Wednesday, May 18, 2011

એવારે એવા અમો તમે કહો છો વળી તેવા રે............


૧૭.૦૫.૨૦૧૧ 
આજે છે ભક્ત કવિ નરસિંહ મહેતા ની જન્મ જયંતી નો અવસર ............
નરસિંહ
પ્રેમ રસ પાને તું મોરના પિચ્છધર,
તત્વનું ટૂપણું તુચ્છ લાગે.

અખિલ બ્રહ્માંડ માં એક તું શ્રી હરિ,
જૂજવે રુપે અનંત ભાસે.

દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું ,
શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.

ઘાટ ઘડિયા પછી નામ રુપ જૂજવાં,
અંતે તો હેમ નું હેમ હોયે.

Wednesday, May 11, 2011

મા ’ વિશે કણિકાઓ – સંકલિત


૧૦.૦૫.૨૦૧૧  આજે મા ........
મા વિશે કણિકાઓ સંકલિત
NOV 29TH
आस्तां तावदियं प्रसूति समये दुर्वार शूलव्यथा
नैरुच्ये तनुशोषणं मलमयी शय्या च सांवत्सरी
एकस्यापि न गर्भभारभरण कलेशस्य यस्यां क्षमा
यातुं निष्कृति मुन्नतोडपि तनय: तस्यै जन्ययै नम:
आदि शंकराचार्य
મા તે દુ:સહ વેદના પ્રસવની જે ભોગવી ના ગણું,
કાયા દીધ નિચોવી ના કહું ભલે તેં ધોઇ બાળોતિયાં
આ જે એક જ ભાર માસ નવ તે વેંઠ્યો હું તેનું ઋણ
પામ્યો ઉન્નતિ તોય ના ભરી શકું તે માતને હું નમું.
અનુ. મકરંદ દવે
હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું,
મહા હેતવાળી દયાળી જ માં તું.
કવિ દલપતરામ
જ્યારે હું હતું પશુ અજ્ઞાન રે,
નહોતું ખાન કે પાનનું ભાન રે.
ત્યારે કોણ મારી સંભાળ,
કરતું ધરી વ્હાલ, તે તું જ તો માવડી.
-
નવલરામ પંડ્યા
પરથમ પરણામ મારા માતાજીને કહેજો રે
માન્યું જેણે માટીને રતન જી
ભૂખ્યા રહી જમાડ્યા અમને, જાગી ઊંઘાડ્યા એવા
કાયાના કીધેલાં જતનજી
રામનારાયણ પાઠક
આયવો ભાઇ !
વૃધ્ધત્વ ખરી પડ્યું,
કોળ્યું કૈશોર્ય !
-
સ્નેહરશ્મી
રડે ત્યારે છાનું રાખે, હસે ત્યારે સામું હસે,
છાતીએ ચાંપે તે તો
કોઇ બીજુંય હોય
પણ
રડતાં ને હસતાં
છાતીએ ચાંપતા
જેની આંખમાં ઝળઝળીયા આવી જાય
તે તો માં
-
જયંત પાઠક
દીકરા જુદા થયા
બધું વહેંચી લીધું
બાકી રહી
માં….. !
તે દિવસે
નાળ કપાઇ હતી
મને પ્રસવતા …. ફરી આજે
તને વૃધ્ધાશ્રમે દોરી જતાં
પ્રવીણ ભૂતા
માં એટલે મૂંગા આશીર્વાદ
મા એટલે વહાલ તણો વરસાદ
મા એટલે અમૃત ઘોળ્યો દરીયો
મા એટલે દેવ ફરી અવતરીયો
મા એટલે જતન કરનારું જડતર
માં એટલે વગર મૂડીનું વળતર
માં એટલે વહાલ ભરેલો વીરડો
માં એટલે મંદિર કેરો દીવડો
દેવેન્દ્ર ભટ્ટ
સાવ સૂનકારમાં સભર જોવું
ને અહરનિશ ટગર ટગર જોવું
કેટલી ઘરડી આંખની હિંમત
સાવ ભાંગેલ ઘરને ઘર જોવું
રાજેશ વ્યાસ
બા
બચપણમાં
હું તને
ચિંતામાં
મૂકતો
લે,
હવે
ચિતામાં
મૂકું છું.
મનોહર ત્રિવેદી
ઇશ્વરની કૃપાથી
પાંગળો પહાડ ઓળંગે પણ ખરો
ન યે ઓળંગી શકે
પણ
ઓળંગી શકાય આ આખોય ભવ
માંની કૃપાથી
હર્ષવદન જાની
જે કાંઇ પૂછ્યા વિના, કાંઇ કહ્યા વિના,
પામી જાય છે સર્વ
અને છતાં
જેનું ભાવવિશ્વ એવું જ ભીનું ને સુંવાળું રહે છે
-
એ મા હોય છે.
પ્રજ્ઞા પટેલ

" સઘળા એ અક્ષરમાં, અમથા એ કો'ક વાર '' ને મૂકી જો જો કાનો (='માં'),

   તે દિ'  દરિયો એ લાગશે નાનો.... ! "


મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.
-વિપિન પરીખ
"જે મસ્તી હોય આંખો માં, સુરાલયોમાં નથી હોતી, અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી,
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે??? જે માંની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી..."


મા
જેને કોઈ ઉપમા આપી ન શકાય એનું નામ માજેને કોઈ સીમા નથી તેનું નામ માજેને ક્યારે પાનખર નથી નડી તેનું નામ માઆવી ફક્ત ત્રણ મા છે. પરમાત્મા, મહાત્મા અને મા


Monday, May 2, 2011

ગુજરાત


    ૦૧.૦૫.૨૦૧૧ સૌને ગુજરાતદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.......સહ......   
ગુજરાત

(ચંદ્ર ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ!’…. )
વિશ્વને રોશન કરી ગઇ દીપિકા ગુજરાતની,
સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિ-કલા ગુજરાતની.
ડાંગમાર્યાથી કદી પાણી જુદાં થાતાં નથી,
દુશ્મનોએ જોઇ છે ક્યાં એકતા ગુજરાતની?
મુક્તિ કેરા ગાલ પર લાલી અમસ્તી ના ગણો,
રંગ લાવી છે શહીદી-ભાવના ગુજરાતની.
ભાગ્ય પર પુરુષાર્થની મારી છે લોખંડી મહોર,
ભૂલશે ઇતિહાસ ના ગૌરવ-કથા ગુજરાતની.
ચંદ્ર ને સૂરજ કહે છે રાતદિ’, ‘જય સોમનાથ!
કાળના હૈયે જડી છે અસ્મિતા ગુજરાતની.
માતા કેરા ચીર સાથે ખેલનારા! સાવધાન!
કૈં મહાભારત ન સર્જે ઉર વ્યથા ગુજરાતની
શૂન્ય, મારી જિંદગીને તો લેખું ધન્ય હું,
મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ માગુજરાતની.                                                            -’શૂન્યપાલનપુરી

Sunday, May 1, 2011

પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ?


     30.04.2011

કર્મેનિષ્ટ, કેળવણીકાર,ઋષિ પિતા મુ.વ. ભાસ્કરભાઈનીપુણ્ય તિથી એ 
પિતા ઉપર એક  સુંદર કાવ્ય અને મજાનો  એક લેખ .....બન્ને સંકલિત .........




સુંદર ભાવો અને ઉત્તમ વિચારો
આંખ ભીની કરી ગયા એ વિચારો
એતો કરીદેશે માફ, છે તાત અમારા
હા, કરીયે શુભ ભાવના તાત અમારા
તમે જે આપ્યુ જ્યારે પણ આપ્યુ
જરુર કરતા બધુ વધુ જ આપ્યુ
હૈયે રૂદન છે, કારણ અમે જે આપ્યુ
અમને સદા ઓછુ અને અધુરુ લાગ્યુ.
હવે એટલું જ ચિંતવુ આ પિતૃ દિને
પ્રભુ પાસે ભવોભવ છાયા તમારી મળે
                ............  વિજય શાહ



પિતાનું આપણાં જીવનમાં કેટલું મહત્વ?
કોઈપણ વ્યાખ્યાનકાર માતા વિષે બોલ્યા કરે છે,  સંત મહાત્માઓ પણ માતાના મહત્વ વિશેજ વધારે કહે  છે,
 
દેવ-દેવીઓએ પણ માતાના ગુણગાન ગયા છે.  લેખકો-કવિઓ પણ માતાના ખુબ વખાણ કર્યાં છે.   સારી વસ્તુ ને માતાની ઉપમા આપવામાં આવે છે. પણ ક્યાય પિતા વિષે બોલાતું નથી.
 
કેટલાક લોકોએ પિતાની કલ્પના ને કલમની ભાષામાં મૂકી છે પણ તે ઉગ્ર, વ્યસની અને મારઝૂડ કરનારા હોયછે.  આવા પિતાઓ સમાજમાં એકાદ-બે ટકા હશેજ પણ સારા પિતાઓ વિષે શું લખાયું છે ?
 
માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે. માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે. અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોય છેને ! પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે. રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે. પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ ? બધાની સામે મોકળા મને માતા રડી શકે છે.
 
દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિત પણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.  રામ કૌશલ્યાના પુત્ર અવશ્ય  છે પણ પુત્ર  વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.
 
 
પિતાના ઠેકઠેકાણે સંધાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે. તેમનું ફાટેલું ગંજી જોઈએ તો સમજાય કેઆપણાંનસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે ”.  તેમનો દાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડે છે.  દીકરા દીકરી નેનવા જીન્સ લઇ આપશે પણ પોતે તો જુનો લેંઘોજ  વાપરશે. સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો  હશે  તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડી નેજ દાઢી કરી લેતાં હોય છે.
 
પિતા માંદા પડે ત્યારે તરતજ  દવાખાને  જતા નથી. તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે.  કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે.  
 
ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.  પહોચ  હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે.  ખેંચ ભોગવીને પણ  બાળક ને  નિયમિત  હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજ તારીખે પરમીટરૂમ  માં પાર્ટીઓ આપે છે  અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.
 
પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી. કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે. જો તેઓ કંઈપણ કરતા ન હોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોય છે. અને ઘરના કામ જુવે છે, સંભાળે છે.  
 
માતા હોવી અથવા તો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે. કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લે છે, વખાણ કરે છે, આશિષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.
 
બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબીમાં અસ્વસ્થ થઈને
આમ થી તેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.
 
દાઝી ગયા, ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ  “ઓં માં  આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો  “બાપ રે આજ શબ્દ બ્હાર પડે છે. નાના સંકટો માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.  કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે. પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે, તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.
 
યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે.
દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા, દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા, ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ?

પિતાનું મહત્વ કોને સમજાય છે ?
બાળપણમાંજ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડે છે. તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે. પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે છે  ઘર ની દીકરી!  સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાય છે.
 
કોઈપણ દીકરી પોતાની ઈચ્છા બાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજે પણ સમાજ માં નથી બનતા? દીકરી પિતાને ઓળખે છે, સાચવે છે. બીજાઓ પણ પોતાને આ  રીતે જાણે, ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ?
 
આપણી પાસેતો થોડા ઉત્સવો છે, જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ.  તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણાજ સંસ્કાર, ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.