Monday, December 27, 2010

નહી જતા મંદિરે

૨૬.૧૨.૨૦૧૦
( કવિશ્રેષ્ઠ શ્રી રવિદ્રનાથ ઠાકુરની એક રચનાની ગુજરાતી અનુવાદ કરવાની કોશીશ)
નહી જતા મંદિરે મુકવા ચરણે ફુલો ભગવાનને,
પહેલા ભરી લેજો સુમધુર સુવાસથી સ્વ-આવાસને,
નહી જતા મંદિરે સમક્ષ પ્રગટાવવા દિપક ભગવાનને,
પહેલા કરજો દુર હ્રદયમા રહેલા એ ઘોર અંધકારને,
નહી જતા મંદિરે શીશ નમાવી ભજવા ભગવાનને,
પહેલા શીખજો આપતા સન્માન પોતાના વડીલોને,
નહી જતા મંદિરે વળવા ઘુટણો વાળી ભગવાનને,
પહેલા વાળજો ઘુટણો ઉપાડવા નીચે પડેલાઓને,
નહી જતા મંદિરે કહેવા કરેલી ભુલો ભગવાનને,
પહેલા હ્રદયથી કરજો માફ આપના એ દુશમનોને…..

નીશીત જોશી

Friday, December 24, 2010

સુવીચાર

          ૨૩.૧૨.૨૦૧૦
                              સુવીચાર
મેં ઈશ્વરને બધું જ આપવા કહ્યું,
                                   જેથી હું જીવનને માણી શકું.
ઈશ્વરે મધુર સ્મીત કરીને કહ્યું,
મેં તને બધું માણવા તો જીવન આપ્યું છે!

જો તમે જે કામ કરતા હો તેને ચાહો
તો તમે સફળ અને સુખી બનશો.

સ્મીત એવો વળાંક છે
જે ઘણી મુશ્કેલીઓને સીધી  કરી નાંખે છે.

સફળતા એ સુખની ચાવી નથી.
સુખ સફળતાની ચાવી છે.

હું એમ નહીં કહું કે,
હું હજાર વાળ નીશ્ફળ ગયો છું.
હું એમ કહીશ કે,
નીશ્ફળ બનાવે તેવાં હજાર કારણો મેં શોધી કાઢ્યાં છે.

તમે સુખી હો છતાં
તમને તમારા સુખનું કારણ ખબર ન હોય;
તો
માની લેજો કે
તમે ખરેખર બહુ સુખી છો !

સંકલન   નિરુપમ અવાશિયા
Monday, December 20, 2010

૧૯.૧૨.૨૦૧૦
        આજે પિતા ...પુત્રી (સંકલન....નિરુપમ અવાશિયા)
                                     પાપા       
  
              “  પિતા પ્રેરે પ્રેમ થી ને હૈયે સિંચે હામ,
            પ્રણામ પિતૃદેવ ને ! શતસહસ્ત્ર પ્રણામ!
                    પાપા.......પગલીથી,
                  પપ્પાને પગલે.........
   જનનીની જોડ સખી નહી જડે રે લોલ......જેવી પંકિતઓ દ્રારા ગુજરાતી સાહિત્યમાં માતૃશકિતનો ભરપૂર મહિમા ગવાયો છે, પરંતુ જીવનમાં પિતાનું સ્થાન પણ મહત્વનું અને અદકેરું હોય છે એ હકિકત છે. પિતાને મન દિકરી કાળજાકેરો કટકો, વહાલપનો  વરસાદ છે એ સનાતન સત્ય છે.અનેક અડચણો અને પારાવાર મુશ્કેલીઓને પાર કરીને પ્રતિભાવંત પુત્રીઓએ પિતા અને પરિવારનું નામ ઉજાળ્યું હોય એવાં કંઈ કેટલાંય ઉદારણો સમાજમાં નજરેચડે છે.
પિતાના વિશિષ્ટ વ્યકિતત્વની અમીટ છાપ કેટલીક કલાધરિત્રી પુત્રીઓ પર પડી છે અને એ પિતાના કલા વારસાને આગળ વધારી રહી છે. આવી હોનહાર પુત્રીઓ પિતાનું ઋણ અદા કરીને પળે પળે પિતૃતોત્સવ ઊજવી રહી છે. તે કુળને તારે છે,ઉજાળે છે.આ લાડકવાયી દીકરીઓ પિતાને નકશે કદમ પર ચાલે છે અને સમાજમાં દાખલો બેસાડે છે.21મી જૂને ફાધસૅ ડે નિમિતે આવી કુળવાન,પુત્રીઓ ને સ્નેહભરી સલામ.........
  મારા પિતાજી એ મારામાં ભરપૂર આત્મવિશ્ર્વાસ ભયૉ છે.   
   લતા મંગેશકર
  40 થી 50 નાં દાયકા માં પણ મારા પિતાજી એ દિકરા-દિકરી વચ્ચેનો ભેદભાવ નહોતો રાખ્યો.
  વષૉ અડાલજા

મને પિતાજી તરફ થી કલાની સાથોસાથ નૈતિક મૂલ્યોનો પણ વારસો મળ્યો છે.
 હેતલ મહેતા (પં નંદન મહેતા ની પુત્રી)
 મારા જીવન ઘડતર માં પિતાજી નું અનન્ય યોગદાન છે.
 આદિતી દેશાઈ (નાટ્યકાર જસવંત ઠાકર ની પુત્રી)
     હું દિકરી મેધનાને બિનશરતી પ્રેમ કરું છું તમે કોઇ વ્યકિતને ટુકડાઓમાં વહેંચીને ન જોઇ શકો.હું મારી દીકરીને જેવી છે એવી એજ સ્વરુપે ચાહું છું.”
  ગુલઝાર
  મારી સવાર પાપાના સિતારની ધૂન સાથે શરુ થાય છે.જોકે હું ઘણી મોડી તેમની નિકટ આવી, પરંતુ હવે લાગે છે કે આવું પહેલાં કેમ ન થયું.
 મેઘના ગુલઝાર

       આજના પિતાને સમજુ દિકરી મળી રહે ત્યારે કયારેક એવું બને છે કે-પિતૃત્વ માતૃત્વ કરતાંય વેંત ઊચેરું બનીને હષૅ નાં આંસુ સારતું રહે છે.કયારેક પત્નીને ન કહી શકાય,દિકરાને ન કહી શકાય એવી વાતો અંદરથી વલોવાઈ ગયેલો બાપ દિકરી ને કરતો હોય છે.આવો ભાવસેતુ દિકરી ની વિદાય વખતે તૂટે ત્યારે બાપ  તો પોતાનાં આંસુ લુછવાને બદલે ચશ્મા નાં કાચ લુછતો રહે છે. વળી  દિકરી ને પિયર ની યાદ ન આવે એવાં સાસરિયાં મળે ત્યારે બાપ ની વેદનાં સાવ અનોખી બની રહે છે.

              દિકરીનો યુગ શરુ થઇ ચુક્યો છે.ઘરે-ઘરે બાપ-દિકરી વચ્ચેની મૈત્રીનાં મેઘધનુષ જોવા મળે છે.નરસિંહ મહેતાને કુવરબાઇનો,પંડિત નહેરુને ઈંદિરાનો, સરદાર પટેલ ને મણિબેનનો, અને જનાબ ભૂટ્ટોને બેનઝીરનો સથવારો મળી રહે છે. સુખી સાસરે રહેતી દિકરીને પિતા જ્યારે મિસ કરે ત્યારે એમની આંખો માંથી જે ટપકી પડે છે તેમાં જેઠ મહિના ના અસહ્ય ઉકળાટ પછીના પહેલા વરસાદની સુગંધ હોય  છે.

Friday, December 10, 2010

Friend

    ૧૦.૧૨.૨૦૧૦

                                        Friend
Let all my friends be healthy and happy forever...!
GOD said: But for 4 days only....!


I said: Yes, let them be a Spring Day, Summer Day,
Autumn Day, and Winter Day.

GOD said: 3 days.
I said: Yes, Yesterday, Today and Tomorrow.

GOD said: No, 2 days!

I said: Yes, a Bright Day (Day time) and Dark Day (Night time).

GOD said: No, just 1 day!

I said: Yes!

GOD asked: Which day?

I said: Every Day in the living years of all my friends !  

GOD laughed, and said: All your friends will be healthy and happy Every Day!Monday, December 6, 2010

કાનજી તારી મા કે’શે -નરસિંહ મહેતા

                                      
06.12.2010

                                  કાનજી તારી મા કેશે -નરસિંહ મહેતા                                                      
                                 કાનજી તારી મા કેશે પણ અમે કાનુડો કેશું રે !
એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે.  કાનજી તારી o
માખણ ખાતાં નોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે !
ગોપીઓએ તારું ઘર ઘેરાણું જઈ ખૂણામાં બેઠું રે.  કાનજી તારી o
ઝુલણી પેરતાં નોતું આવડતું અમે તે દિપેરાવતાં રે !
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિછોડાવતાં રે.  કાનજી તારી o
કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે !
કર્મ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે.  કાનજી તારી o
ઘૂંટણીયાભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે !
ભલે મળ્યા મેતા નરસૈંના સ્વામી પ્રેમભક્તિમાં રેલું રે.  કાનજી તારી o
નટખટ કનૈયાનાં નખરાંઓ વિશે તો આપણે જાણીએ જ છીએપરંતુ અહીં ગીતમાં એ નટખટ-નખરાળાની સામે જ ગોપ-ગોપીઓએ કરેલાં નખરાં ખૂબ જ મજાનાં લાગે છે.  કૃષ્ણનું કાલુંઘેલું બોલવું જ તો એમને ઘેલું ઘેલું કરે છે પણ તોય અમને કંઈ પડી નથી ના નખરાં કરે છે.  વ્યક્તિનાં નામની પાછળ જીલગાડતા જ એ વ્યક્તિ સાથેનાં સંબંધમાં એક આમન્યા અને મર્યાદા આવી જાય છે, જે અહીં ગોપ-ગોપીઓને બિલકુલ મંજૂર નથી.  એમણે તો કૃષ્ણને કાનુડોજ કહેવું છે, પછી ભલે ને એ નંદરાજાનો કુંવર કેમ ન હોય ! કારણ કે કાનુડો’ શબ્દ સખત્વથી ભરપૂર છે અને આમન્યા એમને કૃષ્ણનાં સખત્વથી દૂર રાખે છે.  આવી મર્યાદા રાખીને એમણે કૃષ્ણથી એટલા પણ દૂર નથી રહેવું.  એમણે તો કૃષ્ણને પોતાનાં જેવા જ બનાવીને હારોહાર રાખવાં છે, અડોઅડ રાખવા છે.  આપણે ય આવી જ રીતે ઘણીવાર આપણા પ્રિય મિત્રોને એમનું નામ બગાડીનેજ બોલાવતા હોઈએ છીએ નેઅને સાચું કહેજોએવા બગાડેલાં નામથી બોલાવવાની મજા પણ સાવ અનેરી હોય છે કે નઈં…?! (તમે જો કદી એમ કર્યું ના હોય મિત્રોતો હવે પછી જરૂર કરી જો જો અને જો એમ કરવાથી તમને અનેરો આનંદ ન મળે, તો મને કહેજો