Tuesday, August 31, 2010

બેનમુન મૈત્રી...કૃષ્ણ .....સુદામા....

૩૦.૦૮.૨૦૧૦
આજે વાત જગત નાં બેનમુન મૈત્રી સંબંધ ની......



                                                                 મૈત્રી




આર્થિક અસમાનતા મિત્રતામાં આડે આવે છે ખરી ? આ પ્રશ્ન જ્યારે પણ પૂછાય છે ત્યારે કૃષ્ણ અને સુદામાની મૈત્રીનું ઉદાહરણ અવશ્ય અપાય છે. સાંદિપની ઋષિ પાસે ભગવાન કૃષ્ણ જ્યારે શિક્ષા લેવા ગયા ત્યારે સુદામા તેમના સહાધ્યાયી બનેલા. આશ્રમમાં તો બધા છાત્ર સરખા પરંતુ સમય જતાં ભગવાન કૃષ્ણ ઐશ્વર્યના સ્વામી બની દ્વારિકાના રાજમહેલમાં મહાલે છે તો સુદામાના નસીબે નિર્ધન દશામાં ઝૂંપડીમાં જીવન વિતાવવાનું આવે છે. સુદામાની પત્ની દરિદ્રતા દૂર કરવા સંતાનો ખાતર એક વાર બાળસખા કૃષ્ણની મુલાકાત લેવા વિનવે છે. સુદામા ભગવાન કૃષ્ણના મહેલ જાય છે… અને પછીની વાત જગજાહેર છે. એ અમર પ્રેમ, મૈત્રી અને મુલાકાતનું રોમાંચિત વર્ણન આ ગીતમાં થયેલ છે.
નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી


જેની ગોઠડી તોડાય નહીં તોડી, સંતો રે એવી કૃષ્ણ સુદામાની જોડી.


દ્વારિકાના નાથનો ઉંચેરો મહેલ છે


દીન રે સુદામો આવી બારણે ઉભેલ છે


વ્હાલો ઝૂલે હિંડોળા ખાટ, રાણી રુક્ષ્મણીની સાથ


ત્યાં તો જાણી એવી વાત, સુદામો જુએ પ્રભુની વાટ


આવે શામળિયો સામેથી દોડી દોડી રે એવી કૃષ્ણ સુદામાની જોડી.


સાહ્યબી નિહાળીને સુદામો શરમાય છે


તાંદુલની પોટલી ધરતાં ખચકાય છે


વ્હાલો માંગી માંગી ખાય, ફાકે ચપટી ને હરખાય


કૌતુક જોનારાને થાય, એવું શું છે તાંદુલ માંહ્ય


માધવ મૂલવે મીઠપ હાથ જોડી જોડી રે એવી કૃષ્ણ સુદામાની જોડી.

Sunday, August 29, 2010

છેલ્લો કટોરો ઝેરનો - ઝવેરચંદ મેઘાણી

૨૮.૦૮.૨૦૧૦
આજે રાષ્ટ્રીય શાયર નું બિરુદ પામેલ એવા શ્રી ઝવેરચંદ મેઘાણી ની જન્મ જયંતિ.
માણીએ તેમની અત્યંત સંવેદનશીલ કૃતિ...........

છેલ્લો કટોરો ઝેરનો

(ગોળમેજી પરિષદમાં જતી વખતે)

છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ

સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ

અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું

ધૂર્તો દગલબાજો થકી પડિયું પનારું

શત્રુ તણે ખોળે ઢળી સુખથી સુનારું

આ આખરી ઓશિકડે શિર સોંપવું બાપુ

કાપે ગર્દન ભલે રિપુ મન માપવું બાપુ

છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ

સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ

સુર અસુરના આ નવયુગી ઉદધિ વલોણે

શી છે ગતાગમ રત્નના કામી જનોને

તું વિના શંભુ કોણ પીશે ઝેર દોણે

હૈયા લગી ગળવા ઝટ જાઓ રે બાપુ

ઓ સૌમ્ય-રૌદ્ર કરાલ-કોમલ જાઓ રે બાપુ

છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ

સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ

જગ મારશે મેંણા ન આવ્યો આત્મજ્ઞાની

ના'વ્યો ગુમાની પોલ પોતાની પિછાની

જગપ્રેમી જોયો દાઝ દુનિયાની ન જાણી

આજાર માનવજાત આકુળ થઈ રહી બાપુ

તારી તબીબી કાજ એ તલખી રહી બાપુ

છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ

સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ

જા બાપ માતેલ આખલાને નાથવાને

જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને

જા સાત સાગર પાર સેતુ બાંધવાને

ઘનધોર વનની વાટને અજવાળતો બાપુ

વિકરાળ કેસરિયાળને પંપાળતો બાપુ

ચાલ્યો જજે તુજ ભોમિયો ભગવાન છે બાપુ

છેલ્લો કટોરો ઝેરનો પી આવજે બાપુ

- ઝવેરચંદ મેઘાણી

Friday, August 27, 2010

એક હતો “અ”. રીડગુજરાતી વાર્તા સ્પર્ધા -૨૦૧૦ પ્રથમ વિજેતા કૃતિ અભય દેસાઈ

૨૬.૦૮.૨૦૧૦ આજે એક હતો “અ”...... રીડગુજરાતી વાર્તા સ્પર્ધા -૨૦૧૦ પ્રથમ વિજેતા કૃતિ


[વાર્તાલેખનમાં એક પ્રકાર એવો છે જેમાં સર્જક વાચકની સામે જાણે કે એક ચિત્ર મૂકી આપે છે. વાર્તામાં કશું જ સીધું કે સ્પષ્ટ કહેવામાં આવતું નથી (પિપલી [લાઈવ]ની જેમ). તેના પ્રસંગોનું અર્થઘટન વાચકે જાતે કરવાનું રહે છે. પાત્રોના મનોભાવની લિપિ વાચકે જાતે ઉકેલવી પડે છે. જેને તે લિપિ સમજાતી નથી તેને વાર્તા અધૂરી લાગે છે. ઘણીવાર એકથી વધુ વાર વાંચવામાં આવે ત્યારે આ સ્તરની વાર્તાઓનો સંદેશ સ્પષ્ટ થતો હોય છે. સૈદ્ધાંતિક રીતે આ રીતની વાર્તાઓ લખવી કઠીન છે. રીડગુજરાતી વાર્તા-સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે વિજેતા થયેલી પ્રસ્તુત વાર્તા એ પ્રકારની છે. ‘ગુજરાતી નવલકથામાં પાત્ર નિરૂપણ’ વિષય પર જેમણે પી.એચ.ડી. કર્યું છે તેવા સ્પર્ધાના નિર્ણાયકો પૈકી શ્રી રમેશભાઈ દવે એ જણાવ્યું હતું કે ‘આ વાર્તાનો પટ બહુ વિશાળ છે. તે વ્યક્તિના સમગ્ર જીવનને આવરી લે છે. એથી વાર્તાકારે એમાં ‘દશ્ય’ પદ્ધતિથી લખવાની રીત અજમાવી છે. કારણ કે એ રીતે લખવાથી લેખક ‘સ્થળ’ અને ‘સમય’ દર્શાવીને લાંબા વર્ણનોમાંથી વાર્તાને બચાવી લે છે. જેમ કે ‘સ્થળ : લીલોછમ બગીચો, સમય : સાંજ’ એમ લખ્યા પછી એ સાંજનું વર્ણન કરવાનું રહેતું નથી. આ રીતે આ વાર્તામાં ‘ટૂંકીવાર્તા’ અને ‘એકાંકી’ એમ બંને સાહિત્યપ્રકારોનું મિશ્રણ થાય છે. વળી, વાર્તામાં કોઈ એક પાત્ર સાથે અમુક ઘટના ઘટે છે એવું લેખકને બતાવવું નથી. લેખકનો ઉદ્દેશ છે કે આ સર્વસામાન્ય ઘટનાઓ દરેકના જીવનમાં ઘટે છે. તેથી તેણે પાત્રનું નામ પણ રાખ્યું નથી. ‘અ’નામના પાત્રમાં દરેકને પોતાનું પ્રતિબિંબ દેખાય છે.’ વાર્તાના સર્જક શ્રી અભયભાઈએ જણાવ્યું છે કે : ‘આ વાર્તામાં મેં એક મધ્યમવર્ગના માનવીનો ચિતાર રજૂ કર્યો છે. સમય અને સંજોગો પ્રમાણે તેના વિચારો અને હાવભાવ કેવા બદલાતા રહે છે તેના આ દશ્યો છે. જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે તે કેવો ભીંસાય છે તેનું આ આલેખન છે. વળી, એક સમયે માતા તેના જીવનમાંથી વિદાય લે છે, બીજી તરફ નોકરીમાંથી નિવૃત્ત થાય છે અને ત્રીજી તરફ દીકરો પરદેશ ભણવા જતો રહે છે… આ બધી ધીમે ધીમે બનતી ઘટનાઓના સમયે વ્યક્તિ અંદરથી શું અનુભવે છે તેનું પ્રતિબિંબ ઝીલવા પ્રયાસ કર્યો છે.’ ટૂંકમાં, આટલા મુદ્દાઓ ધ્યાનમાં રાખીને આપણે વાર્તામાં પ્રવેશવાનું છે. આપણે નિર્ણાયકોનો નિર્ણય કેટલો સાચો તે મૂલવવાનો નથી, આપણે વાર્તા માણવાની છે અને તે માણતાં માણતાં તેની લિપિને ઉકેલવાની છે. વાર્તાના સર્જક શ્રી અભયભાઈ વડોદરા નિવાસી છે. હાલમાં તેઓ મુંબઈ સ્થિત એક ટેલિકોમ કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવે છે. શ્રી અભયભાઈને ખૂબ ખૂબ અભિનંદન. આપ તેમનો આ નંબર પર +91 9833871028 begin_of_the_skype_highlighting +91 9833871028 end_of_the_skype_highlighting અથવા આ સરનામે shitalabhay@hotmail.com સંપર્ક કરી શકો છો. – તંત્રી.]

એક વાત આજે મારે માંડવી છે. એક માણસની વાત…. એ મારા, તમારા, આપણા જેવો જ એક માણસ છે. હા, કદાચ બાહ્ય રીતે જુદો લાગે. પણ મૂળે તો આપણા જેવો જ. માણસ જેવો માણસ વળી… આ તો એક હતો ‘અ’. જોકે આપણે તેને ‘અ’ કે ‘ક’ કે ‘ડ’ કંઈ પણ કહી શકીએ. તેનાથી કોઈ ફેર પડતો નથી. તેને પણ નહીં અને આપણને પણ નહીં. આપણા મહાન વાલ્મિકીજીએ કહ્યું છે ને કે, નામમાં વળી શું રાખ્યું છે ?

હેં ! શું કહ્યું ? શેક્સપિયરે કહ્યું છે ? વાલ્મિકીએ નહીં, એમ ને ?

હા, ભાઈ, ભલે એમ રાખીએ. પણ ભાઈ, જ્યાં ઉક્તિ જ નામમાં શું રાખ્યું છે હોય તો તે કહેનારનું નામ વાલ્મિકી હોય કે શેક્સપિયર, શું ફરે પડે ? હેં શું કહ્યું ? મૂળ વાત શરૂ કરું ? તો સાંભળો, એક હતો ‘અ’. એ કોણ છે ? શું કરે છે ? જાણવું છે ? તો ચાલો, મારી સાથે સફર કરવા….



[દશ્ય:1] સ્થળ : લીલોછમ બગીચો, સમય : સાંજ

‘અ’ થોડી થોડી વારે ઘડિયાળમાં જુએ છે. તેના ફૂટડા ચહેરા પર અધીરાઈ ચોખ્ખી વરતાઈ આવે છે. ફરી વાર તેણે બાઈકના અરીસામાં જોઈ વાળ સરખા કર્યાં. તે દર બે મિનિટે ઈન-શર્ટ બરાબર છે કે તે તપાસી લે છે. થોડી થોડી વારે બેલ્ટનાં બક્કલને આમળી લે છે. પહેલી નજરે જોતાં જ ગમી જાય એવા આ ‘અ’ ને એવાં તે શું દુઃખ પડ્યા છે કે તેની અકળામણ ક્ષણે ક્ષણે વધતી જાય છે ! ત્યાં જ કોઈ નિશાળિયાને આકસ્મિક કારણસર વહેલી રજા મળે અને જે આનંદ થાય તેવો આનંદ ‘અ’ના ચહેરા પર દેખાયો. તેનો ફૂટડો ચહેરો વધારે સુંદર દેખાવા લાગ્યો. કેમ ? સામે છેડેથી હાંફળી-ફાંફળી લગભગ દોડતી એક યુવતી આવી રહી હતી. તો એમ વાત છે ત્યારે ! તેના નમણા ચહેરા પર પરસેવાનાં મોતી ઝગમગે છે. આમ તો બહુ દેખાવડી ન કહેવાય, પણ તેના ઘાટીલા નાક-નકશાવાળા ચહેરાની પાણીદાર આંખો, સાચું કહું છું, ભલભલી ઐશ્વર્યાને ઝાંખી પાડી દે તેવી છે ! ‘અ’ મોઢું ફેરવી, નમણીથી વિરુદ્ધ દિશામાં અદબ વાળી ઊભો રહ્યો. અરે, નવા જમાનામાં રિસાવાનો હક્ક યુવકોએ લઈ લીધો કે શું ? પણ એ કળા યુવકોને આવડે તો ને ? બે જ મિનિટમાં નમણીએ કોણ જાણે શું કહ્યું કે સમાધાન થઈ ગયું અને બંનેનાં હોઠ પર ગુલાબ ખીલી ઉઠ્યા.

ત્યાર પછી તેમના વચ્ચે જે ગોષ્ઠિ થઈ તે સાંભળવાની ચેષ્ટા તો સૂરજે પણ ન કરી, ને આંખ આડા કાન કરી ચૂપચાપ અસ્તાચળ તરફ પ્રયાણ કરવા માંડ્યો. પણ બાગનાં ચોકીદારને વાંધો પડ્યો. તે કંઈક બબડતો ગયો અને ‘અ’ તરફ જોઈ મોટેથી દંડા પછાડવા લાગ્યો. થોડીવારે બંને ઊભા થયા. તેમનું ‘આવજો… બાય…. ટેક કેર…. સી યુ…..’ સામાન્ય કરતાં ઘણા લાંબા સમય સુધી ચાલ્યું. આગળ જઈ નમણીએ પાછા વળી જોયું. ‘અ’ તો હજુ વધારે ડગલા આગળ ગયો જ ન હતો. તેઓ બંને ફરી આવજો કરવા લાગ્યા. જ્યાં સુધી બંને એકબીજાની દષ્ટિમર્યાદામાં માત્ર ટપકું બની ગયા, ત્યાં સુધી હાથ ઊંચો રાખી…. ‘બાય’ કહેવાનો કાર્યક્રમ ચાલુ રહ્યો…..

[દશ્ય:2] સ્થળ : હોસ્પિટલ, સમય : મધરાત

‘અ’ લોબીમાં આંટા મારે છે. તેના ફૂટડા પણ હવે ભરાયેલા ચહેરા પર અકળામણ નહીં, ચિંતા છે. અત્યારે પણ તે વારેવારે ઘડિયાળ તરફ જુએ છે અને પછી વોર્ડનાં બંધ બારણા તરફ જોયા કરે છે. થોડી થોડી વારે હાથની મુઠ્ઠી વાળે છે અને ખોલે છે. સહેજ ખખડાટ થાય, ત્યાં નજરનાં સસલા વોર્ડનાં બંધ બારણા તરફ દોડે છે.

‘બારણું ખૂલ્યું કે શું ?’ અને હૃદય જાણે ધબકાર ચૂકી જાય છે. અચાનક જ ‘અ’ ને કાને શબ્દો પડે છે : ‘કોન્ગ્રેટ્સ…. બાબો જન્મ્યો છે.’

‘અ’ને થયું તેના કાન સૂમ થઈ ગયા કે શું ? પ્રતિક્ષા તો અતિ આતુરતાથી કરી… પણ બધું હજી સ્વપ્નવત ભાસતું હતું. તે જાણે પોતાના મનને પૂછી રહ્યો હતો : ‘હું ખરેખર ! ડેડી બની ગયો ? આહા !’

[દશ્ય:3] સ્થળ : ઘરનું કંપાઉન્ડ, સમય : વહેલી સવાર

‘અ’ હિંચકા પર બેઠો છે. તેની બાજુમાં જ ‘અ’નાં જેવો ચહેરો ધરાવતા જાજરમાન મહિલા વર્તમાનપત્રનાં પાના ઉથલાવતા બેઠા છે. ત્યાં જ અંદરથી નમણી જે હવે ધીમે ધીમે બમણી થતી જાય છે, તે ચા લઈને બહાર આવે છે. ‘અ’ જલ્દી ઉઠી કોગળા કરવા ગયો. ‘અ’નો આ નિત્યક્રમ હતો. સૂરજ ઉગવાની તૈયારી કરે તે સાથે જ ઉઠતો. ગમે તેટલા મોડો સૂવે તો પણ. તે નિરાંતે જીવે આંગણામાં અડધો-પોણો કલાક બેસતો. તેનું બ્રશ-ચા બધું જ આ હિંચકા પર થતું. તેણે નમણીને કહ્યું :

‘એક મિનિટ…. નિધિ, બેસ ને બહાર થોડી વાર…..’

‘અરે, તમને સવાર સવારમાં બહાર ‘બેસવા’નો શું મહિમા છે ?’

‘નિધિ, તું વધારે નહીં ફકત દસ મિનિટ સ્પેર ન કરી શકે ? બસ થોડી વાર, મારા માટે, તારા માટે….. આ લાલમાંથી સોનેરી થતા જતા ઉગતા સૂરજ માટે… આ પીળા ફૂલને ચાંચ મારતી કાળી ચકલી માટે….’

‘બસ, બસ મહાશય….’

‘કંઈ નહીં તો તારા મનની પ્રસન્નતા ખાતર…..’

‘હું ચાલી, તમે બેસોને, મા સાથે…’ છેલ્લા બે શબ્દો પરનો ભાર ‘અ’થી અછતો ન રહ્યો. આ સ્ત્રીઓને સવાર સવારમાં શું ભૂત પાછળ પડતું હશે ? તેણે મારા માટે બનાવેલા ટિફિન કરતાં મારી સાથે લીધેલી ચાની ચૂસકી મને વધારે ગમે છે, તે કેમ નિધિ સમજતી નથી ?

હવે ‘અ’ ઘડિયાળ પહેરતો દેખાય છે. હવે તે સેલફોન ખિસ્સામાં મૂકે છે. કંપનીનું કાર્ડ ગળામાં ઝૂલાવે છે. બહાર નીકળી, કંપાઉન્ડનાં હિંચકા પર બૂટ પહેરવા બેસે છે. પેલા ‘અ’ જેવા દેખાતા જાજરમાન મહિલા ઝીણો કાતરેલો સોપારીનો ભૂકો ‘અ’ને આપે છે….

‘બેટા, હવે તો કોઈ સ્પેશિયાલિસ્ટને આજકાલ બતાવે જ છૂટકો છે. આ કમરનો દુઃખાવો તો કેમે કર્યે મટતો નથી… એક દિવસ તું જો સમય કાઢે તો….’

‘હા મા, એમ કરોને તમે અને નિધિ….’ બાકીનું વાક્ય ‘અ’ ગળી ગયો. સામે જ રૂમાલ લાવીને નિધિ ઊભી હતી.

‘હા, તે કોણ ના પાડે છે ? મને ખબર છે ખરી ? કહેવું જોઈએ ને ચોવીસ કલાક સાથે રહેતી વહુને..’ એવા નિધિનાં નહીં બોલાયેલા શબ્દો ‘અ’ એ તેના ચહેરા પર વાંચી લીધા ને તેણે વાક્ય પૂરું કર્યું : ‘કાલે સાંજે જ આપણે જઈ આવીશું. સાત વાગ્યા પછીની જ એપોઈન્ટમેન્ટ લે જે, મા.’

[દશ્ય:4] સ્થળ : ઘરનો દિવાનખંડ, સમય : રાતના નવ

પેલી ભરાવદાર ચહેરાવાળી સ્ત્રી મેથીની ભાજી વીણી રહી છે. બાજુમાં બેઠેલ પુરુષ રિમોટ હાથમાં લઈ ચેનલ બદલ્યા કરે છે. થોડી વારમાં ન્યૂઝ ચેનલ તો થોડીવારમાં બિઝનેસ ચેનલ એમ ટી.વી. જોયા કરે છે. ધ્યાનથી જુઓ, આ તો ‘અ’ જ. વાળ થોડા ઘટ્યા છે અને ફરી ધ્યાનથી જુઓ, માથામાં બરાબર વચ્ચે નાનકડું ચાંદરણું પડવાની શરૂઆત થઈ ગઈ છે.

‘તમે ચેનલ સર્ફ કર્યા કરો છો, તે ખરેખર ટીવી જુઓ છો ?’ ભરાવદાર ચહેરાવાળી નિધિએ થોડાક વજનદાર અવાજ સાથે કહ્યું :

‘હેં…. હા….’ ‘અ’ એ જોયું ન જોયું કે સાંભળ્યું ન સાંભળ્યું કર્યું.

‘કાલે બિટ્ટુની સ્કૂલમાં પેરન્ટસ મિટિંગ છે.’

‘હેં…હા….’ ફરી એ જ પ્રતિભાવ આવ્યો. ‘અ’ બોલ્યો : ‘આ સ્ત્રીઓમાં આટલું બધું બોલવાની તાકાત ક્યાંથી આવતી હશે ?’ અલબત્ત મનમાં જ બોલ્યો.

‘તમને કહું છું…..’

‘અ’ ને અવાજ થોડો મોટો થયો હોય તેમ લાગ્યું. તેણે રિમોટની દિશા નિધિ તરફ ફેરવી બટન દાબ્યું. ‘હું ટીવી જોઉં ત્યારે જ શા માટે નિધિ વાતો કરતી હશે ?’ ‘અ’ ને થયું… પણ ત્યાં તો સંભળાતા અવાજની તીવ્રતા ટોચ પર પહોંચી.

‘આ ઘરમાં કોઈને મારી પડી જ ક્યાં….?’

‘અ’ને હવે સાચી પરિસ્થિતિનું ભાન થયું. ફટાફટ ટીવી મ્યૂટ કરતાં કહ્યું : ‘અરે મજાક કરું છું, મારાથી તારી સાથે મજાક પણ ન થાય ? કહેતી હોય તો ટીવી બંધ કરી દઉં, બસ ?’

‘અ’ ને ખબર હતી કે આમ ન કહે તો મોટો ભડકો જ થાત. અલબત્ત આ ભડકામાં પેટ્રોલ પોતાની કૌટુંબિક પરિસ્થિતિ જ પૂરું પાડતી હતી, તે ‘અ’ જાણતો હતો.

‘નાઉ નો ટીવી, નો ફોન, નો મેગેઝિન… બોલ શું કહેતી હતી ?’ ‘અ’ એ ધીમા સાદે કહ્યું.

‘બિટ્ટુની સ્કૂલમાં કાલે પેરેન્ટ્સ મિટિંગ છે, જવાશે ?’

‘તું જ જઈ આવે તો વધારે સારું….’

‘હું જ જવાની હતી, પણ મા ને સવારથી મીતેષનાં લગ્નમાં લઈ જવાના છે અને તેમણે આખો દિવસ ત્યાં જ રહેવું તેવો આગ્રહ છે.’ મિતેષ ‘અ’ની બહેનનાં જેઠનો દીકરો હતો. ‘અ’ને થયું કે માને સમજાવે કે નિધિ બિટ્ટુની સ્કૂલમાં જઈ આવે પછી 11-12 વાગે જજે. પણ તેને મા નો જવાબ ખબર જ હતી :

‘બેટા, હું તો ક્યાં ક્યાંય જઉં છું ? આ તો એકલા ક્યાંય જવાતું નથી એટલે…. નાહક કોઈને ત્રાસ આપવો ને ? પણ આ તો વેવાઈ કહેવાય, સંબંધ રાખવો પડે ને ?’ ‘વેવાઈ’ એટલે દીકરીનાં સાસરા જ, દીકરાના નહીં – તેવું નિધિનું અર્થઘટન હતું.

તેટલી વારમાં મા એ મંદિરથી આવી દિવાનખંડમાં પગ મૂકતાં જ કહ્યું :

‘બેટા, પરમ દિવસે મિતેષનું રિસેપ્શન છે… તને આજથી કહી રાખું તો સારું ને ! કોઈ કામ કે મિટીંગ કે એવું બધું રાખતો નહીં તે દિવસે… તારી સરળતા ખાતર અમસ્તી જ કહું છું હોં…..’ મા ફ્રેશ થવા અંદર ચાલ્યા અને નિધિ બબડી :

‘હું…. મારો ભાણો હોય તો ઠીક… ચાલે… આ તો વાત જ જુદી….’

‘અ’ ચૂપ રહ્યો. જો કે તેને મોટેથી પોકારવાનું મન થયું : ‘હે નારીવાદીઓ ! તમે ક્યાં છો ? હે સ્ત્રી સમાનતાનાં ઝંડાધારીઓ ! તમારી નજર આ તરફ ક્યારેય જશે ખરી ?’ વ્યવહાર સાચવવા આખો દિવસ કે બે-ત્રણ દિવસો દરેકે દરેક નાની વિધિમાં હાજરી કેમ આપવી પડે, તે ‘અ’ના દિમાગમાં ક્યારેય બેસતું નહીં. તેને થયું કે લોકોને કામધંધા હોય કે નહીં ?

તેણે વાતને સમેટી લેતાં કહ્યું :

‘ભલે. ટીચરને જરા ફોન કરી પૂછી લેજે કે એક દોઢ વાગે ચાલશે ? લંચટાઈમમાં સ્કૂલ જઈ આવીશ.’

‘પછી તમારું લંચ…..?’

‘એ હું ફોડી લઈશ… મારા લંચની કે મારી ચિંતા ન કરીશ.’ ‘અ’ એ છૂપાવવા મથ્યા છતાં તેની ચીડ ઉભરાઈ આવી.

[દશ્ય:5] સ્થળ : સ્કૂલનો ખંડ, સમય : દોઢેક વાગ્યે

ફૂલવાળી ડિઝાઈનનું કૂર્તુ અને ચૂડીદાર પહેરેલી રૂપકડી યુવતી ખુરશી પર બેઠી છે. સામે ટેબલ પર કેટલાંક કાર્ડ અને કાગળ પડ્યા છે. ‘અ’ એ પોતાની ઓળખાણ આપી. ચહેરા પર સ્મિત સાથે રૂપકડીએ બિટ્ટુનું કાર્ડ કાઢી ‘અ’ ને કહ્યું :

‘હી ઈઝ ડુઈંગ વેરી વેલ ઈન સ્ટડીઝ……’ અને ચપડચપડ આઠ દસ વાક્યો ઈંગ્લીશમાં બોલી ગઈ.

‘ઈઝ ધેર એનીથીંગ વી શુડ ટેક કેર ઓફ ?’ ‘અ’એ તેની વાકઘારા સહેજ જ અટકતાં પૂછ્યું.

‘નોટ મચ, બટ હી ઈઝ અ બીટ ઈન્ટોવર્ટ. હવે ના સમયમાં યૂ નો, થોડું ઈન્ટરેક્ટ કરે, વધારે એક્સપ્રેસીવ બને તે જરૂરી છે… થોડો સુધારો….’

‘રાઈટ….. ઓ કે, થેંક્સ..’ ‘અ’નાં હોઠ પરથી શબ્દો સર્યા, પણ હૈયું તો કહેતું હતું, ‘એનો બાપ અડધી જિંદગી ગઈ ને સુધર્યો નહીં, એ શું સુધરશે ?’ ત્યાં જ રિસેષનો બેલ પડ્યો. સામેથી દોડતો બિટ્ટુ આવ્યો :

‘પપ્પા, પપ્પા આવી ગયા ને ?’ બિટ્ટુની ખુશી તેના અવાજમાં છલકાતી હતી.

‘હા બેટા, તારો પ્રોગ્રેસ સારો છે….’

‘હોય જ ને ! તમારી જેમ જ મોટો થઈને મો….ટો એન્જીનિયર બનીશ….’ બિટ્ટુની ખુશી હવે તો સાતમા આસમાને ઉડી રહી હતી. ‘અ’હસ્યો. આટલું સરસ તે ભાગ્યે જ હસતો.

[દશ્ય:6] સ્થળ : ‘અ’ની ઑફિસ ચેમ્બર, સમય : સાંજના પાંચ

‘અ’ની સામે પી.સી. ખુલ્લુ પડ્યું હતું. તે લેન્ડલાઈન પર વાત કરી રહ્યો છે. તેના મસ્તક પરનું ચાંદરણું હવે ચાંદ બનવાની તૈયારી કરી રહ્યું છે. ત્યાં જ ‘અ’નો સેલફોન રણકે છે. તેના સ્ક્રીન પર નંબર જોઈ ‘અ’ એ કહ્યું : ‘એક ઈમ્પોર્ટન્ટ કોલ છે, પછી વાત કરું.’ લાઈન કટ કરતાં જ તેણે સેલફોનનો કોલ રિસીવ કર્યો. ત્યાર પછી થોડીક જ વારમાં બે ત્રણ આસિસ્ટન્ટને બોલાવી તેણે પૂરા પ્રોજેકટની સ્ટ્રેટેજીની ચર્ચા કરી… સાથીઓનાં મત પણ પૂછ્યા… તેઓ પાછા ફરતાં અંદર અંદર બોલતા હતા…. ‘ગજબ’ ! સરનું નોલેજ તો કહેવું પડે ! હજી તો પ્રપોઝલ આવી ત્યાં તો તરત જ પ્રોજેક્ટની આઉટલાઈન તૈયાર થવા માંડી…. કેટલી બધી નાની નાની ટેકનીકલ બાબત વિશે વિચારે છે !’

[દશ્ય:7] સ્થળ : ઑફિસ કેન્ટિન, સમય : સવા-દોઢ

‘અરે ભાઈ ! રાત-દિવસ કામ ભલે કરો, પણ લંચ લેવા તો પધારો. મિત્રએ ‘અ’ને ધબ્બો મારતાં કહ્યું.

‘અરે આપ કો નહીં ખાના હૈ તો કોઈ બાત નહીં, હમેં તો ખાંડવી ખાની હૈ ના ? ઔર વો દૂસરા….’

‘બસ નયન, હવે જમવા દઈશ કે વાતો જ કરીશ ?’ ‘અ’ એ તેને અટકાવ્યો, ‘મુંહ ખાના ખાને કે લિયે હૈ, બાતે બનાને કે લિયે નહીં, સમઝા ?’

સહુ હસી પડ્યા. જબરુ હતું આ તારામંડળ. તારામંડળ ? એ શું વળી ? હું તો કહેવાનું ભૂલી જ ગયો. ચાર મિત્રોની આ ટોળી તારામંડળના નામે ઓળખાતી. કંપની તરફથી દરેકને પોતાના કાર્ય માટે ‘સ્ટાર’નો એવોર્ડ મળી ચૂક્યો હતો એટલે આ બધાને ‘સ્ટાર કલબ’ અને ‘તારામંડળ’ એવા ઉપનામો મળ્યા હતા. ચારેયનાં ડિપાર્ટમેન્ટ અલગ હતા, પણ લંચટેબલ પર તેઓ નિશ્ચિત સમયે અને મોટા ભાગે નિશ્ચિત ટેબલ પર ભેગા થાય જ. આ તારાઓ એકબીજાથી એટલા નજીક હતા કે તેઓ ઓફિસની બહારનાં આકાશમાં પણ ઘણીવાર સાથે દેખાતાં.

‘આ બિટ્ટુ એચ.એસ.સી.માં સારી રીતે પાસ થઈ જાય એટલે શાંતિ….’ ‘અ’એ ધીમેથી કહ્યું.

‘અરે, ચિંતા શા માટે કરે છે ? ભલે એચ.એસ.સી. એટલે કંઈ એટલી સહેલી પરીક્ષા નથી, પણ વારંવાર વિચાર્યા કરવાથી શું વળે ?’

‘અરે યે તો બેટેસે જ્યાદા બાપ કો ચિંતા હૈ !’ નયન ટહુક્યો.

‘તને શું ખબર પડે ? તારા દીકરાને એચ.એસ.સી.માં આવવા દે, પછી કહેજે…’

‘હમ તો એચ.એસ.સી. ક્યા એમ.એસ.સી.મેં ભી ચિંતા નહીં કરનેવાલા… બોલ દેતા હું….’

[દશ્ય:8] સ્થળ : ‘અ’નો બેડરૂમ, સમય : રાતના દસ

‘અ’એ પથારીમાં લાંબા થતાં કહ્યું : ‘હાશ, પ્રોજેક્ટ સારી રીતે પત્યો…. હવે થોડા દિવસ આ…રામ… હવે થોડું ફ્રી રહેવાશે….’

‘અરે વાહ !’ નિધિ ખુશ થઈ ગઈ, ‘તો આપણે ગાડી લઈ અંબાજી જઈ આવીએ તો ?’

‘અંબાજી ? કેમ ? કંઈ માનતા-બાનતા છે ? હું એવામાં નથી માનતો…. તને ખબર તો છે ને….’

‘ના…ના.. આ તો ઘણા વખતથી ક્યાંય ગયા નથી ને એટલે… વળી તમને પણ લોંગ ડ્રાઈવ પસંદ છે…’ નિધિ થોડી થોથવાઈ.

‘અ’ રીતસર ભડક્યો, ‘લોંગ ડ્રાઈવ ? ના, ડ્રાઈવર બોલાવી લો અને જેને જવું હોય તે બધા જઈ આવો…’

‘કેમ તમને શું થયું છે ? પહેલાં તો બહુ શોખ હતો લોંગ ડ્રાઈવ પર રખડવાનો… અને ગાડી માટે ડ્રાઈવર તો શું, મારો ભરોસો પણ ક્યાં હતો ?’

‘અ’ અકળાયો. આને શું કહેવું ? લોકો સમજતા કેમ નહીં હોય ? પહેલાં શોખ હતો તો હતો, હવે નથી. શોખ નથી, ઈચ્છા નથી કે મૂડ નથી. જો કે નિધિને તેણે માત્ર એટલું જ કહ્યું : ‘ના ભાઈ….. મારે શાંતિથી ઘરમાં રહેવું છે…. અને ખૂબ ઊંઘવું છે….’

[દશ્ય:9] સ્થળ : દવાખાનું, સમય : રાતના નવ.

‘ડોક્ટર પ્લીઝ, તમે મને તદ્દન સાચી વાત જ કહેજો.’

‘આપણે સોડિયમ ટેસ્ટ કરી તે પ્રમાણે દવા આપીએ છીએ, પણ એમને પાછું બી.પી. પણ ખરું ને ? એટલે મુશ્કેલી….’

ડૉક્ટર વાતને ગોળગોળ ફેરવતા હતા. છેલ્લા પંદર દિવસથી મા દવાખાનામાં હતી. ‘અ’ સાંજે ઑફિસથી છૂટી હોસ્પિટલ આવતો. ડૉક્ટર રાઉન્ડમાં આવી જાય પછી તેને મળી લેતો. ત્યારબાદ જ ઘેર જતો. મા સાવ પથારીવશ ન હતી. પણ જુદાજુદા રિપોર્ટ ટેસ્ટ અને ચેકઅપ પછી પણ તેની હાલત ‘જૈસે થે’ હતી.

‘જે શ્રી કૃષ્ણ બા’ ડૉક્ટરની વાણીમાં મધપૂડો હતો. બાની આસ્થા લાલજીમાં એટલે આ ડૉક્ટર તો જાણે બીજા દીકરા જેવો જ લાગે.

‘જે શ્રી કૃષ્ણ’ બા મલક્યા. આ ‘જે શ્રી કૃષ્ણ’ ‘જે શ્રી કૃષ્ણ’ કરી કરી ડૉક્ટર બિલ ચડાવતો જાય છે, તેવું મા કેમ સમજતી નથી ? ‘અ’ એ એક દિવસ મા ને કહી જ દીધું : ‘મા, અહીં ઘણા દિવસ થયા, આપણે સેકન્ડ ઓપીનિયન લઈ જોઈએ….’

‘આ ડૉક્ટર કેટલો સારો છે ! બા, બા કહેતાં જીભ સૂકાતી નથી અને પાછો વૈષ્ણવ પણ ખરો ને…’

આખરે મા ને સમજાવવાનું છોડી દઈ, ‘અ’ એ બીજા દિવસે ડૉક્ટરને કહી જ દીધું :

‘મા ની સ્થિતિમાં બહુ સુધારો નથી. તો હવે અમે એને ઘેર જ લઈ જઈએ.’

‘પણ ઘરમાં ટ્રીટમેન્ટ બરાબર ન થાય, ઈમરજન્સી આવી પડે તો મુશ્કેલી…’ ડૉક્ટરે બહાના બતાવવા માંડ્યા.

‘એ તો ફૂલટાઈમ નર્સ રાખીશું, ડૉક્ટર.’ ‘અ’ના અવાજમાં દઢતા આવી.

‘હજુ આજે જોઈએ તેટલું બરાબર નથી. એક દિવસ બરાબર સ્થિતિ તપાસી લઈએ…. પછી કાલે વિચારીએ..’ ડૉક્ટરે મુદત પાડી. આખરે આજકાલ કરતાં કરતાં બે દિવસ પછી ડૉક્ટર અને માની અનિચ્છા છતાં મા ઘેર આવી. મા બીજા કોઈ ડૉક્ટરનાં દવાખાને આવશે જ નહીં, તેની ‘અ’ને ખાતરી હતી….

તેણે ડૉક્ટરને ઘેર બોલવ્યા : ‘મા, આ આપણા સુમિતનાં ખાસ મિત્ર ડૉક્ટર છે. તો જરા એ ભલે તપાસી લે.’

માનું મોઢું વંકાયું. ‘અ’ એ હસી લીધું.

ફરી જાતજાતના ચેક-અપ, મસમોટા બિલ અને મા નાં છણકાનું ચક્કર ચાલ્યું.

જો કે નવા ડૉક્ટરની દવાથી સુધારો થયો. મા માં ચેતન અને શક્તિ આવી…. તે મા ખુદ અનુભવતી હતી.. પણ તેણે ક્યારેય આ બાબત ‘અ’ પાસે સ્વીકારી નહીં.

[દશ્ય:10] સ્થળ : ડ્રોઈંગરૂમ, સમય : સાંજના સાડા સાત

‘ના, ના પપ્પા…. એમ કંઈ ગમે ત્યાં એડમિશન નથી લેવું. એવી નાના ગામની કૉલેજમાં થોડું જવાય ?’ બિટ્ટુ અકળાયો. આને થયું છે શું ? ‘અ’ એ વિચાર્યું.

‘જા ને મોટી કૉલેજમાં, તારા ટકા અને તાકાતના જોરે…’ અકળામણ પોતાને થવી જોઈએ. બિટ્ટુનાં પાસ થયાની પાર્ટી કાલે જ પતી હતી. માર્કસ તો 78% હતા… સારા કહેવાય…. પણ આ વર્ષે રિઝલ્ટ પણ ઘણું સારું હતું. નિધિ હજી દીકરાની સફળતાના નશામાં જ હતી. ‘અ’ ના માથે એડમિશન અપાવવાની જવાબદારી હતી. મેરિટલિસ્ટમાં બિટ્ટુની રેન્ક પાછળ હતી. તપાસ કરતાં નજીકની નવી જ ખૂલેલી પણ સારું નામ પામેલી કૉલેજમાં એડમિશનની શક્યતા હતી. ‘અ’ને છાતી પરથી સવામણિયું થોડું ખસતું લાગ્યું. પણ ત્યાં જ બિટ્ટુએ ધડાકો કર્યો :

‘એમ કંઈ સિવિલમાં એડમિશન થોડું લેવાય ? પપ્પા, હવે જો બેસી રહેશું તો મેનેજમેન્ટ કવોટા પણ ભરાઈ જશે.’ બિટ્ટુને એડમિશનની ઉતાવળ હતી. ભલે પૈસા જાય, પણ સીટ સિક્યોર થઈ જાય ને ? નિધિ પણ ટાપસી પૂરતી : ‘આ બધું છોકરા માટે જ છે ને ? એ ભણશે તો સારું કમાશે જ ને ? અને વળી આપણા સ્ટેટસ પ્રમાણે તો ભણાવવો પડે ને ?’

બિટ્ટુને તો એમ જ હતું કે પપ્પા સારું કમાય છે એટલે ગમે તેટલો ખર્ચો થાય જ. તે તો બાળક છે, પણ નિધિ ? તે તો જાણતી જ હતી ને કે ‘અ’ થોડા વર્ષોમાં રિટાયર થશે, મા ની બિમારીનો ખર્ચો વધતો ચાલ્યો છે, બિટ્ટુની હાયર એજ્યુકેશનની ફીનાં આંકડામાં મીંડાઓ વધતાં જાય છે, વ્યવહારો પહોળા થતા જાય છે, જીવનશૈલી ઊંચી થતી જાય છે, મહિનાનો ઘરખર્ચ પરીકથાની રાજકુંવરીની જેમ દિવસે નહીં, તેટલો રાતે અને રાતે નહીં તેટલો દિવસે વધતો જાય છે અને છતાં મેનેજમેન્ટ કવોટામાં પૈસા પાણીના મોલે વેડફવાની વાત કરતી હતી ? આ નિધિ… કે જેણે ક્યારેક વાકબાણો છોડ્યાં છતાંયે હૃદયથી આ ઘર અને ઘરનાઓને પોતાના માન્યા હતા. ઘર સાચવ્યું, પરિવાર અને સંસાર સાચવ્યો. નાની-મોટી દરેક વાતમાં સહભાગી બની. તે નિધિ જ આટલી સ્પષ્ટ જણાતી વાત ન સમજે ?

[દશ્ય:11] સ્થળ : દવાખાનું, સમય: સાંજના સાત

ડૉક્ટરે ‘અ’નું બી.પી. ચેક કરતાં પૂછ્યું : ‘બીજી કોઈ તકલીફ ?’

‘થાક લાગે છે. પગમાં, પીંડીમાં દુઃખાવો થાય છે, ખાસ તો રાતના સમયે… ઘણી વાર રાતે ઊંઘ ઊડી જાય પછી ઊંઘ આવતી જ નથી અને લગભગ કાયમ પરસેવો રહ્યા કરે છે….’

ડૉક્ટરે કંઈક ટેકનિકથી પગ દબાવી જોયો. પછી એક કાગળ પર પંખીડા ઉડાડતો હોય તેમ હાથ હલાવી કંઈક લખ્યું… વળી બીજા કાગળ પર પંખીડા ઉડાડ્યા…

‘આ દવા લખી આપી છે. આમ તો ખાસ કંઈ લાગતું નથી. કદાચ સ્ટ્રેસનાં કારણે હોય. આમાં લખેલા ટેસ્ટ કરાવી લો. આમ પણ 40-45 પછી નિયમિત ચેક-અપ જરૂરી છે. બસ, થોડા દિવસ ભૂલ્યા વિના દવા બરાબર લેજો…. એવું હોય તો નિધિબેનને જ દવાનું કામ સોંપી દેજો… તે તો ધ્યાન રાખી, યાદ કરી દવા આપશે જ.’

‘પણ મેં તો ઘરમાં કોઈને કહ્યું જ નહીં, નકામી ચિંતા કરાવવી…. નાનું મોટું તો ચાલ્યા કરે…’ ‘અ’એ ધીમે રહીને કહ્યું.

‘નાનાને નિગ્લેક્ટ કરવાથી જ મોટું બને. કંઈ નહીં તો કમ સે કમ માણસે પોતાના બેટરહાફને તો બધી વાત કરવી જોઈએ ને !’ ડૉક્ટરે ફિલસૂફની અદાથી કહ્યું. સાચી વાત. માણસે બેટરહાફને બધી વાત કરવી જોઈએ. બધી એટલે બધી જ. આ વાત નિધિ માટે સાચી હતી. નિધિ કોણે શું પહેર્યું, શું કર્યું અને પોતે શું પ્રતિભાવ આપ્યો વગેરે બધું જ કહે. અરે પોતે દિવસમાં કેટલી છીંક ખાધી તે પણ નિધિ કહે જ. પણ ‘અ’ને આવી બધી વાત કરતાં ફાવતી જ નથી. ફાલતુ સમય પસાર કરવાનો કે બીજું કંઈ ? આ ડૉક્ટર કેમ સમજતા નથી ? તેઓ ખુદ કહે છે કે ખાસ કંઈ તકલીફ નથી, તો પણ મારે સહુ સગાવહાલા, ઈષ્ટમિત્રોને ઢોલ વગાડી વગાડીને જાણ કરવી ?

[દશ્ય:12] સ્થળ : મા નો બેડરૂમ, સમય : રાતના નવ

‘બેટા, તને તો મારી પાસે બેસવાનો જાણે સમય જ નથી.’

‘રોજ તો બેસું છું મા….’

‘કાલે ફરી ડૉક્ટરને બોલાવવા પડશે.’

‘અરે પણ ગઈકાલે તો ડૉક્ટર તપાસી ગયા છે. દવાની અસર સાવ ઈન્સ્ટન્ટ ન થાય. એક-બે દિવસ તો રાહ જોવી પડે ને ?’

‘ના ભાઈ, મને બહુ દુઃખાવો થાય છે, તેનું શું ? આ બધા ડૉક્ટરો નકામા છે. કંઈક કહીએ એટલે ‘ઉંમરની અસર’ એમ કહ્યા કરે. તેને અમારી પીડા ક્યાં સમજાય છે ?’

‘અરે મા, હજી કલાક પહેલા તું ભાણિયા સાથે ટોળ ટપ્પા મારતી હતી અને અચાનક કંઈ થોડું થાય ?’

‘હા. જો ને જરા તાવ છે ?’ ‘અ’ એ માના કપાળ પર હાથ મૂક્યો. પણ તેના હાથમાં સમ ખાવા પૂરતી યે ગરમી ન જણાઈ. ‘અ’ હવે ખરો કંટાળ્યો હતો. રોજ રોજ ડૉક્ટરનું ચક્કર ચાલ્યા કરતું. રોજ રોજ સાચી-ખોટી બિમારી વધ્યા કરતી. નિધિ સમજાવતી :

‘હોય, એ તો બિચારા…. બિમાર છે… અને ઉંમર થઈ…’ મા અને નિધિ વચ્ચે સમાધાન ક્યારે અને કેમ થઈ ગયું તેની તો ‘અ’ ને ખબર જ ન હતી. માત્ર ‘અ’ જ નહીં, ડૉક્ટર પણ કહેતા : ‘મા’ની તકલીફ શારીરિક કરતાં માનસિક વધુ હતી.

‘સારું ત્યારે, હવે શાંતિથી સૂઈ જા… હું જાઉં..’ મા એ ‘અ’ જાણે ગુનેગાર ન હોય તેવી રીતે જોયું. ‘અ’એ હસી લીધું. પણ મનમાં મનમાં ખૂબ ધૂંધવાયો : ‘કોઈ માણસ બીજા માણસની આગળપાછળ આખો દિવસ ફરી શકે નહીં, તે વાત વડીલો કેમ સમજતા નહીં હોય ?’

[દશ્ય : 13] સ્થળ : ‘અ’ની ઑફિસ, સમય : બપોરે ચાર.

પહેલાં કરતાં વધારે મોટી ફર્નિશ્ડ ચેમ્બરમાં ‘અ’ બેઠો છે. તેના નામ અને હોદ્દાની નેઈમ-પ્લેટ બહાર ઝૂલે છે. તેની સલાહ-સૂચના અને માર્ગદર્શન લેનારાઓની સંખ્યા વધી છે. તેના ઈન્ટરકોમ પર રૂપકડો અવાજ સંભળાયો : ‘સર, યોર ઓલ્ડ ફ્રેન્ડ શર્મા….’

‘યસ લેટ હીમ કમ ઈન…’ ‘અ’ લગભગ ઉછળ્યો. શર્માને સત્કારવા ઊભો થઈ ગયો.

‘ક્યાં હતો યાર આટલા દિવસો સુધી…. ?’

‘અરે, તેરા ચહેરા તો પૂરા બદલ ગયા… એકદમ બડા બડા સા દિખતા હૈ… દેખતો, મેરા કૈસા લગતા હૈ ? બડા લગતા હૈ કિ બરાબર હૈ ?’ શર્મા ભડભડિયો હતો.

‘નહીં યાર, તુ તો અભી જવાં હૈ….’ ‘અ’ એ કહ્યું બંનેએ એકબીજાને તાળી આપી…. શર્મા અને ‘અ’ નવાનવા બી.ઈ. થઈ એક જ કંપનીમાં સાથે કામ કરતા હતા. બંનેએ એક પ્લેટ સમોસા કેટલીયે વાર શેર કર્યા હતા એ દિવસોમાં….

‘બસ અબ તો રિટાયર હોને મેં થોડે હી દિન રહ ગયે…’ ‘અ’નો અવાજ સપાટ હતો.

‘ફિર હમ સાથ મિલ કે બિઝનેસ કરેંગે…. અગર કોઈ દેગા તો….’ શર્માએ ફરી તાળી માટે હાથ લંબાવ્યો.

[દશ્ય:14] સ્થળ : ‘અ’ની ઑફિસ, સમય : સવારના દસ

ફોન પર નિધિ અધીરી થઈ બોલે જતી હતી, ‘આ મા ક્યારના ઉઠતા જ નથી. કંઈ હાલતા-ચાલતા પણ નથી. ઢંઢોળું તો પણ જવાબ નહીં…. જલદી આવો…’

‘અ’ દોડ્યો…

‘મા, હવે નહીં ઊઠે.’ ડૉકટરે નિદાન કર્યું.

કાકા, મામા, ફૂઆ, પિતરાઈ, પડોશી સહુ અને તેના સલાહસૂચનોથી ‘અ’ ઘેરાઈ ગયો. ‘અ’ની આંખ સાવ કોરી જ હતી. આંખમાં આંસુનું એક ટીપું પણ નહીં. ‘અ’ ને શું થયું કે શું થાય છે, તેની ખબર જ પડતી ન હતી. અગ્નિદાહ… બારમું.. તેરમું… તે જાણે યંત્રવત વિધિ કરે જતો હતો.

‘અ’ કાળજાનો ઘણો કઠણ છે… નાનપણથી જ હોં ! કાકાએ ધ્રુવવાક્ય ઉચ્ચાર્યું, ‘દીકરો હોય તો આવો… ‘અ’ ના જેવો….’, ‘મા પૂરું સુખ-સંતોષ લઈને ગયા…’ લોકો કહેતા.

‘અ’ની નજર સામે માની વેધક આંખો જ તરવરતી હતી.

[દશ્ય:15] સ્થળ : મા નો બેડરૂમ, સમય : સવારનાં દસ

આજે મા ના ગયે પંદર દિવસ થયા. સગાઓ ધીમેધીમે સ્વસ્થાને પહોંચી ગયા હતા. છેલ્લે આજે બેન પણ પોતાને ઘેર ચાલી. ‘અ’ એકલો પડ્યો. તેણે રીતસરનો રાહતનો દમ ખેંચ્યો. તે મા ના બેડ પાસે આવ્યો અને જાણે સતત તાકી રહ્યો… અચાનક જ તેને કંઈક થયું. ને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. નિધિ ચૂપચાપ તેની પાસે આવી ઊભી રહી… ‘અ’ને શું થયું ? આટલા દિવસ તો સાવ સ્વસ્થ હતો… નિધિને પ્રશ્ન થયો. પણ ‘અ’ને ખુદને જ ક્યાં ખબર હતી, તેને શું થાય છે ?

[દશ્ય:16] સ્થળ : કેન્ટિન, સમય : એક વાગે

પેલું તારામંડળ સાથે જમી રહ્યું છે. ‘અ’એ ધીમે રહી, અન્યની થાળીમાંથી કેપ્સીકમનો ટૂકડો ઉપાડતાં કહ્યું : ‘હવે તું જરા સમજાવી જો. તો કદાચ અસર થાય. આ બિટ્ટુ પરદેશ જવાની રઢ લઈને બેઠો છે.’

‘હા યાર હવે પહેલા જેટલી ઓપર્ચ્યુનિટી ત્યાં ક્યાં રહી છે ?’ તેણે ‘રિસેશન’ શબ્દ જાણી જોઈને ન વાપર્યો.

‘તે તું અને હું સમજીએ છીએ. આ છોકરાની આંખમાં ડોલરિયા દેશનું પડળ બાઝ્યું છે, તેનું શું ?’

‘અરે ઉસમેં ક્યા ? જાને દે ના….’ નયન ટહુક્યો.

‘મારી બધી બચત તેના વિદેશગમન અને પોસ્ટ ગ્રેજ્યુએટ પાછળ ખર્ચી નાખવી પડે…. અને જો નિષ્ફળ થઈ પાછો આવે તો ?’

‘ત્યારે આપણે પણ રિટાયર થઈ ગયા હોઈએ.’

‘એ જ તો કહું છું ને !’ ‘અ’ એ લાંબુ વિચાર્યું હતું. એ ઉંમરે ગમે તેટલી એકસપર્ટાઈઝ હોય તો પણ યોગ્ય પગારની નોકરી ન મળે કે ઊંચી કન્સલ્ટેશન ફી કોઈ આપણને ન ચૂકવે. માર્કેટમાં યુવાન, ઉત્સાહી છોકરાઓ જોઈએ તેટલા મળે. તેમને ટ્રેઈન કરવા સસ્તા પડે…. છોકરાઓને ઘરની જવાબદારી ઓછી હોય એટલે એ દોડે પણ વધારે….’

‘અરે તુમ જ્યાદા સોચો મત. વો મેનેજ કર લેગા. ઔર નહીં કરેગા, તો મરેગા…’ નયન બોલ્યો.

‘અરે એમ ‘મરેગા’ ચાલે ?’ પોતાનો ખાસ મિત્ર હોવા છતાં નયન કેમ સમજતો નથી ?

[દશ્ય:17] સ્થળ : ‘અ’ની ઑફિસ, સમય : બપોરે બાર વાગે

એમ.ડી. સાથેની મિટીંગ બાદ ‘અ’ એ પોતાનાં સ્ટાફની મિટીંગ બોલાવી હતી. તે પોપટ માફક રટવા લાગ્યો અને મિટીંગનો અહેવાલ આપવા માંડ્યો.

‘હવે આપણે સ્ટ્રેટેજી બદલ્યા વિના છૂટકો જ નથી. માર્કેટમાં જબ્બર કોમ્પિટિશન થઈ રહી હોય ત્યારે વી હેવ ટુ બી એલર્ટ’ તેણે વાતને સમજાવતાં કહ્યું : ‘સમય પ્રમાણે માંગ બદલાય એટલે ડાઈવરસીફીકેશન કરવું પડે… અલગ અલગ દિશામાં વિચારવું પડે…. બિઝનેસ લાવવો પડે…. માર્કેટિંગ પણ જબરજસ્ત થવું જોઈએ…. વધુ ને વધુ બિઝનેસ એ જ હવેની નીતિ રહેશે….’ ‘અ’ને એમ.ડી. સાથેની મિટીંગ નજર સામે દેખાઈ રહી હતી.

‘સર, આપણી તો સંપૂર્ણપણે એન્જીનિયરિંગ કંપની છે એટલે તેના સંબંધિત ક્ષેત્રમાં જ સારું કામ મળે, તો…’

‘તે તો ઠીક, પણ કોરી ટેકનિકાલિટીથી ઉદ્ધાર ન થાય. બિઝનેસ થતો હોય તો કોઈ પણ ક્ષેત્રમાં ઝંપલાવી શકાય. જ્યાંથી, જેમ, જે રીતે મળે તે રીતે બસ બિઝનેસ મળતો જોઈએ.’

એમ.ડી. વાતનો આ જ સાર હતો. કંપનીનું મૂળ ધ્યેય અને મુખ્ય પોલિસી શું છે, તે આ બુદ્ધિશાળી માણસ કેમ સમજતો નહીં હોય ? ‘અ’ સમસમી જતો. પણ એ શું કરે ? એ લાચાર હતો.

[દશ્ય:18] સ્થળ : એરપોર્ટ, સમય : રાતના બાર.

ટેક્સીમાંથી ‘અ’, બિટ્ટુ, નિધિ અને કાકા ઉતરે છે. હાસ્બાર પહેરેલ બિટ્ટુ તો જાણે વરરાજા જ લાગે છે. નિધિ તો બિટ્ટુનાં વિદેશગમનથી ફૂલી નથી સમાતી…. થોડી વારમાં તો સ્નેહીઓ-મિત્રોની વણઝાર એકઠી થઈ જાય છે. ‘અ’ સહુને સ્મિતભેર આવકારે છે. સહુનાં સલાહ-સૂચન, પરદેશ વસતા સગા વગેરેનો રેફરન્સ સતત ચાલુ જ હતા. બસ, હવે ચેક-ઈન ની જાહેરાત થઈ. જ્યાં સુધી જવાની છૂટ હતી, ત્યાં સુધી સહુ ચાલ્યા. વાંકો વળી બિટ્ટુ નિધિને પગે લાગ્યો. નિધિનાં હસતા ચહેરાની આંખો બોઝિલ હતી. હવે તે ‘અ’ ને પગે લાગ્યો….

‘અ’ જાણે દિગ્મૂઢ બની ગયો…. બિટ્ટુ પાછળ વળી હાથ હલાવતો રહ્યો.

‘અ’ને ખબર ન પડી તેને શું થાય છે ! સહુ હાથ હલાવતા રહ્યા…. આવજો કહેતા રહ્યા… અચાનક કંઈ ભાન આવ્યું હોય તેમ ‘અ’ એ બિટ્ટુની દિશામાં હાથ થોડો ઊંચો કર્યો.

[દશ્ય:19] સ્થળ : એરપોર્ટ, ટેક્સી સ્ટેન્ડ, સમય : રાતના ત્રણ.

‘અ’ ધીમે ધીમે કંઈક બોલતો હતો…

‘આખર એ ગયો. ન જ….’

‘શું કહ્યું ?’ કાકાએ કાનનું બટન ઠીક કરતાં મોટા અવાજે પૂછ્યું. ‘અ’ એ જવાબ ન આપ્યો. અચાનક જ ‘અ’ને પરસેવો થવા લાગ્યો. તેની આંખમાં આંસુ ઉભરાતાં હોય તેમ લાગ્યું. પણ થોડાક આંસુ હજી છાતીમાં ભીંસ લેતા હતા અને ગળે ડૂમો બની બાઝ્યા હતા. તે કંઈક બોલવા ગયો અને કોઈકનું ધ્યાન ગયું :

‘અરે, શું થયું ? બેસો, બેસો…’

કોઈ ‘અ’નો વાંસો થાબડતું હતું, તો કોઈ પાણીની બોટલ ધરતું હતું… ત્યાં ક્યાંકથી કોઈના હાથમાંથી મેગેઝિન ઝૂંટવી કાકા પંખો નાંખવા લાગ્યા. ‘અ’ના આંસુનો બંધ હવે જાણે ધોધ બની વહેવા લાગ્યો….

‘બાપનું દિલ છે ને ! આ તો હરખનાં આંસુ.’ લોકોએ નિદાન કર્યું.

[સમાપ્ત]

Monday, August 23, 2010

શ્વાસ – પૂ. મોરારિબાપુ

૨૨.૦૮.૨૦૧૦.................................................આજે પૂ.મોરારીબાપુ
                                                    
                                                 શ્વાસ – પૂ. મોરારિબાપુ



શ્વાસ ખૂટી જાય



અને



ઈચ્છા બાકી રહી જાય



એ મૃત્યુ



તથા



શ્વાસ બાકી હોય



અને



ઈચ્છા ખૂટી જાય



એ મોક્ષ !

Saturday, August 21, 2010

સત્ય ઘટના .................સંકલિત

૨૦.૦૮.૨૦૧૦
આજે કલ્પનાબેન નાં બ્લોગ પર પ્રકાશિત થયેલ સત્ય ઘટના

February 14, 2010 at 12:00 pm
URL: http://wp.me/pIs1E-3a
હૈદરબાદમાં બનેલી એક સાચી ઘટના વિશેનો એક અત્યંત પ્રેરણાદાયી ઇમૅઇલ હાલમાં જ એક મિત્રએ મોકલાવ્યો. માનસિક રીતે વિકલાંગ એવાં બાળકોની એક સંસ્થાએ બાળકો માટે રૅસ રાખી હતી. આઠ છોકરીઓ એમાં ભાગ લઈ રહી હતી. રમકડાની બંદૂકની ગોળી છૂટી અને રૅસની શરૂઆત થઈ. પળવારમાં તો આઠમાંની સાત છોકરીઓ ગતિથી દોડતી આગળ નીકળવા માંડી પણ એક છોકરી બિચારી ડગમગી અને પડી ગઈ. બીજી જ ક્ષણે એણે રડવાનું ચાલુ કર્યું અને જે છોકરીઓ આગળ નીકળી ગઈ હતી એ બધીનું ધ્યાન ખેંચાયું. પેલીને પગમાં ઉઝરડા પડ્યા હતા અને દર્દને લીધે એ કણસી રહી હતી. રૅસની ઐસીતૈસી કરીને પેલી સાતેસાત છોકરીઓ પાછી આવી અને ઘાયલ થયેલી છોકરીને એ બધીએ સહિયારી ઊભી કરી. એક છોકરીએ પેલીને મિત્રભાવે હળવું ચુંબન કરીને કહ્યું, ”ચિંતા ના કર, દર્દ હમણાં ઓછું થઈ જશે.” અને પેલીને સાંત્વન આપતી, રડવાનું ભૂલીને હસતું મોઢું કરવાનો પાનો ચઢાવતી બધી છોકરીઓ એને ઝાલીને આગળ વધવા માંડી. થોડી જ પળોમાં એકમેકનો હાથ ઝાલી આઠેઆઠ છોકરીઓ એ મુકામે પહોંચી ગઈ જ્યાં રૅસની પૂર્ણાહૂતિ માટેની રિબિન બાંધી હતી. અજાણતાં જ એ બધી એકસાથે એ રિબિન વટાવી ગઈ અને રૅસ જોવા આવેલા લોકો ચકિત થઈ ગયા. કોણ વિજેતા? કોણ પહેલું, બીજું કે ત્રીજું? આ કિસ્સો એ છોકરીઓનો છે જેમની માનસિક અવસ્થા સામાન્ય માણસો જેવી નથી. સામાન્ય માણસો આવું ટીમવર્ક દર્શાવે કે એકમેકને આવો સાથ આપે કે કેમ એ પ્રશ્નનો જવાબ સૌને વિદિત છે. આ કિસ્સામાંથી અનેક મુદ્દા ગ્રહણ કરવા જેવા છે. જિંદગીને સ્વાર્થનાં ચશ્માં પહેરીને જ જોવાને બદલે સહકાર, સાથ અને સમભાવની લાગણીથી આગળ વધારવાની જરૂર છે. સૌ જો આટલું કરતા થઈ જાય તો કોઈ નબળું ના રહે, કોઈ ત્રાહિત ના રહે અને કોઈ દુ:ખી તો બિલકુલ ના રહે.

- કલ્પના જોશી
It was a Sports Stadium.

Eight Children were standing on the track to participate in a running event.

* Ready! * Steady! * Bang!!!

With the sound of Toy pistol,

All eight girls started running.

Hardly had they covered ten to fifteen steps,

When one of the smaller girls slipped and fell down,

Due to bruises and pain she started crying.

When the other seven girls heard the little girl cry they stopped running, stood for a while and turned back.

Seeing the girl on the track they all ran to help.

One among them bent down, picked her up and kissed her gently

And enquired as to how she was.

They then lifted the fallen girl pacifying her.

Two of them held her firmly while all seven joined hands together and walked together towards the winning post........ .

There was pin drop silence at the spectator's stand.

Officials were shocked.

Slow claps multiplied to thousands as the spectators stood up in appreciation.

Many eyes were filled with tears

And perhaps even God's!

YES! This happened in Hyderabad [INDIA], recently!

The sport was conducted by

National Institute of Mental Health.

All these special girls had come to participate in this event

Thursday, August 19, 2010

શ્રાવણની એક મેધલી સાંજે......... વિશ્વેશ અવાશિયા

૧૮.૦૮.૨૦૧૦


શ્રાવણ માસ માં માણો શ્રાવણી મેઘલી સાંજ નું ભીનું ભીનું કાવ્ય.





શ્રાવણની એક મેધલી સાંજે.........

કે શ્રાવણની એક મેઘલી સાંજે મળયાં આપણે,

ને તોય રહી ગયો હું સાવ કોરોકટ.

દિલમાંય હતો પ્રેમ ને વાતાવરણમાં ભીનાશ હતી,

પણ નહીં તુ નટખટ ને નહી હું નફ્ફટ.

તાંકી શકું છું આમતો તને કલાકો સુધી,

ત્યારે એ ક્ષણમાં ચાલી નજરોની ખટપટ.

કેટલું બદલાઈ જાય છે તારા હોવા ન હોવાથી,

તું છે કરિશ્મા કે પછી કોઈ તરકટ,

હકદાર નથી આમ તો તારા ખ્યાલોનો પણ હું,

છતાં રાહ જોયા કરે છે આ મન મર્કટ.

વિશ્વેશ અવાશિયા

Tuesday, August 17, 2010

નરસિંહ મેહતા

૧૬.૦૮.૨૦૧૦


આજે યાદ કરીએ ભક્ત શિરોમણી સંત,આદ્ય કવિ નરસિંહ મેહતા ને......

નરસિંહ






“ નીરખને ગગનમાં કોણ ધૂમી રહયો,


તેજ હું તેજ હું શબ્દ બોલે,


શ્યામનાં ચરણમાં ઈચ્છું છું મરણ રે,


અહીયાં કોઈ નથી કૃષ્ણ તોલે.......”



“વણલોભી ને કપટરહિત છે,


કામક્રોધ નિવાર્યા રે,


ભણે નરસૈંયો તેનું દરસન કરતાં,


કુળ ઈકોતેર તાર્યા રે.......”

Monday, August 16, 2010

સ્વાધીનતા.......શ્રી ઝવેરચંદ મેઘાણી ........

15.08.2010
આજે ૧૫ મી ઓગષ્ટ.....આપણો સ્વતંત્રતા દિવસ ....દેશ ને આઝાદ કરાવવા પ્રાણ ન્યોછાવર કરનાર નામી/ અનામી શહીદો ને કોટી કોટી વંદન.......સહ .....આજે શ્રી ઝવેરચંદ મેઘાણી નું મને અતિ પ્રિય કાવ્ય ............


વિદાય

અમારે ઘર હતાં,વ્હાલાં હતાં,ભાડું હતાં,ને,

પિતા ની છાંય લીલી,ગોદ માતાની હતી હતીયે,

ગભૂડી બ્હેન ના આંસૂ ભીના હૈયા હીચોળે,

અમારા નૈન ઊના જંપતા આરામ કોલે...............

બધી માયા મહોબ્ત પીસતાં વર્ષો વિતેલાં,

કલેજાં ફૂલ નાં અંગાર સમ કરવાં પડેલાં

ઉખેડ્યા જે ઘડી છાતી થકી નિશ્ર્વાસ છેલ્લા,

અમારે રોમે રોમ થી વહ્યાતા રક્ત રેલા.......

સમય નોતો પ્રિયા ને ગોદ લઈ આલિંગવાનો,

સમય નોતો શિશુ ના ગાલ પણ પંપાળવાનો,

સમય નવ માવડી ને એટલું કહેતા જવાનો,

ટપકતાં આસૂ,ઓ માં સમજજો બાળ નાનો,......

અહોહો...કયાં સુધી પાછળ અમારી આવતી તી..

વતનની પ્રીતડી મીઠે સ્વરે સમજાવતી તી.

ગળામાં હાથ નાખી ગાલ રાતા ચુમતી તી,

વળો પાછા ..વદીને વ્યર્થ વલવલતી જતી તી,

બિરાદર નવજવાન અમ રાહ થી છો દૂદ રે,જે....

અમોને પંથ ભૂલેલા ભલે તું માની લેજે,

કદી જો હમદીલી આવે ભલે નાદાન કહેજે,

બિચારા કહીશ ના લાખો ભલે ધિક્કાર દેજે....

ઓ દોસ્તો દરગુજર દેજો દિવાના બાંધવોને,

સબુરી કયાંય દીઠ છે કલેજે આશકો ને....

દિલે શું શું જલે દેખાડીએ દિલ આહ કોને....

અમારી બેવકુફીયે કદી સંભારશોને......

અગર બહેતર ભુલી જજો અમારી યાદ ફાની,


બુરી યાદેં દુભવજો નાં સુખી તમ જીંદગાની......


કદી સ્વાધીનતા આવે વિનંતી ભાઈ, છાની....


અમો ને ય સ્મરી લેજો જરી પળ એક નાની.... ઝવેરચંદ મેધાણી..

Sunday, August 15, 2010

“રક્ત દાન મહાદાન .....”

14.08.2010

આજે ......“રક્ત દાન મહાદાન .....”






જે આપવાથી મને ગર્વ ના થાય,


લેનારને ઓશીયાળાપણું ના લાગે,


દાન થાય,પણ દેવું ના ચડે,


મદદ થાય પણ લાગણી ના દૂભાય,


દેહ ઉગરે, પણ સ્વમાન ના ઘવાય,


હું આપું પણ.........


પણ કોઈ ની પાસે આભાર ની ઊઘરાણી ના કરું,


અને લેનાર ઉપકારથી દબાયેલો ના રહે,


નિષ્કામ કર્મ...નિમોર્હી ન્યાય,આદર્શ દાન.....રક્તદાન.

Saturday, August 14, 2010

અદ્બભુત .......શ્રી બકુભાઈ વૈશ્નવ


૧૩.૦૮.૨૦૧૦
આજે પરમ મિત્ર અદ્બભુત પર અખંડ આનંદ માં પ્રકાશીત શ્રી બકુભાઈ વૈશ્નવ નો અદ્બભુત નો લેખ .......





Friday, August 13, 2010

પ્રાર્થના......માંગવુ........(સંકલિત)

૧૨ .૦૮.૨૦૧૦ પ્રાર્થના




“પ્રભુ આગળ કરેલ અરજ, એનું નામ પ્રાર્થના! કશી ગરજને કારણે કરેલી માગણી નહીં, પણ સહજ ભાવે ભગવાન સમક્ષ રજૂ થયેલી ભાવાંજલિ એ સાચી પ્રાર્થના ! પ્રાર્થના કરવાનો હક મનુષ્યમાત્રને છે; એ ફળે કે ન ફળે તે વાત જુદી છે. ખરેખર તો પ્રાર્થનાનું ધ્યેય ફલપ્રાપ્તિ છે જ નહીં ! પ્રાર્થનામાં અંતરની અભિવ્યક્તિ હોય છે. પ્રભુમાં ન માનનાર વ્યક્તિ પણ પ્રાર્થના કરવાને અધિકારી છે.”
સાક્ષાત્કારની ક્ષણે ભગવાન માંગવાનું કહે છે ત્યારે તે પણ ભક્ત ની કસોટી જ કરતા હોય છે.ભક્ત ધન, વૈભવ કે બીજું કંઈ માગે છે---નરસિંહ ને માંગતા આવડે છે- તે માંગેછે----
દેવોને દુલૅભ ,તમોને વલ્લભ ,આપો તે દયા આણી રે,
ભગવાન મહેતાજી ને રાસ લીલા નાં દશૅને લઈ જાય છે.
સામાન્ય રીતે મંદિર માં આપણે ભક્ત તરીકે નહી યાચક થઈ ને જ જઈએ છીએ,મંદિર માં આપણે પ્રાથૅના નહી યાચના જ કરતા હોઈએ છીએ. “મંદિર બહાર ભીખારી માંગે,મંદિર અંદર હું...... ’ યાચના કરીએ તો પણ શું માંગવું તેના પર જુદા જુદા સાક્ષરો ની પંક્તિઓ અહીં પ્રસ્તુત કરેલ છે.
“બસ એટલી જ સમજ ઓ પરવરદિગાર દે,
સુખ જયાં મળે જયારે મળે , બધા નો વિચાર દે.”

“ત્રણ વાનાં મુજ ને મળ્યાં,હૈયુ,મસ્તક,હાથ,
બહુ દઈ દીધું નાથ, જા...ચોથું નથી માંગવુ.”.......ઉમાશંકર જોશી

માંગવાનુ કહેછે,તો માગું છુ,હે પભુ,દઈ દે મન એવું,જે માગે ના કદિ કશું.......વિપિન પરીખ

અમે કયાં સૂયૅ માંગ્યો છે,ધન્ય છે જો કોડિયું ઝળહળે તો.

અમે એ આંખ ઝંખી કે, વસી જ્યાં નેક નિમૅળતા,
શિશુ ના સ્મિત ઝંખ્યાં કે, રચી જ્યાં ઈશ્વરી મમતા.

બે હાથ મારા ઉઠાઉં તો,તારી ખુદાઈ દુર નથી,
પણ હું માગું ને તું આપી દે એ વાત મને મંજુર નથી.

ખુદા તારી ખુદાઈ નું,મને હરદમ દરશ દેજે,
નિહાળું રુપ તારું, એવા નયન દેજે.

જગત ના ઉપવને હું તો,પ્રભુ,માગું તો શુ માગું?
સફર મહેકાવવા છલ્લી, ફક્ત થોડાં સુમન દેજે.

ખુદા તારે ખજાને ખોટ ક્યાં છે ?આટલું કરજે,
ભૂખ્યાં હો કે ઉઘાડા ને,ફકત દાણાં-ગવન દેજે.

સાંઈ ઈતના દીજીયે, તામે કુટુંબ સમાય,
મૈ ભી ભુખા ના રહું, સાધુ ના ભુખા જાય.

તમારી મુતિô વિના મારા નાથ રે,બીજું મને આપશો માં,
હું તો માંગુ બે બે હાથ જોડી રે, બીજું મને આપશો માં,

હે,પ્રભુ,
મારા ખભા પર,
જે બદલી શકાય તે બદલવાનું મને બળ અને હિંમત આપજે,
જે બદલી ના શકાય તે ભોગવી લેવાની ધીરજ અને શકિત આપજે,
હે પ્રભુ, આ બે વચ્ચેનો ભેદ પરખવાનું ડહાપણ,બુધ્ધિ અને વિવેક આપજે.

કોઈ ઈચ્છા નું મને વળગણ ન હો,
એય ઈચ્છા છે- હવે એ પણ ન હો.

ખુશી દેજે જમાનાને,મન હરદમ રુદન દેજે
અવરને આપજે ગુલશન,મને વેરાન વન દેજે.
જમાનાનાં બધાં પુણ્યો જમાનાને મુબારક હો,
હું પારખું પાપ ને મારાં મને એવાં નયન દેજે.

માફ કરજો ઓ મનુષ્યો હું નહી માંગુ મદદ,
એ નહી તો મારા પાલનહારનું અપમાન છે.

જગત સામે લડું છુ તારી મદદ માંગી,
હું જો હારીશ તો એ હાર તારી હાર થઈ જાશે.

આપી શકે તો............
આપી શકે તો તારો પ્યાર માંગુ છું,
સાચા હ્રદય થી સહકાર માંગુ છું,
કરીશ નહી ચિંતા પ્યાર માટે પ્રાણ પણ આપીશ
રોકડ છે હિસાબ હું ક્યાં ઉધાર માગું છું.

કરો રક્ષા વિપદ માંહી, ન એવી પ્રાથૅના મારી,
વિપદ થી ના ડરું કો, દિ પ્રભુ એ પ્રાથૅના મારી.

હે જગન્નાથë ! લંબાવી ને હાથ,માગું તારો સાથ !
રસ્તાઆ તો આડાઅવળા !અહીં ખાડા તો પણે ટેકરા !
ભૂલો પડું તે પહેલાં આવી ઝાલજે મારો હાથ !હે જગન્નાથë ! -----સ્નેહ રશ્મિ
માગી માગી ને પ્રભુ પાસે મેં માંગ્યુ એવું, મારુ મૃત્યુ મારે જોવું છે ઘડીભર ને માટે,
મને શંકા છે કે અશ્રુ નહી સારે કોઈ,મારા શબ પર મારે રોવું છે ઘડીભર ને માટે----યુસુફ બુકવાલા.
સ્મરણશકિત કરી દે એટલી નબળી પ્રભુ મારી,
મને મારા વિતેલા દિવસો ની યાદ ના આવે,
અને મારા હ્રદય ને પણ કરી દેજે તું પથ્થર સમ,
કોઈ ઈચ્છા નવી જન્મે તો એનો સાદ ના આવે. ----યુસુફ બુકવાલા.

એક જ દે ચિનગારી, મહાનલ!
એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી,
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી.
મહાનલ! એક જ દે ચિનગારી..
ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી,
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી.
મહાનલ! એક જ દે ચિનગારી..
ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી,
વિશ્વાનલ હું અધીક ન માગું, માગું એક ચિનગારી.
મહાનલ! એક જ દે ચિનગાર -----હરિહર ભટ્ટ

Thursday, August 12, 2010

માણસવેડા – શીતલ દેસાઈ

૧૧.૦૮.૨૦૧૦


આજે ‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા 2009’માં પુરસ્કૃત કૃતિ .....માણસવેડા .....શીતલ દેસાઈ
Friday, August 21, 2009 • પ્રકાર : ટૂંકી વાર્તા • સાહિત્યકાર : શીતલ દેસાઈ • [નવોદીતોને પ્રોત્સાહિત કરવા માટે યોજાયેલી ‘રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા-સ્પર્ધા 2009’માં દ્વિતિય સ્થાન પ્રાપ્ત કરવા બદલ આ વાર્તાના લેખિકા શ્રીમતી શીતલબેન દેસાઈને (વડોદરા) ખૂબ ખૂબ અભિનંદન. 45 વર્ષીય શીતલબેન અભ્યાસે એમ.ફિલ (અંગ્રેજી) છે અને હાલમાં તેઓ વિદ્યાનગરની વી.પી. સાયન્સ કૉલેજ ખાતે લેકચરરની ફરજ બજાવી રહ્યા છે. તેમના ઘણા લેખો ‘જન્મભૂમિ પ્રવાસી’, ‘વિચારવલોણું’, ‘સંદેશ’ જેવા અખબાર અને સામાયિકોમાં સ્થાન પામ્યા છે. તેમણે અનુવાદક્ષેત્રે પણ સુંદર કામ કર્યું છે. તેમની પ્રસ્તુતવાર્તા સૌ વાચકોને વલસાડથી અમદાવાદ જતી ‘ગુજરાત ક્વીન’ ટ્રેનની સફર કરાવે છે અને સાથે પ્રવાસીઓના વિચારો, આસપાસનું વાતાવરણ અને ટ્રેનની ગતિ સાથે ભળતી જીવનની ગતિનું એક તાદશ્ય ચિત્ર ઊભું કરે છે. આપ તેમનો આ નંબર પર +91 9825959446 અથવા આ સરનામે shitalabhay@hotmail.com સંપર્ક કરી શકો છો.]
 
 
 
બહુ મોટું છે મારું નામ અને વટ પણ એટલો જ. જાણો છો મારું નામ ? મારું નામ છે ‘ગુજરાત ક્વીન’. મારા જેવી બીજી કોઈ ટ્રેન નહીં. દરરોજ વહેલી સવારે વલસાડથી મારી યાત્રા શરૂ કરું અને ઓફિસ ટાઈમ થતાં સુધીમાં તો અમદાવાદ ભેગા ! પછી આખો દિવસ અમદાવાદથી યાત્રા શરૂ થાય અને રાત સુધી ચાલે. તેમાં ક્યાંયે મીન-મેખ નહીં. ગતિ તો મારી જ. મારી યાત્રામાં કંઈ કેટલીયે લોકલ ટ્રેનોને પાછળ મૂકી રાણીની અદાથી નીકળી જાઉં. ખાતરી ન થતી હોય તો પૂછો રોજ અપ-ડાઉન કરતા મુસાફરોને ! લોકો બીજી ગાડીને છોડી મારી રાહ જોતા ઊભા રહે છે.

હું સાવ નિર્લેપ ભાવે મુસાફરોને લઈ જાઉં છું. કેટલાંયે લોકો મારા વખાણ કરતાં થાકતા નથી. તો ક્યારેક વહેલા-મોડું થાય કે કોઈ ટેકનિકલ ખામી સર્જાય, તો લોકો મને ગાળો પણ આપે છે પણ મને તેની કોઈ અસર થતી નથી. એ રીતે જોવા જાવ તો ગીતામાં વર્ણવેલા ‘સ્થિતપ્રજ્ઞ’નાં લક્ષણો મારામાં છે, તેમ કહેવાય. ટાઢ-તડકો-વરસાદ-પવન આ બધું મને અડે છે, પણ સ્પર્શતું નથી. મૂશળધાર વરસાદમાં સાવ ગણીગાંઠી સાથી ટ્રેનો સાથે ગણ્યા ગાઠ્યાં મુસાફરોને લઈ મારી યાત્રા ચાલુ રહે છે.
વેકેશનની ઉભરતી ભીડનો ભાર સહન કરીને પણ આ યાત્રા ચાલુ રહે છે. ઘણા ઝઘડાઓ પણ જોયા છે અને ઘણા ઈલુ-ઈલુ પણ નિહાળ્યા છે. સંવેદનાથી સભર લાગણી નીતરતું મનુષ્યત્વ પણ નીરખ્યું છે અને સાવ જડભરતને પણ વેંઢાર્યા છે. મારા હૃદય સુધી કોઈ બાબત પહોંચતી નથી. આખરે તો હું મશીનને ? હકીકતે માણસની કેટલીયે વાતો મને સમજાતી નથી, નવાઈ પમાડે છે અને ક્યારેક અકળાવે છે. આ માણસ માણસવેડા કર્યા વિના મારી જેમ તટસ્થ, નિર્લેપ, દ્રષ્ટા ક્યારે બનશે ? હજી હમણાં જ MST ડબ્બામાં મારામારી થઈ. કોઈ મુસાફરને રોજનાં પાસઘારક સાથે જગ્યા માટે ઝઘડો થયો.
‘હે….ય ત્યાં ન બેસશો. અમારી સીટ છે.’
‘તે નામ લખ્યું છે ?’
‘એમ જ માનો. ઊઠો.’
‘ના થવાય. થાય તે કરી લો.’
અવાજ ઊંચા થઈ ગયા અને શાબ્દિક યુદ્ધ શારીરિક પ્રહાર સુધી પહોંચી ગયું. આ માણસ શા માટે નાની વાતે ઝઘડતો હશે ?
ઘણી વાર હજુ તો મારો સ્ટેશન પર પ્રવેશ થયો ન થયો કે લોકો બારીની સળિયા પકડી દોડવા માંડે છે. સામાનની અફડાતફડી અને બૂમ-બરાડા ચાલુ થઈ જાય. જે ધક્કો મારવામાં માહિર તે જંગ જીતે. બારીમાંથી છાપુ-રૂમાલ આપી જગ્યા રાખનારાનાં ડોકિયા શરૂ થઈ જાય. ડબ્બામાં અંદર જઈ ‘મારો રૂમાલ છે, મારી જગ્યા છે’ એમ કહી જગા લેનારા પણ મળે અને રૂમાલનાં રૂમાલો ગુમ કરાવી નાંખી જગ્યા મેળવવાવાળા પણ મળી આવે. ‘હે…ઈ… ચડો, ચડો સંગલી, આઈ જા… તારા પપ્પા ક્યાં ?’ અને ચપાતી, દબાતી સંગલીનો જવાબ કોને સંભળાય ? આટલું ઓછું હોય તેમ ઉતરનારાની સાથે ચડવા મથતા મુસાફરો કે ફેરિયાવાળાની ઝપાઝપી ઓછી રંજક નથી. આ બધી અથડામણમાં ક્યાંક કોઈનું પાકીટ તફડાયું તો ક્યાંક ચેઈન જાય. આમ જ પલકારામાં ચેઈન ગુમાવનારા એક બેન તો ત્યાં જ ફસડાઈ પડ્યા. તેમણે મોટેથી રડવાનું શરૂ કર્યું :
‘મારી ચાર તોલાની ચેઈન…..’
‘હશે, ચિંતા ન કરશો, પોલીસ ફરિયાદ કરીશું….’ સાથે રહેલ બેન સમજાવતા હતા. બાજુમાં ઊભા રહેલ ત્રીજા અજાણ્યા બેને તેમને પાણી આપ્યું અને હાયકારો ઠાલવ્યો.
‘બિચારી કેવી રોવે છે !’
ત્યાં તો સાથીદાર બોલી : ‘હવે શું ? સોનું પહેરીને ના નીકળ્યા હોત તો ?’ પછી ધીમે રહી ઉમેર્યું, ‘અક્કલ જ નહીં.’
‘હું તો મુસાફરી વખતે ખોટું જ પહેરું.’ બીજીએ સ્વયં બુદ્ધિશાળી હોવાનું પ્રતિપાદિત કર્યું. પણ આ રોક્કળ, સમજાવટ કે વ્યંગ બધુ જ મને સાવ વ્યર્થ લાગે છે. માણસની રીત જ એવી !
વડોદરા સ્ટેશન હજી તો આવ્યું નથી ત્યાં જ પેસેજમાં ભીડ થઈ જાય છે. વળી પાછળથી કોઈ આવે,
‘જવા દો….’
‘મારે પણ ઉતરવાનું જ છે.’
‘ક્યાં ? મારે તો પહેલી સીડીએ. મને જવા દે.’
‘ઓ પહેલી એ નહીં, બીજી એ જજે. સ્પીડ ઘણી હોય છે.’
‘આપણ ને તો પ્રેક્ટિસ…..’
અને આ ભાઈ; ના કોઈ જુવાન તરવરિયો છોકરો નહીં, પણ પ્રૌઢ જે કુટુંબ ને પાળવા સવારથી રાત સુધી ઘર બહાર રહી, ગામ બહાર જઈ નોકરી કરે છે, જેનાં હૈયામાં સાહસ કરવાના ધખારા આથમી ચૂક્યા છે, જેણે જિંદગીને જોઈ છે, તે પ્રેક્ટિસનાં વિશ્વાસે ઉતર્યા પણ આજે તેમની પ્રેક્ટિસમાં પંકચર પડ્યું. પગ લથડ્યો અને ગબડ્યા. તરત જ ચેઈન-પુલીંગ થયું. મિત્રો સારવાર અર્થે લઈ જતાં હતાં, ત્યાં રસ્તામાં જ તેમના રામ રમી ગયા. પછીનો સીન હું તો વર્ણવી શકીશ પણ તમે એ નહીં સાંભળી શકો. આખરે તમે માણસ ખરા ને ?
કેટલાક લોકોની જગ્યા છેલ્લા કોચમાં ઉપરની પાટલીએ ફિક્સ જ છે.
‘એ…ઈ… પાઠક… રોજ કેમ ઉપર ચડી બેસે છે ? જરા નીચેની દુનિયા તો જો….’
‘ના ભાઈ, આપણે તો અહીં જ સારા… તમારી કચ-કચ ન જોઈએ.’
‘એલા પંદર વર્ષ સુધી કંપની હતી, હવે રિટાયર થવાનો થયો એટલે કચ-કચ થઈ ગઈ એમ ને ?’
‘એમ કંઈ હોય ?’ પાઠક જેવા સિન્સીયરને એક્સ્ટેશન મળવાનું છે….’
‘ના રે, મારે નહીં જોઈએ….’ પાઠકે કહ્યું, ‘દીકરાએ ભણી લીધું છે. હવે આપણે ધક્કા નથી ખાવા, સવારે-સાંજે શૅર રિક્ષા માટે દોડો અને ગાડીમાં ધક્કા ખાવ….’
‘કેમ તું તો મોટર સાઈકલ ચલાવે છે ને ? સ્ટેશને રાખતો હોય તો ?’
‘ના હવે હમણા છોકરાને જરૂર પડે એટલે ઘેર રાખું છું.’
ત્યાં જ અવાજ આવ્યો, ‘શીંગ ગરમા ગરમ શીંગ… તાજી ને મીઠી…. ગરમાગરમ શીંગ….’ હૈયે હૈયા દળાય તેવી ભીડમાંથી પણ રસ્તો કાઢી શીંગવાળો પસાર થતો હતો.
‘કેમ હમણાં બે દિવસ ન દેખાયો ?’
‘જવા દો ને સાહેબ…. રોજની રામાયણ… હપ્તો દેતાં યે મન પડે ત્યારે પકડી જાય…. માંડ છૂટકારો થયો. કમાવાનું ઓછું ને બીજાઓને ખવડાવવાનું ઘણું’ તેની વાણી શીંગ જેવી વરાળભરી હતી. અને પૂછ્યા વિના જ તેણે સાહેબને પડીકું આપ્યું અને સાહેબે પૈસા. આ કદાચ તેમનો નિત્યક્રમ હતો.
ત્યાં બીજી બાજુ પોટલા લઈને આવેલા બીજા બહેનોને માળા ને ઝીણી બુટ્ટી ને બંગડી એવું બધું બતાવતા હતા. કૉલેજની છોકરીઓ વીંટીનું આખું કપડું લઈ જોતી હતી. કઈ વીંટી સારી તે નક્કી ન થતું હોય ત્યારે બહેનપણીને પૂછતી હતી.
‘આ પાટલાનું શું ?’
‘પચાસ….’
‘અરે ઓછા કરો, આટલા ન હોય.’
‘નહીં ચાલે બેન, નથી પોષાતું. સવારના વહેલા પરવારી દોડું છું તે સાંજ સુધી દોડું, ત્યારે બે પૈસા મળે.’
‘ના, તે તો વધારે છે ચાલીસ રાખો.’
પફ-પાવડર-લીપસ્ટીકથી શોભતા બેને ચીપી ચીપીને કહ્યું અને પછી પોતાની મિત્ર સાથે ફરી અંગ્રેજીમાં વાર્તાલાપ કરવા બેસી ગયા. પાંચ-છ છોકરીઓએ ઝીણી બુટ્ટી ને વીંટી લીધી. બે-એક બહેનોએ ગળાની ચેઈન પસંદ કરી. ત્યાં જ કોઈએ આ સામાન વેચતા બેનને કહ્યું : ‘માસી કાલે માથામાં નાંખવાનાં બોરીયા લાવજો. આ મીનલને જોઈએ છે….’ અને બધા ખડખડાટ હસી પડ્યા. મીનલને બોયકટ હતા ! એક સીટ પર પાંચ-છ જણા બેસી પ્રવાસ કરી રહ્યા હતા. છતાં સહુ હસતા હતા.
પેલી બાજુ ફર્સ્ટ કલાસમાં પણ કેટલાક લોકો ઊભા હતા. ફરક એટલો કે તેઓ થોડું સારી રીતે ઊભા રહી શકે. ટી.સી.નું આગમન થતાં જ કોઈએ બૂમ પાડી :
‘ક્યા તિવારી સા’બ… જગા હી નહી રખતે…. એ.સી. મે ચલા જાઉં ?’
ટી.સી.એ ખાલી સ્મિત આપ્યું અને અજાણ્યા લાગતા ચહેરાઓ પાસે ટિકિટ માંગવા લાગ્યો. તેથી સાથે એક બીજો ટી.સી. પણ હતો. કદાચ તે નવો હતો. તેથી કામ શીખવા જ તિવારી સાથે નીકળ્યો હતો. તે એક ગ્રુપ પાસે અટક્યો. એક-બે બેનો ને એકાદ ભાઈનું ગ્રુપ મસ્તીથી નાસ્તો કરતું હતું. નવા ટી.સી.એ ટિકિટ માંગી. બેનો ડબ્બા સાઈડમાં ગોઠવી, પર્સ શોધવા લાગ્યા. ત્યાં જ તિવારી આવ્યો :
‘અરે યાર, ચલ ઉનકો નાસ્તા કરને દે… યે રોજ કે પાસવાલે હૈ….’ અને આમ જ યાત્રા ચાલુ રહેતી હતી, સતત અને અવિરત. પોતાનું સ્ટેશન આવતાં સહુ ઉતરી પડતા હતા. વડોદરાથી ઘણું મોટું ગ્રુપ રોજ ચડતું હતું.. વાસદ આવતાં જ કેટલાંક સીટધારી પેસેન્જર ઊભા થઈ, પોતપોતાના મિત્રોને બેસવાની જગ્યા કરી આપતા અને ખુદ ઊભા રહેતા હતા. આ એક વણલખેલો શાસ્ત્રોક્ત નિયમ હતો, જેનું ચુસ્તપણે પાલન થતું હતું.
શ્રાવણ મહિનો આવતાં જ કથા માટેનો દિવસ નક્કી થતો. કેટલાંક ઉત્સાહી સમગ્ર આયોજનની જવાબદારી સંભાળી લેતા. દરેક પાસેથી ફાળો ઉઘરાવાતો. કોઈ એક સોમવાર કે અગિયારસ કે પૂનમ ના દિવસે સાક્ષાત ગોરમહારાજ હાજર થતા. કોઈ જુવાન તે દિવસે સપત્નીક પૂજા કરતાં. તે દિવસે તેની પત્ની પણ પ્રવાસ કરતી અને તેને પણ ખબર પડતી કે રોજ-રોજ કેવી રીતે પ્રવાસ થાય છે ! કેટલાક બહેનો ઘરનાં માંડવે પ્રસંગ હોય એમ સરસ તૈયાર થઈ આવતાં. ઉત્સાહી આયોજકો રેશમી ઝભ્ભા ચડાવી ફરતા. તેઓ ઘણીવાર વહેલા ઊઠી સવારે આગલા સ્ટેશન જઈ, ત્યાંથી કોચની બહાર અને અંદર સુશોભન કરતા. શીરાનો પ્રસાદ કોચમાં જ નહીં, આસપાસ કોચમાં પણ વહેંચાતો. ક્યારેક પ્રવાસ કરનારા લોકો કંઈક આશ્ચર્ય અને અહોભાવથી આ સમગ્ર ઘટના નિહાળી રહેતા તો કેટલાંક સોફિસ્ટીકેટેડ મુસાફરો તો આ સઘળું નિહાળી બઘવાઈ જતાં.
લોકોની વાતો સાંભળવાની મજા કંઈક ઓર જ છે ! બેંકનાં કર્મચારીઓ તેમના પગાર વધારાની અને ન થાય તો હડતાલની વાતો કરતા હતા. ઈન્સ્યોરન્સ કંપનીનાં ગ્રુપને તેમનો બિઝનેસ લાવવાની ચિંતા હતી, તો શિક્ષણ સાથે સંકળાયેલી વ્યક્તિઓને તેમના પ્રશ્નો હતા. દરેકની વાતમાં એક બાબત સર્વસામાન્ય હતી. તેમનો ‘બોસ’ જે ખુદ અક્કલ વગરનો છે છતાં દમ મારવામાંથી ઊંચો આવતો નથી ! આ બોસ નામના પ્રાણી સાથે કઈ રીતે ‘ટેકલ’ કરવું તેના વિવિધ નુસખાઓ વિચારતા અને તેની આપ-લે થતી…..
‘તમારે તો સારું, બેંકમાં પગાર સારો તેથી વાંધો ન આવે.’
‘અરે લાગે…. કેશની જવાબદારી કેટલી ? કોઈવાર ન મળે ત્યારે આંખે અંધારા આવી જાય….’
ત્યાં વળી કોઈ કહેશે : ‘અમારી ઑફિસ તો એટલી ગં…દી છે, કોણ જાણે ક્યારે સુધરશે.’
‘બધે એમ જ હોય. કાગડા ક્યાંય ધોળા હોતા હશે ?’
ત્રીજા થોડા પ્રૌઢ પણ જાજરમાન જણાતા બેને કહ્યું : ‘તે એવું જ હોય. માણસો પણ એવા જ હોય અને તેમાં જ આપણે કામ કરવાનું છે. એ એનું કામ કરે આપણે આપણું કામ કરીએ.’ આ કદાચ અનુભવનો નિચોડ બોલતો હતો.
‘ઓહો… મનીષાબેન, કેટલા વખતે ? શું બીમાર પડી ગયા હતા ?’
‘આ પગની જ તકલીફ છે.’ તેમના પગ થાંભલા જેવા હતા. તેમનાથી માંડ માંડ ચલાતું હતું છતાં નોકરી છોડાય તેવી પરિસ્થિતિ ન હતી. પતિની નાનકડી દુકાન હતી. બે છોકરાઓ એક દસમામાં, બીજો આઠમામાં. સવારના આઠ પહેલા રસોઈ બનાવીને નીકળવાનું અને રાતે સાડાઆઠ પછી ઘેર પહોંચી રસોઈ કરી પરવારવાનું રહેતું. ઉગતા છોકરાઓની સંભાળ લેતા લેતા, સમય સાથે દોડતા દોડતા કામ કરે જતા હતા. શરીર પાસેથી ઘણું કામ ખેંચ્યું હતું. પણ હવે તે સાથ આપવા ના પાડતું હતું. પેલી નીનાને પણ રોજ સાંજે છ જણાની રસોઈ કરવી પડતી. પોતે ચાર અને સાસુ-સસરા. તેનો દીકરો હજી નાનો હતો. દીકરી પહેલા ધોરણમાં ભણતી હતી. તે કહેતી :
‘સાસુ આખો દિવસ છોકરાં રાખે એટલે રાતે તો મારે કરવું જ પડે ને ? ને ભેગી છોકરાની ફરિયાદો યે સાંભળવી પડે….’ થોડા એક સારું કમાતા બહેનો રસોઈ માટે બાઈ રાખી શકતા હતા. પણ ટ્રેનમાંથી તેમની સૂચનાઓ ફોન પર ચાલુ રહેતી : ‘સવારનું શું પડ્યું છે ? હા તો વઘારેલો ભાત, કઢી ને થોડીક ભાખરી બનાવી નાંખો…’
મોટાભાગના પુરુષો એ રીતે સુખી હતા. તેમના ઘરનાં વ્યવહારો અન્ય લોકો સંભાળી લેતા હતા. છતાંયે કેટલીયે વાર તેમને પણ કેટલાંક બેંકમાં કામ માટે, સગાસંબંધીની બિમારી કે મૃત્યુ અંગે કે પછી કૌટુંબિક માંગલિક પ્રસંગે વહેલા મોડા નોકરી પર જવાનું થતું ત્યારે તેમનાથી બોલાઈ જતું : ‘કાલે કલાક વહેલો નીકળ્યો તેમાં તો સાહેબ બગડ્યો છે, શું કરવું ?’ આ સનાતન પ્રશ્નનો કોઈ ઉત્તર નથી. દરેક પોતપોતાની પદ્ધતિને અનુરૂપ માર્ગ કરી લે છે. કોઈ ચમચાગીરી કરે છે, ત્યાં કોઈ દાદાગીરી કરે. કેટલાંક વળી નજર ચૂકાવીને ભાગી જાય છે, તો કેટલાંક બિન્દાસ એક કાને સાંભળી, બીજા કાને કાઢી નાંખે છે. હું દરેકની વાતો સાંભળું છું. હું તેઓનો અભિનય નિહાળું છું. તેમના પ્રેમ ને તેમનો રોષ, તેમની પ્રશંસા ને તેમનો ગુસ્સો, કાવા-દાવા, કાનાફસી, રડારોળ, હસાહસ – આ સઘળાની હું સાક્ષી છું પણ માત્ર સાક્ષી જ છું. રોજ આ વાતો સાંભળવામાં મારો સમય ક્યાં પસાર થઈ જાય છે, તેની મને ખબર નથી. જો કે આ બધું મને ક્યારેય સમજાતું નથી અને સમજાવાનું પણ નથી. જો કે મારે શા માટે સમજવું પણ જોઈએ ? મારું કામ જ નથી. હું તો માત્ર વાહક છું. મારા માટે માણસ સમજવો એ પહોંચ બહારનું કામ છે. આપણા રામ તો બસ જોયા કરે છે, સાંભળ્યા કરે છે અને પોતાનું કામ કર્યા કરે છે.
ત્યાં બીજા એક દિવસે પેલા લેડીઝ કોચમાં કલબલાટ થાય છે અને નાસ્તાના ડબ્બા એક હાથમાંથી બીજા હાથમાં પસાર થાય છે. ઘરનાં કામમાંથી નાસ્તા બનાવવા માટે પણ સમય કાઢી, સ્વયં ખાતા અને બીજાને ખવડાવતા, થોડીક મોકળાશ મળે તો શાકભાજી સમારતા, ભીડમાં ઊભા ઊભા મુસાફરી કરવા છતાં કુટુંબની સેવામાં ખડે પગે રહેનાર આ બહેનો ભાઈઓ કરતા યે મજબૂત છે અને બહાદુર છે.
‘તારો હાંડવો બહુ સરસ છે.’
કે પછી
‘નિશા ! તારે માટે સાબુદાણાની ખીચડી લાવી છું.’
‘વાહ ! ખીચડી તો તારા હાથની જ. કહેવું પડે !’
કે પછી
‘ચાલો કાલે ભેળ બનાવીએ…..’ આ સંવાદો તો રોજના છે પણ આજે કંઈક જુદો જ માહોલ દેખાય છે. રોજનાં ચણામમરાના સ્થાને કંઈક શાહી ઠાઠ દેખાય છે. દાળમૂઠ અને સમોસાની સોડમ ફેલાઈ ગઈ છે. ઉપરથી પાછા ગુલાબજાંબુ સહુ પ્રેમથી ખાય છે, પણ આજે સહુનો પ્રેમ આ રંજનીબેન પર ઉભરાયો છે.
‘ના, ના લેવું જ પડશે. પછી અમે ક્યાં આવવાના છીએ ?’
‘તે આવજો ને… નોકરીમાં ટ્રાન્સફર થઈ છે, પણ રહેવાની તો ગામમાં જ ને ?’
એમ વાત છે, તો આ ફેરવેલ પાર્ટી છે. તેમાં સહુએ રંજનીને ગીફટ પણ આપી અને રંજનીએ બધાને ફાઈવસ્ટારથી મીઠું મોં કરાવ્યું. હા…હા…હી…હી…માં અમદાવાદ આવી ગયું અને અચાનક સોપો પડી ગયો. કોઈક કહેતું હતું : ‘યાદ રાખજે, ક્યારેક ફોન તો કરજે…’ તો કોઈને ગળે ડૂમો બાઝ્યો હતો. રંજનીબેન આમ તો ખુશ હતા અને છતાંયે રોવા જેવા થઈ ગયા હતા. માંડ માંડ બોલ્યાં :
‘તમારી કંપની – અને આ મઝા – હવે ક્યાં મળશે ?’
આમ તો બધા ખુશ છે, છતાંય બધા દુ:ખી ? આમ કેમ ? એ ખરેખર મારા માટે કોયડો છે.
રોજ મારી યાત્રામાં મહી નદીને પસાર કરું છું. કેટલાંયે લોકો નદી આવતાં જ ખાવા-ગાવા-બોલવા-વાંચવાનું છોડીને તરત નમન કરે છે. કેટલાયે પૈસા ફેંકે છે-સોરી પધરાવે છે. બહુ લોકો દેવને ચડાવેલ પુષ્પો થેલીમાં ભરી લાવી નદીમાં પધરાવે છે. આમાંથી કેટલું પ્રવાહ સાથે ભળ્યું તે ખબર નથી. કેટલાંક અણઘડ, ઉતાવળિયા હજી તો નદીનો પટ શરૂ થયો ન થયો ત્યાં તો જોરથી પૈસા ફેંકે છે. નદીની પૂજા થઈ કે ન થઈ, બ્રીજ નીચે રમતા ટેણિયાઓને જલસા પડી જાય છે. આ બધાનો અર્થ શું તે હું નહીં પૂછું, કારણ ધાર્મિક આસ્થા જેવા વિષય પર મૌન જ સારું. અમાસનાં દિવસે નાના જૂથમાં પૂજા કરતા લોકો નજરે પડે છે. કોઈ વ્રતની પૂર્ણાહૂતિમાં સમગ્ર તટ સુંદર મઝાની મૂર્તિઓ અને ભાવુકોથી ઊભરાય છે. દૂર દૂરનાં ગામમાંથી ચાલતાં, બસમાં કે ટ્રેનમાં, મૂર્તિને સાચવી સાચવીને પધરાવવા માટે નદી સુધી લઈ આવતા ભાવિકોની લાગણી મને ક્યાંથી સમજાય ?
ચોમાસામાં બે કાંઠે મહી વહી રહી હોય છે. આસપાસનો સમગ્ર વિસ્તાર લીલીછમ વનરાજીથી છવાઈ જાય છે. લીલા પર્ણ પર મોતી બિંદુ સમાન વરસાદી જળ ઓપી રહ્યા હોય. ક્યારેક આકાશ ગોરંભાયેલું હોય ત્યારે તો એકદમ અંઘારુ છવાઈ જાય છે. તો ક્યાંક વાદળાની પેલી પાર રૂપેરી કોર દેખાય છે. આ બધા વચ્ચે છૂક….છૂક… કરતી યાત્રા ચાલતી રહે છે. ક્યાંકથી કોઈ બોલી ઊઠે છે :
‘અરે, જુઓ જુઓ સામે મોર છે….’
‘હા હવે બરાબર. તું કાયમ મોરનું બહુ ધ્યાન રાખે છે.’
‘હા જોજે આટલામાં ઢેલ પણ હશે…’
‘મોર તો સાચે જ કળા કરીને એવી રીતે ઊભો હતો જાણે કોઈ તેનો ફોટો પાડી રહ્યું ન હોય !’ મોર શોધનાર ભાઈની નજર હજી બહાર જ હતી. બીજા મોરની દિશામાં નજર ઘૂમી રહી હતી. બહાર જ નજર રાખી તેમણે કહ્યું : ‘હવે તો નીલગાય ઓછી દેખાય છે. બાકી તો અહીંથી પસાર થતાં કેટલાંયે મોર અને કેટલીયે નીલગાય જોવા મળતી.’
‘હા ભઈ, અપ-ડાઉનની આ જ તો મજા છે. બાકી શહેરનાં સિમેન્ટ-કોન્ક્રિટનાં જંગલમાં શું જોવા મળે ? આપણા છોકરાઓએ તો મોરનું ચિત્ર જ જોયું છે.’
‘સાચી વાત છે, બહુ બહુ ઝૂમાં લઈ જઈએ તો થોડાંક પશુ-પંખી તેને જોવા મળે.’
‘અરે પણ આ છોકરાંને ઘરની બહાર ફરવા આવવું ક્યાં ગમે છે ? આખો દિવસ કાર્ટૂન ચેનલ જોવાની કે પછી કમ્પ્યુટર પર ગેમ રમવાની ઘેલછા છે.’
‘અને હા, આપણી જેમ વેકેશનમાં કાકા-મામાને ઘેર જઈ રહેવાનું તો ગમતું જ નથી. આપણે જવું હોય તો પણ બંધન થાય.’
‘તેમાં વાંક આપણો પણ ખરો ને !’
આ ગહન ચર્ચા હજી આગળ ચાલત, ત્યાં જ મોર શોધતા ભાઈએ કહ્યું : ‘અરે ચર્ચા કર્યા વિના બારી બહાર જુઓ ને ! જુઓ આ મહી નો બ્રીજ આવી ગયો…. અહાહા ! પાણી તો જુઓ ! હા, ભાઈ, મહીસાગર કંઈ અમસ્તા કહ્યું છે ?’
ચોમાસામાં ભરપુર વહેતી મહી જોઈ ખુશ થનાર, કોઈ ઉનાળુ સાંજે બોલી ઊઠે છે :
‘જો તો કેટલું ઓછું પાણી છે ?’
‘કાલ કરતાં ઘટ્યું.’
નદીનાં આ બંને રૂપ હું જોતી રહું છું અને મારું કામ કરે જાઉં છું… એ જ અચલતાથી અને એ જ નિસ્પૃહતાથી. મે મહિનાની એક ભીડભરી સવારે આમ જ હું સંભાળીને પુલ વટાવી રહી હતી, ત્યાં મારા કાને કોઈ અવાજ અથડાયો.
‘અરે જો તો, આમાં પાણી જ નથી.’
‘ઉનાળો ને ?’
‘ના આ ડેમ બાંધ્યો ત્યારથી બધું પાણી એમાં જાય છે. હવે નદીનું નૂર જતું રહ્યું છે. આમ જ રહેશે.’ અનાયાસે જ મારી નજર નદી તરફ મંડાઈ આ મહી ? ક્યાં અષાઢનાં પ્રથમ ભીના ચુંબને કાંઠા તોડી જતી યૌવના સમી મહી ? ક્યાં શિયાળુ સાંજે પ્રગલ્લભ ગૃહિણી સમી શાંત-સહજ-સરલ મહી ? ક્યાં ગયું મહીસાગરનું એ અપ્રતિમ ઘૂઘવાતું રૂપ ?
પણ આ શું ? હું કંઈ સમજું કે વિચારું તે પહેલાં જ અચાનક મારા પગ જાણે ખીલા ઠોક્યાં હોય તેમ જડાઈ ગયા. મારી આંખમાંથી અશ્રુબિંદુ સરી પડ્યું. કેમ ? તે તો માણસ જાણે.

Wednesday, August 11, 2010

જીવન સંગીની

૧૦.૦૮.૨૦૧૦
મેં ખુશ નસીબ હું ક્યોકી ખુદા ને હમે એસા હમસફર દિયાકી ઉનકે સાથ ચલતે ચલતે જીદગી કી હર  મુશ્કેલીયા આસન હો ગઈ. જીવન સગીની કિરણ.....................




“ વહ્યા તારી સંગે મધુર વરસો આ ભવ તણાં,

અહો ! જાણે ગાયાં કુદરત તણાં ગાન મધુરાં.

મને લાગ્યું માણી સકળ જગ ની રમ્ચ કવિતા.

કદી તારી સંગે ટકટક કરી મૌન તું ગ્રહી,

મુખેથી એકાદો શબદ પણ સામેય ન સર્યો,

કદી હું દુર્વાસા સમ ‘સળગતો’ ક્રોધિત છતાં

પચાવ્યાં તે નેહે કટુ જ વચનો એજ પળ માં,

અને એ વેળા તો તવ નયન થી અશ્રુ સરતાં,

વહે ગંગાધારા! અડસઠ જળે સ્નાન કરતો.

અહો! તુ તો સીતા, જનકતનયા શી જીવતરે

કહે છે ‘ગીતા’ માં મનુજ પડતી ક્રોધ જ કરે.

અક્રોધે તું જીતી પણ હું ગયો હારી સમુળગો.

પચાવી તે જાણી ‘ભગવત ગીતા’ આ ભવ માં,

મને હૈયૈ થાતું તુજ જીવન તો તીરથ સમું. ”

(સંકલિત કાવ્ય )

Tuesday, August 10, 2010

બાંકડો

૦૯.૦૮.૨૦૧૦
આજે...મારો બ્લોગ બનાવવામાં જેનો ખુબજ સાથ ,સહકાર,ટેકનીકલ સહાય છે .એવા .મારા પુત્ર ચી.જગત ની એક સ્વરચના





તા. ૨૭ જૂન,રવિવાર ની સવાર ! ચૌદ વર્ષ બાદ મેં મુલાકાત લીધી એ ભૂમિ ની જ્યાં મેં મારા બાળપણ નાં કીમતી વર્ષો વિતાવ્યા હતા ! ખેડા જિલ્લાનું ધુવારણ એટલે મારા માટે તો મારી સુમધુર બચપણ ની યાદો નું એક પાવરહાઉસ ! અહીં આવેલા ગેસ્ટહાઉસ પાસેના બગીચા નો એ જ બાંકડો કે જે વર્ષો સુધી અમારી ઘણી બધી યાદો નો જાણે જીવંત સાક્ષી બની ગયો હતો ! દરેક જીવંત કે નિર્જીવ પદાર્થ નાં જીવન માં એક સમય આવે કે જયારે તેની રોનક અને જાહોજલાલી ચરમસીમા પર હોય ! આવા જ “Golden Period” ને એક જમાના માં નિહાળનાર એ બાંકડો, એ દિવસે જાણે થોડા માં ઘણું બધું કહી ગયો !

ચાલતા ચાલતા આજ સવારે મળ્યો હું એક બાંકડા ને,

પાસ જઈને હળવેથી મેં કર્યો એક સવાલ –

“કેમ ભાઈ ! પડી તુજને મારી ઓળખાણ ?”

આંખ ઉઘાડી,મુખ સવારી ,વર્ષોથી એ મૂક બનેલો !

મને એમ કે હમણાં મુજને કરશે એક સવાલ —

“ઓળખાણ આપશો શ્રીમાન ?? “

ત્યાં તો અહીં બન્યું જ તદ્દન વિપરીત !

વૃદ્ધ છતાં પણ મક્કમ સાદે આવ્યો એક જવાબ :

બેટા ! તને તારી ખુદ ની પણ ઓળખ ન હતી,

તે દિન થી તુજ ને ઓળખું,

આજ મોટો થઇ તુ પૂછે મુજ ને કે

પડી મારી ઓળખાણ ?

ચાલતા પણ તુ અહીં જ શીખ્યો ‘ તો ને ,

બે પૈડા પર અહીં જ ફરતો ‘તો !

રમતો હોય કે હોય ઉજાણી

રાતદિન તુ અહીં જ ખીલ્યો ‘ તો !

મિત્રો સાથેની મહેફીલો નાં, પડઘા હજી પણ ગૂંજે !

આ જ ખુશીને કાળે, મારી એક થપાટ !

મિત્રો છીનવ્યા,સ્વજનો છીનવ્યા,છીનવી મારી રોનક !

આજે તો હું સાવ અટૂલો,મહી કિનારે,મુખ નમાવી,વજ્રાસન માં બેઠો !

“ફરી મળીશું “ એમ કહીને મેં વિદાય લીધી ત્યાંથી !!

એની યાદો ?? એની લાગણી ?? એની વેદના ??

શું હતું એ કઈ જ ન સમજાયું !

જે પણ કઈ હતું, એ સંવેદના નો….

ચિર સ્મરણીય અનુવાદ ભીનો લાગ્યો !
........જગત અવાશિયા

Monday, August 9, 2010

સ્વર્ગ નું લાડક્ડું બાળક

08.08.2010
 આજે એક સુંદર ભાવાનુવાદ.........

સ્વર્ગ નું લાડકડું બાળક











પૃથ્વી થી દુર સભા ભરાણી


નવા જીવ નાં જન્મની તૈયારી મંડાણી.......


દેવદૂતો કહે ભગવાન ને એમ


આ લાડકા બાળક ને જોઈશે બહુ પ્રેમ


કદાચ તેનો વિકાસ રુંધાય


તેની સીધ્ધીઓ રુંધાય


એને જરુર પડશે વધુ માવજત


તેથી બનાવો તેનું લાગણીવાળું જગત


તે કદાચ દોડી,રમી કે મસ્તી નહી કરી શકે


તે આખા જગત થી જુદો પડશે.


તે દુનિયા સાથે ભળી નહી શકે


તેથી જ વિકલાંગ તરીકે ઓળખાશે


આપણે સંભાળી ને તેને એવો જન્મ આપીએ


એવા માતા-પિતા ને શોધીએ


જેને પ્રભુ તારા વતી તેનો ઉછેર સોંપીએ


તેઓ તરતજ તેમને ભજવવાનો


ભાગ સમજવાના નથી


પરંતુ આ લાડકા બાળક સાથે તે


આપેલ શ્રધ્ધા અને પ્યાર ગુમાવવા નાં નથી.


તેઓ સમજશે પોતાને મળેલ


ખાસ ઉદે્શ કર્મ નાં........


ઉછેરશે પ્રેમ થી આ બાળકને સ્વર્ગ ના........


આ નાજુક અને નમણા બાળ ના ઉછેર માં


નહી રાખે આળસ


કારણ કે આ તો છે,


સ્વર્ગ નું લાડકડું બાળક......


ભાવાનુવાદð કિરણ અવાશીયા

Mental Retardation is not a disease, it is a condition


માનસિક મંદબુધ્ધિતા રોગ નહી હૈ, યહ એક સ્થિતિ હૈ.

Sunday, August 8, 2010

પિતા

૦૭.૦૮.૨૦૧૦








૧૨.૦૮.૧૯૧૩..........૩૦.૦૪.૧૯૯૮

ગઈ કાલે બ્લોગ ની શરૂઆત કરી ,પ્રથમ ડગ માતૃ વંદના સાથે.....


તો આજે ઋષિ પિતા, સંનિષ્ટ કેળવણીકાર મુ.વ. ભાસ્કરભાઈ ને વંદન સહ...........
“જીવન માં ભીજાવાનું આમેય થોડું અઘરું છે. કોરા રહેવામાં ભારે સલામતી છે.લોકો વાતવાત માં કહે છે :--“એને પલાળવો અઘરું કામ છે” .જે લોકો જલ્દી પલળતા નથી તે લોકો વ્યવહારુ કહેવાય છે.જલ્દી પલળે તે ભોળા ગણાય છે.અને વ્યવહારુ લોકો તેને ભોટ જ ગણે છે. દુનિયા પર સદાય આવા વ્ય્વારું લોકો ની જ બહુમતી રહી છે.શુદ્ધ સોના ની લગડી હોય છે ,પણ જો ઘરેણાં બનાવવાં હોય તો તેમાં તાંબાનો ભેગ કરવોજ પાડે છે સોની વ્યવહારુ હોય છે તેથી આ સત્ય ને પ્રેમપૂર્વક વળગી રહે છે.”

“ વર્ષો વહ્યાં તોય સ્મરણો રહ્યાં.”

સંવેદના નાં શિલાલેખ નાં હોય.”

“ સૂર્ય નહિ પરંતુ સ્મૃતિ ઉગે છે ,શ્રદ્ધા નું કદી શ્રાદ્ધ હોય નહી.”