Thursday, September 29, 2011

લતા મંગેશકર


૨૮.૦૯.૨૦૧૧
આજે સ્વર સામ્રાજ્ઞી લતાજી નો જન્મદિવસ ........અનેક શુભેચ્છાઓ સહ ...........
લતા મંગેશકર


ભારત રત્ન લતા મંગેશકર (જન્મ સપ્ટેમ્બર ૨૮, ૧૯૨૯ ઇંદોર), ભારતની સૌથી ખ્યાતનામ ગાયીકા છે. તેમની કારકીર્દી છ દાયકા ચાલેલી છે. આમતો તેમણે બીનફીલ્મી ગીતો પણ ગાયાં છે, પણ તેઓને તેમની ખ્યાતિહિન્દી પાર્શ્વ ગાયિકા તરીકે મળી. પોતાની બહેન આશા ભોંસલે સાથે તેઓનું પ્રદાન હિન્દી ફિલ્મ સંગીત માં સૌથી મોટું ગણાય છે.
લતાજી એ ગુજરાતીગીતો પણ ગાયા છે. જેમાં
§  માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કેજોરે.....
§  દીકરી તો પારકી થાપણ કહેવાય ....
§  વૈષ્ણવ જનતો ....
§  હે કાનુડા તોરી ગોવાલણ ...
જેવા લોકપ્રીય ગીતો, ભજનો,પ્રભાતિયા નો સમાવેશ થાય છે.

Tuesday, September 27, 2011

થેંક યૂ મમ્મી..................


     ૨૬ .૦૯.૨૦૧૧
 આજે અંતર ના ઊંડાણ માંથી માત્ર..........થેંક યૂ   મમ્મી..................
થેંક યૂ   મમ્મી

મમ્મી ને થેંક યૂ કહેવું એટલે ધડકન માટે હૃદય નો,શ્વાસ માટે હવાનો ,પ્રકાશ માટે સૂર્ય નો અને સ્મિત માટે ખુશીનો આભાર માનવો .જો કોઈ આપણને પૂછી બેસે કે તમે ક્યારેય તમારી મમ્મી ને થેંક યૂ  કહ્યું છે,તો આપણે ચોક્કસ વળતો સવાલ પૂછીએ કે આ વળી કેવો સવાલ છે ? મમ્મીને કદી થેંક યૂ   કહેવાય ? મમ્મી ને થેંક યૂ   કહેવાની જરૂર ખરી? પણ આ સવાલ ખુબજ અગત્યનો છે. કોઈ પણ મા થેંક યૂ   ને પાત્ર છે. એટલું જ નહી એને એ મેળવવાનો  જન્મસિદ્ધ અધિકાર છે. એને આભારની લાગણી નહી પહોચાડવી એ એક જાતની નિષ્કાળજી છે.મા આપણા જીવન મા જે કાંઈ આપે છે એની નોંધ લેવા, એ તરફ કૃતજ્ઞતા વ્યક્ત કરવા આપણે શું કરીએ છીએ? આ એક વિચારવા જેવો મુદ્દો છે.શું એને પણ વળતાં પ્રેમની, હૂંફની, માવજતની  જરૂર  નથી હોતી? ભલે એ કોઈ પણ બદલાની ભાવના સાથે રાખ્યા વગર એનો સમગ્ર પ્રેમ એનાં સંતાનો પર વરસાવી દે ,પણ શું એનો અર્થ એ છે કે સંતાનો એની આ વૃતિ ને સામાન્ય ગણીને એનું કોઈ મૂલ્ય જ  ના સમજે?
માને સંતાનો પાસેથી અઢળક પ્રેમની આશા નથી હોતી ,પણ હૂંફની આશા તો હોયજ છે જ. સંતાનો બધું માને પૂછી પૂછીને ના કરે તો ચાલે, પણ કોઈ દિવસ માને ‘તું કેમ છે? એવું પૂછે એટલી આશા તો માને હોયજ છે.સંતાનો ગરમાગરમ ખાવાનું માને ન ખવડાવે તો ચાલે ,પણ જયારે માનું શરીરગરમ હોય ત્યારે ‘ તને શું થાય છે?’ એટલું માને પૂછે એટલી આશા તો માને હોયજ છે. સંતાનો આખો દિવસ માને ઊંચકી ઊંચકીને ના ફરે તો ચાલે પણ માનો ઘૂટણ જયારે દુખતો હોય ત્યારે એની કોઈ વસ્તુ ઊંચકીને એની જગ્યાએ મૂકી આપે એટલી આશા તો માને હોય છે જ. સંતાનો દરરોજ મા ની પાસે બેસીને રામાયણની ચોપાઇઓ ના સાંભળે તો ચાલે, પણ માને સ્પર્શતી કોઈ વાત હોય એ ધ્યાન દઈ સાંભળે એટલી આશા તો હોય છે જ.સંતાનો ભલે શબ્દો થી થેંક યૂ ના કહે પણ વર્તનથી કયારેક માતૃત્વનું ભિવાદન કરે એટલી આશા  તો માને હોય છે જ કારણ કે ,મા પણ આખરેતો માણસ છે.   
(થેંક યૂ  મમ્મી ...અમીષા શાહ......મૃગાંક શાહ......સંપાદકીય માંથી )

માતા સીતા હોય કે  તાટકા હોય,
માતા સતી હોય કે ગણિકા હોય,
માતા ગાય હોય કે વાઘણ હોય,
માતૃત્વ સદાય પવિત્ર જ હોય છે,
આ પૃથ્વી પર માતૃત્વ થી અધિક પવિત્ર
એવી કોઈ ઘટનાની માને જાણ નથી ,
પૃથ્વી પોતે પણ એક માતા જ છે !!!!
(  ગુણવંત શાહ ....... થેંક યૂ  મમ્મી ..માંથી સાભાર .....).
     .
Saturday, September 24, 2011

ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ : સૌમ્ય જોશી


૨૪.૦૯.૨૦૧૧
      આજે એક ખુબજ સુંદર કાવ્ય  શ્રી સૌમ્ય જોશીનું ...... ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ.........
ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ : સૌમ્ય જોશી.                                                                                                                              

આ સ્યોરી કહેવા આયો સું ને ઘાબાજરિયું લાયોસું.
હજુ દુ:ખતું હોય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી.
કે તીજા ધોરણમાં તારો પાઠ આવેસે.
હવે ભા ના પાડતાતા તોય સોડીને ભણાવવા મેલી મેં માંડમાંડ
તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે,
ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા.
હવે ભાની પર્શનાલીટી તને ખબર નહિં,
ઓંખ લાલ થાય એટલે સીધ્ધો ફેંસલો.
મને કે ઈસ્કૂલથી ઉઠાડી મેલ સોડીને,
આ તારા પાઠે તો પથારી ફેરવી નાંખી.
હવે પેલાએ ખીલા ઘોંચ્યા એ ખોટું કર્યું, એ હું યે માનું સું,
પણ એને થોડી ખબર કે તું ભગવાન થવાનો સું !
ને તીજા ધોરણમાં તારો પાઠ આવવાનો.
એનું તો ડોબું ખોવાઈ ગયું તે ગભરાઈ ગ્યો બિચારો.
બાપડાન ભા, મારા ભા જેવા હશે,
આ મારથી ચંદી ખોવાઈ ગઈતીને તે ભાએ ભીંત જોડે ભોડું ભટકાઈને
બારી કરી આલીતી ઘરમાં
તો પેલાનું તો આખું ડોબું જ્યું તારે લીધે,
દિમાગ તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલા.
વાંક એનો સી,
હાડી હત્તરવાર ખરો,
પણ થોડો વાંક તારોય ખરો ક નહિં,
હવે બચારો બે મિનિટ માટે ચ્યોંક જ્યો,
તો આંસ્યુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત
તો શું તું ભગવાન ના થાત?
તારું તપ તૂટી જાત?
હવે એનું ડોબું ઈનું તપ જ હતું ને ભઈ.
ચલો એ ય જવા દો,
તપ પતાઈને માત્મા થઈને બધાને ઉપદેશ આલવા માંડ્યો,
પછી એ તને ઈમ થયું કે પેલાનું ડોબું પાસું અલાવું?
તું ભગવાન, મારે તને બહુ સવાલ નહિં પૂછવા,
મું ખાલી એટલું કહુંસું.
કે વાંક બેયનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીને પેલો પાઠ કઢાયને ચોપડીમોંથી,
હખેથી ભણવા દે ન મારી સોડીને,
આ હજાર દેરા (જૈનદેરાસર) સી (છે) તારા આરસના,
એક પાઠ નહિં હોય તો કંઈ ખાટુંમોળું નહિં થાય,
ને તો ય તને ઈમ હોય તો પાઠ ના કઢાય બસ!
ખાલી એક લીટી ઉમારાઈ દે ઈમાં,
કે પેલો ગોવાળિયો આયોતો, સ્યોરી કહી ગ્યો છે,
ને ઘાબાજરિયું દઈ ગ્યો છે !
- સૌમ્ય જોશી
.
ગુજરાત સરકાર અને સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ ૨૦૦૭નો ગુજરાત યુવા ગૌરવ પુરસ્કાર સૌમ્ય જોષીને અર્પણ કરવામાં આવે છે.  
આપ સૌને, ભગવાન મહાવીરની એ વાત તો જરુર યાદ હશે જ કે તેઓ તપ કરતાં હતાં ત્યારે એક ભરવાડ તેમને ડોબું ( ભેંસનું બચ્ચું) સાચવવાનું કહે છે. પ્રભુ તો તપમાં તલ્લીન, ડોબું તો ત્યાંથી જતું રહે છે અને ક્રોધિત ભરવાડ તેમનાં કાનમાં ખીલા ખોસી દે છે. આ જ વાતને આપણે તીજા (ત્રીજા) નહિં તો પાંચમા કે સાતમા ધોરણમાં ભણેલાં પણ હવે જેઠા ભરવાડની સોડી (છોકરી,દીકરી) ને આ પાઠ ભણવામાં આવે છે અને  જેઠો ભરવાડ  રજૂ કરે છે તેની વાત ભગવાન મહાવીરને.  મહાવીરનું તપપેલા ભરવાડનું  ડોબું જ્યમ એનું તપ …  એમ જ સોડીને ભણાવવું  એ જેઠાનું તપ !
.
.
શબ્દાર્થ : ઘાબાજરિયું  બાજરી જેવી એક વનસ્પતિ જેને ઘા પર લગાડવાથી જલ્દી રુઝ આવે છે અને પાકતું નથી. ભા  મોટા કાકા અથવા દાદા. ભોડું માથું.
 આપણે પણ જેઠા ભરવાડ ની જેમ મહેતાજી ને........કાંઇક આમ કહીશું?
. આપણે
.
 .

આ સ્યોરી કહેવા આયો સું ને પ્રાયશ્રીત નું પોટલું  લાયોસું.
હજુ દુ:ખ લાગતું  હોય તો માફી માગવા આયો છું .
મારા છોડા એ ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
તો નરસિહ ને નાત બહાર  કરી ને કડવા વેણ કીધા ,
વાંક અમારો ,
હાડી હત્તરવાર ખરો,
પણ થોડો વાંક તારોય ખરો કે  નહિં, તું તો જમાનાથી  એક શતકો આગળ ,
તે જમાના નાં સમાજ માં તારી વાત નો મેળ ખાય ખરો ?
 

Friday, September 23, 2011

ટાઈગર નવાબ ઓફ પટૌડી


૨૩.૦૯.૨૦૧૧
મન્સુર અલીખાન પટૌડી.... ટાઈગરને ......શ્રદ્ધાંજલિ સહ...........
पटौदी साहब ने मेरी हर एक गेंद को बाउंड्री बाहर पहुंचा दिया था: अमिताभ
शुक्रवार, सितंबर 23, 2011,19:07 [IST]

मुंबई। क्रिकेट के ग्‍लैमर ब्‍वॉय और पटौदी रियासत के पूर्व नवाब, मंसूर अली खान पटौदी उर्फ 'टाइगर पटौदी' ने भारतीय क्रिकेट को रॉकस्‍टार की छवि दी थी। पटौदी साहब में तबला वादन का जो कौशल था उसका कोई जबाब नहीं था। जी हां यह‍ बात हम नहीं बल्कि बॉलीवुड के महानायक और शहशांह अमिताभ बच्‍चन ने अपने ब्‍लॉग में लिखा है। क्रिकेट की महान हस्‍ती के निधन की खबर सुनकर अमिताभ अचानक टाइगर पटौदी के साथ बिताये गई यादों में खो गये और ब्‍लॉग के माध्‍यम से संवेदना प्रकट की। 

अमिताभ ने पटौदी के साथ बिताये गये यादगार लम्‍हों को याद करते हुए कहा कि 'उन्‍होंने तो भारतीय क्रिकेट को रॉकस्‍टार की छवि दी थी।' अमिताभ ने अपने ब्‍लॉग में लिखा है कि यह बेहद ही दुखद खबर है कि टाइगर पटौदी हमारे बीच नहीं रहे। पटौदी के साथ बिताये गये पल मुझे याद आ रहे हैं। अमिताभ ने याद करते हुए कहा कि उनके विवाह में शामिल होना, उनके साथ क्रिकेट खेलना, उनका तबला वादन का कौशल और उनके साथ बिताई शामें याद आ रही हैं। 

अमिताभ ने कहा कि पटौदी गरिमामय, शांत, मृदुभाषी और हंसमुख थे जबकि क्रिकेट की पिच पर वह एक टाइगर जैसे थे। आपको बताते चलें कि अमिताभ न केवल पटौदी के मित्र थे बल्कि वह उनकी पत्नी शर्मिला टैगोर के नजदीकी सहयोगी भी थे। अमिताभ और शर्मिला ने 'चुपके चुपके' और 'विरुद्ध.. फेमली कम्स फर्स्ट' जैसी फिल्मों में साथ में काम किया। अमिताभ ने अपने ब्‍लॉग में लिखा है कि रिंकू दी (शर्मिला टैगौर) और मैंने कई फिल्मों में साथ कम किया। दरअसल जया की पहली बंगाली फिल्म में शर्मिला उनके साथ थीं। आज उन्हें अपने पति के जाने का दुख उठाना पड़ रहा है। अमिताभ ने पूरे परिवार के प्रति संवेदना प्रकट की।

अचानक अमिताभ ने ब्‍लॉग पर लिख दिया कि मुझे आज वह चैरिटी मैच याद आ रहा है जिसमें मैने पटौदी के खिलाफ खेला था। अमिताभ ने बताया कि य‍ह मैच ब्राबोर्न स्‍टेडियम में खेला गया था। नम आंखों से अमिताभ ने लिखा है कि मै पटौदी को गेंद फेंक रहा था और उन्‍होंने हर गेंद को बांउड्री लाइन के बाहर पहुंचाया था। 

उल्‍लेखनीय है कि भारतीय क्रिकेट टीम को विदेशी धरती पर पहली जीत से रुबरु कराने वाले मशहूर कप्‍तान और पटौदी रियासत के पूर्व नवाब, मंसूर अली खान पटौदी उर्फ 'टाइगर पटौदी' अब इस दुनिया में नहीं रहे। फेफड़े में गंभीर इंफेक्‍शन (इंटरस्टीशियल न्यूमोनाइटिस) के कारण गुरुवार को दिल्‍ली के गंगाराम अस्‍पताल में उनकी मौत हो गई। पटौदी ने गुरुवार की शाम साढ़े छह बजे अंतिम सांस ली। टाइगर के नाम से मशहूर 70 वर्षीय पटौदी के परिवार में पत्नी शर्मिला टैगोर (फिल्म अभिनेत्री), एक बेटा और दो बेटियां हैं। बॉलीवुड अभिनेता सैफ अली उन्हीं के बेटे हैं। उनकी बेटियों में सोहा बॉलीवुड अभिनेत्री जबकि दूसरी बेटी सबा ज्वैलरी डिजाइनर हैं।
Written by: Ankur
(From One India-Hindi)

Saturday, September 17, 2011


૧૬.૦૯.૨૦૧૧......... આજે વિશ્વ  ઓઝોન દિવસ


વિશ્વ ઓઝોન દિવસ

 વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે ૧૬ સપ્ટેમ્બરે ઉજવાય છે. ૧૯૯૫થી ૧૬ સપ્ટેમ્બરે દર વર્ષે ઓઝોન સ્તર સંરક્ષણ માટે વિશ્વ ઓઝોન દિવસ ઉજવાય છે. યુનાઇટેડ નેશન્સ, ઓઝોન સ્તરની સાચવણી માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે આ દિવસે  જાહેર કર્યો છે. આ દિવસે મોન્ટ્રેલ પ્રોટોકોલ પર હસ્તાક્ષર કરવામાં આવે છે.