારી જ એવી છે, પણ તમે ચિંતા ન કરશો, બેન. બૂટ મૂકતાં જાવ. આવતી કાલે લઈ જજો.’‘પણ જોજો હં, કામ બગડે નહીં…’મોચી હસ્યો, ‘બે, મારું નામ દિનેશ છે અને આખું અમદાવાદ જાણે છે કે દિનેશ આવા કામમાં મુંબઈના કારીગર કરતાંયે વધુ હોંશિયાર છે. આ ઘસાઈ ગયેલા તળિયાં કાઢીને ચામડાના નવા સોલ લગાડવાનું કામ બહુ મહેનત માગી લે તેવું છે બેન.એટલા માટે તો મેં એક દિવસનો સમય માગ્યો છે અને બીજી એક વાત તમે જાણી લો, તમારા દીકરા જેવી બીમારીવાળા તમામ બચ્ચાંઓના બૂટ આ દિનેશ જ સમારી આપે છે તમે ફિકર ન કરશો!ધમધમતો ધંધો, માથે પડતી ઘરાકી, ચાર-પાંચ સહાયકો અને સમયની ખેંચ હોવા છતાં મોચીએ શક્ય એટલી ઝડપથી રમ્યના બૂટ નવા જેવા કરી આપ્યા. બીજા દિવસે જ્યારે અંકિતા વાયદા પ્રમાણેના સમયે જઈ પહોંચી, ત્યારે એનાં મનમાં આવી ગણતરી ચાલી રહી હતી, ‘આ કામ માટે મોચી સોથી દોઢસો રૂપિયા તો જરૂર લેશે જ.પણ એને આંચકો ત્યારે લાગ્યો જ્યારે દિનેશે જીર્ણોદ્ધાર પામેલા બૂટ એનાં હાથમાં મૂકીને કહ્યું ના, બેન! આ કામનો હું એક પણ પૈસો નથી લેતો. આખા અમદાવાદમાં મારી મોનોપોલી છે એ હું જાણું છું, પણ…. નાભગવાને મને પૂરતી કમાણી આપેલી છે. તમારો જો ખૂબ જ આગ્રહ હોય તો ફી પેટે એક માગણી મૂકું છું આવતા મહિને ફરી પાછા આવો ત્યારે તમારા મુન્નાને પણ લેતાં આવજો.’‘કેમ?’‘બીજું કંઈ કામ નથી, બેન! પણ મને ખબર તો પડે કે હું કયા ભગવાન માટે આ ભક્તિ કરી રહ્યો છું!બોલતાં બોલતાં દિનેશનું ગળું ભીનું થઈ ગયું અને સાંભળીને અંકિતાની આંખો!મોચીની ભક્તિ મહિના-દર-મહિના ચાલતી રહી. પણ એક દિવસ અંકિતા માટે વીજળી બનીને ત્રાટક્યો. એ જ્યારે બૂટના સમારકામ માટે દિનેશના પાથરણાં પાસે પહોંચી ત્યારે દિનેશ ગાયબ હતો. એની જગ્યાએ એક વીસેક વર્ષનો યુવાન બેઠો હતો.અંકિતાના ચહેરા પર ફૂટેલો સવાલ વાંચીને યુવાને બાજુના ઝાડ તરફ આંગળી ચીંધી. વૃક્ષના થડ ઉપર સ્વ. દિનેશની ફ્રેમમાં મઢેલી છબિ લટકતી હતી. એની ઉપર તાજા ફૂલોની માળા ચડાવેલી હતી.યુવાને માહિતી આપી, ‘એ મારા કાકા હતા. વીસ દિવસ પહેલાં એક અકસ્માતમાં ગુજરી ગયા. સાઇકલ પર જતા હતા, પાછળથી બસ ધસી આવી, કાકા ચગદાઈ ગયાપણ તમે નિરાશ ન થશો, બેન! લાવો, તમારાં દીકરાના બૂટ! હું રિપેર કરી આપું છું. દિનેશકાકા ખાસ મહેનત લઈને આ કારીગરી મને શીખવતા ગયા છે.અંકિતા કશું બોલી ન શકી, થેલીમાંથી બૂટ કાઢીને એણે યુવાનના હાથમાં મૂકી દીધાં. બીજા દિવસે જ્યારે એ પાછી આવી ત્યારે બૂટ નવાંબની ગયા હતા.અંકિતાએ પર્સ ખોલ્યું, ‘કેટલા રૂપિયા આપું?’‘એક પણ નહીં.યુવાને જવાબ આપ્યો, પછી ઉમેર્યું દિનેશકાકા આ વાત પણ મને વારસામાં શીખવતા ગયા છે. બહેન, જીવનભર આ ચામડાં ચૂંથતા રહીએ છીએ. ક્યારેક તો આવા ભજન-કીર્તન કરવા દો!ફરી એકવાર બોલનારનું ગળું અને સાંભળનારની આંખો ભીની બની ગઈ. અંકિતાને આજે પહેલી વાર સમજાયું કે જગતમાં બધે ઠેકાણે પૈસાનું ચલણ નથી હોતું. ફૂટપાથ પર બેઠલો મોચી મેટ્રોસિટીના ડોક્ટર કરતાં પણ વધુ મોટો હોઈ શકે છે.ફૂટપાથ પરની આ ફાઇવ-સ્ટાર હસ્તીને સલામ!

Sunday, July 30, 2017

ગુરુજી ની કલમે..(૧૦)..સુખ/પરમ આનંદ ની શોધ માં

૩૦/૦૭/૨૦૧૭...ગુરુજી ની કલમે..(૧૦)..સુખ/પરમ આનંદ ની શોધ માં
                                           
ગુરુજી ની કલમે.....
                           ધી ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ મા પસિદ્ધ થયેલ પ્રવચનો નો સંગ્રહ
                          ૧૦ મી સપ્ટેમ્બર ૨૦૦૬ સુધી સંકલિત......
             અનુવાદક: નિરુપમ ભાસ્કરલાલ અવાશિયા.
                                                             બી.ઈ.(ઈલેક્ટ્રીકલ)
                                                      ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ....
૩૧ ઓગસ્ટ ૨૦૦૩..

દિવ્ય શક્તિએ આપણને વિશ્વના નાનાં તમામ સુખ આપ્યા છે,પરંતુ પરમાનંદતો પોતાની પાસે જ રાખેલ છે.સર્વશ્રેષ્ઠ આનદમેળવવા માટે તેની અને માત્ર તેની પાસે જ જવું પડશે..ઈશ્વર સાથે વધારે ચાલક થઈ તેને મૂર્ખ બનાવવા નો પ્રયત્ન ના કરો.તમારી મોટા ભાગ ની પ્રાર્થનાઓ અને ધાર્મિક વિધિઓ તો માત્ર ઈશ્વર સામેની પંક્તિઓ-પ્રયુક્તિ ઓ જ છે.તમે ઈશ્વરને થોડું આપીને તેની પાસે થી વધારે લઇ લેવા ની ફિરાક માંજ હોવ છો,જે તેપણ જાણે જ છે. તે પણ એક બાહોશ વેપારી છે:તે પણ તમારી સાથે વધારે યુક્તિઓ કરશે.જો તમે શેતરંજી ની અંદર જતા રહેશો,તો તેજમીન ની અંદર જ જતો રહશે.
તમારા પ્રયત્નોમાં/પ્રયાસો માં નિષ્ઠાવાન રહો.ઈશ્વર સાથે વધારે પડતી ચલાકી કરવાનો પ્રયત્ન ના કરો.જો તમને એકવાર પરમઆનંદ ની પ્રપ્તિ થશે,પછી બાકીનું બધુંજ આનંદમય જ હશે.
પરમાનંદ/સુખ સિવાય દુનિયા ની કોઈ પણ વસ્તુમા આનંદ નહી રહે. તમે આધ્યાત્મિકતા માટે ક્યાં પ્રકાર નો સમય ફાળવો છો?સામાન્ય રીતે તમે નવરાશનો વધેલો સમય ફાળવતા હશો,કે જયારે તમારે કશુજ કરવાનું હોતું નથી જયારે કોઈ મહેમાનો આવવાના હોતા નથી,પાર્ટીમા જવાનું હોતું  નથી,સારું પિકચર જોવાનું હોતું નથી,કે કોઈ લગ્ન મા હાજરી આપવાની હોતી નથી.
આ આધ્યાત્મ માટે નો કોઈ ગુણવત્તા-સભર સમય નથી. આધ્યાત્મ માટે ગુણવત્તા-સભર સમય ફાળવો.તોજ તેનો બદલો મળશે.તમારી પ્રાર્થનાઓ નો જવાબ નથી મળતો કારણ કે- તમે ક્યારેય પણ પ્રાર્થના માટે ગુણવત્તા-સભર સમય આપ્યોજ નથી.સત્સંગ અને ધ્યાન ને સૌથી વધુ પ્રાધાન્ય  આપો.આધ્યત્મ માટે અગત્ય નો સમય ફાળવો.તમને ચોક્કસ પણે બદલો મળશેજ.
ધારો કે -તમે ઈશ્વર પાસે જાવ,અને વરદાન મેળવો,અને પરત ફરો.જયારે તમારો ઈરાદો વરદાન મેળવવા નો હોય છે, ત્યારે તમે ઉતાવળ મા હોવ છો.જયારે બીજી વ્યક્તિ કે જે પોતાને ઈશ્વર નો અંશાજ સમજે છે,તે કોઈ પણ બાબતે ઉતાવળ મા હોતી નથી.તેનામાં અખૂટ ધીરજ હોય છે.જયારે તમે સમજો છો કે તમે ઈશ્વર નાજ એક અંશ છો,તો તમારે ઈશ્વર માંથી/પાસે થી કંઈક પામવાની ઉતાવળ હોતી નથી.તમારી ઉતાવળ તમને ઈશ્વર સાથેના સંતુલન માંથી દુર હડસેલી દે છે. અને તમને પામર માનવી બનાવી દે છે.
શાશ્વત રાહ,’અનંત ધીરજ,રાખો.ત્યારે તમને અહેસાસ થશે કે ઈશ્વર તમારો જ છે.જાગૃતિ અથવાતો ધીરજ દવારા તમે આ સ્થિતિમા પહોંચી શકો છો.તમે તેજ પુંજ નો અંશ છો.આ કોઈ સુપર માર્કેટ મા ખરીદી કરી અને જલદી થી ઘરે આવવા જેવી વાત નથી.પરંતુ તમને ખબર હોય કે- આખે-આખો સ્ટોર જ ઘરમા છે,તો તમને ખરીદી કરવાની ઉતાવળ હોતી નથી.તમે સ્વસ્થ હોવ છો.ધીરજ કેળવો,અને પછી વિચારો અને લાગણી ઓ જૂઓ અને કોઈ પણ પ્રકારનો અફસોસના કરો.
જયારે તમે જાણો છો કે એક દિવ્યશક્તિનાજ અંશ છો,તમે માંગણીઓથી મુક્ત થઇ જશો.પછી તમે મહેસુસ કરશો કે-પ્રત્યેક વસ્તુ તમારા માટેજ થઇ રહી છે.તમારી કાળજી લેવાઈ રહી છે.
સામાન્ય રીતે આપણે ઉલટ રીતેજ વર્તતા હોઈએ છીએ.:આપણે આપણા મગજ ને ખૂબજ દોડાવીએ છીએ અને કાર્ય મા ધીમા હોઈએ છીએ. અધીરાઈ નો મતલબ મગજ ની તેજ દોડ;અને શિથીલતા નો મતલબ કામ મા મંદ ગતિ.મગજમા ધીરજ અને કાર્યમા ગતિશીલતાએ જ યોગ્ય છે.
દૈવી શક્તિ તમારી કસોટી નથી કરતી.કસોટીએ અજ્ઞાનતા નોજ હિસ્સો છે.કસોટી કોણ કરશે?જે જાણતો નથી તેજ કસોટી કરશે,કેમ સાચું ને?ઈશ્વર તમારી કેપેસિટી/ક્ષમતા જાણે છે,તેથી આપણે શા માટે તમારી કસોટી કરવી?તો પછી દુઃખ શામાટે?તે તમારીઅંદર ની ક્ષમાશીલતા અને ધીરજ બહાર લાવવા માટે છે.અને ધીરજને પ્રાર્થનામય શરણાગતિ અથવા જોરદાર પડકાર દ્વારાજ વધારી શકાય છે.!!!
કર્મના માર્ગો વિચિત્ર છે.જેમ તમેતે વધારે જાણો તેમ તમે વધારે પ્રભાવિત થાવ છો.તે લોકો ને જોડે પણ છે અને જુદાં પણ કરે છે.તે કેટલાકને નબળા બનાવે છે,અને કેટલાક ને સ્ટ્રોંગ/મજબુત બનાવે છે.તે કેટલાક ને તવંગર અને કેટલાક ને ગરીબ બનાવે છે.વિશ્વ ની બધીજ
અથડામણો/સંઘર્ષ  પછી તે ગમે તે હોય,તે કર્મ સાથે જોડાયેલી છે.તે બધાજ તર્ક અને સમજણની બહાર છે.આ સમજણજ તમને કોઈ સાથે નાઘટના સાથેના અથવા વ્યક્તિ સાથેના સંઘર્ષ થી બચાવી શકશે.અને તમારી સ્વ તરફ ની યાત્રામા મદદરૂપ થશે. તમે એમ પણ કહોકે ચોર કહેશે કે –ચોરી કરવીએ તો મારું કર્મ છે?તો પછી પોલીસનું પણ તેને પકડવાનું જ કર્મ છે!!માત્ર માનવ જીવનમાંજ કર્મ થી મુક્ત થવાની ક્ષમતા છે. અને થોડા હજાર તેનાથી મુક્ત લક્ષ્યો છે.માત્ર અનુગ્રહ દ્વારાજ કર્મના બંધનને બાળી શકાય છે.ક્રિયાઓ કરવાથી કર્મ ટાળી શકતું નથી.
કેટલાક કર્મો બદલી શકાય છે,જયારે કેટલાક બદલી શકતા નથી.જો તમે હલવો બનાવતા હોવ,અને ખાંડકે ઘી જરૂર કરતાં ઓછા હોયતો અથવા પાણી જરૂરી કરતાં વધારે-ઓછું હોય,તો તે બધુંજ સંતુલિત,ઠીકઠાક  કરી શકાય છે.પરંતુ એક વાર સોજીને રાંધવા મા આવે તો ફરી પરિવર્તિત થઇ શકે નહી.છાશ ખાટી હોય તો તેમાં દૂધ ઉમેરી શકાય,તેમાં મીઠું/નમક નાંખી પીવા લાયક બનાવી શકાય.પરંતુ તેનું ફરી દૂધ મા પરિવર્તનના થઇ શકે. નસીબજોગ /પ્રારબ્ધ  કર્મ બદલી શકાય નહી.સંચિત કર્મ આધ્યાત્મિક ગતિવિધિઓથી બદલી શકાય છે.સત્સંગ દરેક દુષ્કર્મના બીજનો નાશ કરે છે.જયારે તમે કોઈના વખાણ કરો છો,ત્યારે તમે તેનાં સારા કર્મની વાત કરો છો.જયારે તમે કોઈની ટીકા/નિંદા કરો છો,ત્યારે તમે તેનાં કુકર્મો/ખરાબ કર્મો અંગે કહો છો.આ જાણો અને સત્કર્મ અને કુકર્મો બધુંજ દિવ્યતાને સમર્પિત કરી મુક્ત થઇ જાઓ.માયાથી વિહ્વવળતા આવે છે અને વિહ્વવળતા માનસિક શાંતિ હણીલે છે.પછી તમે ભાંગી પાડો છો,અને દુ:ખો ના શિકાર બનો છો.તમે સંપૂર્ણપણે ભાંગી પાડો,તે પહેલાં મજબુત બનો અને શરણાગતિ અને સાધના દ્વારા વિહ્વવળતા માંથી મુક્ત બનો.કમનસીબે,મોટાભાગના લોકો આ અંગે દુર્લક્ષ્ય સેવે છે,અને પછી ઘણું જ મોડું થઇ જાય છે.
જયારે માયારૂપી દરિયામા કોઈ ડુબે છે,ત્યારે શરણાગતિએ લાઈફ જેકેટ છે,તેનાં વડે બચી શકાય છે.માયા સામે ઝઝૂમવા કરતાં મોહનું નિરીક્ષણ કરો,અને આંતર મનની શાંત જગ્યા તરફ પ્રયાણ કરો.પ્રથમ તમે આ દિશામા પહેલું પગલું માંડો,કે જે દિશા તમને તમારા મોહ ને જ્ઞાન,દિવ્યતા,તરફ લઇ જાશે..તમારી દુન્યવી/ભૌતિક બાબતો માટેની વિરક્તતાએ તમારો આનંદ છે.અને તમારું દિવ્યતા સાથેનું જોડાણએ તમારી સુંદરતા છે. 
જુઓ આત્રણ બાબતો/વસ્તુઓછે:સ્વ,સેન્સીસ/સમજ,અને પ્રદાર્થઅથવાતો વિશ્વ. અને ત્રણ શબ્દો છે:સુ:ખ-આનંદ,દુ:ખ-દુ:ખ,અને સખા,મિત્ર.(sukha,dhukha,sakha)આ બધાજ મા એક વસ્તુ કોમન છે kha,-જેનો અર્થ થાય છે –સેન્સ/સમજવડે સ્વ વિશ્વનો અનુભવ કરે છે.જયારે સમજ પોતાનાંમા જ હોય,તો તે સુખ છે,કારણ કે–બધાજ સુ:કો,આનંદનો સ્ત્રોત સ્વ/મન છે.જયારે સમજ પોતાનાંથી દુર હોય,અને દુન્યવી ભોગો મા ખુંપેલી હોય તે દુઃખ છે.
સ્વ/આત્મા નો સ્વભાવ જ આનંદી હોય છે.કોઈ પણ આનંદની અનુભુતીમા તમે તમારી આંખો બંધ કરો છો,તમે સુંદર ફૂલો ની સુગંધની અનુભુતી કરો છો અથવા તમે કોઈ વસ્તુ ચાખો છો કે અડકો છો.એટલે સુ:ખ એ એવી વસ્તુ છે કે તમને સ્વ ભણી લઇ જાય છે.દુ:ખ એ એવી વસ્તુ છે કે જે તમને સ્વ થી દુર લઇ જાય છે.દુ:ખ/ગમગીની નો મતલબ માત્ર એજ કે તમે સ્વ થી દુર કોઈ હાર પળ બદલાતી ભૌતિક વસ્તુ મા અટવાઈ ગયા છો.
સેન્સ તને સ્વ તરફ લઇ જનાર વસ્તુ છે. Sa-kha-ક્ન્પેનીયન/મિત્ર નો અર્થ છે-સખા એ છે કે જે તમારી સેન્સ બને છે/તમને જાગૃત રાખે છે.જો તમે મારી સેન્સ હોવ તો તેનો અર્થ એ છે કે- હું તમારા મારફત જ્ઞાન મેળવું છું; તમે મારી છઠ્ઠી ઇન્દ્રિય છો.જેમ હું મારા મગજ પર વિશ્વાસ કર્રું છું ,તેમ હું તમારા પર પણ વિશ્વાસ કરું છું..મિત્ર/ફેન્ડ એ એક સાધન પણ હોઈ શકે છે,જયારે સખા એ તો તમારી ઇન્દ્રિય જ છે.સખા એ એવી વ્યક્તિ છે કે જે તમારા સુખ-દુખ બન્ને મા સાથે જ હોય છે.તે એવી વ્યક્તિ છે જે તમને સ્વ/આત્મા  ભણી લઇ જાય છે.જયારે તમે ભોગ-વિલાસમા અટવાઈ જાવ છો,ત્યારે જે શાણપણ તમને તેમાંથી બહાર કાઢી –આત્મા/સ્વ તરફ લઇ જાય છે,તે સખા છે.
જ્ઞાન તમારું સાથી છે,અને તમારો સાથી જ્ઞાન છે.અને માલિક એ બીજું કોઈ નહી પરંતુ જ્ઞાન નું મૂર્ત સ્વરૂપ છે.તો સખા એટલેતે મારી સેન્સ છે,અને હું વિશ્વને તેનાં શાણપણઅનેતેનાં વડે જોઉં છું
જ્ઞાનને છેડો/અંત હોય છે.જ્ઞાન પૂર્ણ થાય છે.તેથી શિષ્ય પણ પૂરો થાય છે.શિષ્ય નો ઉદેશ જ્ઞાન પ્રાપ્ત કરવાનો હોય છે.નાવ ગમે તેટલી સારી હોય,પરંતુ એક વાર તમે દરિયો ઓળંગી જાવ પછી નાવ છોડી દયો છો.શિષ્ય૧૨ વર્ષે અભ્યાસ પુરો કરે છે.ત્યારે માસ્ટર/ગુરુ દીક્ષાંત સમારોહ કરે છે અને છાત્રો ને કહે છે કે-તમારો અભ્યાસ હવે પુરો થાય છે.અને હવે તમે આત્માના અનુસાર જીવજો.,અને બાહ્યતેજ પ્રગટવા દો..
સખા/યાકૂત એ જીવનને મરણનો સાથી છે;તેનો અંત નથી.પ્રેમના પંથમા શરૂઆત કે અંત હોતો નથી.શકતો માત્ર પ્રેમ નોજ પુજારી છે.તે જ્ઞાન કે મુક્તિની ઝંખના કરતો નથી.લાલસાને કારણે  પ્રેમ અપૂર્ણ રહે છે તેથી જ તે અનંત છે,અનંતતા કદી પુરીના થઇ શકે.અર્જૂન કૃષ્ણનો સખો હતો.અને કૃષ્ણ પૂર્ણ/આદર્શ ગુરુ હતા, તેમ છતાં સખા પણ હતા.જો તમારી સેન્સ દિવ્ય હોય,તમને આખું વિશ્વ દીવ્ય્તામય જ લાગશે.
તમારું મગજ થોડા વર્ષો માટે ભોગ રૂપી કાદવ માં હશે: જો તમે જીવંત  હોવતો આ કાદવથી દુર રહો.જો તમે ભોગને અનુસરશો,તો દુ:ખો તમારો પીછો કરશે,જો તમે જ્ઞાનને અનુસરશો તો,તમને આનંદ મળશે....

Saturday, July 29, 2017

૬૪-પંચતંત્ર ની વાતો

29/07/2017...૬૪-પંચતંત્ર ની વાતો

                                              સંકલિત......                                ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ...


એક મોટું જંગલ હતું. એમાં એક સિંહ રહેતો હતો. તે તો જંગલનો રાજા ગણાય. તે આખો દિવસ આરામ કરે અને રાત્રે શિકાર કરે. પોતાનું પેટ ભરાઈ જાય પછી કોઈ જીવને ન મારે.
બપોરના સમયે સિંહ પોતાની ગુફામાં આરામ કરતો હતો. એ સમયે ત્યાં એક ઉંદર આવી ચઢ્યો અને પોતાના સ્વભાવ મુજબ ખોરાક માટે આમતેમ દોડાદોડી કરવા લાગ્યો. તે ખાંખાખોળા કરવામાં એટલો બધો તલ્લીન હતો કે તેને એ પણ ભાન ન રહ્યું કે આ સિંહની ગુફા છે અને પોતે સિંહના શરીર પર દોડાદોડી કરે છે.
સિંહ પોતાના શરીર પર સળવળાટ થતાં જાગી ગયો અને જોયું તો એક ઉંદર તેના શરીર પર દોડાદોડી કરતો હતો. તેણે જરા ઘુરકિયું કર્યું, તો ઉંદર ભાગી ગયો. થોડીવાર પછી પાછો ફરીથી સિંહના શરીર ઉપર દોડવા લાગ્યો. છેવટે સિંહ ગુસ્સે થઈ ગયો અને તરાપ મારીને ઉંદરને પોતાના પંજામાં દબાવી દીધો. હવે ઉંદર બિચારો ધ્રૂજવા લાગ્યો. તે સિંહને કરગરવા લાગ્યો હે મહારાજ! મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હવે તોફાન નહિ કરું. આટલો ગુનો માફ કરશો તો હું તમારો ઉપકાર જિંદગીભર નહિ ભૂલું. કોઈવાર આપત્તિના સમયે હું તમને જરૂર કામ આવીશ.
આ સાંભળી સિંહે ઉંદરને છોડી મૂક્યો. સિંહ તેની વાત સાંભળી હસવા લાગ્યો. તેને થયું કે,આ નાનકડો ઉંદર મને શું મદદ કરવાનો? પછી ઉંદર ફરી સિંહની ગુફામાં જવાની હિંમત કરતો નહિ.
થોડા દિવસ પછી અચાનક એક દિવસ સિંહ શિકાર કરીને પોતાની ગુફા તરફ આવી રહ્યો હતો. એ ગુફા નજીક આવ્યો ત્યાં જ શિકારીએ બિછાવેલ જાળમાં ફસાઈ ગયો સિંહે જાળમાંથી બહાર નીકળવા ખૂબ જ ધમપછાડા કર્યા, ગર્જનાઓ કરી, પણ તે બહાર આવી શક્યો નહિ.
સિંહની ગર્જનાઓ સાંભળીને ઉંદર પોતાના દરમાંથી બહાર આવ્યો અને જોયું તો સિંહ જાળમાં ફસાઈ ગયો હતો. તે સિંહની પાસે આવ્યો અને બોલ્યોમહારાજ! તમે ચિંતા ન કરો. હું હમણાં તમારી આ જાળ તોડી નાખું છું.
આમ કહી ઉંદર તો પોતાના તીક્ષ્ણ દાંત વડે જાળ કાપવા મંડી પડ્યો. થોડી જ વારમાં તો ઉંદરે આખી જાળ કાપી નાખી અને સિંહ જાળમાંથી મુક્ત થઈ ગયો. સિંહ નાનકડા ઉંદરના કામથી ખૂબ રાજી થઈ ગયો. તે આજ સુધી ઉંદરને તુચ્છ ગણતો હતો. આજે તેને સમજાઈ ગયું કે એ તુચ્છ ઉંદરે એનો જીવ બચાવ્યો હતો. તેણે ઉંદરનો ખૂબ આભાર માન્યો. ત્યાર પછી બંને મિત્રો બની ગયા.
છેલ્લે વિષ્ણુ શર્મા બોલ્યાહે રાજકુંવરો! આ સંસારમાં કોઈને પણ તુચ્છ ન ગણવા. ક્યારેક તુચ્છ કે નાના માણસો પણ આપણું ઘણું મોટું કાર્ય કરી આપે છે.


એક નદીકાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું. જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ મગરને પાકાં જાંબુ ખવરાવે. મગર એક વાર થોડાં જાંબુ મગરી માટે લઈ ગયો. મગરીને જાંબુ બહુ ભાવ્યાં.

એક દિવસ મગરી જાંબુ ખાતાં ખાતાં મગરને કહે,’ રોજ આવાં મીઠાં જાંબુ ખાનારા વાંદરાનું કાળજું કેવું મીઠું હશે ! તમે એને લઈ આવો તો હું તેનું કાળજું ખાઉં !
મગર કહે, ‘તે હવે મારો ભાઈબંધ થયો છે. ભાઈબંધ સાથે મારાથી દગો કેમ થાય ?’
મગરીએ જીદ કરી કહ્યું, ‘જો તમે કાળજું નહિ લાવી આપો તો હું મારો જીવ આપી દઈશ.
નછૂટકે મગર વાંદરાને મગરી પાસે લાવવા તૈયાર થયો. બીજે દિવસે મગર જાંબુના ઝાડ નીચે આવ્યો.

એણે મીઠાં જાંબુ ખાધાં પછી મગર બોલ્યો, ‘વાંદરાભાઈ, મારી મગરી તમને ઘેર જમવા માટે બોલાવે છે. મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાઓ.
વાહ ! ચાલો,તમારો આટલો પ્રેમ છે તો ના કેમ પડાય ! કહેતો વાંદરો કૂદીને મગરની પીઠ પર બેસી ગયો.

મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો. બંને વાતો એ વળગ્યા.અડધે રસ્તે જ ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કરી દીધી.
મગરની વાત સાંભળી વાંદરાના હોશ ઊડી ગયા. થોડી વારે સ્વસ્થ થતાં મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢયો.

વાંદરો બોલ્યો, ‘ મગરભાઈ ! તમે પણ ખરા છો ! તમારે આ વાત મને પહેલેથી જ કહેવી હતીને ! કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું. ચાલો પાછા જઈ કાળજું લઈ આવીએ !
મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારા તરફ વળી ગયો. કિનારો આવતાં વાંદરો એક મોટો કૂદકો મારી ઝાડ પર પહોંચી ગયો. પછી બોલ્યો, ‘ મૂરખ ! કાળજું તે કંઈ ઝાડ પર મુકાતું હશે ? તું તો દગાખોર છે ! ભાઈબંધને દગો દેવા તૈયાર થયો ? જા હવે કદી આ જાંબુડા ના ઝાડ નીચે આવતો નહિ.એમ કહી વાંદરો ત્યાંથી બીજે જતો રહ્યો.સસલાએ હાથી ભગાવ્યાં – પંચતંત્ર

એક વખત આખા શહેરમાં દુકાળ પડ્યો. દુકાળ પડવાથી નદી-નાળા,સરોવર અને તળાવો સૂકાઇ ગયાં. ચારેકોર પાણીની અછત ઊભી થઈ ગઈ. આખા શહેરમાં હાહાકાર મચી ગયો. મનુષ્યો, પશુ-પક્ષી, જાનવરો બધા પાણી વગર તરસે મરવા લાગ્યાં.
આવા કપરા સમયે જંગલમાં રહેતા હાથીઓના ટોળાને પાણીની અછત થવા લાગી. તેઓ જે જગ્યાએ રહેતા હતા ત્યાંના તળાવોમાં પણ પાણી ખલાસ થઈ ગયું હતું. હાથીઓ પાણી વગર વ્યાકુળ થઈ ગયા. તેઓ ભેગા થઈ પોતાના રાજા પાસે ગયા અને કહ્યું- " મહારાજ ! આ જંગલમાં પાણી ખલાસ થઈ ગયુ છે. તળાવો સુકાઈ ગયા છે. પાણી વગર અમારા બચ્ચાંઓ હેરાન થઈ ગયા છે. જો વહેલી તકે પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો બધા જ હાથીઓ પાણી વગર તરસ્યા મરી જશૅ. માટે મહારાજ! તમે પાણીની સમસ્યા હલ કરવા માટે કંઈક ઉપાય કરો."
"ભાઈઓ! તમારી વાત વ્યાજબી છે. પાણી વગર તરસ્યા મરવું એના કરતાં તો આપણે પાણીની શોધ કરવા માટે નીકળવું જોઈએ." હાથીઓના રાજાએ કહ્યું.
રાજાની વાત સાંભળી બધા જ હાથીઓ પાણીની શોધ કરવા માટે બીજા જંગલની તરફ ચાલી નીકળ્યા. ચાલતાં-ચાલતાં તેઓ એક જંગલમાં આવી ગયા. તેમણે આ જંગલમાં પાણીથી ભરેલું સરોવર જોયું. પાણી જોઈ હાથીઓ ખુશ થઈ ગયા. બધા જ હાથીઓ પાણીમાં કૂદી પડ્યા અને ધરાઈને પાણી પીધું. પાણી પી ને તેઓ તોફાને ચઢી ગયા. સૂંઢમાં પાણી ભરી-ભરીને ઊડાવવા લાગ્યા. આખો દિવસ તેઓ પાણીમાં તોફાન-મસ્તી કરતા રહ્યા.
આ સરોવરની પાસે જ સસલાઓનું ટોળું રહેતું હતું. તેઓ હાથીઓને જોઈને ગભરાઈ ગયા. તેઓ વિચારવા લાગ્યા કે આ હાથીઓ પાણીને ગંદુ કરી નાખશે અને અમને પણ અહી શાંતિથી રહેવા દેશે નહીં. સસલો સભા ભરી વિચાર કરવા માંડ્યા કે આ હાથીઓને અહીંથી ભગાડવા કેવી રીતે? નાનકડા સસલાઓ હાથીઓનો સામનો તો કેવી રીતે કરી શકે! તેઓ હાથીઓને ભગાડવાનો ઉપાય શોધવા લાગ્યા.
આ સસલાઓમાં એક ખૂબ જ હોંશિયાર અને અનુભવી સસલો પણ હતો. તેણે ઉભા થઈ ને કહ્યું- " ભાઈઓ! તમે ચિંતા ના કરો. આવતી કાલે સવારે હું આ હાથીઓ સાથે ફેંસલો કરી લઈશ." બધા સસલાઓ તેની સામે આશ્ચર્યથી જોવા લાગ્યા કે આ નાનકડો સસલો પહાડ જેવા હાથીઓ સાથે કેવી રીતે ફેંસલો કરશે? પરંતુ આ સસલાને પોતાની બુધ્ધિ પર સંપૂર્ણ વિશ્વાસ હતો. સવાર થતાં જ તે હિંમત રાખી, ધીરજ રાખી પૂરા વિશ્વાસ સાથે હાથીઓના રાજા પાસે ગયો. સસલાને જોઈ રાજાએ ગુસ્સાથી પૂછયું.
"
તમે કોણ છો? અને શા માટે અહીં આવ્યા છો?"
"
હું સસલો છું, ભગવાન ચંદ્રદેવનો દૂત. એમના કહેવાથી હું તમારી પાસે આવ્યો છું" સસલાએ નીડરતાથી જવાબ આપ્યો.
"
શા માટે મોકલ્યો છે ? અમારું શું કામ છે ?"
"
ભગવાન ચંદ્રદેવનું કહેવું છે કે તમે લોકોએ ખૂબ જ મોટું પાપ કર્યુ છે. જે સરોવરમાંથી તમે લોકો પાણી પીવો છો, તેમજ તેમાં સ્નાન કરીને તેને ગંદુ બનાવો છો, તેમાં ભગવાન ચંદ્રદેવ રહે છે. તમે ભગવાનના ઘરનો નાશ કરી રહ્યાં છો. ભગવાન ચંદ્રદેવ તમારા બધાનો સર્વનાશ કરી નાખશે."
"
અમે તો ભગવાનને ત્યાં જોયા નથી." હાથીઓના રાજાએ ડરી જઈને કહ્યું.
"
હું આજે રાતે તમારી મુલાકાત ભગવાન ચંદ્રદેવ સાથે કરાવી આપીશ. તમે બધા સરોવર પાસે આવી જજો." આટલું કહી સસલો ત્યાંથી પાછો આવતો રહ્યો.

રાત્રે બધા જ હાથીઓ સરોવર કિનારે ભેગા થયા. પૂનમની રાત હતી. આખો ચંદ્ર સરોવરના પાણીમા દેખાઈ રહ્યો હતો. સસલાએ હાથીઓના રાજાને સરોવરના કિનારે બોલવ્યો અને પાણીમાં ચંદ્રનો પડછાયો બતાવતાં કહ્યું- " જુઓ મહારાજ ! ભગવાન ચંદ્ર સરોવરના પાણીમા બિરાજમાન છે. હું હમણાં એમની સાથે તમારા અંગેની વાત કરું છું." આટલું બોલી ચાલાક સસલાએ બોલવા માંડ્યું-" હે ભગવાન ચંદ્રદેવ, હાથીઓના રાજા તમારી સમક્ષ પોતાના સાથીઓ સાથે તમારી શરણમાં આવ્યા છે. તેમનાથી આ પાપ ભૂલમાં થઈ ગયું છે. તેઓ તમારી ક્ષમા માંગે છે. તમે તો દયાળું છો. માટે તેમનો વિનાશ કરશો નહીં. તેમને માફી આપી દો, ક્ષમા કરો. મહારાજ !" સસલો એવી રીતે બોલતો હતો કે હાથીઓ તેની વાત સાચી માની ગયા.
" હાહામહારાજ ! હું એમની તરફથી જ બોલું છું. શું કહ્યું?.. હાથીઓ જ તમારી માફી માંગે?.." ચાલાક સસલો પોતાની તરફથી જ બધું બોલતો હતો.
હાથીઓ તેની વાત સાંભળી કે તરત જ તેઓ સરોવરના કિનારે આવીને પોતાના માથા નમાવીને ઊભા થઈ ગયા અને માફી માંગવા લાગ્યા. થોડીવાર પછી બધા હાથીઓએ પ્રતિજ્ઞા કરી કે તેઓ હવે પછી બીજી વખતે આ સરોવર પાસે આવશે નહીં. આટલું બોલી હાથીઓનું ટોળું આ જંગલ છોડીને ત્યાંથી બીજે જતું રહ્યું.
સસલાની ચતુરાઈથી હાથીઓ ત્યાંથી ભાગી ગયા. બધા સસલાઓ ખુશ થઈ ગયા. એમના માથા પર આવેલી આફત ટળી ગઈ.
શિખામણ આ વાર્તા પરથી એટલો બોધ લેવો જોઈએ કે, ધીરજથી અને બુદ્ધિથી કામ લેવાથી આવેલી મોટી આફત પણ ટાળી શકાય છે.
(પંચતંત્ર આજથી ૨૫૦૦ વર્ષ પહેલા રચાયેલ આ સાહિત્ય બાળકોને જ્ઞાન સાથે ગમ્મત આપે છે. પ્રાચીન કાળથી આ વાર્તા-સંગ્રહના અનેક ભાષામાં અનુવાદ થયેલ છે. આ વાર્તાઓ જીવનબોધ, અનુભવ અને ડહાપણ આપે છે.)
સંકલિતFriday, July 28, 2017

(૬૩)..મારું સ્મારક

૨૮/૦૭/૨૦૧૭....(૬૩)..મારું સ્મારક


મારી સંસ્થાઓ એ જ મારું સ્મારક
પુષ્પાબહેનને જ્યોતિસંઘના અનુભવો થયા પછી તેમણે જોયું કે, જ્યોતિસંઘને મદદરૂપ એક નવી સંસ્થા સ્થાપવાની જરૂર છે. વૃદ્ધજનોનો પરણાવી ઘાલવામાં આવેલી કેટલીક યુવતીઓ તેમજ પતિનો ત્રાસ સહન કરી રહેલી કેટલીક બહારગામની બહેનોએ તેમને ફરિયાદ કરી કે અમે જ્યોતિસંઘમાં તાલીમ લેવા માગીએ છીએ પણ રહેવાને ઘર નથી. પુષ્પાબહેન તે સમયે મજૂર મહાજન પાસેના નાના ઓરડામાં રહેતા હતા. તેમણે નિઃસહાય બહેનોને આશરો આપ્યો, પણ તેમના મનમાં વિચાર આવ્યો કે જો આવી તરછોડાયેલી બહેનોને તાલીમ આપવા નિવાસીગૃહ શરૂ કર્યું હોય તો તેમના માટે આશીર્વાદરૂપ થઈ પડે તેમ છે. તેમણે મૃદુલાબહેન સમક્ષ પ્રસ્તાવ મૂક્્યો અને તેને પરિણામે વિકાસગૃહનો જન્મ ૧લી મે ૧૯૩૭ના રોજ થયો. તેની શરૂઆત સૌરાષ્ટ્ર કો.ઓ.હા. સોસાયટીના નવ રૂમ અને રસોડું તથા આઉટહાઉસમાં પુષ્પાબહેન આઉટહાઉસમાં રહીને આ સંસ્થાનો તમામ વહીવટ કરતાં. સારાભાઈ કુટુંબની મદદ તો ખરી જ, પણ સંસ્થાનું મહત્ત્વ પિછાનીને અનેક નાના મોટા વેપારીઓ અને તેમના મહાજનોનાં દાન પણ પ્રાપ્ત થવા લાગ્યાં. સત્તર બહેનોથી શરૂ થયેલ આ સંસ્થા આજે શારદા સોસાયટી પાસે વિશાળ વટવૃક્ષની જેમ વિકસી છે અને તેનું સ્વતંત્ર મકાન છે.” “
એ જ પ્રમાણે પુષ્પાબહેને ૧૯૪૫માં રાજકોટમાં શ્રી કાંતા સ્ત્રી- વિકાસગૃહ’, ૧૯૪૮માં જૂનાગઢમાં શિશુ મંડળ’, ૧૯૫૦માં જામનગરમાં શ્રી કસ્તુરબા સ્ત્રી- વિકાસગૃહતથા શ્રીમતી જડાવલક્ષ્મી રામજીભાઈ કામાણી મહિલા વિકાસગૃહઅને ૧૯૫૨માં પ્રભાસપાટણમાં મહિલા મંડળ અને ત્યારબાદ બાલમંદિર અને સ્ત્રી અઘ્યાપન મંદિર સ્થાપ્યા હતાં. પ્રાથમિક શિક્ષણથી શરૂ કરીને બી.એડ્. સુધીના અભ્યાસક્રમો, કાનૂની સલાહ અને મદદ અને વ્યવસાયિક તાલીમ કેન્દ્રો- આ પ્રકારનું તંત્ર સુગ્રથિત હોવા ઉપરાંત પરિવર્તનલક્ષી પણ હતું અને તે જ મુજબ આજે બધી સંસ્થાઓ ચાલે છે. એ ભાગ્યે જ ઉમેરવાની જરૂર હોય કે સ્ત્રીઓના સર્વાંગી પ્રશ્નોને હલ કરતાં તેમનો વિકાસ કરવા માટે પુષ્પાબહેને બૌદ્ધિકો, સામાજિક સુધારકો અને કેળવણીકારો ઉપરાંત પોલીસ તંત્ર, અદાલતો અને વકીલો સાથે પણ જરૂરી સંબંધો કેળવ્યા હતાં અને જ્યાં જરૂરી લાગ્યું ત્યાં પોલીસ ખાતા ઉપર પણ દબાણો લઈ આવ્યા હતાં. જેવી રીતે ગાંધીજી માટે કહેવાયું કે, ‘‘મારું જીવન એ જ મારી વાણી’’ તેવી રીતે પુષ્પાબહેનનાં મારી સંસ્થાઓ એ જ મારું સ્મારકઉદ્ગારનું છે.
  પુષ્પાબહેનનો જીવનસંદેશ – ‘‘મારી સંસ્થાઓ એ જ મારું સ્મારક’’

   
સંકલિત