Saturday, March 29, 2014

હૃદય સપર્શી વાત....ચંદ્રકાંત બક્ષી ....



૨૯.૦૩.૨૦૧૪.....આજે બક્ષી જી નિ  એક ખૂબજ હૃદયસ્પર્શી વાત........



Sunday, March 23, 2014

“ મૃત્યુ મરી ગયું રે લોલ.....”.


૨૩.૦૩.૨૦૧૪ ...આજે ક્રાંતિવીર ભગત સિહ નો શહાદત નો દિવસ 



૨૨.૦૩.૨૦૦૦ ના રોજ એસેમ્લી હોલ મા જગત ની સ્પીચ..... 




“ મૃત્યુ મરી ગયું રે લોલ.....”. 

મિત્રો,ન સમજાય તેવી વાત છે.ભલભલા શૂરવીર,બળવાન અને કાબેલ મનુષ્યો મૃત્યુ ની વાત આવે તો 
ઢીલાઢસ થઇ જાય છે. મૃત્યુ નો ડર લગભગ દરેક ને લાગે છે.અરે મૃત્યુ ની અંદેશો માત્ર માનવી ને 
પરસેવે રેબઝેબ કરી મૂકે છે. મૃત્યુ નો ખોફ ભયાનક છે.તો પછી આવા ભયાવહ મૃત્યુ નું પણ મૃત્યુ થાય છે ખરું?...હા ચોક્કસ થાય છે, પરંતુ ક્યારે?
કાંતિકારી ભગતસિંહ,સુખદેવ, અને રાજ્યગુરુ એ અંગ્રેજી સલ્તનત સામે “આઝાદી’’ ની ક્રાંતિ નું આહવાન કર્યું .ભગતસિંહ તો અંગ્રેજો ને આંખનાં કણ ની માફક ખૂંચતા હતા.આખરે અંગ્રેજો એ ત્રણેય મેં ફાંસી ની સજા આપી.ફાંસી નાં નિર્ધારિત સમયે જેલ નાં અધિકારીઓ એ આ યુવાનો ને કહ્યું -“ચાલો ” ત્યારે ભગતસિંહ એ કહ્યું-“અમને હાથકડી ન પહેરાવશો ,અમારો ચહેરો કાનટોપી થી ન ઢાંકશો.” ફાંસી ની ખોલી માંથી ત્રણેય યુવકો બહાર આવ્યા એકબીજા તરફ જોયું .લાગણી થી એકબીજાને ભેટ્યા.વચ્ચે ભગતસિંહ,જમણી બાજુ રાજ્યગુરુ,અને ડાબી બાજુ સુખદેવ, ભગતસિહ નાં હાથ સુખદેવ અને રાજ્યગુરુ નાં ખંભા પર હતા.ભગતસિંહ એ ફાંસી નાં માંચડા તરફ જતાં-જતાં જજ ને કહ્યું—“મહાશય,આપ સાચેજ ખુશ કિસ્મત છો, કારણ કે ભારત નાં ક્રાંતિકારીઓ કેવી રીતે પ્રસન્નતાપૂર્વક પોતાન મહાન આદર્શ માટે મોત ને ભેટે છે ,તે સગી આંખે જોઈ શકો છો...”
હાં,તો એ હતો ૨૩ મી માર્ચ ૧૯૩૧ નો એ એતિહાસિક દિવસ અને સાંજના ૭:૩૦ નો સમય કે જયારે આ ત્રણેય દેશભક્તો ફાંસી નાં ફંદા ને ચૂમી જાતે ગળામાં નાખ્યા હતા અને ત્રણજ મીનીટ પછી મા ભારતી નાં સપૂતો અનંત ની રાહ ના મુસાફરો બન્યા હતા. આ જે મોત હાર્યું હતું..... ખુમારી અને ખમીરી જીતી હતી .....અત્યાચાર અને અન્યાય હાર્યા, અને દેશભક્તિ અને કુરબાની ની જીત.....ભગતસિંહ રૂપી વિરાટ વ્યક્તિત્વ નો અંત ઇતિહાસ ની આંખ ને પણ ભીજવી ગયો. કોણ કહે છે-“ ભગતસિંહ મર્યા છે? ભગતસિંહ કદી મરતા નથી ....આજે તો મૃત્યુ જ મરી ગયું રે લોલ...” .અમર ભગતસિંહ આજે પણ ભારત ના પ્રત્યેક દેશ પેમી નાગરિકો ના હૃદય સિહાસન પર બિરાજિત છે.
“ હેં ફરીસ્તે ભી ફિદા જીન પર, યે વો ઇન્સાન થે ..”
અમર શહીદોને ને ભક્તિભાવ ભર્યા લાખ-લાખ વંદન સલામ .....
જયહિંદ
જગત અવાશિયા
એસેમ્બ્લીહોલ માં
૨૨.૦૩.૨૦૦૦
ધોરણ -૭


Monday, March 17, 2014

“ ભષ્ટ્રાચાર નાબૂદી એ ભારત માટે સ્વપ્ન કે શક્યતા?”


૧૭.૦૩.૨૦૧૪
ઇલેક્શન...૨૦૧૪ ની તારીખો જાહેર થઇ ચુકી છે...ચુંટણી નો  માહોલ તેજ થતો જાય છે...ભ્રષ્ટ્રાચાર એ એક અગત્યનો મુદ્દો બની રહ્યો છે....ત્યારે ચી. જગત ની ૨૦૦૧ ના વર્ષ (ધો.-૮) મા આપેલી સ્પીચ...
      Jagat's speech my script.....

ભષ્ટ્રાચાર નાબૂદી એ ભારત માટે સ્વપ્ન કે શક્યતા?
  માનનિય નિર્ણાયક ગણ,,ગુણિયલ ગુરુજનો,તથા,વ્હાલા વિદ્યાર્થી મિત્રો,
   ભષ્ટાચાર નાં ભોરિંગ માં આખોદેશ ફસાયો છે.આજ નાં સમાજ માં પ્રમાણિક હોવા બદલ ત્રાસ વેઠવો પડેછે.ચોતરફ કૌભાંડો ની પરંપરા સર્જાઈ છે.ભષ્ટાચાર એ તો શિષ્ટાચાર... બની ગયો છે,અને Corruption is a global phenomena..”જેવી માન્યતા પ્રબળ છે ત્યારે કોઈ પણ જાગૃત નાગરિક કે સંસ્થા હારી-થકી ને મૂઝવણ અનુભવે છે...અને અંતર નાં ઊંડાણ માંથી  આજ નાં વિદ્યાર્થી,આવતીકાલ નાં નાગરિક ને પૂછી બેસે છે કે- ભષ્ટાચાર નાબૂદી એ ભારત નાતે સ્વપ્ન છે કે શક્યતા?
હું માનું છું કે-આજે આપણે આ સભાખંડ માં વકૃત્વ સ્પર્ધા કે સારા વક્તા ને નંબર ૧,૨,...કે ૩ આપવા એકઠા થયા નથી.પરંતુ એક જાગૃત સંસ્થા,જગ્ર્ર્ત આયોજકો એ પૂછેલ ય્ષ પ્રશ્ન નો જવાબ આપવા ભેગા થયા છીએ.આયોજકો ને ઊંડે ઊંડે શ્રદ્ધા જ હશે કે-આ પ્રશ્ન નો જવાબ અને તે ફ હકારાત્મક જવાબ આજ નો વિદ્યાર્થી જ આપી શકશે.તો મિત્રો,ભષ્ટાચાર નાબૂદી એ ભારત માટે સ્વપ્ન જ નહી શક્ય છે.વિશ્વ માં કોઈ પણ વસ્તુ અશક્ય નથી જ.નેપોલીઅને કહ્યું છે છે-Impossible is a word to be found in dictionary of fools..” યુવાન શું નાં કરી શકે?—જો તુફાન સે ટકરાયે ઉસે ચટ્ટાન કહતે હે,ઔર જો ચટ્ટાન સે ટકરાયે ઉસે યુવાન કહતે હેં ...આજ થી ૭૦-૮૦ વર્ષ પહેલાં શસ્ત્ર વગર અંગ્રેજ હકુમત ને હાંકી કાઢી શકાય,અને આઝાદી મેળવી શકાય તે તે વાત ને સ્વપ્ન જ ગણ્યું હશે.પરંતુ દ્રઢ મનોબળ વાળા એક યુવાન ગાંધી એ તે સ્વપ્ન ને શક્ય બનાવી દીધું.જો આવું કપરું,કઠીન કામ પણ શક્ય હોય તો ભષ્ટાચાર ની તો શી વિસાત?માત્ર જરૂર છે દ્રઢ સંકલ્પ ની ,એક ગાંધી,સરદાર કે લોકનાયક જયપ્રકાશ ની મિત્રો,આપણે હતાશ કે નિરાશ થવાની જરા પણ જરૂર નથી .શું આંખો દેશ ભ્શ્તાચારી છે?નાં,તેવું તો નથીજ ....મિત્રો ચાલો ,આજે આપણે સર્વે એક સંકલ્પ કરીએ-ભષ્ટાચારકરીશું નહી,અને કરવા દેશું નહી.
જો આદેશ  નો દરેક યુવાન આ સંકલ્પ સાથે ભષ્ટાચાર વિરોધી અભિયાન કરે તો એ દિવસ દુર નહી હોય જયારે આ દેશ માં ભષ્ટાચાર એ ભૂતકાળ ની કથા બની જશે..
                                    ધન્યવાદ
જગત અવાશિયા
આઈ.પી સી.એલ
વિજીલન્સ ડીપાર્ટમેન્ટ દ્વારા
 આયોજીત વકૃત્વ સ્પર્ધા .
પ્રથમ વિજેતા....
૩૧.૧૦.૨૦૦૧

Sunday, March 16, 2014

“ભષ્ટ્રાચાર એ રાષ્ટ્રીય દૂષણ...”


૧૬.૦૩.૨૦૧૪
ઇલેક્શન...૨૦૧૪ ની તારીખો જાહેર થઇ ચુકી છે...ચુંટણી નો  માહોલ તેજ થતો જાય છે...ભ્રષ્ટ્રાચાર એ એક અગત્યનો મુદ્દો બની રહ્યો છે....ત્યારે ચી. જગત ની ૨૦૦૦ ના વર્ષ (ધો.-૭)મા આપેલી સ્પીચ.......        Jagat’s speech my script…
                                  ભષ્ટ્રાચાર એ રાષ્ટ્રીય દૂષણ...    
માનનિય નિર્ણાયક ગણ,ગુણિયલ ગુરુજનો,તથા વહાલાં વિદ્યાર્થી મિત્રો,
હમણા થોડા જ સમય પહેલાં જ આપ સર્વે એ વાંચ્યું હશે કે-આ દેશ નાં માજી વડાપ્રધાન ને ભષ્ટાચાર નાં આરોપ અંગે કેદ ની સજા  થઇ. યથા રાજા તથા પ્રજા..જો દેશ નાં વડાપ્રધાન નું ચારિત્ર્ય ભષ્ટાચાર થી ખરડાયેલું હોય તો સામાન્ય માનવી ની દશા શી હશે?તે કહેવું જ મુશ્કેલ છે.રાષ્ટ્ર તરીકે આપણે ક્યાં જઇ રહ્યાં છીએ? આપણી સંવેદના મારી પરવારી છે કે શું?ભવ્ય ભૂતકાળ ધરાવતો આપણો  દેશ ભ્રષ્ટાચાર ની નાગચૂડમાં ભરડાઈ ચુક્યો છે.ઘણાજ ટૂંકા ગાળા માં આપણે ગાંધીજી નાં મહાન આદર્શો ને ભૂલી ગયાં છીએ.આઝાદી પછી તો આપણા દેશ માં કૌભાંડો ની જે પરંપરા સર્જાઈ છે તેનો જોટો વિશ્વ માં પણ ક્યાંય મળવો મુશ્કેલ છે.,બોફર્સ તોપનાં સોદા હોય ,કે પશુઓ નાં ઘાસચારા ની ખરીદી ...ઠેર-ઠેર ભ્રષ્ટ્રાચાર........ભ્રષ્ટ્રાચાર અને ભ્રષ્ટાચાર જ.....આપણા  દેશ માં ઝડપ થી ‘’લાલુ કલ્ચર નો ઉદય થઇ રહ્યો છે,અને તે ફૂલી ફાલી રહ્યું છે..આજે બધુંજ ખરીદી શકાય છે.આ ભ્રષ્ટાચાર માત્ર રાજકારણ માં છે તેવું નથી,પેસા માટે દેશ ની ગરીમા અને સ્વમાન ને ગીરવે  મૂકનારા ક્રિકેટરો થી આપણે ક્યાં અજાણ છીએ?કોઈ પણ સરકારી કચેરી માં તમારું વ્યાજબી કામ પણ લાંચ આપ્યા વગર થશે નહિ...ભ્રષ્ટાચાર તો જાણે કે શિષ્ટાચાર બની ગયો છે.... લાંચ-રુશ્વત ભ્રષ્ટાચાર એ આ દેશ નું મોટામાં મોટું દુષણ છે.,જે ઉધઈ ને પેઠે આ દેશ ને ખોખલો બનાવે છે.પ્રમાણિક માણસ ને પ્રમાણિક ન રહેવા દેવાનો જાણે કે-આપણા સમાજે/સરકારે સંક્લ્પ છે.સાચાં માણસ ને પ્રમાણિકતા જાળવી રાખવા  માં મુશ્કેલી પડે પડે એવા સમાજ નું ભાવિ હોય શકે ખરું?આમ,તો કહેવાય છે કે- આપણા દેશ ની પ્રજા ધર્મ ભીરુ છે....પરંતુ હું તો માનું છું કે –નાસ્તિક થવું બહેતર છે, પરંતુ ઈમાનદાર થવું જરૂરી છે....તમારી આસ્તિકતા નું શું મુલ્ય છે? જો તમે ભ્રષ્ટાચારી હોવ તો?...ભ્રષ્ટ્રાચાર એ આપણી રાષ્ટ્રીય શરમ છે.,આપણા રાષ્ટ્ર નું મહાન દુષણ છે.
                              ધન્યવાદ
જગત અવાશિયા
આઈ.પી.સી.એલ.
વિજીલન્સ વિભાગ
દ્વારા આયોજીત સ્પર્ધા
દ્વિતીય વિજેતા,
૨૦.૧૦.૨૦૦૦.  
(ધોરણ-૭)




હોળી મુબારક


૧૬.૦૩.૨૦૧૪.... હોળી ની શુભ કામનાઓ સહ.....


Thursday, March 13, 2014


१३.०३.२०१४....ऐक ई-मेइल से संकलित......

ईश्वर का दिया कभी अल्प नहीं होता;
जो टूट जाये वो संकल्प नहीं होता;
हार को लक्ष्य से दूर ही रखना;
क्योंकि जीत का कोई विकल्प नहीं होता।


जिंदगी में दो चीज़ें हमेशा टूटने के लिए ही होती हैं:
"
सांस और साथ"
सांस टूटने से तो इंसान एकही बार मरता है;
पर किसी का साथ टूटने से इंसान पल-पल मरता है।


जीवन का सबसे बड़ा अपराध - किसी की आँख में आंसू आपकी वजह सेहोना।
और
जीवन की सबसे बड़ी उपलब्धि - किसी की आँख में आंसू आपके लिए होना।


जिंदगी जीना आसान नहीं होता;
बिना संघर्ष कोई महान हीं होता;
जब तक  पड़े हथोड़े की चोट;
पत्थर भी भगवान नहीं होता।


जरुरत के मुताबिक जिंदगी जिओ - ख्वाहिशों के मुताबिक नहीं।
क्योंकि जरुरत तो फकीरों की भी पूरी हो जाती है;
और ख्वाहिशें बादशाहों की भी अधूरी रह जाती है।


मनुष्य सुबह से शाम तक काम करके उतना नहीं थकता;
जितना क्रोध और चिंता से एक क्षण में थक जाता है।

दुनिया में कोई भी चीज़ अपने आपके लिए नहीं बनी है।
जैसे:
दरिया - खुद अपना पानी नहीं पीता।
पेड़ - खुद अपना फल नहीं खाते।
सूरज - अपने लिए हररात नहीं देता।
फूल - अपनी खुशबु अपने लिए नहीं बिखेरते।
मालूम है क्यों?
क्योंकि दूसरों के लिए ही जीना ही असली जिंदगी है।


मांगो तो अपने रब से मांगो;
जो दे तो रहमत और  दे तो किस्मत;
लेकिन दुनिया से हरगिज़ मत माँगना;
क्योंकि दे तो एहसान और  दे तो शर्मिंदगी।


कभी भी 'कामयाबी' को दिमाग और 'नकामी' को दिल में जगह नहीं देनीचाहिए।
क्योंकि, कामयाबी दिमाग में घमंड और नकामी दिल में मायूसी पैदा करतीहै।


कौन देता है उम्र भर का सहारा।
लोग तो जनाज़े में भी कंधे बदलते रहते हैं।