Thursday, May 26, 2016

રાધા અને દ્વારકાધીશ

૨૬.૦૫.૨૦૧૬...આજે રાધા અને દ્વારકાધીશ 

कृष्ण और राधा 
कृष्ण और राधा स्वर्ग में विचरण करते हुए  अचानक एक दुसरे के सामने आ गए
विचलित से कृष्ण-  प्रसन्नचित सी राधा...
कृष्ण सकपकाएराधा मुस्काई
इससे पहले कृष्ण कुछ कहते  राधा बोल उठी-
"
कैसे हो द्वारकाधीश ??" जो राधा उन्हें कान्हा कान्हा कह के बुलाती थी
उसके मुख से द्वारकाधीश का संबोधन कृष्ण को भीतर तक घायल कर गया
फिर भी किसी तरह अपने आप को संभाल लिया
और बोले राधा से ...
"
मै तो तुम्हारे लिए आज भी कान्हा हूँ
तुम तो द्वारकाधीश मत कहो!
आओ बैठते है ....कुछ मै अपनी कहता हूँ  कुछ तुम अपनी कहो
सच कहूँ राधा  जब जब भी तुम्हारी याद आती थी
इन आँखों से आँसुओं की बुँदे निकल आती थी..."
बोली राधा - "मेरे साथ ऐसा कुछ नहीं हुआ ना तुम्हारी याद आई ना कोई आंसू बहा
क्यूंकि हम तुम्हे कभी भूले ही कहाँ थे जो तुम याद आते
इन आँखों में सदा तुम रहते थे
कहीं आँसुओं के साथ निकल ना जाओ
इसलिए रोते भी नहीं थे प्रेम के अलग होने पर तुमने क्या खोया
इसका इक आइना दिखाऊं आपको ?
कुछ कडवे सच , प्रश्न सुन पाओ तो सुनाऊ?
कभी सोचा इस तरक्की में तुम कितने पिछड़ गए
यमुना के मीठे पानी से जिंदगी शुरू की और समुन्द्र के खारे पानी तक पहुच गए ?
एक ऊँगली पर चलने वाले सुदर्शन चक्रपर भरोसा कर लिया
और दसों उँगलियों पर चलने वाळी बांसुरी को भूल गए ?
कान्हा जब तुम प्रेम से जुड़े थे तो ....जो ऊँगली गोवर्धन पर्वत उठाकर लोगों को विनाश से बचाती थी
प्रेम से अलग होने पर वही ऊँगली क्या क्या रंग दिखाने लगी ?
सुदर्शन चक्र उठाकर विनाश के काम आने लगी
कान्हा और द्वारकाधीश में क्या फर्क होता है बताऊँ ?
कान्हा होते तो तुम सुदामा के घर जाते सुदामा तुम्हारे घर नहीं आता
युद्ध में और प्रेम में यही तो फर्क होता है युद्ध में आप मिटाकर जीतते हैं
और प्रेम में आप मिटकर जीतते हैं कान्हा प्रेम में डूबा हुआ आदमी
दुखी तो रह सकता है पर किसी को दुःख नहीं देता
आप तो कई कलाओं के स्वामी हो स्वप्न दूर द्रष्टा हो  गीता जैसे ग्रन्थ के दाता हो
पर आपने क्या निर्णय किया अपनी पूरी सेना कौरवों को सौंप दी?
और अपने आपको पांडवों के साथ कर लिया ? सेना तो आपकी प्रजा थी
राजा तो पालाक होता है उसका रक्षक होता है
आप जैसा महा ज्ञानी उस रथ को चला रहा था जिस पर बैठा अर्जुन
आपकी प्रजा को ही मार रहा था आपनी प्रजा को मरते देख आपमें करूणा नहीं जगी ?
क्यूंकि आप प्रेम से शून्य हो चुके थे आज भी धरती पर जाकर देखो
अपनी द्वारकाधीश वाळी छवि को ढूंढते रह जाओगे
हर घर हर मंदिर में मेरे साथ ही खड़े नजर आओगे
आज भी मै मानती हूँ लोग गीता के ज्ञान की बात करते हैं
उनके महत्व की बात करते है मगर धरती के लोग
युद्ध वाले द्वारकाधीश पर नहीं, i. प्रेम वाले कान्हा पर भरोसा करते हैं
गीता में मेरा दूर दूर तक नाम भी नहीं है,
पर आज भी लोग उसके समापन पर " राधे राधे" करते है"🌿
संकलित 


Saturday, May 21, 2016

નરસિહ જન્મ જયંતિ


              
                     ૨૧.૦૫.૨૦૧૫..
                     ભક્ત શિરોમણી નરસિહ ને જન્મ જયંતિ નિમિત્તે સદર વંદન સહ..



ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી રે,
ગિરિવરધારીને ઉપાડી, મટુકીમાં ઘાલી રેભોળી રે ભરવાડણ 
શેરીએ શેરીએ સાદ પાડે,કોઇને લેવા મુરારી રે,
નાથ અનાથનો વેચે ચૌટા વચ્ચે,આહીરની નારી રેભોળી રે ભરવાડણ 
વ્રજનારી પૂછે શું છે માંહી?? મધુરી મોરલી વાગી રે,
મટુકી ઉતારીને માંહી જોતાં, સૌને મૂર્છા લાગી રેભોળી રે ભરવાડણ 
બ્રહ્માદિક, ઇંદ્રાદિક સરખા, કૌતુક ઉભા પેખે રે,
અૌદ લોકમાં ન માય તેને મટુકીમાં બેઠેલા દેખે રેભોળી રે ભરવાડણ 
ભક્તજનોના ભાગ્યે વ્રજમાં,પ્રગટ્યાં અંતરજામી રે,
દાસલડાને લાડ લડાવે, નરસૈયાનો સ્વામી રેભોળી રે ભરવાડણ 
નરસિંહ મહેતા
 


જંગલ ની હરણી



         ૨૧.૦૫.૨૦૧૬...

         આજે એક બોધ વાર્તા...



એક જંગલ હતું.તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ
જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું
મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો.
તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ
તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ.
તે જ ક્ષણે અચાનક તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને
વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો.
વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો.
હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને
એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો. તે જમણી
તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો
વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો.
આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને
પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે.
તમને શું લાગે છે? તેનું શું થશે? શું હરણી બચી જશે?
શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે? શું તેનું બચ્ચુ બચી
શકશે?
કે પછી દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે?
શું હરણી ડાબી તરફ ગઈ હશે? ના,ત્યાં તો શિકારી તેના તરફ બાણનું
નિશાન તાકી ઉભો હતો.
શું હરણી જમણી તરફ ગઈ હશે?ના,ત્યાં સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો.
શું હરણી આગળ જઈ શકે તેમ હતી?ના,ત્યાં ધસમસ્તી નદી તેને
તાણી જઈ શકે એમ હતું.
શું હરણી પાછળ જઈ શકે તેમ હતી?ના,ત્યાં દાવાનળ તેને બાળીને
ભસ્મ કરી દઈ શકે તેમ હતો.
આ ઘટના સ્ટોકેઇસ્ટીક પ્રોબેબીલીટી થિયરીનું
એક ઉદાહરણ છે.
તે કંઈજ કરતી નથી.તે માત્ર પોતાના બચ્ચાને,એક નવા જીવને
જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. એ ક્ષણ પછીની ફક્ત એક
જ બીજી ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે.
એક ક્ષણમાં શિકારી પર વિજળી પડે છે અને તે અંધ બની જાય
છે.આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે
અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે. તીર સિંહના
શરીરમાં ઘૂસી જાય છે અને તે બૂરી રીતે ઘાયલ થઈ જાય છે. એ જ
ક્ષણે મૂશળધાર વર્ષા વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે. એ જ
ક્ષણે હરણી એક સુંદર,તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે.
આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે
બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને
ઘેરી વળે છે.એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે
તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી
મૂકે છે.
પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થીતી તદ્દન બદલાઈ જઈ શકે
છે.જો તમે ધાર્મિક હોવ,અંધશ્રદ્ધાળુ હોવ,નાસ્તિક હોવ,આધ્યાત્મિક
હોવ, અજ્ઞેય હોવ કે ગમે તે હોવ,આ એક ક્ષણને આમાંની કોઈ
પણ એક રીતે મૂલવી શકો છો - ઇશ્વરનો ચમત્કાર, શ્રદ્ધા,
સદનસીબ, યોગાનુયોગ, કર્મ કે પછી \'ખબર નહિ કઈ રીતે
(
આમ બનવા પામ્યું
એ ક્ષણે હરણી માટે સૌથી વધુ અગત્યની બાબત હતી બચ્ચાને
જન્મ આપવો કારણ જિંદગી એક અતિ મૂલ્યવાન ચીજ છે.
ચાલો આપણે સૌ ઇશ્વરને પ્રાર્થના કરી કે ભવિષ્યમાં આપણને
આવી હકારાત્મક દ્રષ્ટી પ્રાપ્ત થાય અને કોઈ પણ નકારાત્મક
કલ્પના કે વિચાર આપણને સ્પર્શી પણ ન શકે.!!

સંકલિત