Saturday, May 19, 2018

(119)..સાક્ષાત લક્ષ્મી



19/05/2018...(119)..સાક્ષાત લક્ષ્મી

હરખ ભેર હરીશભાઈએ  ઘરમાં પ્રવેશ કર્યો.. બોલ્યા: સાંભળ્યું ?’
અવાજ સાંભળી હરીશભાઈનાં પત્ની
નયનાબેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા.
આપણી *સોનલ* નું માંગું આવ્યું છે ખાધેપીધે સુખી ઘર છે છોકરાનું નામ દિપક છે અને બેંકમાં નોકરી કરે છે.સોનલ* હા કહે એટલે સગાઇ કરી દઈએ.
*સોનલ* એમની એકની એક દીકરી હતી..ઘરમાં કાયમ આનંદ નું વાતાવરણ રહેતું .
હા.. ક્યારેક હરીશભાઈનાં સિગારેટ અને પાન-મસાલાનાં વ્યસન ને લઈને નયનાબેન અને સોનલ બોલતા પણ હરીશભાઈ ક્યારેક ગુસ્સામાં અને ક્યારેક મજાકમાં આ વાત ને ટાળી દેતા.
*સોનલ* ખુબ સમજદાર અને સંસ્કારી હતી.
એસ.એસ.સી પાસ કરીને ટ્યુશન, ભરતકામ કરીને પપ્પાને મદદ રૂપ થવાની કોશિશ કરતી.
હવે તો *સોનલ* ગ્રેજ્યુએટ થઇ ગઈ હતી અને નોકરી કરતી હતી પણ હરીશભાઈ એની આવક નો એક રૂપિયો લેતા નહિ
અને કાયમ કહેતા: બેટા આ તારી પાસે રાખ તારે ભવિષ્યમાં તારે કામ લાગશે..'
બંને ઘરની સહમતી થી *સોનલ* અને દિપકની સગાઇ કરી દેવાઈ અને લગ્નનું મુહર્ત પણ જોવડાવી દીધું.લગ્નને આડે હવે પંદર દિવસ બાકી હતા.
હરીશભાઈ એ *સોનલ*ને પાસે બેસાડીને કહ્યું: બેટા તારા સસરા સાથે મારી વાત થઇ
એમણે કરિયાવરમાં કંઈ જ લેવાની ના કહી છે , ના રોકડ, ના દાગીના અને ના તો કોઈ ઘરવખરી.તો બેટા તારા લગ્ન માટે મેં થોડી બચત કરી ને રાખી છે
એ આ બે લાખ રૂપિયાનો ચેક હું તને આપું છુંતારે ભવિષ્યમાં કામ લાગશે,
તું તારા એકાઉન્ટ માં જમા કરાવી દેજે.
*‘ભલે પપ્પા, તમે જેમ કહો તેમ’*, *સોનલ* આટલો જવાબ આપીને પોતાના રૂમમાં જતી રહી.
સમય ને જતા ક્યાં વાર લાગે છે ? શુભ દિવસે આંગણે જાન આવીસર્વે નાં હરખનો પાર નથી.
ગોરબાપાએ ચોરીમાં *સોનલ*ના લગ્નની વિધિ શરૂ કરી, કન્યાદાન દેવાયું, પછી ફેરા ફરવાની ઘડી આવી….કોયલનો જેમ ટહુકો થાય એમ સહસા સોનલ*નાં હૈયે થી બે શબ્દો નીકળ્યા.
ઉભા રહો ગોરબાપા મારે તમારા બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે, પછી ફેરાની વિધી કરજો...
પપ્પા તમે મને લાડકોડ થી મોટી કરી, ભણાવી,ગણાવી ખુબ પ્રેમ આપ્યો એનું ઋણ તો હું ચૂકવી નહિ શકુ
પરંતુ દિપક અને મારા સસરાની સહમતીથી તમે આપેલો બે લાખ રૂપિયા નો ચેક તમને હું પાછો આપું છું…""એનાથી મારા લગ્ન માટે કરેલું ભારણ ઉતારી દેજો અને આ ત્રણ લાખ નો બીજો ચેક જે મેં મારા પગારમાંથી કરેલી બચત છે…"
"જે તમે નિવૃત થશો ત્યારે કામ લાગશે, હું નથી ઈચ્છતી કે ઘડપણમાં તમારે કોઈની પાસે હાથ લંબાવવો પડે !""જો હું તમારો દીકરો હોત....તો આટલું તો કરેત જ ને !!!
હાજર રહેલા બધાની નજર સોનલ* શું બોલે છે તેના ઉપર જ હતી …..
પપ્પા હવે હું તમારી પાસે કરિયાવરમાંજે માંગુંએ આપશો?”હરીશભાઈ ભારે આવાજમાં...
હા બેટા”*, એટલું જ બોલી શક્યા.તો પપ્પા મને વચન આપો કે આજ પછી તમે સિગારેટ ને હાથ નહિ લગાવો…"*"તમારૂ તમાકુ, પાન-મસાલાનું વ્યસન આજ થી છોડી દેશો."*
*"બધાની હાજરીમાં હું કરિયાવરમાં બસ આટલુંજ માંગુ છું. આપશોને મને?"*
દીકરીનો બાપ ના કેવી રીતે કહી શકે?*લગ્નમાં દીકરી ની વિદાય વખતે કન્યા પક્ષનાં સગાઓને તો રડતાં જોયા હશે, પણ આજે તો વિદાય પહેલાંજ જાનૈયાની આંખો પણ ભીંજાઈ ગઈ*દુરથી હું *સોનલ*નાં આ લક્ષ્મી સ્વરૂપ ને જોતો જ રહ્યો….
૨૦૧ રૂપિયાનું કવર મારા ખિસ્સામાંથી બહાર કાઢી શક્યો નહિ
*સાક્ષાત લક્ષ્મી ને હું શું લક્ષ્મી આપું??*પણ એક સવાલ મારા મનમાં જરૂર થયો,
*“ભ્રૂણહત્યા કરતા સમાજનાં સંસ્કારી લોકોને સોનલ જેવી લક્ષ્મી ની જરૂર નહિ હોય..??*
*निकाल के जिस्म से जो अपनी 'जान' देता है*
*
बडा ही मजबूत है वो पिता जो 'कन्यादान' देता है l*
સંકલિત

(118)..વાઘ બેરો છે...

૧૯/૦૫/૨૦૧૮...(૧૧૮)..વાઘ બેરો છે...


એક વાત યાદ આવે છે...
એક ગામ મા એક કાકા રહેતા હતા...રોજ ગામ ને નવી નવી વાતો કરી મૂર્ખ બનાવે...
કાકા કહે એક વખત સિંહ મારી સામે આવ્યો...મેં તેને કીધું જંગલ નો રાજા થઈ નાગો..પુગો..કપડાં વગર ફરતા સરમ નથી આવતી....સિંહ શરમાઈ ગયો..પૂછડું અંદર કરી ભાગી ગયો...
આપણા થી જગલી જાનવર તો ઘબરાય..આપણે..બૂમ માર્યે એટલે પતિ ગયું...
હવે થયું એવું કે ગામ મા ખરેખર વાઘ. આવ્યો...ગામ ના લોકો દોડી ને કાકા ને ત્યાં ભેગા થયા...કહે ચાલો કાકા..ગામ ના સીમાડે વાઘ આવ્યો છે...તમારા કેહવા મુજબ જગલી જાનવર તમારા થી ઘબરાય છે...કાકા ને વાસ્તવિકતા ખબર હતી..પહણ આબરૂ નો સવાલ હતો...હાલો મારી વાંહે.. ક્યાં છે...?
કાકા એ ધોતિયું સરખું કર્યું...કાકા આગળ ગામ પાછળ....કાકા નો જાણે ગામ મા રોડ સો નીકળ્યો..કાકા ની જય જય કાર થતી ત્યાં સામે થી વાઘ દેખાયો...
ગામ આખા એ બૂમ મારી કાકા વાઘ...
ફેકુ વ્યકતી મા એક ગજબ ની શક્તી હોય છે...જલ્દી હાર ના સ્વીકારે...
ગામ આખા ને કહે ઘબરવા ની જરાય જરૂર નથી હું છું..ને...મારી પાછળ પાછળ આવો...
કાકા એ વાઘ ને બૂમ મારી ...જ્યાં છે ત્યજ ઉભો રહે...
વાઘ તો ઉભો રહેતો હશે...
કાકા એ ફરી થી બૂમ મારી...આગળ આવ્યો તો તારી વાત છે...
વાઘ તેની ગતિ થી આગળ વધતો હતો...
કાકા ના આવજ મા થોડી બીક પેઠી.
હવે નહીં ઉભો રહે તો ગોળી થી ઉડાવી દઈશ.....
વાઘ હવે સાવ નજદીક આવતો હતો..કાકા ફફડ્યા..
પાછું વળી ગામ આખાને કહે...ભાગો.. અરે કહવ છું...ભાગો..
"
વાઘ બેરો છે"
મિત્રો..સમજદાર છો...વધારે કહેવાની જરૂર લાગતી નથી...
કહેવત છે ને "પહેલો ઘા રાણા નો"
વાતો થી ના થાય..કાકો તલવાર લઈ ને દોડ્યો હોત.. તો કદાચ વાઘ ને ભાગવું પડ્યું હોત....


Saturday, March 17, 2018

(117)-તાના રીરી


17/03/2018...(117)-તાના રીરી











તાના રીરી
સોળમી સદીમાં ભકત કવિ નરસિંહ મહેતાની દિકરી કુંવરબાઇએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી.
શર્મિષ્ઠાને બે દિકરી હતી જેના નામ તાના અને રીરી હતાં.
તાના-રીરીએ સંગીતની આકરી સાધના કરીને રાગ-રાગિણીઓને આત્મસાત કર્યા હતા.
બન્ને બહેનો
ભૈરવ,
વસંત,
દિપક, અને મલ્હાર જેવા રાગોને એકદમ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતી હતી.
સોળમી સદીના એ સમયમાં દિલ્હીના બાદશાહ અકબરના દરબારમાં નવ રત્નો હતા.
એ નવ રત્નોમાં એક તાનસેન હતા.
તાનસેન સંગીતના પ્રખર જ્ઞાની હતા, પણ તાના-રીરી જેટલા નહી.
એક વખત અકબર બાદશાહે તાનસેનને દિપક રાગ ગાઇને દિવડાઓ સળગાવવાનું કહ્યું.
તાનસેન જાણતાં હતા કે દિપક રાગ ગાવવાથી દિવડાઓ સળગી ઉઠે પણ એ સાથે એ રાગ ગાનારાના શરીરમાં પણ દાહ ઉપડે છે.
શરીરમાં ઉપડેલો એ દાહને શાંત કરવાનો એક જ ઉપાય હતો, મલ્હાર રાગ ગાઇને વરસાદ વરસાવવો!!!

તાનસેન મલ્હાર રાગ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતા ન હતા એટલે પહેલા તો તેમણે અકબર બાદશાહને દિપક રાગ ગાવાની સવિનય ના પાડી,

પણ અકબર બાદશાહે જીદ કરી એટલે એમણે દિપક રાગ ગાયો અને દિવડાઓ એ રાગ થકી પ્રગટી ઉઠયા.
એ સાથે જ તાનસેનના શરીરમાં પણ અગન ઉપડયો.
તાનસેન પોતાના શરીરમાં ઉપડેલા એ અગનઝાળને શાંત કરવા મલ્હાર રાગ ચોક્કસાઇપૂર્વક ગાઇ શકતી વ્યકિતની શોધમાં નીકળ્યા.
યોગ્ય વ્યકિતની શોધ કરતાં-કરતાં તાનસેન વડનગર પહોચ્યા અને રાત થઇ હોવાથી શર્મિષ્ઠા તળાવે મુકામ કર્યો.
વહેલી સવારે ગામની બહેનો શર્મિષ્ઠા તળાવમાં પાણી ભરવા માટે આવવા લાગી.

તાના-રીરી પણ આવી.
રીરીએ પાણીનો એક ઘડો ભર્યો જયારે તાના પાણીનો ઘડો ભરતી હતી અને ફરી પાછી ઘડાનું પાણી તળાવમાં પાછું ઠાલવતી હતી.
તાના બહેન આ તું શું કરે છે?"કુતુહલવશ રીરીએ તાનાને પુછયું.
'રીરી, હું ઘડામાં પાણી ભરૂં છું ત્યારે પાણી ભરવાનો અવાજ આવે છે, એ અવાજ મલ્હાર રાગ જેવો નીકળશે ત્યારે જ હું ઘડો પાણીથી ભરીને ઘરે લઇ જઇશ."તાનાએ પોતાની બહેનને જવાબ આપ્યો.
તાનાએ અલગ-અલગ રીતે ઘડામાં પાણી ભર્યુ અને જયારે મલ્હાર રાગ જેવો પાણી ભરવાનો અવાજ આવ્યો ત્યારે તે ખુશ થઇ અને ઘડો માથા ઉપર મુકયો.

શર્મિષ્ઠા તળાવના કિનારે તાનસેન એ બન્ને બહેનોને નિહાળી રહ્યા હતા.
તાનાની વાત સાંભળીને તેને હાશકારો થયો.
'હું જે વ્યકિતની શોધમાં છું એ તો આ બે બહેનો જ છે.

 જે વ્યકિત પાણી ભરવાના અવાજને મલ્હાર રાગની સાથે સરખામણી કરી શકે તે મલ્હાર રાગ તો ચોક્કસાઇપૂર્વક ગાઇ શકે જ."
તાનસેન આમ વિચારતો એ બન્ને બહેનો પાસે ગયો અને પોતે એક બ્રાહ્મણ છે એવી ઓળખાણ આપી
પોતાના શરીરમાં લાગેલી અગનદાહ વિશે વાત કરી.
એ અગનદાહને શાંત કરવા એ બન્ને બહેનોને મલ્હાર રાગ ગાવાની તાનસેને વાત કરી.
તાના-રીરીએ પોતાના પિતાની સંમતિ લઇને તળાવ પાસે આવેલા હાટકેશવર મહાદેવના મંદિરમાં મલ્હાર રાગ ગાવાની શરૂઆત કરી.
તાનપુરાના તાર ઉપર નાજુક કોમળ આંગળીઓ રમવા લાગી.
તાના-રીરીએ મેઘ મલ્હાર છેડયો અને થોડી જ વારમાં મેઘ વરસી પડયો.
તાનસેનના તન અને મનનો અગનદાહ શાંત પડયો.
તાનસેન એ બન્ને બહેનોનો આભાર માન્યો.
તાના-રીરીએ આ બાબતની વાત કોઇને ન કરવાનું તાનસેન પાસેથી વચન લીધું.

થોડા સમય બાદ તાનસેન અકબરના દરબારમાં ફરી હાજર થયો ત્યારે તેના અગનદાહને શાંત પડેલો જોઇને
અકબરે તેને પુછયું,'તાનસેન તમે તો કહેતા હતા ને કે તમારા શરીરનો અગનદાહ શાંત પડી શકે તેમ નથી તો આ ચમત્કાર કેમ થયો?"
વચનથી બંધાયેલા તાનસેને અકબર બાદશાહને ખોટી વાત કરી.
બાદશાહને સંતોષ થયો નહી એટલે એમણે તાનસેનને મૃત્યુદંડની સજાની બીક બતાવી
ત્યારે તાનસેને સાચી વાત જણાવી દીધી.
તાનસેનની વાત સાંભળીને અકબરે તાના-રીરીને માનભેર પોતાના દરબારમાં લાવવાનો હુકમ કર્યો.
સેનાપતિઓ તાના-રીરીને દિલ્હી લાવવા માટે વડનગર આવ્યા.
સેનાપતિઓએ બાદશાહની ઇચ્છા જણાવી પણ તાના-રીરીને કશું અઘટિત લાગતાં દિલ્હી આવવાની ના પાડી.
આથી સેનાપતિઓ તાના-રીરીને બળજબરથી દિલ્હી લઇ જવા દબાણ કરવા લાગ્યા.
બન્ને બહેનોએ મનોમંથન કરી આત્મબલિદાનનો માર્ગ અપનાવ્યો.
ઇષ્ટદેવની પુજા કરી બન્ને બહેનોએ અગ્નિસ્નાન કર્યુ.
તાના-રીરી વિશે તાનસેનને વાત જાણવા મળી ત્યારે તેને ખૂબ જ આઘાત લાગ્યો.
તાનસેને એ બન્ને મહાન બહેનોના માનમાં 'નોમ....તોમ....ઘરાનામા...તાના-રીરી..."આલાપ જગતભરમાં પ્રસિદ્ઘ કર્યો.

આજે પણ સંગીતજ્ઞો કોઇપણ આલાપને ગાવાનું શરૂ કરે એ પહેલા નોમ....તોમ....ઘરાનામા...તાના-રીરી...આલાપ ગાઇને તાના-રીરીને શ્રદ્ઘાંજલી અર્પિત કરે છે.
વડનગરમાં તાના-રીરીની દેરીઓ આજે પણ હયાત છે.

શર્મિષ્ઠા તળાવ પાસે આવેલા તાના-રીરી બગીચામાં તાના-રીરી શાસ્ત્રીય સંગીતનું આયોજન કરવામાં આવે છે જેને હજારો દર્શકો દર વર્ષે માણે છે...!!


                                           સંકલિત......                                ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ