Wednesday, September 29, 2010

Joy of giving week celebrations-----Mrs.Kiran

28.09.2010
Joy of giving week celebrations-----26.09.2010 to 02.10.2010









२६.०९.२०१०


नमस्कार…!

"जोय ऑफ़ गिविंग" अथार्त देने में आनंद या ख़ुशी
दोस्तों "देने का” यानि दान का महत्त्व ऐवं उसकी प्रशस्ति हमारी भारतीय संस्कृति की नीव सामान रही हे
देनेमे जो ख़ुशी छुपी होती हे, उस ख़ुशी को बयां शायद चंद लब्जो में कर पाना मुस्किल ही नहीं, नामुमकिन हे
अगर हम इतिहास के पन्ने टटोले, तो हमें ऐसी कई सारी महान विभूति मिल जाएगी जिन्होंने "जोय ऑफ़ गिविंग" को अपना जीवन मंत्र बना लिया था
उस यादी में हम विना संदेह सर्वप्रथम नाम रख सकते हे : युगोस्लावियेका की मूल निवासी मधर टेरेसा का उन्होंने अपने जीवन के उतरार्ध में भारत में बसकर निराश्रितों की निस्वार्थ सेवा की
उन्होंने उन लाचार लोगोको एक "माँ " सी ममता दी
उसके बाद वो मधर टेरेसा के नाम से जानी गई
कोई भी क्षेत्र हो : चाहे वो शिक्षण जगत हो, कला जगत हो, संगीत जगत हो, या खेल जगत हो कई हस्तियोने निस्वार्थ भावसे अपने शहर, राज्य, देश और पुरे विश्वको कुछ न कुछ दिया हे
खेल जगत से जुडी हुई ऐक ऐसी शख्सियत जिन्होंने सितम्बर ४,१९६२ को बड़ोदा में जन्म लिया और फिर क्रिकेट जगत को विकेट कीपर के रुपमे राष्ट्रीय और अंतर राष्ट्रीय स्तर पर अपना योगदान देते रहे
५ दिसम्बर १९८४ में वन-डे इंटर नेशनल में अपना कदम रखने वाले किरण मोरेजी ने अपनी चपलता और काबिलियत की वजह से विकेट के पीछे जान सी ला दी थी
यह महान क्रिकेटर आज भी क्रिकेट प्रशिक्षण का कार्य करके हजारो वच्चो को तैयार कर रहे हे
यह भी उनके बड़ोदा की जनता को देने की उमदा भावना का ही फल स्वरूप हे
में किरण.., श्रीमान किरण मोरेजी का हमारी पुरे "पोद्दार परिवार" की और से दिलसे स्वागत ऐवं अभिवादन करती हु
धन्यवाद

(Mrs Kiran Nirupam Avashia)



Tuesday, September 28, 2010

Joy of giving.........Mrs. Kiran Avashia

૨૭.૦૯.૨૦૧૦


આજે Joy of giving સપ્તાહ ની ઉજવણી નિમિતે podar world school...વડોદરા નાં સાવ જ નાનાં નાનાં ભૂલકાઓ એ યોજેલ ભવાઈ શો .....




भवाई

(રંગલો અને રંગલી સ્ટેજ પર)

રંગલો : રંગલી અલી ઓં રંગલી ......


ચ્યાં હાલી ગઈ આ મારી રંગલી .....??


રંગલી : આ રહી બોલ રંગલા શું કે’તો તો ?


રંગલો : “લાંબો ડગલો મૂછો વાંકડી , શિરે પાઘડી રાતી,


ભલે લાગતો ભોળો (૨) ,પણ હું છેલછબીલો ગુજરાતી,


તન છોટું પણ મન મોટું છે, ખમીરવંતી જાતિ,


ભલે લાગતો ભોળો પણ છેલ છબીલો ગુજરાતી,


તા..તા..થૈયા... થૈયા...તા...થઈ..........!!”


वातो वातो में मेने भवाई शरु कर दी पर विदूषक कहा?


हा, कहा हे विदूषक? विदूषक आता हे I


अरे विदूषक? हमें भवाई करनी हे पर कौनसे विषय पर भवाई करे ये समज में नहीं आता हे


अरे.......रंगला .... ये अभी २६ सितम्बर से २ अक्टूबर तक “जोय ऑफ़ गिविंग” सप्ताह चल रहा हे तो वो ही विषय लेले I


रंगली ....ये सही बात हे I … मगर भवाई शरु करने से पहले गणेशजी को याद कर ले I


रंगलो .... हा हा ... हर अच्छे कम के पहले गणेशजी को तो याद करना ही चाहिए I


વિદુષક : ” આવે છે રે આવે છે ગણેશ દુંદાળા આવે છે,


હે.....રિધ્ધિ સિધ્દ્ધી જેની રાણી છે એ ગણેશ દુંદાળા આવે છે,


દુંદાળો દુઃખ ભંજનો સદાય બાળ વેશ,


પરથમ સમરિયે,ગૌરી પુત્ર ગણેશ ને જી રે,”


તા..તા..થૈયા... થૈયા...તા...થઈ..........!!”


रंगला : अरे ! ओ रंगली, तुजे पता है हम ये “देने की ख़ुशी सप्ताह” क्यों मना रहे हे ?


रंगली : नही , तो ये देने की ख़ुशी क्या होती है ?


रंगला : देख ये पेड़,देख ये चाँद,ते सूरज देख,ये नदी देख,ये हवा की लहरे महसूस कर !


रंगली : वो सब तो में हररोज देखती हूँ और डंडी ठंडी हवा का आनंद भी लेती हूँ !


रंगला : मगर तूने ये सब देखा है,तो उनसे कुछ सिखा की नही ?


ये प्रकृति हमे शिखाती है की हमे लेने की जगह देना चाहिए !


और रंगली जो मज़ा देने में है,वो लेने में कहाँ ?


रंगली : हाँ , रंगला तूने सही कहा, कल मुजे भूख लगी थी और में केला खाने जा रही थी,


इतने में एक भूखा बच्चा आया तो मेने उसे केला दे दिया तो मुजे बहुत ख़ुशी हुई !


रंगलो : अरे ! रंगली किसी को खुश करना तो इश्वर की इबादत से भी नेक काम है !


बादल दादा ने जब आकर,


धरती माँ की प्यास बुझाई।


झूम उठे तब बाग-बगीचे,


पौधों ने ली फिर अँगड़ाई।


सूर्य-किरण औ' नन्ही बूँदें,


खेल रही हैं आँख-मिचोली।


इंद्रधनुष भी नीलगगन में,


सजा रहा सुंदर रंगोली।

रंगलो : Let us not be satisfied with just giving money. Money is not enough, money can be got, but they need your hearts to love them. So, spread your love everywhere you go.

(શ્રીમતી કિરણ અવાશિયા )

Sunday, September 26, 2010

WHAT is it that's hard to break???...... સંકલિત

૨૫.૦૯.૨૦૧૦


આજે .........WHAT is it that's hard to break???

Diamonds are hard to find but not hard to Break.

What is the hardest thing to break then?

The answer is: HABIT!

If you break the H, you still have A BIT. If you break the A, you still have BIT. If you break the B, you still have IT!
Hey, after you break the T in IT, there is still the 'I'.
And that (I) is the root cause of all the problems. Isn’t it right?!

Now you know why HABIT is so hard to break…. Its destiny is in its name!

Friday, September 24, 2010

મૃત્યુ.........સંકલિતઃ

 ૨૩.૦૯.૨૦૦૯
ગઈ કાલે માતૃતુલ્ય વડીલ ને અલવિદા કરી.... ,આજે મૃત્યુ ને યાદ કરીએ .............

"હર પળે, હર કાર્યમાં ‘ને હર સ્થળે આવે સ્મરણ;

જ્યાં જ્યાં નજર અમારી પડે, ત્યાં ત્યાં સંભારણાં આપના;

આંસુંભરી આંખો મહીં યાદ ભરી છે આપની."



"જીવન એનું એ છે, મરણ એનું એ છે,

વિસ્તરતું જતું ક્ષણનું રણ એનું એ છે

બધાં દુઃખનું ઓસડ આ દહાડા, ખરું! પણ-

હૃદયમાં જખમનું સ્મરણ એનું એ છે!"



“સૂયૅ નહી પરંતુ સ્મૃતિ ઉગે છે, શ્રધ્ધા નું કદિ શ્રાધ્ધ હોય નહી.”


“મોત તારી કારી નિષ્ફળતા,

ઘડીભર જોઈ લે,

કેટલા હૈયે સ્મરણ,

મારા બિછાવી જાઉં છુ.”


એ મુસાફર હશે એકલો. - હરીન્દ્ર દવે

લ્યો, રવાના થયો

દૂરની સફર પર શ્વાસનો કાફલો.

સ્નેહીઓનાં નયન સ્હેજ ઝાકળભીનાં

સમયના સૂર્યના તાપથી સૂકશે;

સ્હેજ થંભી, સમાચાર પૂછી લઈ

રાહદારી રવાના થશે;

અગ્નિના વાહને દેહ સોંપી દઈ

સૌ સગાં પણ જશે,

માર્ગ મુશ્કેલ આરંભ પામે ત્યહીં

એ મુસાફર હશે એકલો.

લ્યો, રવાના થયો

દૂરની સફર પર શ્વાસનો કાફલો.


મૃત્યુ અનિવાર્ય છે છતાં અકળ છે એટલે એ મનુષ્યજાતને આદિમકાળથી સતત આશ્ચર્યચકિત કરતું રહ્યું છે. એની અનુભૂતિ ગોપનીય છે એટલે જ એના રહસ્યના દરિયામાં મરજીવા થઈ કવિ સતત ડૂબકી મારતા આવ્યા છે અને ફલતઃ આપણને ક્યારેક પ્રાપ્ત થાય છે આવી ઉત્તમ સંવેદનશીલ કૃતિ.

જીવતા અને મરેલા માણસ વચ્ચે દેખીતો ફેર છે શ્વાસની હાજરી અને ગેરહાજરીનો. (આત્માનું આવાગમન તો કોણે જોયું જ છે?) એટલે જ કવિ લ્યો કહીને (અલ્પવિરામ સાથે) પોરો ખાઈને કહે છે કે હવે શ્વાસનો કાફલો દૂ…રની સફર પર જવા રવાના થયો છે. સ્નેહીઓના આંસુ તો સમય સાથે સૂકાઈ જ જવાનાં છે એટલે કવિ એના માટે ઝાકળ-સૂર્યનું સુંદર કલ્પન પ્રયોજે છે. આપણા ગયા બાદ પણ સૃષ્ટિનું ચક્ર અનવરુદ્ધ અને અનવરત ચાલુ જ રહેવાનું છે…

Tuesday, September 21, 2010

ફોટો બોલે છે સ્પર્ધા ક્રમાંક-૩”

૨૧.૦૯.૨૦૧૦


આજે જગત ના "વિચાર જગત" બ્લોગ ની પોસ્ટ..............

20SEP2010

આ સાથે “સ્પીકબિન્દાસ” દ્વારા આયોજિત ” ફોટો બોલે છે સ્પર્ધા ક્રમાંક-૩” નું પરિણામ રજૂ કરું છું.

(ફોટોગ્રાફર: ઉમેશ સોલંકી, અમદાવાદ. ઇમેઇલ: umeshsol@gmail.com, umlomjs@gmail.com. ઉમેશ સોલંકીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઇન જર્નાલિઝમ કરેલ છે. તેમને પાડેલ ફોટોગ્રાફ્સ ખરેખર માણવાલાયક તો હોય જ છે પણ સાથે સાથે આપણને વિચારતા કરી મુકે છે જે તેમની ખાસીયત છે. તેમનો ફેવરીટ ક્વોટ છે “Live in the present with sorrow or happiness whatever it is, don’t try to change it, enjoy both” આપ તેમનો બ્લોગ http://nirdharumesh.blogspot.com/ પણ નિહાળી શકશો.)



“જગતભાવ માનતું હશે એને અભાવ,


પણ મા નો એ સાડલો મારું તો ભાવજગત.”


- જગત અવાશિયા

સ્પર્ધાનું પરીણામ – તા. ૨૦/૯/૨૦૧૦

સ્પર્ધકનું નામ – વિજય ક્રમ પ્રમાણે વિજેતા એન્ટ્રી

પ્રથમ – વિશ્વદીપ બારડ

સાડી ફાડી કરી છે બારી..એ તો મા ની છાતી છે..કોણ જાણશે?

તરસી નજર એ બાળની ઝંખે છે દુધનું એક ટીંપુ..કોણ જાણશે?

મા ક્યાં છે? કરતી હશે કાળી મજુરી બિચારી,..કોણ જાણશે?

તુજ છે આ ભાવિ-ભારતનો એક રઝળતું પાનું..કોણ જાણશે?

દ્વિતિય – કુંજ પાલન

“આ મારૂ ઘર ને આજ મારા ઘરની બારી જેમાથી દેખાઇ એક વિશાળ દુનિયા”

તૃતીય – જગત નિરુપમ અવાશિયા

“જગતભાવ માનતું હશે એને અભાવ,

પણ મા નો એ સાડલો મારું તો ભાવજગત.”

વધુ માહિતી જાણવા નીચેની લીંક પર જવા વિનંતી :

( આભાર સહ : http://gujarati.speakbindas.com/photo-bole-chhe-3/#comments )

Monday, September 20, 2010

અતિ ખરાબ પણ અંતિમ હોતું નથી...એક ઈ-મેઈલ માંથી

૧૯.૦૯.૨૦૧૦ આજે .............
અતિ ખરાબ પણ અંતિમ હોતું નથી..


મૃત્યુના મસ્તીભર્યા ગીતો સુણાવી જાય છે,

જિંદગી પણ કયારેક ગેલમાં આવી જાય છે.

- શૂન્ય પાલનપુરી
એક ધનવાન માણસ હતો. દરિયામાં એકલા ફરવા તેણે બોટ વસાવી હતી. રજાના દિવસે તે પોતાની બોટમાં દરિયો ખુંદવા નીકળ્યો. મધદરિયે પહોંચ્યો ત્યાં દરિયામાં તોફાન આવ્યું. બોટ ડૂબવા લાગી. બોટ બચવાની કોઇ શકયતા ન લાગી ત્યારે એણે લાઇફ જેકેટ પહેરીને દરિયામાં પડતું મૂકયું. બોટ ડૂબી ગઇ. તોફાન પણ શાંત થઇ ગયું.
તરતો તરતો એ માણસ એક ટાપુ પર પહોંચી ગયો. ટાપુ ઉપર કોઇ જ ન હતું. ટાપુના ફરતે ચારે તરફ ઘૂઘવતા દરિયા સિવાય કંઇ જ નજરે પડતું ન હતું. એ માણસે વિચાર્યું કે મેં તો મારી આખી જિંદગીમાં કોઇનું કંઇ બૂરું કર્યું નથી તો પછી મારી હાલત આવી શા માટે થઇ? તેના મને જ જવાબ આપ્યો કે જે ઇશ્વરે તોફાની દરિયાથી તેને બચાવ્યો છે એ જ ઇશ્વર કંઇક રસ્તો કાઢી આપશે.દિવસો પસાર થવા લાગ્યા. ટાપુ પર ઉગેલા ઝાડ-પાન ખાઇને એ માણસ દિવસો પસાર કરતો હતો. થોડા દિવસમાં તેની હાલત બાવા જેવી થઇ ગઇ. ધીમે ધીમે તેની શ્રદ્ધા તૂટવા લાગી. ઇશ્વરના અસ્તિત્વ સામે પણ તેને સવાલો થવા લાગ્યા. ભગવાન જેવું કંઇ છે જ નહીં, બાકી મારી હાલત આવી ન થાય.ટાપુ ઉપર કેટલાં દિવસો કાઢવાના છે એ તેને સમજાતું ન હતું. તેને થયું કે લાવ નાનકડું ઝૂંપડું બનાવી લઉં. ઝાડની ડાળી અને પાંદડાની મદદથી તેણે ઝૂંપડું બનાવ્યું. એને થયું કે, હાશ, આજની રાત આ ઝૂંપડામાં સૂવા મળશે. મારે ખુલ્લામાં સૂવું નહીં પડે. રાત પડી ત્યાં વાતાવરણ બદલાયું. અચાનક વીજળીનાં કડાકા-ભડાકા થવા લાગ્યા. ઝૂંપડીમાં સૂવા જાય એ પહેલાં જ ઝૂંપડી ઉપર વીજળી પડી. આખી ઝૂંપડી ભડભડ સળગવા લાગી. એ માણસ સળગતી ઝૂંપડી જોઇ ભાંગી પડયો. ઈશ્વરને મનોમન ભાંડવા લાગ્યો. તું ઈશ્વર નથી, રાક્ષસ છો, તને દયા જેવું કંઇ નથી. તું અત્યંત ક્રૂર છો. હતાશ થઇને માથે હાથ દઇ રડતો રડતો એ માણસ બેઠો હતો.
અચાનક જ એક બોટ ટાપુના કિનારે આવી. બોટમાંથી ઉતરીને બે માણસો તેની પાસે આવ્યા. તેણે કહ્યું, અમે તમને બચાવવા આવ્યા છીએ. તમારું સળગતું ઝૂંપડું જોઇને અમને થયું કે આ અવાવરું ટાપુ પર કોઇ ફસાયું છે. તમે ઝૂંપડું સળગાવ્યું ન હોત તો અમને ખબર જ ન પડત કે અહીં કોઇ છે!એ માણસની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા. ઈશ્વરની માફી માંગી અને કહ્યું કે મને કયાં ખબર હતી કે તેં તો મને બચાવવા માટે મારું ઝૂંપડું સળગાવ્યું હતું!કંઇક ખરાબ બને ત્યારે માણસ નાસીપાસ થઇ જાય છે. હેલન કેલરે એક સરસ વાત કરી છે કે, જયારે ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી દે છે પણ આપણે મોટાભાગે બંધ થઇ ગયેલાં સુખના બારણાં તરફ જ જોઇને બેસી રહીએ છીએ. બીજી તરફ નજર જ નાખતા હોતા નથી.
સમય અવળચંડો છે. ઘણી વખત બધું જ આપણી મુઠ્ઠીમાં હોય એવું લાગે છે, અને ઘણી વખત સાવ ખાલી હાથમાં આપણી રેખાઓ પણ આપણને પારકી લાગવા માંડે છે. સમયમાં જ સમયની વ્યાખ્યા છુપાયેલી છે.
GOD IS GREAT

Saturday, September 18, 2010

ચાલાકી અને ચતુરાઇ-......... કૄષ્ણકાંત ઉનડકટ

૧૭.૦૯.૨૦૧૦


આજે ચાલાકી અને ચતુરાઈ પર એક મજાનો લેખ ..........

ચાલાકી અને ચતુરાઇ- કૄષ્ણકાંત ઉનડકટ

એક વખત એક ગ્રાહકે નોકર પાસે જઇને તેને સમજાવ્યું કે તું રોજ મૂરખ બને છે. આ વાત સાંભળીને ખડખડાટ હસતાં નોકરે કહ્યું કે, હું મૂરખ નથી, પણ જે દિવસે હું રૂપિયો ઉપાડીશને એ દિવસથી આ ખેલ બંધ થઇ જશે. મને બે પાવલી પણ નહીં મળે. શેઠને થશે કે નોકર તો બુદ્ધિવાળો છે, હવે આ ખેલ ન કરાય. શેઠ ભલેને નાટક કરે, મને તો રોજ બે પાવલી મળે છે ને! હવે તમે કહો જોઇએ કે આ બેમાંથી કોણ ચાલાક નથી? ચાલાકી વાપરવા જાવ ત્યારે સામેથી પણ ચાલાકી જ મળે છે…

દરેક માણસ સ્વભાવે ચાલાક છે. મગજમાં ચાલતું વિચારોનું મશીન ચાલાકીનું ઉત્પાદન કરતું રહે છે. માણસ મનમાં કોઇ ને કોઇ રમત રચે છે અને પછી એ રમત રમતો રહે છે. ક્યારેક જીતે છે અને ક્યારેક હારે છે.

માણસ જ્યારે ચાલાકીમાં જીતે ત્યારે પોતાને બુદ્ધિશાળી સમજવા લાગે છે પણ જ્યારે ચાલાકીમાં હારે ત્યારે પોતાને મૂર્ખ માનવા તૈયાર હોતો નથી. રમત છે, આવું તો થાય, એવું વિચારીને મન મનાવતો રહે છે.

ચાલાકી અને ચતુરાઇમાં જમીન-આસમાન જેટલો ફર્ક છે. ચાલાકીમાં દાવપેચ છે, ચતુરાઇમાં સમજદારી છે. ચાલાકીમાં કોઇને પાડી દેવાની દાનત છે, ચતુરાઇમાં કોઇનું બૂરું ન થાય અને બધાનું ભલું થાય તેવી ભાવના છે. ચાલાકી ક્યારેક જીતે છે પણ મોટા ભાગે હારે છે, ચતુરાઇ હંમેશાં જીતે છે. તકલીફ ત્યારે ઊભી થાય છે જ્યારે માણસ ચાલાકીને જ ચતુરાઇ સમજવા માંડે છે.

એક શેઠને ત્યાં એક નોકર કામ કરે. દુકાને કોઇપણ વ્યક્તિ આવે એટલે શેઠ બડાઇ ફૂંકે કે મારો નોકર સાવ ડોબો છે. હું ન હોઉ તો આખો ધંધો પડી ભાંગે. લોકો પુરાવો માગે એટલે શેઠ એક નુસખો અજમાવે. શેઠ એક હાથમાં એક રૂપિયો રાખે અને બીજા હાથમાં બે પાવલી રાખે.

નોકરને રાડ પાડીને બોલાવે અને કહે કે આ બેમાંથી તારે જે જોઇએ એ લઇ લે. નોકર હંમેશાં બે પાવલી લઇ લ્યે. શેઠ કહે, જુઓ કેવો ડોબો છે! બે સિક્કા જોઇને ઉપાડી લ્યે છે. તેને એટલી અક્કલ નથી કે આ એક સિક્કાની કિંમત પેલા બે સિક્કા કરતાં વધારે છે. ગ્રાહકો માની લ્યે કે શેઠનો નોકર ખરેખર બુદ્ધિનો બળદ છે.

એક વખત એક ગ્રાહકે નોકર પાસે જઇને તેને સમજાવ્યું કે તું રોજ મૂરખ બને છે. આ વાત સાંભળીને ખડખડાટ હસતાં નોકરે કહ્યું કે, હું મૂરખ નથી, પણ જે દિવસે હું રૂપિયો ઉપાડીશને એ દિવસથી આ ખેલ બંધ થઇ જશે. મને બે પાવલી પણ નહીં મળે. શેઠને થશે કે નોકર તો બુદ્ધિવાળો છે, હવે આ ખેલ ન કરાય. શેઠ ભલેને નાટક કરે, મને તો રોજ બે પાવલી મળે છે ને!

હવે તમે કહો જોઇએ કે આ બેમાંથી કોણ ચાલાક નથી? ચાલાકી વાપરવા જાવ ત્યારે સામેથી પણ ચાલાકી જ મળે છે. પોતાને ચાલાક સમજીને અંતે માણસ મૂરખ જ બનતો હોય છે. બધાને બસ સોગઠાં ગોઠવવાં છે. બને ત્યાં સુધી આવી વૃત્તિઓથી બચવું જોઇએ.

જિંદગી ચેસની રમત નથી, જિંદગી ચાલબાજી નથી. ચેસ ભલે બુદ્ધિશાળીની રમત કહેવાતી હોય પણ અંતે તેમાં સામેવાળાનાં પ્યાદાં મારવાની જ વૃત્તિ હોય છે. જીવનમાં આવી વૃત્તિ માણસને હિંસક બનાવતી હોય છે.

માણસ હિંસક પ્રાણી નથી. માણસ સંવેદનશીલ જીવ છે. જેટલી ચાલાકી ઓછી એટલી સહજતા વધારે. આજે તો રાજકારણમાં ન હોય એવો માણસ પણ પોલિટિક્સ રમતો રહે છે. તું તો જબરો પોલિટિશિયન છે યાર! એવું કોઇ કહે ત્યારે માણસ ફુલાઇને ફાળકો થઇ જાય છે.

ચાલાકીથી મળતી જીત અંતે તો એક પ્રકારની છેતરપિંડી જ છે. જે સાચું હોય એની જ જીત થાય એ જરૂરી છે અને આપણે જ દર વખતે સાચા હોઇએ એ જરૂરી નથી. હું ખોટો છું એ સ્વીકારવામાં જ ઘણીવખત સાચી જીત હોય છે. નક્કી આપણે કરવાનું હોય છે કે સત્યને જીતાડવું છે કે આપણે જીતવું છે?

છેતરપિંડી અને ચાલાકીની આવી જ એક ઘટનાને ‘બેસ્ટ લોયર ઓફ ધ યર’નો એવોર્ડ એનાયત થયો હતો. અમેરિકાની કોર્ટનો આખો કેસ બહુ જ રસપ્રદ છે. એક માણસે ખૂબ જ મોંઘી સિગારનું એક બોક્સ ખરીધું. આ માણસે સિગારનો વીમો ઉતરાવ્યો. વીમાના હેતુમાં એવું લખાયું કે, જો એક મહિનામાં આ સિગાર કોઇ કારણોસર સળગી જાય તો વીમા કંપનીએ વળતર આપવાનું.

વીમો લીધા પછી એક મહિનામાં આ માણસ બધી જ સિગાર મોજથી ફૂંકી ગયો. સિગાર પી ગયા પછી આ માણસે વીમા કંપની સામે વળતર મેળવવા દાવો ઠોક્યો. મારી બધી જ સિગાર સળગી ગઇ. મને વળતર આપો.

કોર્ટમાં કેસ ચાલ્યો. અદાલતે ચુકાદો આપ્યો કે વાત સાચી છે, બધી જ સિગાર સળગી ગઇ છે. વીમા કંપની દાવો ચૂકવે. અદાલતના આદેશ મુજબ વીમા કંપનીએ કોર્ટે કહેલાં નાણાં ચૂકવી દીધાં. પેલા માણસને થયું કે મારી ચાલાકી કામ કરી ગઇ. હું જીતી ગયો.

બીજા જ દિવસે વીમા કંપનીએ તેના પર છેતરપિંડીનો કેસ ઠોક્યો કે આ માણસે વીમાથી સુરક્ષિત વસ્તુને ઇરાદાપૂર્વક સળગાવી દીધી છે. કોર્ટમાં કેસ ચાલ્યો અને ઠગાઇના ગુનામાં તેની ધરપકડ થઇ! અદાલતે નોંઘ્યું કે, ચાલાકી અંતે આવું જ પરિણામ નોતરે છે!

માણસ માણસ સાથે રમત રમે ત્યારે અંતે માણસાઇ જ હારતી હોય છે. ચાલાકી અંતે નીચાજોણું જ કરાવે છે. રમત, પોલિટિક્સ, પ્રપંચ, કાવાદાવા અને ખટપટ ટાળો, નહીં તો કોઇ દિવસ સારા કામ માટે નવરાશ જ નહીં મળે!

- છેલ્લો સીન: પોતાના અંતરઆત્માના સંકેત અનુસાર ચાલવું તે યશસ્વી થવાનો સૌથી સહેલો ઉપાય છે. – હોમ

Thursday, September 16, 2010

પરિવાર................. અજ્ઞાત

૧૫.૦૯.૨૦૧૦


આજે........ પરિવાર કોને કહેવાય?


બંધારણ ન હોય પણ વ્યવસ્થા હોય,


સુચન ન હોય પણ સમજણ હોય,


કાયદો ન હોય પણ અનુસાશન હોય,


ભય ન હોય પણ ભરોસો હોય,


શોષણ ન હોય પણ પોષણ હોય,


કલેશ ન હોય પણ કદર હોય,


આગ્રહ ન હોય પણ આદર હોય,


સંપર્ક નહિં પણ સંબંધ હોય,


અને


સમજણ સાથે સર્જન હોય


એ જ સાચો પરિવાર કહેવાય


અજ્ઞાત



Monday, September 13, 2010

ચાર્લીચેપલીન .....................સંકલિત

૧૩.૦૯.૨૦૧૦


આજે ચાર્લી ચેપલીન નાં ત્રણ સંવેદના સભર વાક્યો...........સંકલિત

Charlie Chaplin's 3 Heart touching Statements






Nothing is permanent in this world, not even our troubles. . . . !


The most wasted day in life, the day in which, we have not laughed.


I like walking in the rain, becoz nobody can see my tears.





Saturday, September 11, 2010

જ્યોતિધામ – કરસનદાસ માણેક

૧૧.૦૯.૨૦૧૦


આજે માણીએ શ્રી કરસનદાસ માણેક ની અત્યંત સુંદર રચના
જ્યોતિધામ – કરસનદાસ માણેક
(મંદાક્રાન્તા છંદ)

મેં ગ્રન્થોમાં જીવનપથનાં સૂચનો ખોળી જોયાં,

ને તીર્થોનાં મલિન જળમાં હાડકાં બોળી જોયાં;

અંધારામાં દ્યુતિકિરણ એકાર્ધ યે પામવાને,

મંદિરોનાં પથ્થર પૂતળાં ખૂબ ઢંઢોળી જોયાં;

સન્તો કેરા કરગરી કરી પાદ પ્રક્ષાલી જોયાં;

એકાન્તોના મશહુર ધનાગાર ઉઘાડી જોયાં;

ઊંડે ઊંડે નિજમહિં સર્યો તેજકણ કામવાને,

વિશ્વે વન્દ્યા, પણ સકલ ભન્ડાર મેં ખોલી જોયાં !

ને આ સર્વે ગડમથલ નીહાળતાં નેણ તારાં


વર્ષાવંતા મુજ ઉપર વાત્સલ્ય પીયુષધારા;


તેમાં ન્હોતો રજપણ મને ખેંચવાનો પ્રયાસ,


ન્હોતો તેમાં અવગણનનાં દુ:ખનો લેશ ભાસ;


જ્યોતિ લાધે ફક્ત શિશુને એટલી ઉરકામ :


મોડી મોડી ખબર પડી, બા, તું જ છો જ્યોતિધામ !

Friday, September 10, 2010

તેઓં કહે છે...... .એક ઈ-મેઈલ માંથી સંકલિત

૦૯.૦૯.૨૦૧૦


આજે તેઓં કહે છે.......


Shakespeare.....



"Never Play With The Feelings Of Others Because You May Win The Game But The Risk Is That You Will Surely Loose The Person For Life Time".

"Laughing Faces Do Not Mean That There Is Absence Of Sorrow!

But It Means That They Have The Ability To Deal With It".

"Coin Always Makes Sound But The Currency Notes Are Always Silent.

So When Your Value Increases Keep Yourself Calm Silent"

Napoleon........



"The world suffers a lot. Not because of the violence of bad people,But because of the silence of good people!"


Einstein.........



"I am thankful to all those who said NO to me

Its Because of them I did it myself.."

Abraham Lincoln.........



"If friendship is your weakest point then you are the strongest person

in the world"


William Arthur.........



"Opportunities Are Like Sunrises, If You Wait Too Long You Can Miss Them".

Hitler.....


"When You Are In The Light, Everything Follows You,

But When You Enter Into The Dark, Even Your Own Shadow Doesn’t Follow You."








Dr Abdul kalaam........



"It Is Very Easy To Defeat Someone, But It Is Very Hard To Win Someone"

Dr. S.Radhakrishanan



“To handle yourself use your head, to handle others use your heart.”

“Character is on which the destiny of a nation is build.”


John F. Kennedy.......




“Ask not what your country can do for you; ask what you can do for your country.”

Wednesday, September 8, 2010

મંગલ મંદિર ખોલો..............નરસિંહરાવ દિવેટીયા

૦૭.૦૯.૨૦૧૦
આજે નરસિંહરાવ દિવેટીયા ની એક રચના.....યુવાન પુત્ર નલીનકાંત નાં અવસાન થી શોકગ્રસ્ત કવિની  ગુજરાતી  સાહિત્યની અમર કૃતિ .......

મંગલ મંદિર ખોલો





મંગલ મંદિર ખોલો,

દયામય ! મંગલ મંદિર ખોલો !

જીવનવન અતિ વેગે વટાવ્યું,

દ્વાર ઊભો શિશુ ભોળો;

તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,

શિશુને ઊરમાં લ્યો, લ્યો; … દયામય !

નામ મધુર તમ રટ્યો નિરંતર,

શિશુ સહ પ્રેમે બોલો;

દિવ્ય તૃષાતુર આવ્યો બાળક,

પ્રેમ અમીરસ ઢોળો … દયામય !

- નરસિંહરાવ દિવેટીયા

Monday, September 6, 2010

Teacher’s Day

૦૫.૦૯.૨૦૧૦
આજે ૫.સપ્ટેમ્બર ...ડો. રાધાક્રિષ્નન નો જન્મ દિવસ.





Teacher’s Day
Teachers’ Day is observed every year on September 5, to mark the birth anniversay of India’s former first Vice President Dr. Sarvepalli Radhakrishnan. Some of dr. Radhakrishnan students wanted to celebrate his birthday and in reply he said that instead of celebrating his birthday separately, he wanted everyone to observe this day at Teacher’s day. From then onwards, his birthday is observed as Teacher’s Day.

Happy Teacher’s Day!!!!!

Saturday, September 4, 2010

સારી નથી હોતી............ બરકત વિરાણી ...બેફામ ........ .

૦૪.૦૯.૨૦૧૦
આજે માણીએ બરકત વિરાણી ...બેફામ ને ........
સારી નથી હોતી
[ દુનિયામાં સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે જે સીધા, ભલા અને સચ્ચાઈના રાહે ચાલનારા હોય તેમને તકલીફો સહેવી પડે છે, તેમને મુસીબતો ઘેરી વળે છે, અને તેમની ડગલે ને પગલે કસોટી થાય છે. જ્યારે અન્યાય અને અધર્મનું આચરણ કરનાર જલસા કરતા દેખાય છે. ખુદાના આ અન્યાય સામે બેફામ અકળાઈ ઉઠે છે.
કેવી રીતે વીતે છે વખત, શું ખબર તને ?
તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી
એ શું કે રોજ કરે તું જ મારું પારખું
મેં તો કદીયે તારી પરીક્ષા નથી કરી
* * *
ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી
ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.
જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી
કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી .
- બરકત વીરાણી ‘બેફામ’

Friday, September 3, 2010

ગોવર્ધન કે બંસીધર?”...............................સંકલિત

૦૨.૦૯.૨૦૧૦


આજે જન્માષ્ટમી.....નંદ ધેર આનંદ ભયો જય કનૈયાલાલ કી.....    
ગોવર્ધન કે બંસીધર?”

                                                   “ વાંસળી ઊંચકે બબ્બે હાથ,

આંગળી એ પર્વત અધ્ધર!

કોણ હતું બહુ શકિતશાળી,

ગોવર્ધન કે બંસીધર?”
.................................સંકલિત

Thursday, September 2, 2010

ઝાકળ........................... ચિનુ મોદી “ઇર્શાદ”

01.09.2010….
આજે વાત ઝાકળ….ની      
                                                   ઝાકળ



"જાત ઝાકળની પણ કેવી ખુમારી હોય છે

કે પુષ્પ જેવા પુષ્પ પર મારી સવારી હોય છે."

- ચિનુ મોદી “ઇર્શાદ”