કૃષ્ણ
હોવું એટલે શું ?
કૃષ્ણ
હોવું એટલે Committed હોવું.
આજે
સંબંધોમાંથી Commitment ભૂલાતું
જાય છે
કૃષ્ણ આખી
જીંદગી Commitment માટે જીવી
ગયા.
એમણે
રાધાને પ્રેમ કર્યો.
રાધાને
મૂકીને આગળ નીકળી ગયા
પણ
પ્રેમનું Commitment પાળ્યું.
આજે
કૃષ્ણનાં નામની આગળ એની પત્ની રૂકમણિનું નામ નહીં
પણ
રાધાનું નામ લેવામાં આવે છે.
કૃષ્ણ
આપણને Commitment શીખવે છે.
કાચા
તાંદૂલ ખાઇને એમણે દોસ્તીનું Commitment પાળ્યું.
સંબંધોમાં
મોટેભાગે ઇગો બાજુ પર મૂકવો પડે.
એ પણ
કરવું પડે જે ન કરવાનું નક્કી કરીને બેઠાં હોવ.
ભીષ્મ અને
કર્ણ બેઉ પોતાનાં ઇગોને બાજુ પર ન મૂકી શક્યા.
કૃષ્ણએ
ઇગોને બાજુ પર મૂકી દીધો.
ભીષ્મએ
પોતાનો પ્રતીજ્ઞા પાલનનો ઇગો બાજુ પર મૂકીને
જો
રાજગાદી સંભાળી લીધી હોત તો
કુરુવંશનું
નિકંદન ન નીકળ્યું હોત.
કર્ણનું Commitment કૌરવો માટે ન હતું.
એનાં
દાનવીર હોવાનાં ઇગો માટે હતું.
એણે જો
કવચ કુંડળ દાનમાં ન આપી દીધા હોત
તો કૌરવો
જીતી ગયા હોત.
કૃષ્ણ જ
એકમાત્ર એવા હતા
જેમણે
પાંડવો માટે પોતે જ લીધેલી પ્રતીજ્ઞા તોડી
અને ચક્ર
ઉંચકીને મારવા દોડી ગયા.
કૃષ્ણએ
દ્રૌપદી સાથેનો સંબંધ પણ
એટલા
જ Commitment સાથે
નિભાવ્યો.
યુધ્ધ
દ્વારા કૌરવો સાથે વેર લેવાનું વચન એમણે પાળ્યું.
એનાં હજાર
ચીર પૂરીને એના પ્રત્યે Committed રહ્યા.
યુધ્ધમાં
પોતાની સેના મોકલીને
એમણે
દુર્યોધનને આપેલું Commitment પણ
પાળ્યું.
એ રણ
છોડીને ભાગી ગયા
કારણ કે
જાણતા હતા કે જરાસંઘ ચડાઇ કરશે અને
પ્રજાને
શાંતિથી જીવવા નહીં દે.
એમણે
પ્રજાની સાથે સ્થળાંતર કર્યું
એક નવી જ
નગરી સ્થાપી અને
એને
સોનાની પણ બનાવી.
આ એમનું
રાજા તરીકેનું પ્રજા માટેનું Commitment હતું.
ગોકુળવાસીઓને
કૃષ્ણ પર ભરોસો હતો કે
એ એમની
રક્ષા કરશે જ.
જ્યારે
ખૂબ વરસાદ પડ્યો ત્યારે
કૃષ્ણએ
ટચલી આંગળીએ ગોવર્ધન પણ ઉંચકી લીધો.
ક્યારેક-ક્યારેક
સંબંધમાં ભરોસો જાળવવા
ગોવર્ધન
પણ ઉંચકી લેવો પડે.
કૃષ્ણ
ધર્મ માટે પણ Committed
હતા.
કૃષ્ણએ
કહ્યું, કે
“ જ્યારે જ્યારે ભારતવર્ષમાં અધર્મ વધી
જશે ત્યારે ત્યારે હું અવતાર લઇશ ”
સંબંધોનાં
ટકી જવા અને એનાં જીવી જવા
પાછળ સૌથી
અગત્યની ચીજ છે Commitment.
જેને
પ્રેમ કરો એને Committed રહો.
કૃષ્ણ
સંબંધોમાં Commitment શીખવે છે.
સંબંધોમાં Commitment નું નામ જ કૃષ્ણ
છે.
દરેક કૃષ્ણ ભક્તે પોતાની જાતને
એક વચન
ચોક્કસ આપવુ જોઈએ કે
સંબંધોમાં Committed રહેવાનું...
|| કૃષ્ણમ વંદે જગતગુરુ ||
સંકલિત....નિરુપમ અવાશીઆ---૧૨.૧૧.૨૦૨૨
No comments:
Post a Comment