Thursday, March 22, 2012

“પાણી પાણી ઝંખે લોક....”

૨૨.૦૩.૨૦૧૨


આજે વિશ્વ પાણી બચાવો દિવસ...:" Save water, water will save you!!!
પ્રસ્તુત છે એક વ્યક્તવ્ય..... jagat's speech....my script.....in his school days....


                                                       “પાણી પાણી ઝંખે લોક....”
એક કવિ એ સરસ કહ્યું છે-
“ખારા જળ નો દરીઓ ભરીયો,મીઠા જળ નો લોટો,
તરસ્યાને તો દરિયા થી યે લોટો લાગે મોટો....”
મીઠા જળ નું ટીપું માનવ સંસ્કૃતિ નું આરંભ બિંદુ છે દુનિયાની મહાન સંસ્કૃતિ સિંધુ કે નાઇલ ને કિનારે જ પાંગરી શકે ,ભૂમધ્ય,કે અરબ સાગર ને કિનારે નહી .માણસ જયારે મરતો હોય ત્યારે પાણી નો ગ્લાસ કેટલા રૂપિયા નો પડે છે? તે પ્રશ્ન અસ્થાને છે.એક વાર અબ્રાહમ લીકન નાં ઘરે મિત્રો આવી ચડ્યા .લિંકન નાં ઘર માં ગરીબી ની ગરીમા હતી,અને ફકીરી ની રોશની હતી.મિત્રોને પાણી નાં ગ્લાસ ધરતી વખતે લિંકને કહ્યું –
“દોસ્તો ,આજે તમને હું જગત નું શ્રેષ્ઠ પીણું ધરી રહ્યો છું.”
લિંકન નાં આ શબ્દો આજે સૌરાષ્ટ્રઅને રાજસ્થાન નાં તરસ્યાં ગામો માં ફરી વળ્યા છે.આ ગામો માં રોજ ભગવાન પાણી નું ટેન્કર બની ને પહોચેછે.જો નદીઓ માં શરાબ વહેતો હોત તો માણસે પાણી નો નશો કર્યો હોત.સરદાર સરોવર બંધ પાછળ કેટલો ખર્ચ થશે,તે નથી જોવાનું.નર્મદા નાં જળ મહેસાણા નાં સમી તાલુકા માં પહોચશે ત્યારે તરસ ને કારણે તરફડી ને મારી જતાં પક્ષીઓ,પશુઓ,અને માનવો ને જીવન દાન પ્રાપ્ત થશે.,જયારે હરી નાં લોચનિયાં હર્ષ થી આસું ભીના હશે.જોકે ઈશ્વરે બનાવેલ સૃષ્ટિ નાં જીવો પાણી નાં ટીપાં-ટીપાં માટે તરફડે છે,ત્યારે ભગવાન ની આંખો માંથી આંસુ જ વહેતા હશે, પરંતુ તે આસું દુઃખ નાં હશે. સરદાર સરોવર નું સ્વપ્ન સિદ્ધ થશે ત્યારે ચોધાર આસું એ રડતા ઈશ્વર ઈશ્વર આંખ માં જે અશ્રું નીકળશે તે હર્ષ નાં હશે.ઇશ્વર ને પણ થશે ,તેણે કરેલ માનવ સર્જન એ તેની કોઈ ભૂલ નાં હતી .હું તો માનું છું કે- તરસ્યાની તરસ છિપાવવી તેજ મોટામાં મોટી ઈબાદત છે.ઈશ્વર ની ભક્તિ છે.
નર્મદા યોજના સમયસર પુરી થઇ ગઈ હોત તો તો સૌરાષ્ટ અને કચ્છ ની પરિસ્થિતિ આટલી દારૂણ કે દાહક નાં હોત.દુનિયા નાં બધાજ દેશો માં મોટા-મોટા બંધો બંધાય છે.જાપાન અને નોર્વે માં તો મોટા બંધો ઘણાં જ છે. અરે,રશિયા માં તો નદી નાં પ્રવાહ ને જુદી દિશા માં વાળી તરસ્યાને પાણી પોહોચાડવામાં આવ્યું છે.ઈજીપ્ત માં નાઇલ નદી પર વિરાટ આશ્વન બંધ બંધાયો ત્યારે ઘણાજ ગામો ડૂબ્યાંઅને પૂરાતન મદિરો ખસેડાયા..આજે ઈજીપ્ત માં ચારે બાજુ હરિયાળ ખેતરો જોવા મળે છે.સૌરાષ્ટ્ર ની લીલુડી ધરતી આજે રણ પ્રદેશ માં ફેરવાઈ રહી છે.સૌરાષ્ટ્ર નાં ગામો માં આજે છે તેવી પાણી ની તંગી ઈજીપ્ત નાં રણ પ્રદેશ માં પણ નથી.જો નર્મદા બંધ નહિ બંધાય તો આવનારા વર્ષોમાં સૌરાષ્ટ્ર નાં ગામો માં “ઇથોપિયા” સર્જાઈ જશે.”ઈથિયોપિયા” માં નાઇલ વહે છે પરંતુ ત્યાં બંધ નથી તેથી ત્યાં કાયમી દુકાળ રહે છે.પર્યાવરણ ને નામે નર્મદા યોજના નો વિરોધ કરવો એ માનવ જાત સામે નું એક પાપ છે.નર્મદા યોજના નો વિરોધ કરનારાઓ નું મનોવિજ્ઞાન વિચિત્ર છે.યુદ્ધ કરતાંય દુકાળ ભયંકર બાબત છે.સરદાર સરોવર બંધ તો હવે યુદ્ધ ના ધોરણે નહિ પરતું દુકાળ ના ધોરણે બંધાવો જોઈએ.યુદ્ધ માં માણસ ને મારવો પડે છે.દુકાળ માં માસા અપોઅપ મરે છે.કોર્ટ માં અટવાતી નર્મદા યોજના માં સૌરાષ્ટ્ર-કચ્છ ની મૂંગી ગયો-ભેંસો જુબાની ના આપી શકે ભૂકે-તરસે એ મોત ને ભેટે એ એની જુબાની છે.તરસે મરતી પ્રજા ને ન્યાય આપવાનો અર્થ એ જા કે તેમને પાણી પહોંચાડવું. તરસી પ્રજા પાણી ના પ્યાલ માં પરમેશ્વર ને જુએ છે. હું તો માનું છું કે- એક ચેક ડેમ બાંધવો એજ સાચો સહસ્ત્રચંડી યજ્ઞ છે.ગામના સ્ત્રી-પુરુષો શ્રમ યજ્ઞ કરી ચેક ડેમ બાંધે છે ત્યારે ત્યાં સાક્ષાત વિષ્ણુ હાજર હોવાનાજ...,કારણ કે....... “યજ્ઞો વૈ વિષ્ણુ...”અને વિષ્ણુ હોય ત્યાં લક્ષમીજી હોવાનાજ .વરસાદ નું એક –એક ટીપું કીમતી છે.હવે જળ ક્રાંતિ કરવાનો સમય આવી ગયો છે.આપણે ત્યાં વોટર મેનેજમેન્ટ નો સદંતર અભાવ છે.દુનિયાનો સૌથી વધારે વરસાદ ચેરાપુંજી-આસામ માં પડે છે.પરંતુ ત્યાં પણ પાણી ની અછત હોય છે.આપણે ક્યાં જઇ રહ્યા છીએ?જરા આંખ ખોલીને ઇઝરાયેલ જેવ ટચુકડા દેશ સામે જોઈએ.આ રણ પ્રદેશ હરિયાળો ,લીલોછમ બની રહ્યો છે...આપણી સંવેદના મારી પરવારી છે કે શું?હવે વધારે મોડું થાય તે પહેલાંઆપણે જાગીએ ,અને પાણી નો બગાડ અટકાવીએ ,વરસાદ ના સમુદ્ર માં વહી જતાં પાણી ને જમીન માં ઉતારીએ.અને “રસહીન” ઘરા થતાં અટકાવીએ.
હું તો આજ આ અષાઢી બીજ ના દિને નિમિત્તે એકજ પ્રાર્થના કરું છું કે-
“ હેં મેઘદૂત તું સૌરાષ્ટ્ર ભણી વળ,રાજસ્તાન ભણી વળ,ત્યાંનાં તરસ્યા લોકો તારા આગમન ની કાગડોળે પ્રતિક્ષા કરી રહ્યાં છે...”
ધન્યવાદ
જગત અવાશિયા
પ્રાર્થના સભા માં અષાઢી બીજે
આપેલ વ્યક્તવ્ય.....તારીખ:-૦૪.૦૭.૨૦૦૦
ધોરણ ૮ –એ.