Friday, July 25, 2014

આપણી વાત .....

૨૫.૦૭.૨૦૧૪.....આપણી વાત.....દિવ્યભાસ્કર ...કાળાશ પૂર્તિ માંથી સાભાર....વર્ષા પાઠક....
બોધ કથા-૦૫..માનવ સેવા


તા.૨૫.૦૭.૨૦૧૪.....બોધ કથા -05-માનવ સેવા 
વરસો પહેલાંની વાત છે. સંતનગરમાં એક પ્રસીદ્ધ મહાત્મા સંત જ્ઞાનેશ્વર પોતાનો આશ્રમ બાંધીને રહેતા હતા. એક દીવસ સવારે પુજાપાઠ કર્યા બાદ તેઓ આશ્રમની સામે જ વહેતી નદીકીનારે ભ્રમણ કરી રહ્યા હતા. અચાનક તેમને બાળકની ચીસો સમ્ભળાવા લાગી. જ્ઞાનેશ્વરની નજર નદીમાં ડુબતા બાળક પર પડી. તેમણે ક્ષણભરનોયે વીચાર કર્યા વગર નદીમાં ઝમ્પલાવ્યું. બાળકને બચાવીને જ્યારે તેઓ બહાર નીકળી રહ્યા હતા ત્યારે તેમણે જોયું કે નદીકીનારે એક સાધુ ધ્યાનમાં મગ્ન બેઠા હતા. મહાત્માએ તે સાધુને બોલાવ્યો, સાધુએ આંખો ખોલી અને મહાત્મા જ્ઞાનેશ્વરની નજર સમક્ષ જોઈને તરત પ્રણામ કર્યા. મહાત્માએ સાધુ ને પુછ્યું, ‘‘ વત્સ, તું અહીં શું કરી રહ્યો છે ?’’ સાધુએ કહ્યું, ‘‘મહારાજ, હું ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.’’ મહાત્માએ પુછ્યું, ‘‘શું તારું મન એમાં લાગે છે ?’’ સાધુએ કહ્યું, ‘‘મહાત્માજી, ધ્યાનમાં મન તો નહોતું લાગતું. મન તો અહીંતહીં ભટકતું હતું !’’ સંતે પુછ્યું, ‘‘તને આ બાળકની ચીસો સમ્ભળાઈ હતી ?’’ ‘‘હા મહારાજ, પણ ત્યારે તો હું ધ્યાન ધરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.’’
સાધુની વાત સાંભળી સંત જ્ઞાનેશ્વરે તેને સમજાવતાં કહ્યું, ‘‘વત્સ, તું ધ્યાનમાં કેવી રીતે સફળ થઈ શકે ? ભગવાને તને કોઈની સેવા કરવાની તક આપી અને એ જ તો તારું પહેલું કર્તવ્ય હતું. જો તેં આ કર્તવ્યનું પાલન કર્યું હોત તો ધ્યાનમાં કદાચ મન લાગી જાત. ભગવાને રચેલી સૃષ્ટીરુપી બગીચો બગડી રહ્યો છે. સૃષ્ટીનો આનંદ માણવો હોય તો પહેલા આ બગીચાને સજાવતાં શીખો.’’ સાધુએ મહાત્માના પગ પકડી લીધા અને કહ્યું, ‘‘મહારાજ, તમે મને જીવનનું રહસ્ય કહી દીધું.’’
બોધ:
જો તમે માનવમાત્રની સેવા નથી કરી શકતા તો પુજાપાઠ વ્યર્થ છે. દરેક મનુષ્ય ભગવાનની જ છબી છે. માટે મનુષ્યની સેવા જ ભગવાનની સાચી સેવા છે. (લેખકનું નામ આપ્યું નથી.) 

સંકલિત 

Thursday, July 10, 2014

બોધ કથા- ૦૪...હનુમાનજી અને નારદ

૧૦.૦૭.૨૦૧૪.....બોધ કથા ....૦૪

હનુમાનજી અને નારદ


એક વાર નારદજી ફરતા ફરતા સ્વર્ગ લોક માં જઇ ચડ્યા.
ભગવાન હાજર ન હતા.પરતું સિહાસન પાસે  ભગવાન ની એક ડાયરી પડી હતી.કુતુહલતા વશ નારદજીએ આ ડાયરી   જોવા માંડી.ડાયરી માં ભગવાને પોતાની અંગત વિગતો ટપકાવેલી હતી.આ ડાયરી માં ભગવાને પોતાના ખાસ ભક્તો ની યાદી પણ કરી હતી. નારદ નું પોતાનું નામ પ્રથમ સ્થાને જોઈ ખુબજ ખુશ થયાં.આખી યાદી જોઈ પરંતુ  હનુમાનજી નું નામ તેણે જોયું નહિ.નારદજી તો ખુશ ખુશાલ થઇ ગયા.પહોચ્યા હનુમાનજી પાસે.અંતરમાં આનંદ હોવાછતાં ગંભીર મુખ રાખી બોલ્યા ....અરે હનુમાનજી હુ તો આજે ખુબજ દુઃખી,દુઃખી થઇ ગયો છું. હનુમાનજીએ પૂછ્યું કેમ વળી?અરે ભક્તરાજ શું કહું તમને? આજે હું સ્વર્ગ લોક માં ગયો હતો ત્યાં. મે ભગવાન ના ખાસ ભક્તો ની યાદી જોઈ.....પરંતુ ...તમને શું કહું ? તેમાં તમારું તો નામ જ નહિ ....મારું નામ પ્રથમ હોવા છતાં મને જરા પણ આનંદ ના થયો.તમે તો રામ ભક્તિ માં તમારી જાત સમર્પિત કરી દીધી ,અને તમારું નામ લખવાની દરકાર પણ ભગવાને ના લીધી.
હશે ...હનુમાનજી એ કહ્યું ...હું કયા નામ લખાવવા પ્રભુ ની ભક્તિ કરું છું?પરતું હનુમાનજી નાં મન માં શંકા નો કીડો સળવળવા લાગ્યો કે --આમ કેમ?
આજે જયારે હનુમાજી રામજી ની સેવા કરાવા લાગ્યા ત્યારે રામજીને લાગ્યું કે સેવક આજે અસ્વસ્થ છે ,.
તેમણે હનુમાનજી ને પુછ્યું કે કેમ ભક્તરાજ તબિયત તો બરાબર છે ને?
હનુમાનજી-હાં મહારાજ
રામ-હનુમાનજી તમે કહો કે નાં કહો પરંતુ તમે આજે ચોક્કસ અસ્વસ્થ છો.
હનુમાનજી --- નાં..નાં..મહારાજ એ તો અમથુંજ.....
રામજીએ પોતાના સોગંધ દઇ હનુમાન ને દિલ ની વાત જણાવવા કહ્યું-
ત્યારે હનુમાનજીએ નારદજી એ કહેલ ડાયરી ની વાત કહી.
રામજી ખડખડાટ હસી પડ્યા ......
અરે ..ભક્તરાજ આટલીજ વાત છે ......નારદજીએ જોયેલી ડાયરી તો આમ ડાયરી છે ,તે સિવાય હું એક ખાસ નાની ડાયરી રાખું છું અને તેમાં માત્ર મને સમર્પિત ચાર પાંચ ભકતો  ના જ નામ રાખું છું...રામજીએ છાતીએ રાખેલ ડાયરી હનુમાનજી જોવા  ને આપી ........તેમાં પહેલું નામ હનુમાનજી નું હતું ....અ ડાયરી માં નરસિહ, મીરાં,કબીર,અને તુકારામ પણ હતા......

હનુમાનજી –ની આંખો માંથી આસુંઓ ની ધારા વહેવા લાગી...પ્રભુ ! મને માફ કરો ...મે પામરે આપના પર શંકા કરી ...........    

Wednesday, July 9, 2014

બોધ કથા--૩


૦૮.૦૭.૨૦૧૪ ...બોધ કથા--૩
An Inspirational Short Story with Wisdom
---------------------------------------------------------------------------------------------------------
I Wanted To Change The World  

By Unknown Monk, 1100 A.D. When I was a young man, I wanted to change the world.I found it was difficult to change the world, so I tried to change my nation.
When I found I couldn’t change the nation, I began to focus on my town. I couldn’t change the town and as an older man, I tried to change my family.
Now, as an old man, I realize the only thing I can change is myself, and suddenly I realize that if long ago I had changed myself, I could have made an impact on my family. My family and I could have made an impact on our town. Their impact could have changed the nation and I could indeed have changed the world.”

FOOD FOR THOUGHT:

“After you’ve done a thing the same way for two years, look it over carefully. After five years, look at it with suspicion. And after ten years, throw it away and start all over. ” Alfred Edward Perlman


“All changes, even the most longed for, have their melancholy; for what we leave behind us is a part of ourselves; we must die to one life before we can enter another.” Anatole France


“Growth is the only evidence of life.” John Henry Newman
“If nothing ever changed, there’d be no butterflies.” Author Unknown
“When we are no longer able to change a situation, we are challenged to change ourselves.” Victor Frankl

Tuesday, July 8, 2014

બોધ કથા.(૨)....મારું કોઈ નથી


૦૮.૦૭.૨૦૧૪ બોધ કથા.....મારું કોઈ નથી .

બોધકથા

એક માણસ સાધુ પાસે ગયો. તેણે કહ્યું કે, “મારું કોઈ નથી.સાધુએ પૂછયું કે, “કેમ તારી પાસે મા-બાપ, ભાઈ-બહેન, સગાં-વહાલાં, મિત્રો, પાડોશીઓ, સાથે કામ કરતા લોકો નથી?” પેલા માણસે કહ્યું, “બધાં છે પણ મારા કોઈ નથી. બધા નક્કામા છે. મારું કોઈ નથી.આ વાત સાંભળીને સાધુએ સવાલ કર્યા કે, “હવે તું મને કહે કે તું કોનો છે?” યુવાન પાસે તેનો જવાબ ન હતો. સાધુએ કહ્યું કે, “સાચી વાત એ છે કે બધાં જ તારા છે પણ તું કોઈનો નથી. તારા લોકોને થોડોક પ્રેમ તો કરી જો, તારા લોકો આપોઆપ તારા થઈ જશે.કોઈના થયા વગર આપણે કોઈને આપણા ન કરી શકીએ.