Wednesday, May 11, 2011

મા ’ વિશે કણિકાઓ – સંકલિત


૧૦.૦૫.૨૦૧૧  આજે મા ........
મા વિશે કણિકાઓ સંકલિત
NOV 29TH
आस्तां तावदियं प्रसूति समये दुर्वार शूलव्यथा
नैरुच्ये तनुशोषणं मलमयी शय्या च सांवत्सरी
एकस्यापि न गर्भभारभरण कलेशस्य यस्यां क्षमा
यातुं निष्कृति मुन्नतोडपि तनय: तस्यै जन्ययै नम:
आदि शंकराचार्य
મા તે દુ:સહ વેદના પ્રસવની જે ભોગવી ના ગણું,
કાયા દીધ નિચોવી ના કહું ભલે તેં ધોઇ બાળોતિયાં
આ જે એક જ ભાર માસ નવ તે વેંઠ્યો હું તેનું ઋણ
પામ્યો ઉન્નતિ તોય ના ભરી શકું તે માતને હું નમું.
અનુ. મકરંદ દવે
હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું,
મહા હેતવાળી દયાળી જ માં તું.
કવિ દલપતરામ
જ્યારે હું હતું પશુ અજ્ઞાન રે,
નહોતું ખાન કે પાનનું ભાન રે.
ત્યારે કોણ મારી સંભાળ,
કરતું ધરી વ્હાલ, તે તું જ તો માવડી.
-
નવલરામ પંડ્યા
પરથમ પરણામ મારા માતાજીને કહેજો રે
માન્યું જેણે માટીને રતન જી
ભૂખ્યા રહી જમાડ્યા અમને, જાગી ઊંઘાડ્યા એવા
કાયાના કીધેલાં જતનજી
રામનારાયણ પાઠક
આયવો ભાઇ !
વૃધ્ધત્વ ખરી પડ્યું,
કોળ્યું કૈશોર્ય !
-
સ્નેહરશ્મી
રડે ત્યારે છાનું રાખે, હસે ત્યારે સામું હસે,
છાતીએ ચાંપે તે તો
કોઇ બીજુંય હોય
પણ
રડતાં ને હસતાં
છાતીએ ચાંપતા
જેની આંખમાં ઝળઝળીયા આવી જાય
તે તો માં
-
જયંત પાઠક
દીકરા જુદા થયા
બધું વહેંચી લીધું
બાકી રહી
માં….. !
તે દિવસે
નાળ કપાઇ હતી
મને પ્રસવતા …. ફરી આજે
તને વૃધ્ધાશ્રમે દોરી જતાં
પ્રવીણ ભૂતા
માં એટલે મૂંગા આશીર્વાદ
મા એટલે વહાલ તણો વરસાદ
મા એટલે અમૃત ઘોળ્યો દરીયો
મા એટલે દેવ ફરી અવતરીયો
મા એટલે જતન કરનારું જડતર
માં એટલે વગર મૂડીનું વળતર
માં એટલે વહાલ ભરેલો વીરડો
માં એટલે મંદિર કેરો દીવડો
દેવેન્દ્ર ભટ્ટ
સાવ સૂનકારમાં સભર જોવું
ને અહરનિશ ટગર ટગર જોવું
કેટલી ઘરડી આંખની હિંમત
સાવ ભાંગેલ ઘરને ઘર જોવું
રાજેશ વ્યાસ
બા
બચપણમાં
હું તને
ચિંતામાં
મૂકતો
લે,
હવે
ચિતામાં
મૂકું છું.
મનોહર ત્રિવેદી
ઇશ્વરની કૃપાથી
પાંગળો પહાડ ઓળંગે પણ ખરો
ન યે ઓળંગી શકે
પણ
ઓળંગી શકાય આ આખોય ભવ
માંની કૃપાથી
હર્ષવદન જાની
જે કાંઇ પૂછ્યા વિના, કાંઇ કહ્યા વિના,
પામી જાય છે સર્વ
અને છતાં
જેનું ભાવવિશ્વ એવું જ ભીનું ને સુંવાળું રહે છે
-
એ મા હોય છે.
પ્રજ્ઞા પટેલ

" સઘળા એ અક્ષરમાં, અમથા એ કો'ક વાર '' ને મૂકી જો જો કાનો (='માં'),

   તે દિ'  દરિયો એ લાગશે નાનો.... ! "


મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.
-વિપિન પરીખ
"જે મસ્તી હોય આંખો માં, સુરાલયોમાં નથી હોતી, અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી,
શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે??? જે માંની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી..."


મા
જેને કોઈ ઉપમા આપી ન શકાય એનું નામ માજેને કોઈ સીમા નથી તેનું નામ માજેને ક્યારે પાનખર નથી નડી તેનું નામ માઆવી ફક્ત ત્રણ મા છે. પરમાત્મા, મહાત્મા અને મા


No comments: