Monday, May 6, 2019

(૧૨૨)-વૈષ્ણવજન તો તેને રે કહીએ....નરસિહ મહેતા....

૦૬/૦૫/૨૦૧૯
(૧૨૨)-વૈષ્ણવજન તો તેને રે કહીએ....નરસિહ મહેતા....

Sunday, May 5, 2019

(૧૨૧)-નવલું નજરાણું, ચી.જગત-રંજની ના લગ્ન પ્રસંગે....

      ૦૫/૦૫/૨૦૧૯, 
(૧૨૧) નવલું નજરાણું....
        At last my passion dream came true....on 18/02/2018...I was working to prepare this presentation since last many years...Happy to gift hard copy & soft copy of this Desk Calendar  to all friends & relatives.....








(૧૨૦)-નરસિહ મહેતા

05/05/2019

(૧૨૦)- નરસિહ મહેતા......છેલ્લી પોસ્ટ ૧૯/૦૫/૨૦૧૮ પછી લગભગ એક વર્ષ ના ગાળા બાદ ફરી બ્લોગ પર......


Narasih

નરસિહ મહેતા
ઓસ્કર વાઇલ્ડ કહે છે:
સમાજ કાયમ ગુનેગારોને
તો માફ કરે છે,
પરંતુ એ જ સમાજ કદી પણ
સ્વપ્નદૃષ્ટાઓને માફ કરતો નથી.
નરસિહ નો બહિષ્કાર અને નાત બહાર,ઇસુ શૂળી પર,રાજા રામમોહનરાય નો  સામાજિક બહિષ્કાર,ગેલેલિયો ને  ગાંડો ગણી તેના પર પથરાવ,સોક્રેટીસ ને ઝેર, ગાંધી ને ગોળી ....
નરસિહ ને નાત બહાર મુકવા અંગે નાગર સમાજ ની અવાર નવાર ટીકા ટીપ્પણી થતી રહેતી હોય છે.નરસિહ ના સામાજિક બહિષ્કાર કે તેને નાત બહાર કરવાનું પગલું સર્વથા અયોગ્ય જ છે,અને ટીકા પાત્ર જ છે,તે અંગે કોઈ જ શક કે બે મત ના હોઈ શકે.પરંતુ આજ નો નાગર એ વાત ખેલદિલી પૂર્વક સ્વીકારે છે, કે આ પગલું એ  અમારા પૂર્વજો ની ભૂલ હતી..
આ અંગે મારું પણ એક અંગત મંતવ્ય છે, જે હું રજુ કરું છું.
આજે પણ જયારે આપણો દેશ,સમાજ જ્ઞાતિ પ્રથા થી મુક્ત નથી જ..તો આજ થી ૫૦૦ કે ૬૦૦ વર્ષ પહેલાં ના સમાજ માં નરસિહ નું આ રીતે ભજન કરવા જવાનું પગલું કાંતિકારી અવશ્ય હતું પરંતુ તે સમય ના સમાજ ને સ્વીકાર્ય ના હોય તેમ બની શકે.તે સમય નો સમાજ ખરાબ હતો કે નાગરો ખરાબ હતા તેમ કહેવું યોગ્ય નથીજ.નરસિહ મહેતા આર્શ્વ દ્રષ્ટા હતા.તેઓ નું વિઝાન જમાના થી પણ ઘણું જ આગળ હતું.ઈતિહાસ ગવાહ છે કે સંત હોય કે સમાજ સુધારક કે વેજ્ઞાનિક હોય સમકાલીન સમાજ તેને ઓળખી શકતો નથી.પછી તે સંત નરસિહ હોય,ઇસુ હોય સમાજ સુધારક રાજા રામમોહન રાય હોય કે વેજ્ઞાનિક ગેલેલિયો હોય કે દાર્શનિક સોક્રેટીસ હોય,કે પછી અહિંસાના  પૂજારી ગાંધી હોય –તમામ ને સમાજ/જ્ઞાતિ ના વિરોધ રોષ નો સામનો કરવો પડ્યો  હોય છે.આ બધાજ તેના ઉદાહરણ છે.
મારો ઈરાદો મહેતાજી થયેલ દુર્વ્યવહાર નો બચાવ કરવાનો નથી જ,પરંતુ પ્રત્યેક સમયે પ્રત્યેક સમાજ માં આવા બનાવો બનતા જ રહ્યા છે.અને અંતે આ સ્વયંપ્રકાશિત લોકો પ્રકાશિત થઇ ઝળહળી ઉઠ્યાજ હોય છે.અને તેઓ સમાજ માટે આર્શ્વ દ્રષ્ટા બનતા હોય છે. પોતાની કે પોતાના વડીલો એ કરેલી ભૂલ નો સહજ સ્વીકાર એ પણ એક હિમ્મત નું કામ છે.અને સમાજ ને પોતાની ભૂલ સમજાતી હોય છે.....
નિરુપમ અવશિઆ ---૦૭/૧૦/૨૦૧૭..