Saturday, December 15, 2012

સ્વજન


15-16.12.2012


સ્વજનની વિદાય વેળાએ.. રચયિતા કુન્દનિકા કાપડીયા
September 24th, 2008 at 17:46
અમે મનુષ્ય છીએ ને, ભગવાન
એટલે કોઈકવાર સાવ ભાંગી પડીએ છીએ,
અમારા બધા દીવા એકી સાથે ઓલવાઈ જાય છે.
અમારું જીવન સરસ રીતે ગોઠવાયેલું હોય
સુખની સોડ તાણીને અમે નિશ્ચિંત સૂતા હોઈએ
ત્યાં અચાનક કાળની એક વજ્જર થપાટ પડે છે
અમારામાંથી એક જણને અજાણતાં જ બોલાવી લેવામાં આવે છે.
અમારી આખી સૃષ્ટિ વેરવિખેર થઈ જાય છે
પગ તળેથી ધરતી ફસકી પડે છે.
અમારૂં હ્રદય વિષાદથી ભરાઈ રહે છે
દિવસો બધા દીર્ઘ અને સુના બની જાય છે, રાતો બધી નિદ્રાહીન;
આંસુભરી આંખે અમે હતાશાની ગોદમાં ઢળી પડીએ છીએ.
આ શું થયું? આ શું થઈ ગયું? – એવી મૂઢતા
                                   અમને ઘેરી વળે છે.
ભગવાન,  તમે આ શું કર્યું? – એમ વ્યાકુળતાથી અમે
                                   ચિત્કારી ઊઠીએ છીએ.
પણ તમારી ઈચ્છાને સમર્પણ કર્યા વિના
તમારી રીત અમે શી રીતે સમજી શકીએ?
આ વજ્રઘાત પાછળ તમારો કોઈ હેતુ હશે જ.
તમારી દ્રષ્ટિમાં તો બધું જ સ્પષ્ટ, યોગ્ય અને હેતુસરનું હશે.
કદાચ અમે સલામતિમાં ઊંઘી ગયાં હતાં
કદાચ અમે ભૂલી ગયા હતા કે અમે અહીં સદાકાળ
                                  ટકી રહેવાનાં નથી
તમે અમને ભાન કરાવ્યું કે
જે ફૂલ ખીલે છે તે ખરવું પણ જોઈએ.
અમારી ઊંઘની અમે આકરી કિંમત ચૂકવી છે.
હારેલાં, પરાજીત, વેદનાથી વીંધાયેલા અમે
તમારે શરણે આવીએ છીએ.
આ ઘોર વિપદમાંથી અમને પાર ઊતરવાનું બળ આપો
અમને સમતા અને શાંતી આપો,
        ધીરજ અને શ્રદ્ધા આપો, કે
અમે હિંમંતપૂર્વક જીવન જીવીએ
વ્યર્થવિલાપમાં સમય ન વેડફીએ
શોકને હૈયે વળગાડીને ન ફરીએ;
આંસુથી અંધારા બનેલા પથ પર
અમે જ્ઞાનનો દીવો પેટાવી યાત્રા કરીએ
વ્યથાનાં વમળોમાંથી જ અમે સત ચિત આનંદનું
                            કેન્દ્ર શોધી કાઢીએ;
મૃત્યુના અસુર્ય-લોકમાંથી નીકળી અમે
શાશ્વત જીવન પર દ્રષ્ટિ માંડીએ;
અને
પાર્થિવ સંબંધના બધા તાર તુટી ગયેલા લાગે,
ત્યારે એક અમૃતલોક એવો છે કે
જ્યાં કોઈ વિચ્છેદ નથી, કોઈ વિનાશ નથી
એનું અમે દર્શન પામીએ, એ માટે
                  અમને બળ આપો
                       પ્રકાશ આપો
                        પ્રજ્ઞા આપો.
.
 જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
- ઇજન ધોરાજવી
નૈયા ઝુકાવી મેં........................

નૈયા ઝુકાવી મેં તો જોજે ડુબી જાય ના
ઝાંખો ઝાંખો દિવો મારો જોજે રે બુઝાય ના

સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે
કોઇનું કોઇ નથી દુનીયામાં આજે
તનનો તંબુરો જોજે બેસુરો થાય ના
… ઝાંખો ઝાંખો દીવો

પાપ ને પુણ્યના ભેદ રે પરખાતા
રાગ ને દ્વેષ આજે ઘટ ઘટ ઘુંટાતા
જોજે આ જીવનમાં ઝેર પ્રસરાય ના
… ઝાંખો ઝાંખો દીવો

શ્રધ્ધાના દિવડાને જલતો તું રાખજે
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે
મનને મંદીર જોજે અંધકાર થાય ના
… ઝાંખો ઝાંખો દીવો

·         રડી લઉં છુ  જ્યારે હ્ર્દય પર ખૂબ ભાર લાગે છે,
નર્યા આંસુ જ મારા દર્દનો  ઉપચાર લાગે છે.
....સંકલિત
·         સ્વજનો સાથ છોડી માર્ગમાં ફંટાઇ જાયે તો,
પરાયાંને જ પોતાના બનાવીને હસી લઉં છું.
·         ....સંકલિત 
જગદીશ વ્યાસ ખૂબ નાની ઉંમરે પરદેશમાં કેન્સરની બિમારીથી મૃત્યુ પામ્યો. પ્રેમ મળ્યા પછી પણ પ્રેમને માટે ઝઝૂમતો રહ્યો. તેણે તેના અંતિમ દિવસોમાં પત્ની, પુત્ર, પુત્રીને સંબોધીને ગઝલો લખી છે. આંખ સામે મૃત્યુ છે. હજુ બાળકો સમજણા પણ નથી થયા. એ ઉમ્મરે એમને છોડીને મૃત્યુને સહજ સ્વીકારી ચૂકેલા આ કવિની ગઝલ જોઈએ.
કેન્સરના દર્દી તરીકે ચાર વર્ષના દીકરાને સંબોધન
મારી ઉપર કોપી ઊઠ્યો છે કાળ, દીકરા!
મારા વિના જ જિંદગી તું ગાળ, દીકરા!
ઈચ્છું છું તોય તુજને રમાડી શકું છું ક્યાં?
રમ તું હવે જાતે જ રમતિયાળ દીકરા!
મોટાં દુઃખોમાં એક દુઃખ છે એય પણ મને,
તારી નહીં હું લઈ શકું સંભાળ, દીકરા!
વીતે છે દિવસો કેમ એની છે મને ખબર,
તું કેમ મોટો થઈશ નાના બાળ દીકરા!
જીવન તમારાં સહુનાં સહજતાથી વીતજો,
થાશો નહીં એ કોઈ દીખર્ચાળ, દીકરા!
હું પ્રાર્થના કરું છું કે મારા ગયા પછી,
મળજો તને મળનાર સહુ હેતાળ, દીકરા!



Tuesday, December 11, 2012

માનવીનું મુલ્ય


માનવીનું મુલ્ય…….(એક બોધ કથા)…….. ભાવાનુવાદ- વિનોદ પટેલ
એક અંગ્રેજી અખબારમાં વાંચેલી અને મને ગમી ગયેલી  એક બોધ કથાનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરીને આજની પોસ્ટમાં મુકું છું .આશા છે આપને એ ગમશે. — વિનોદ પટેલ 
______________________________________________________________
માનવીનું મુલ્ય

શહેરમાં એમનાં પ્રેરક પ્રવચનોથી ખુબ જાણીતા એક પ્રવક્તા ડો.મેથ્યુ આજે પ્રવચન કરવાના હોઈ એમને સાંભળવા આતુર ૨૦૦ શ્રોતાઓથી હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો .
આજના પ્રવચનનો વિષય હતો માનવીનું મુલ્ય.
તાલીઓના ગડગડાટ સાથે હોલમાં પ્રવેશેલા ડો.મેથ્યુએ એમનું પ્રવચન શરુ કર્યું .પ્રવચનની શરૂઆતમાં  એમના ખિસ્સામાંથી ૨૦ ડોલરની એક ચલણી નોટ બહાર કાઢીને બધાને બતાવતાં કહ્યું :
હું આ નોટ તમારામાંના એક જણને આપવા માગું છું ,મને હાથ ઊંચા કરી કહો કે આ નોટ હું આપું તો કોને લેવી ગમશે ?”
બધા જ શ્રોતાઓના હાથ ઊંચા થયા .
ડો. મેથ્યુએ પછી કહ્યું :હું આ નોટ તમારામાંના એકને આપું એ પહેલાં મને આમ કરવા દો .એમ કહીને એમણે એ વીસ ડોલરની નોટને બે હાથની હથેળીમાં મસળીને દડા જેવી બનાવી દીધી .
પછી ડૉ.મેથ્યુએ  શ્રોતાઓને ઉદ્દેશીને પૂછ્યું :હવે આ નોટ તમને લેવી ગમશે ?”
બધાંના હાથ હકારમાં  ફરી ઊંચા થયા .
ત્યારબાદ ડૉ .મેથ્યુએ એ નોટને જમીન ઉપર ફેંકી એમના બુટની એડીથી બરાબર જોરથી કચરી નાખી અને એને ગંદી જોવી ન ગમે એવી કુરૂપ કરી નાખી .
પછી,આ કરચલીઓવાળી અને ગંદી નોટને નીચેથી ઉપાડી હાથમાં લઇ સૌને બતાવતાં એમણે શ્રોતાઓને કહ્યું :
હજુ પણ આ નોટને સ્વીકારવા માગતા હોય એ હાથ ઊંચા કરે
કોઇપણ અપવાદ સિવાય બધા જ શ્રોતાઓના હાથ ઊંચા થઇ ગયા . 
ડૉ.મેથ્યુએ એમનું પ્રવચન આગળ ચલાવ્યુ:
મિત્રો, આજે આ ૨૦ ડોલરની નોટ મારફતે તમે તમારા જીવન માટે બહું    મૂલ્યવાન બોધપાઠ શીખ્યા છો .
મેં આ ૨૦ ડોલરની નોટને મસળી,મચડી,પગ નીચે કચડીને જોવી ન ગમે એવી ગંદી અને ગોબરી બનાવી દીધી એમ છતાં તમે બધાં એને સ્વીકારવા તૈયાર થઇ ગયા એનું શું કારણ ? એનું કારણ એ કે એ એના કોઇપણ સ્વરૂપમાં આ નોટના મૂળભૂત મૂલ્યમાં કોઈ ફેરફાર થયો ન હતો, એની કિંમત હંમેશા ૨૦ ડોલરની જ રહેવાની.
એવી જ રીતે આપણે આપણી જિંદગીમાં સાચા ખોટા નિર્ણયો લઈએ ,આપણા માર્ગમાં આવતા વિપરીત સંજોગો નીચે કચડાઈએ ,નીચે પછડાઈ જઈએ ત્યારે હિંમત હારી જઈને હિણપતની લાગણી અનુભવીએ છીએ .પરંતુ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે કોઇપણ સંજોગોમાં આ ૨૦ ડોલરના મૂલ્યની માફક આપણે આપણું એક મનુષ્ય તરીકેનું મૂળભૂત મુલ્ય ગુમાવતા નથી .
મનુષ્યમાં પડેલી શક્તિઓનું મુલ્ય અમુલ્ય છે .આ બધી શક્તિઓને કામે લગાડીને આપણે આપણી જિંદગીનો રાહ સુપેરે કંડારી આગળ વધવું જોઈએ .
ડૉ. મેથ્યુના આ કથનથી ખુશ થઇને શ્રોતાઓએ એમને તાલીઓના ગડગડાટથી  વધાવી લીધા. 
  વિનોદ પટેલ ના બ્લોગ માંથી સાભાર.......

Sunday, November 11, 2012

नव वर्ष अभिनंदन-


11.11.2012

Dear All,

नव वर्ष अभिनंदन-
नव वर्ष अभिनंदन 
स्वस्थ रहे तन 
पुलकित हो मन
छूटें सब रूढ़ियों के बंधन
खिलें फूल घर आँगन
                 महकता रहे वर्ष भर जीवन…………
Wishing you & your family a very happy NewYear-…

 

                        नव वर्ष हर्ष नव जीवन उत्कर्ष नव



नव वर्ष
हर्ष नव
जीवन उत्कर्ष नव

नव उमंग
नव तरंग
जीवन का नव प्रसंग

नवल चाह
नवल राह
जीवन का नव प्रवाह

गीत नवल
प्रीति नवल
जीवन की रीति नवल
जीवन की नीति नवल
जीवन की जीत नवल

-
हरिवंश राय बच्चन