Sunday, March 31, 2013

ઘર-૧૩....

                                 ૩૧.૦૩.૨૦૧૩.......આજે ઘર---૧૩


                              સમજણ ઘર ની સલામતી છે,                            
                       પ્રેમ ઘર નો તુલસીક્યારો છે,
                        બાળક ઘર નું હ્રદય છે,                               
                       પરિતૃપ્તી ઘર ની સુવાસ છે,
              અને....... ગૃહિણી તો સાક્ષાત ઘર જ છે.

Friday, March 29, 2013

ઘર-૧૨

                                     ૨૯.૦૩.૨૦૧૩......આજે ઘર.....૧૨ઘર આપણાં સપનાં નુ ઉપવન છે,
અને આપણાં મનગમતા પાગલપણા નો વિસામો છે.
એક વાત ચોક્કસ છે કે,
  સંવાદિતતા એ ઘર ની શોભા છે.

Thursday, March 28, 2013

ઘર-૧૧


૨૮.૦૩.૨૦૧૩ આજે ઘર-૧૧ 

                         ક્યારેક ઘર માં......
                               એકતારા નો મંગળ ધ્વનિ સતત સંભળાતો રહે છે,
                                 એ મંગળ ધ્વનિ.......
                   ઘર ના ખૂણે,ખૂણે ફરી વળે છે, લોકો તેને માતા કહે છે.

Wednesday, March 27, 2013

ઘર-૧૦

     ૨૭.૦૩.૨૦૧૩ ....આજે ઘર-૧૦ "ઘર એ તો ઘટના છે,
                   
જ્યાં.............
       સમય અને અવકાશ ને   
               રહી પડવાનું માં થાય છે......."       

Tuesday, March 26, 2013

ઘર-૯.......


૨૬.૦૩.૨૦૧૩ ....આજે ઘર-૯.......      


    ઘર-૯

 “પ્રત્યેક ઘર માં............
 એક એવું ધબકતું હ્રદય હોય છે,
  જે કદિ પોતાને માટે નથી ધબકતું.”....જેને મા કહે છે....    
 “ઘર કોઇ જગ્યા નથી, ઘર કોઇ સમયદ્દિપ નથી,
ઘર નો કોઇ માલિક નથી હોતો,
                    અને..........
ઘર નું કોઇ સરનામું નથી હોતું,

Monday, March 25, 2013

ઘર-૮

૨૫.૦૩.૨૦૧૩......આજે ઘર-૮ 
 "દરેક ઘર માં સૌથી જીવંત વસ્તુ હોય  ,તો તે અરીસો છે.
 કોઇ કોઇ ઘરો માં સુઃખ વહેચવાનું દુઃખ હોય છે,
                   અને
કોઇ કોઇ ઘરો માં દુઃખ માં ભાગ પડાવવાનું સુઃખ હોય છે.

Saturday, March 23, 2013

ઘર-૭

                                         ૨૩.૦૩.૨૦૧૩.....આજે ઘર- ૭ 
   લાગણી માપવાનાં યંત્રો નથી,
  સ્નેહ ની સરહદ સુધી જવું પડે છે.
ઘર એ આ સરહદ માં આવેલું મંદિર છે.

Friday, March 22, 2013

WORLD WATER DAY...(22/03/2013)


૨૨.૦૩.૨૦૧૩ ....

આજે વર્લ્ડ વોટર ડે..... WORLD WATER DAY...(22/03/2013)

  અતીત ની ......જગત ની સ્પીચ ....મારી સ્ક્રીપ્ટ..... (૨૦૦૩)જળ સંચય.............
માનનિય નિર્ણાયક ગણ,ગુણિયલ ગુરુજનો,વહાલાં વિદ્યાર્થી મિત્રો,
એક કવિ એ સરસ કહ્યું  છે-
ખરા જળ નો દરીઓ ભરીઓ,મીઠા જળ નો લોટો,
તરસ્યાને તો દરિયા થી યે  લોટો લાગે મોટો....
મીઠા જળ નું ટીપું માનવ સંસ્કૃતિ નું આરંભ બિંદુ છે દુનિયાની મહાન સંસ્કૃતિ સિંધુ કે નાઇલ ને કિનારે જ પાંગરી શકે ,ભૂમધ્ય,કે અરબ સાગર ને કિનારે નહી .માણસ જયારે મરતો હોય ત્યારે પાણી નો ગ્લાસ કેટલા રૂપિયા નો પડે છે? તે પ્રશ્ન અસ્થાને છે.એક વાર અબ્રાહમ લીકન નાં ઘરે મિત્રો આવી ચડ્યા .લીકન નાં ઘર માં ગરીબી ની ગરીમા હતી,અને ફકીરી ની રોશની હતી.મિત્રોને પાણી નાં ગ્લાસ ધરતી વખતે લીન્કને કહ્યું –
દોસ્તો ,આજે તમને હું જગત નું શ્રેષ્ઠ પીણું ધરી રહ્યો છું.
લિંકન નાં આ શબ્દો આજે સૌરાષ્ટ્રઅને રાજસ્થાન નાં તરસ્યાં ગામો માં ફરી વળ્યા છે.આ ગામો માં રોજ ભગવાન પાણી નું ટેન્કર બની ને પહોચેછે.જો નદીઓ માં શરાબ વહેતો હોત તો માણસે પાણી નો નશો કર્યો હોત.સરદાર સરોવર બંધ પાછળ કેટલો ખર્ચ થશે,તે નથી જોવાનું.નર્મદા નાં જળ મહેસાણા નાં સમી તાલુકા માં પહોચશે ત્યારે તરસ ને કારણે તરફડી ને મારી જતાં પક્ષીઓ,પશુઓ,અને માનવો ને જીવન દાન પ્રાપ્ત થશે.,જયારે હરી નાં લોચનિયાં હર્ષ થી આસું ભીના હશે.જોકે ઈશ્વરે બનાવેલ સૃષ્ટિ નાં જીવો પાણી નાં ટીપાં-ટીપાં માટે તરફડે છે,ત્યારે ભગવાન ની આંખો માંથી આંસુ જ વહેતા હશે, પરંતુ તે આસું દુઃખ નાં હશે. સરદાર સરોવર નું સ્વપ્ન સિદ્ધ થશે ત્યારે ચોધાર આસું એ રડતા ઈશ્વર ઈશ્વર આંખ માં જે અશ્રું નીકળશે તે હર્ષ નાં હશે.ઇઅશ્વર ને પણ થશે ,તેણે કરેલ માનવ સર્જન એ તેની કોઈ ભૂલ નાં હતી .હું તો માનું છું કે- તરસ્યાની તરસ છિપાવવી તેજ મોટામાં મોટી ઈબાદત છે.ઈશ્વર ની ભક્તિ છે. નર્મદા યોજન સમયસર પુરી થઇ ગઈ હોત તો તો સૌરાષ્ટ અને કચ્છ ની પરિસ્થિતિ આટલી દારૂણ  કે દાહક નાં હોત.દુનિયા નાં બધાજ દેશો માં મોટા-મોટા બંધો બંધાય છે.જાપાન અને નોર્વે માં તો મોટા બંધો ઘણાં જ છે. અરે,રશિયા માં તો નદી નાં પ્રવાહ ને જુદી દિશા માં વાળી તરસ્યાને પાણી પોહોચાડવામાં આવ્યું છે.ઈજીપ્ત માં નાઇલ નદી પર વિરાટ આશ્વન બંધ બંધાયો ત્યારે ઘણાજ ગામો ડૂબ્યાંઅને પૂરાતન મદિરો ખસેડાયા..આજે ઈજીપ્ત માં ચારે બાજુ હરિયાળ ખેતરો જોવા મળે છે.સૌરાષ્ટ્ર ની લીલુડી ધરતી આજે રણ પ્રદેશ માં ફેરવાઈ રહી છે.સૌરાષ્ટ્ર નાં ગામો માં આજે છે તેવી પાણી ની તંગી ઈજીપ્ત નાં રણ પ્રદેશ માં પણ નથી.જો નર્મદા બંધ નહિ બંધાય તો આવનારા વર્ષોમાં સૌરાષ્ટ્ર નાં ગામો માં ઇથોપિયા સર્જાઈ જશે.ઈથિયોપિયા માં નાઇલ વહે છે પરંતુ ત્યાં બંધ નથી તેથી ત્યાં કાયમી દુકાળ રહે છે.પર્યાવરણ ને નામે નર્મદા યોજના નો વિરોધ કરવો એ માનવ જાત સામે નું એક પાપ છે.નર્મદા યોજના  નો વિરોધ કરનારાઓ નું મનોવિજ્ઞાન વિચિત્ર છે.યુદ્ધ કરતાંય દુકાળ ભયંકર બાબત છે.સરદાર સરોવર બંધ તો હવે યુદ્ધ ના ધોરણે નહિ પરતું દુકાળ ના ધોરણે બંધાવો જોઈએ.યુદ્ધ માં માણસ ને મારવો પડે છે.દુકાળ માં માસા અપોઅપ મરે છે.કોર્ટ માં અટવાતી નર્મદા યોજના માં સૌરાષ્ટ્ર-કચ્છ ની મૂંગી ગયો-ભેંસો જુબાની ના આપી શકે ભૂકે-તરસે એ મોત ને ભેટે એ એની જુબાની છે.તરસે મરતી પ્રજા ને ન્યાય આપવાનો અર્થ એ જા કે તેમને પાણી પહોંચાડવું. તરસી પરજા પાણી ના પ્યાલ માં પરમેશ્વર ને જુએ છે. હું તો માનું છું કે- એક ચેક ડેમ બાંધવો એજ સાચો સહસ્ત્રચંડી યજ્ઞ છે.ગામના સ્ત્રી-પુરુષો શ્રમ યજ્ઞ કરી ચેક ડેમ બાંધે છે ત્યારે ત્યાં સાક્ષાત વિષ્ણુ  હાજર હોવાનાજ...,કારણ કે.......  યજ્ઞો વૈ વિષ્ણુ...અને વિષ્ણુ હોય ત્યાં લક્ષમીજી હોવાનાજ .વરસાદ નું એક –એક ટીપું કીમતી છે.હવે જળ ક્રાંતિ કરવાનો સમય આવી ગયો છે.આપણે ત્યાં વોટર મેનેજમેન્ટ નો સદંતર અભાવ છે.દુનિયાનો સૌથી વધારે  વરસાદ ચેરાપુંજી-આસામ માં પડે છે.પરંતુ ત્યાં પણ પાણી ની અછત હોય છે.આપણે ક્યાં જઇ રહ્યા છીએ?જરા આંખ ખોલીને ઇઝરાયેલ જેવ ટચુકડા દેશ સામે જોઈએ.આ રણ પ્રદેશ હરિયાળો ,લીલોછમ બની રહ્યો છે...આપણી સંવેદના મારી પરવારી છે કે શું?હવે વધારે મોડું થાય તે પહેલાંઆપણે જાગીએ ,અને પાણી નો બગાડ અટકાવીએ ,વરસાદ ના સમુદ્ર માં વહી જતાં પાણી ને જમીન માં ઉતારીએ.અને રસહીન ઘરા થતાં અટકાવીએ.                   ધન્યવાદ
જગત અવાશિયા
બાળદિન નિમિત્તે યોજાયેલ વકૃત્વ સ્પર્ધા
દ્વિતીય વિજેતા....
તારીખ: ૧૪.૧૧.૨૦૦૩

ઘર-૬

૨૨.૦૩.૨૦૧૩ ...આજે ઘર -૬ 


જ્યાં રોજ સાંજ ઢળતા ચરણો વળે મેળે,
 આ માગૅ પછી ની મંજીલ એ મારું ઘર છે.
  ને જીવન ની સાંજ ઢળ્યે જ્યાં જંપીશ હું,
એ માગૅ પછી ની મંજીલ પર પણ મારું ઘર છે.
                                                   -----હરીન્ર્દ દવે.

Thursday, March 21, 2013

ઘર-૫

                                             ૨૧.૦૩.૨૦૧૩.....આજે ઘર--૫....                             
                 "ઘરે આવું છું હું, નવ કદિ રહ્યો દુર ઘર થી,
                                 હું તો એવો ને એવો જ આવું છુ પણ,
                   વિરહ થી કંઈક શાણો થયો છું.
                                                                                      ------ઉમાશંકર જોષી.

Wednesday, March 20, 2013

ઘર-૪

૨૦.૦૩.૨૦૧૩......ઘર-૪ 

     “ઘર નથી સમૃદ્ધિ નો સરવાળો,
                મીઠી મીઠી યાદોનો એ તો માળો….”    

Tuesday, March 19, 2013

ઘર-૩

         ૧૯.૦૩.૨૦૧૩ .....ઘર-૩ 


                             “ABODE”

        
  
 ચાલ ને એકાદ નાનકડું ઘર વસાવીએ,
ઘર નહી તો ઘોંસલો, એકાદ માળો બાંધીએ.                                                  

ઘર-૨


૧૯.૦૩.૨૦૧૩ .......ઘર-૨      હળવે હળવે શીત લહેરમા ઝુમી રહી છે ડાળો,
    
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો ! "

Monday, March 18, 2013

ઘર-૧


                  ૧૮.૦૩.૨૦૧૩ ...
આજે ઘર----૧


                                                                    વાત્સલ્ય"
                                                    

        બહાર તુલસી ક્યારો, 
        અંદર ઇષ્ટદેવ ની છબી,
    હાથ જોડી સુખી સંસાર નું વર માંગીએ,
        ચાલ ને એકાદ નાનું ઘર વસાવીએ

Friday, March 15, 2013

વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ


  ૧૫.૦૩.૨૦૧૩....
આજે વિશ્વ ગ્રાહક સુરક્ષા દિવસ .....૨૦૦૧ મા જગતે આપેલ વ્યક્તવ્ય.....


૨૧ મી સદી નાં ગ્રાહકો કેવાં હશે?..
માનનિય નિર્ણાયક ગણ,ગુણિયલ ગુરુજનો,તથા વ્હાલા વિદ્યાર્થી મિત્રો,
૨૧ મી સદી નાં ગ્રાહકો કેવાં હશે?તે વિચારતાજ કવિ મકરંદ દવે ની પંક્તિઓ યાદ આવે છે.
દોસ્તો સફર નાં સાથી ઓ, આ દેશ ની ખાજો દયા ,
જયાં ધર્મ નો છાંટો નહી, ફિરકા છતાં ફાલી રહ્યાં,
નીતિનું જ્યાં નામ નહી, અનીતિની જ બોલબાલા ,
જાણજો એવી પ્રજાના પુણ્ય પરવારી ગયાં,
દોસ્તો સફર નાં સાથીઓ ,આ દેશ ની ખાજો દયા..... 
દોસ્તો આજે દેશ માં ચારેબાજુ,ભ્રષ્ટ્રાચાર,લાગવગ,આતંકવાદ,છેતરપીંડી,ફેલાયેલા છે.વિદ્યાર્થીઓ માં આ દુષણો અંગે જાગૃતિ કેળવવાની તાતી જરૂરિયાત ઊભી થઇ છે.
વિદ્યાર્થી ઓ માં આ અંગે સમજ કેળવાય ગ્રાહક તરીકે પોતાના હક,અને ફરજ અંગે નું જ્ઞાન થાય તેવા ઉમદા હેતુ થી ગ્રાહક સુરક્ષા સંસ્થા –એ આ વકૃત્વ સ્પર્ધા નું આયોજન કર્યું છે.અને સમજ માં એક ઉત્તમ ઉદારહણ પૂરું પાડ્યું છે.જો વિદ્યાર્થી શિક્ષિત્ હશે તો સક્ષમ સમાજ નું નિર્માણ થશે.અને સક્ષમ સમાજ જ અખંડ દેશ નું નિર્માણ કરી શકે.
મિત્રો,,આજ નાં મારા વિષય પર આવું તો,સૌ પ્રથમ આપણે જાણીએ કે –ગ્રાહક કોને કહેવાય? જીવન –જરૂરિયાત ની તમામ ચીજ-વસ્તુઓ ઘી,ગોળ,દૂધ,ડાહી,ખંડ,તેલ વગેરે તમામ નો આધાર આપણે બજાર પર રાખીએ છીએ.વેપારી ને આ ચીજ-વસ્તુઓ નાં બદલામાં પેસા ચૂકવી વસ્તુઓ મેળવીએ છીએ.ત્યારે આપણે ગ્રાહક કહેવાઈ એ છીએ.વિજ્ઞાન અને ટેકનોલોજી નાં વિકસતા આ યુગ માં દરેક વ્યક્તિ એ પેસા પાછળ દોટ મૂકી છે.વેપારીઓ વધુ નાપકો મેળવવા છેતપિંડી,અને ગેરરીતિઓ નો સહારો લેતા અચકાતા નથી.આજે કોઈ પણ ભોગે પેસો,જેવા નોનવેજ શબ્દો વેપારીઓ નાં શબ્દ કોશ માં ઘુંટાઈ ચૂક્યા છે..આજ નાં વેપારીઓ –પેસા જીવન મેં ,બહુત કુછ હેં, પર સબ કુછ  નહી હે,-એ ભાવના વિસરી ચૂક્યા છે. વેપારી ઓ આર્થિક નફો મેળવવા માલ ની ગુણવત્તા માં ઘટાડો કરે છે,અને ભાવ માં જંગી વધારો કરે છે.આ ઉપરાંતઆજે તો બજાર માં નકલી દવાઓ અને ઇન્જેક્સનો નું પણ વેચન થાય છે.,જે દર્દી માટે જીવલેણ સાબિત થઇ શકે છે.વેપારીઓ માલ માં ભેળસેળ કરે છે,વજન માં પણ છેતરપીંડી કરે છે.બજાર માં ૧ કિલોગ્રામ વસ્તુ ખરીદી હોય,તે ઘેર વજન કરો તો તેમાં ૨૦૦-૩૦૦ ગ્રામ આછી જ હોય....વળી,ત.વિ માં આવતી જાહેરાતો એ તો યુવાધન ને ઘેલું જ લગાડ્યું છે.ટીવી. માં મશહુર સુપર સ્ટાર શાહરુખખાન /અમિતાબ બચ્ચન કે પછી આપણા ક્રિકેટર સચીન તેન્ડુલકર કહે કે યે દિલ માગે મોર...  આપણે આ જાહેરાતો ની પ્રોડક્ટો લાવી જાતે જ છેતરાઇ યે વાળી, આજકાલ તો બજાર માં જાત-જાત ની કેટલીય લોભામણી ઓફરો ચાલી રહી છે.જય જૂઓં ત્યાં સેલ...સેલ...બે રૂપિયા માં પાંચ....સ્ક્ર્પ કરો અને જીતો કાર....જોવા /સાંભળવા મળે છે.ગ્રાહકો આવી ઓફરો માં લલચાય વગર રહેતા નથી.અમેરિકા જેવા વિકસીત દેશ માં ભાવ-તાલ કરવાની કોઈ જરૂરજ હોતી નથી..નાનો બાળક કે કોઈ વૃદ્ધ  કોઈ પણ વસ્તુ ખરીદવા જાય ,દરેક ને તે વસ્તુ તેનાં નિયત ભાવે જ મળે છે.ગ્રાહક ને જરા પણ માલ ની ગુણવત્તા કે ભાવ માં અસ્ન્તોહ થાય તો તે અદાલત માં જઇ શકે છે.અનર અદાલત માં વ્યાજબી ગ્રહને ન્યાય મળે જછે.આપણે ત્યાતો ન્યાય ની પ્રકિયા પણ એટલી લાંબી  અને ખર્ચાળ છે કે ગ્રાહક જાગૃત થતો જ નથી..આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી એ ખુતું કે- આપણી પાસે આવેલો ગાહક એ દેવ સમાન છે.,અને દેવ પ્રત્યે જે નિષ્ટ રાખીએ તેજ નિષ્ટ આપણે ગ્રાહક માટે રાખવી જોઈએ...પરંતુ આપણે તો ગાંધી જે સાવ જ ભોળી ગયાં છીએ.વાળી ગાંધીજી એ તો આ દેશ માં રામ-રાજ્ય ની કલ્પના પણ કરેલી પરંતુ આજે તો રાવણ રાજ જ ચાલે છે...આફ્રિકા નાં જંગલોમાં નદીઓ માં વિકરાળ મગરો બેઠા હોય,અને તેનાં ખુલ્લા જડબા પર બગલાઓઆરામ થી બેઠા હોય પરંતુ કોઈ પણ બગલાને મગર ઓહિયા કરી ગયો હોય ,તેવો બનાવ બન્યો નાથ.બગલાઓ એ મગર પર મુક્યો એવો વિશ્વાસ શું એક માણસ બીજા માણસ પર મૂકી શકશે ખરો?નાં, ચોક્કસ નહી...જ ..
અંત માં હું એટલું જ કહીશ કે-૨૧ મી સદી નાં ગ્રાહક બિચારા નાં રહે..અને ગ્રાહકો અને વેપારી ઓ વચ્ચે વિશ્વાસ સધાય તેવી અભ્યર્થના સાથે વિરમું છું....
                                      ધન્યવાદ
જગત અવાશિયા,
ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા
આયોજિત શીઘ્ર વકૃત્વ સ્પર્ધા,
પ્રથમ વિજેતા....તારીખ:-૧૪.૧૨.૨૦૦૧ ધોરણ -૯


આયોજિત શીઘ્ર વકૃત્વ સ્પર્ધા,
પ્રથમ વિજેતા....તારીખ:-૧૪.૧૨.૨૦૦૧ ધોરણ -૯

Thursday, March 14, 2013

પ્રિય મમ્મી,


૧૪.૦૩.૨૦૧૩ 
આજે પ્રિય મમ્મી... ડો. નિમિતભાઈ  ઓઝા ...(એફ.બી.પરથી સંકલિત )..પ્રિય મમ્મી, 
8 GB
ની PEN DRIVE માં, થોડી જગ્યા ઓછી પડી. નહિ તો, મારું આખું બાળપણ એક ફોલ્ડર માં નાંખી ને, અહીં સાસરે લઇ આવી હોત. પણ, મારું બાળપણ તો તારા ખોળા માં જ રહી ગયું. 
તારા ખોળામાં, હું માથું મૂકીને સુઈ જતી, એ સમય સોનાનો હતો. અને એટલે જ , એ ચોરાઈ ગયો. સોનાની વસ્તુઓ પહેલેથી જ હું સાચવી શકતી નથી. ગમે ત્યાં ખોવાઈ જાય છે. ઘરે હતી ત્યારે તો, તું મને શોધી આપતી. સાસરે આવ્યા પછી, મારી જ જાત મને મળતી નથી, તો બીજી વસ્તુઓ તો ક્યાં થી મળે ? 

તું રોજ સવારે, મારા માથા ઉપર હાથ ફેરવીને મને ઉઠાડતી. હવે મારે, ALARM મુકવું પડે છે. જે સાડી તું પહેરતી, એ જ સાડી હવે ALARM ને પહેરાવું છું. પણ તો ય ખબર નહિ કેમ ? ALARM એટલા પ્રેમ થી ઉઠાડી નથી શકતું. એ તારી સાડી નો નહિ, ALARM નો PROBLEM છે.

આજે પણ રડવું આવે છે, ત્યારે તારી જૂની સાડી નો છેડો આંસુઓ સામે ધરી દઉં છું. આંસુઓ ને તો મૂરખ બનાવી દઉં, પણ આંખો ને કેવી રીતે બનાવું ? આંખો પણ હવે, INTELLIGENT થઇ ગઈ છે. 
તેં મને TRAIN કરી, એવી જ રીતે, મારી આંખો ને પણ તેં જ TRAIN કરી છે. એટલે મારી આંખો, જાહેર માં રડતી નથી. 

મમ્મી, જયારે પણ VEHICLE ચલાવું છું, ત્યારે પાછળ બેસીને હવે કોઈ મને સૂચના નથી આપતું કે ધીમે ચલાવ’. ‘ધીમે ચલાવએવું કહેવા વાળું હવે કોઈ નથી, એટલે ફાસ્ટચલાવવાની મજા નથી આવતી.

મમ્મી, મારા ઘરથી મારા સાસરા સુધી જતા રસ્તા માં, એક પણ U-TURN આવ્યો નહિ. નહિ તો, હું તને લેવા ચોક્કસ આવી હોત. 

લગ્ન પછી ઘરથી સાસરા તરફ જતી વખતે, જે ગાડીમાં બેસી ને હું વિદાય પામી હતી, એ ગાડી ના ‘REAR-VIEW MIRROR’ માં લખેલું હતું કે ‘ OBJECTS IN THE MIRROR ARE CLOSER THAN THEY APPEAR’. બસ, એ જ અરીસા માં છેક સુધી મેં તારો ચેહરો જોયા કર્યો. ત્યારે, મને એવી પણ જાણ નહોતી કે જે રસ્તો મને ઘર થી સાસરા તરફ લઇ જાય છે, એ જ રસ્તો પાછો સાસરે થી ઘર તરફ લઇ જશે કે કેમ ?

મમ્મી, કેટલાક રસ્તાઓ ONE-WAY હોય છે. એવા રસ્તાઓ ઉપર હું આગળ નીકળી ગઈ છું. કોઈ ને મારું સરનામું પૂછવાનો અર્થ નથી કારણ કે મારી SURNAME અને સરનામું, બંને બદલાઈ ગયા છે. પણ એ રસ્તાઓ ઉપર WRONG SIDE માં DRIVE કરી ને પણ, તને મળવા હું ચોક્કસ આવીશ. કારણ કે , મારું DESTINATION તો તું જ છે, જ્યાંથી મેં મારી ઝીંદગી ની JOURNEY ની શરૂઆત કરી હતી. 

મમ્મી, મારું DESTINATION અને મારી DESTINY બંને તું જ છે. 
હું નાનપણ થી જ મારી દુનિયા નો સ્પેલિંગ ‘UWORLDU’ લખું છું. કારણ કે MY WORLD STARTS WITH YOU AND ENDS IN YOU. 

મમ્મી, સાસરે આવ્યા પછી મારી દુનિયા બદલાઈ નથી. કારણ કે, મારી દુનિયા તો તું છે. 
લી. મમ્મી ની દિકરી 
-
ડો.નિમિત ( એક દિકરી જો એક દીકરાની જેમ વિચારી શકે, તો એક દીકરો એક દિકરી ને જેમ કેમ નહિ ?)