Wednesday, August 30, 2017

(૮૪)..પિતા પુત્રી..

૩૦/૦૮/૨૦૧૭..(૮૪)..પિતા પુત્રી..







સંકલિત......                                ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ  


बेटी की बचपन से ही आदत थी..।
वो जन्मदिन आने के 4-5 दिन पहले से ही कहने लगती .."पापा गिफ्ट ले लिया????"
मै मुस्कराता....नहीं में सर हिलाता..
वो गुस्से से मुँह फुला लेती..फिर जन्मदिन के दिन सरप्राइज़ मिलता तो बहुत खुश होती..।
इस बार वो ससुराल में थी..मैं भी गिफ्ट खरीद कर वहीँ जा पहुँचा..
सरप्राइज़ की नीयत से दबे पावँ दाखिल हुआ...
बेटी के रोने और उसके पति और सास के लड़ने की आवाज़ें आ रही थी..
मै बोझिल दिल से पलटा...फोन पर उसके ससुराल आने की ख्वाहिश की तो वह बोली....
"पापा...आज ना आएं......हम बाहर डिनर करने आएं हैं ...मेरा बर्थडे है ना!!!!!"
नाज़ुक पर ज़िद्दी दिखने वाली ये बेटियाँ समय के साथ कितना बदल लेती है अपने को । 

अपने हाथों से बड़ा करने वाले माँ बाप की कल्पना से भी कहीं ज्यादा ।
  (लघुकथा)                संकलित


                                                                                                                                         A couple made a deal the night of their Marriage to NOT open the door of their room to anybody who comes knocking in the morning for any reason!
In the morning the parents of the husband came & knocked on the door, the husband & the wife were looking at each other & as they agreed before, they didn't open the door.
After a while the parents of the bride came knocking at the door to check on them, the couple were looking at each other, then the bride dropped a tear & started crying  she said: "I cannot keep them knocking & not open the door, I miss them already"

The husband didn't say anything & he let her open the door for her parents.
Years & years passed & the couple had 5 children, the first ones were boys & the 5th was a little girl, when she was born the father was extremely happy that Almighty blessed him with her, & he threw a Huge Party for her in Grand style, people were so amazed with his joy & his happiness that they asked him, why are you so happy with her more than you were before with her older brothers?
He answered simply: "She is the one who will open the door for me"
Baby girls are the comfort of the eyes of their father!
They hold the key to their mothers hearts!
Daughters are really unique.
They care for their parents even after they are married.
Its rightly said, "A son is a son till he gets a Wife, a daughter is a daughter all  her Life!"

 દીકરી એટલે બાપનો શ્વાસ અને વિશ્વાસ!
( આ લેખના લેખકનું કોઈ જગ્યાએ નામ નથી મળતું એટલે લેખક અજ્ઞાત લખ્યું છે. જે બદલ લેખકની ક્ષમા માંગુ છું અને આટલો સુંદર લેખ લખવા બદલ ધન્યવાદ!

દીકરો એ બાપનું રૂપ છે તો દીકરી એ બાપનું સ્વરૂપ છે. દીકરો બાપ પાસે અપેક્ષા રાખે-ક્યારેક હુકમ પણ કરે, જ્યારે દીકરી બાપને મદદ કરે. દીકરી એટલે હૂંફની ગુફા કે જેમાં બેસીને બાપ રાહતનો દમ ખેંચી શકે છે. દીકરો પણ બાપને મદદરૂપ થાય છે, પણ આ મદદરૂપ થવાના ઘણાં કારણો છે. જેમ કે દીકરાની ફરજ, દીકરા અને બાપે સાથે મળીને આર્થિક ઉપાર્જન કરીને ઘર ચલાવવું, કુટુંબ કે સમાજના સભ્યો દીકરાને ટોણો ન મારે, સમાજમાં સારા દેખાવા માટે વગેરે.
પણ દીકરી બાપને મદદરૂપ થાય છે તેમાં ઉપરનું એક પણ કારણ નથી.
દીકરીને બાપ પાસે કોઈ અપેક્ષા હોતી નથી. સાસરે ગયા પછી બાપને મદદરૂપ થવાની દીકરીની ફરજ નથી કે નથી સમાજ કોઈ ટોણો મારવાનો. આમ છતાં સમાજમાં એવા હજારો કુટુંબ જોવા મળે છે કે જેમાં સાસરે રહીને પણ દીકરી બાપનો હાથ પકડતી હોય, બાપને મદદરૂપ થતી હોય. આ બાબત જ દીકરીની બાપ પ્રત્યેના પ્રેમની નિશાની છે. દીકરી સાસરે ગયા પહેલાં કે પછી પણ બાપનો સતત વિચાર કરતી હોય છે. તેની મા-બાપ સાથેની લાગણી એવી તો જોડાઈ ગઈ હોય છે કે દીકરા વગરના બાપને કે બાપથી જુદા રહેતા દીકરાની ગેરહાજરીમાં જરૂર પડે, કાંધ પણ આપે છે.
જમાનો બદલાય છે, પણ દીકરીનો બાપ પ્રત્યેનો પ્રેમ એવો ને એવો જ રહે છે. આવી દીકરી ત્યારે જ જન્મતી હોય છે કે જ્યારે તમે પરભવમાં વધુ પ્રમાણમાં પુણ્ય કર્યાં હોય અને આ ભવમાં પણ તેનો સિલસિલો ચાલુ રાખ્યો હોય.

દીકરી એટલે સવાઈ મા.માના તમામ સ્વરૂપ દીકરીમાં છે. ઉપરાંત મા દીકરાનો ટેકો લેવા પ્રેમ કરે છે, જ્યારે દીકરી તો ટેકો બનવા પ્રેમ કરે છે. માટે જ દીકરીને 'સવાઈ મા' કહેવામાં સહેજ પણ ખોટું નથી. કહેવત છે કે મા વિના સૂનો સંસારતો કહી શકાય કે, ‘દીકરી વિના અધૂરો સંસાર.એટલે કે જે બાપને માત્ર દીકરો જ છે, તેનું જીવન અધૂરું જ ગણાય.
સંસારમાં રહીને સાચો પ્રેમ પારખવો હોય અને ચાખવો હોય તો દીકરીના બાપ બનવું પડે. આવા દીકરીના બાપ નસીબદાર વ્યક્તિ જ બની શકે. જેને પોતાની દીકરી નથી તે બાપે આ સંસારમાં રહીને કશુંક ખૂબ જ મોટું ગુમાવ્યું છે, પણ આ વાતનો ખ્યાલ દીકરી વિહોણા કમનસીબ બાપને નહીં આવે. તેનો અનુભવ કરવા સદ્નસીબ હોવું જોઈએ અને સદ્નસીબ બનવા દીકરીના બાપ બનવું પડે
 દીકરીને ઘડવામાં માનો ફાળો અનન્ય છે, તો બાપને ઘડવામાં દીકરીનો ફાળો અનન્ય છે. આમ જોતાં... મા વિનાની દીકરી અધૂરી છે, તો દીકરી વિનાનો બાપ અધૂરો છે. રાજા દશરથ આ રીતે અધૂરા હતા. જો તેમને એક દીકરી હોત તો રામને વનમાં જવું ન પડયું હોત. દીકરીએ દશરથને ખખડાવીને કહ્યું હોત કે રામને વનમાં જવાની જરૂર નથી અને દશરથ રાજાની હિંમત હતી કે દીકરીના વેણને ઉથાપે? અરે, દીકરી એ તો દીકરી છે. દુનિયાના કોઈ પણ બાપને ખખડાવવાનો અને ધાર્યું કરાવવાનો હક માત્ર દીકરીને જ છે.
આ જગતની એક પણ એવી દીકરી નહીં હોય કે જેણે તેના બાપને સાચવ્યો ન હોય. પોતે ઉંમરમાં નાની હોય છે, પણ સમજમાં મોટી હોય છે. પોતે ભૂખી રહીને બાપને પહેલાં ખવડાવનાર આ દીકરી પાછળ લાખો રૂપિયાનો કરિયાવર પણ નાનો જ પડે. પોતાની મનગમતી વાનગી ખાવા બેસનાર દીકરી સૌ પહેલાં માને પૂછે છે કે પપ્પા માટે આ વાનગી રાખી છે ને?
રાત્રે પોતે પથારીમાં સૂઈ જઈને બાપને પલંગ કે ખાટલામાં સૂવાડતી આ દીકરીનો ઓરતો કયા બાપને ન આવે? અડધી રાત્રે ઊઠીને પણ પપ્પા ઓઢીને સૂઈ ગયા છે કે કેમ તેની ખાતરી કરતાં કોઈ દીકરીની ઊંઘ ઊડી ગઈ હોય તેવું આજદિન સુધી સાંભળ્યું નથી. દીકરી પોતાના ખર્ચમાં કાપ મૂકીને બાપની આવકમાં ઘર ચલાવવામાં માને મદદ કરતી હોય છે, જેથી બાપ હળવાશથી સૂઈ જાય. બાપના દરેક સવાલનો તેની પાસે એક જ જવાબ હોય છે, “ચાલશે, ભાવશે અને ફાવશે.ક્યારેય કોઈ માગણી નહીં, માત્ર લાગણી જ.સતત લાગણીથી નીતરતી દીકરી સાથે એક જ થાળીમાં ખાવાનું દરેક બાપના નસીબમાં નથી હોતું. જો દીકરી મોટી થયા પછી તેની સાથે એક થાળીમાં ખાય તો તે સંભારણું બની જતું હોય છે. બાપ જ્યાં વાપરવાનું કહેતો હોય છે, ત્યાં દીકરી બચાવવાનું કહેતી હોય છે. બાપના ખર્ચ પર સૌથી વધારે કાપ મૂકવાની શરૂઆત દીકરી તરફથી જ થતી હોય છે અને બાપ માટે કોઈ વસ્તુ લાવવાની શરૂઆત પણ દીકરી તરફથી જ થતી હોય છે.
બીમારીમાં સપડાયેલ બાપની ચાકરી માટે જ દીકરીનું સર્જન થયું હશે તેમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી જ. એક દીકરા માટે મા જેટલું કરી શકે તેના કરતાં પણ ઓછા સમયમાં દીકરી વધુ કરી જાય છે.
મા સાથે દીકરો સાઠ-સિત્તેર વર્ષ રહે છે, જ્યારે બાપ સાથે દીકરી એકવીસથી પચીસ વર્ષ રહે છે. છતાં માના મનમાં દીકરા માટે જેટલા આદર, ભાવના, લાગણી હોય છે તેટલી જ કે તેનાથી પણ વધારે માંડ પચીસ વર્ષ રહેતી દીકરીના મનમાં બાપ માટે હોય છે. તે જ દીકરીની ખરી ખાનદાની છે.
બાપને સાચવવામાં અવ્વલ રહેતી દીકરી જરૂર પડે તો બાપને ખખડાવવામાં પણ અવ્વલ રહે છે. કોઈ પણ કુટુંબમાં બાપને ખખડાવવાનો અધિકાર મોટાભાગે દીકરી પાસે જ હોય છે. ચૂપ થાઓ તેમ બાપને ઘરમાં માત્ર દીકરી જ કહી શકતી હોય છે. છતાં બાપની તાકાત નથી કે તે દીકરીની સામે ગુસ્સાથી બોલી શકે. આ બાબત જ દીકરીને સવાઈ કરે છે. આ દુનિયાનો જે બાપ દીકરીથી ખખડયો ન હોય તેણે ઘણું ગુમાવ્યું છે. એટલું જ નહીં આવા બાપને લાગણી એટલે શું તે અનુભવવામાં સમય લાગશે.
ઓફિસમાં સેવકો કે કર્મચારીને ખખડાવતો બાપ નાની છોકરી સામે ચૂપ કેમ રહે છે? આટલું જ વિચારજો અને જવાબ શોધજો એટલે દીકરી અને બાપ વચ્ચેનો સંબંધ કેટલો ઊંડો હોય છે તેનું જ્ઞાન આવશે. અને હા... જો અનુભવ લેવો હોય તો દીકરીના બાપ બનવું પડે અને દીકરીથી ખખડવું પડે. ઘરમાં બાપને ખખડાવતી દીકરી બીજા દ્વારા બાપને ખખડવા નથી દેતી તે તેની વિશેષતા છે. પોતાના બાપ વિરુદ્ધનું એક પણ વાક્ય સાંભળવા દીકરી ક્યારેય તૈયાર હોતી નથી. તેના મતે તો મારો બાપ જ સાચો અને સર્વશ્રેષ્ઠ.
સુખી બાપની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય?
જવાબ સરળ જ છે. જેની દીકરી સુખી તે બાપ સુખી. તેનાથી ઊલટું પણ એટલું જ સાચું છે કે જેની દીકરી દુઃખી તેનો કરોડપતિ બાપ પણ દુઃખી. દીકરી બાપને ઘરે-પિયરમાં હોય ત્યારે એક કહેવત છે: દીકરી એટલે પારકી થાપણ.આ કહેવત પાછળનો ભાવાર્થ આપ સૌ જાણો જ છો? આ દીકરી જ્યારે સાસરે જાય ત્યારે કેટલાંક સાસરિયાં તેને પારકી જણીપણ કહેતાં હોય છે. આમ દીકરી મારી છે એમ કહેનાર કોઈ જ નહીં.
કેવો લુચ્ચો સમાજ!
હકીકતમાં દીકરી એ તો બાપનો શ્વાસ અને વિશ્વાસ છે. બાપ દીકરી પર જેટલો વિશ્વાસ મૂકે છે તેટલો વિશ્વાસ પોતાના દીકરા કે પોતાની પત્ની પર નથી મૂકી શકતો.
દીકરી વગરના કમનસીબ બાપને દસ મિનિટ માટે સદ્નસીબ બનવા માટેની એક ચાવી... કોઈની પણ દીકરીને સાસરે વળાવવામાં આવતી હોય ત્યારે કાર કે સ્કૂટર બાજુમાં ઊભું રાખીને પણ તે દૃશ્ય જોજો. તમે આપેલી દસ મિનિટ જ નહીં, પણ તમારા દસ દિવસ સુધરી જશે. રડીને પણ હળવા થઈ શકાય? આનંદિત થઈ શકાય?
હા... સાસરે જતી કોઈની પણ દીકરીને જોવાનો આંસુ સાથે આનંદનો પ્રસંગ! કેવો અમૂલ્ય પ્રસંગ. એક જ બોલથી બાપની બોલતી બંધ કરી દેતી દીકરીએ હવે સતત બીજાના જ બોલ મૌન બનીને સાંભળવાના છે. છતાં આનંદિત થઈને રડતો બાપ દીકરીને સાસરે વળાવે ત્યારનો પ્રસંગ રામાયણ કે ગીતા કરતાં સહેજ પણ ઓછો પવિત્ર નથી. આવા પવિત્ર પ્રસંગે આંસુરૂપે પડતું દરેક ટીપું ગંગાના પવિત્ર જળ જેટલું જ પવિત્ર ગણાય. આવું દરેક આંસુ અમૃત જળ કહેવાય. જેને વહેવડાવવાનો મોકો ભાગ્યશાળી વ્યક્તિને જ મળે.
કેટલાક વિધાનો વિચારજો... કોઈ દીકરીએ બાપ પાસે માગ્યું નથી અને કોઈ બાપે દીકરીને ઓછું આપ્યું નથી. દીકરી ઘર છોડીને જાય ત્યારે થાપા કરે છે કારણ તે જાણે છે બાપનો દીકરો મિલકત માટે અંગૂઠો કરશે અને મિલકત લેશે. જ્યારે દીકરી કહે છે કે ભાઈ, માત્ર અંગૂઠો જ નહીં મારા દસેદસ આંગળાની છાપ આપું છું કે મારે મિલકત જોઈતી નથી. દીકરીને કારણે બાપ દેવાદાર બન્યો હોય તેવા ઉદાહરણ ભાગ્યે જ હશે, પણ દીકરાને કારણે દીકરી એ તો બાપનું આરોગ્ય છે. માટે તો દીકરીને કાળજાનો કટકો કહ્યો છે, દીકરાને નહીં. લેખક: અજ્ઞાત
દીકરી દેવો ભવ . . . !!
મારી દષ્ટિએ મા એ મમતાની મૂર્તિ છે, પિતા વાત્સલ્યમૂર્તિ છે, પરંતુ દીકરી એ દયાની મૂર્તિ છે.
એ મમતા છોડીને પતિગૃહે જાય છે. એના વાત્સલ્યનું સ્થાન પણ બદલાતું હોય છે,
પરંતુ એનું દયાપણું અકબંધ રહે છે. અને તે ખાસ કરીને પિતા તરફથી એની દયા, મારા અનુભવમાં ખૂબ જ વિશેષ હોય છે.
દીકરી જીવનની તમામ ઘટનાઓને પોતાના વિવેક અને મા-બાપના સંસ્કારના બળે સહી લેતી હોય છે,
જીરવી લે છે, પરંતુ એના બાપને કાંઈ થાય એ એના માટે સદાય અસહ્ય હોય છે.
કોઈ એને કહે કે તારા પિતાની તબિયત બરાબર નથી. બસ, દીકરીની સ્થિતિ દીકરી જ જાણે.
મારી સમજ કાંઈક એવી છે કે પુત્ર એ પિતાનું રૂપ છે, પરંતુ પુત્રી એ તો પિતાનું સ્વરૂપ છે.
પુત્રએ બાપનો હાથ છે, પરંતુ દીકરી એ બાપનું હૈયું છે.
અને એટલે જ તો બાપ જ્યારે કન્યાદાન આપતો હોય ત્યારે,એ દીકરીનો હાથ જમાઈના હાથમાં આપતો હોય છે,
પરંતુ….
વાસ્તવમાં તો એ પોતાનું હૈયું જ આપતો હોય છે.
અને એટલે જ તો આપણા સમર્થ લોકકવિ શ્રી દાદભાઈએ
કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગ્યો
આવી અદભૂત વાત ગાઈ છે.
- .પૂ. મોરારીબાપુ
દીકરી બાપના દિલની શાતા....
.......ક્યારેય તમે તમારી જાતને દુનિયાભરના તમામ દુ:ખોથી ઘેરાયેલી
મહેસુસ કરો ત્યારે તમારી દીકરી સાથે થોડો સમય દિલથી વિતાવજો.
તેની સાથે દિલ ખોલીને વાત કરી લેજો.
ત્યાં તમારા મનને હિમાલયથી પણ વધારે ઠંડક અને અનંત શાંતિ અનુભવવા મળશે.
દીકરી તો મા-બાપનો શ્વાસ છે, જે લીધા વગર ચાલતું પણ નથી અને સમય આવ્યે છોડ્યા વગર પણ ચાલતું નથી.
ઈશ્વરે દીકરી ઘડીને માતા-પિતા ઉપર ઉપકાર કર્યો છે.
દીકરીનો મા-બાપ પ્રત્યેનો પ્રેમ પ્રારંભથી લઈને અંત સુધી એક સરખો જ વહે છે.
દીકરી જગતના કોઈપણ ખૂણે જશે, માતા-પિતાના હૃદયથી ક્યારેય દૂર જતી નથી.
દીકરી સાથેની મા-બાપની વહાલની કડીઓ ક્યારેય ઢીલી પડતી નથી. દીકરી જ સચ્ચાઈ છે.
દીકરો ક્યારેક ભ્રમ સાબિત થઈ શકે છે. કદાચ એટલા માટે જ આપણાં તત્ત્વચિંતકોએ દીકરીને બાપનું હૈયું કહી છે...
કલેજાનો ટુકડો કહ્યો છે. અને, એટલા માટે જ દીકરી સાસરે જાય છે ત્યારે મા-બાપની આંખોમાં આંસુ વહે છે.
નક્કી માનજો, દીકરી તો ગયા ભવમાં જેણે પુણ્ય કર્યા હોય તેને જ મળે છે.


   દીકરી નાની હોય કે મોટી હોય કે.જી. માં ભણતી હોય કે કોલેજ માં કુમારિકા હોય કે કન્યા, દીકરી સદાય દીકરી જ રહે છે. માં-બાપ માટે બાળપણ માં બિન્દાસ દીકરી ભલે બાપ સમું ચબ ચબ બોલતી હોય, માનું મન રાખતી ન હોય ભાઈ ને ભાળ્યો મુક્તિ ન હોય, બહેનો હારે બથોબથ આવતી હોય અને શેરી માં સીપરા ઉડાડતી હોય. 

પરંતુ જયારે યુવાન થાય ત્યારે તરત જ ગંભીરતા ધારણ કરી લે છે. લગ્ન વખતે પીઠી ચોળી આમ તેમ સહેલી સાથે મહાલતી આનંદ માનતી હોય.

હજી જાન પરણવા આવવાને થોડી વાર છે પરંતુ જયારે ગામ માં કે શેરી માં જાન આવે છે ત્યારે નાના ટાબરિય આનંદ માં આવી જઇ બુમો પડે કે એ... જાન આવી ગઈ જાન આવી ગઈ. આ શબ્દો જયારે પીઠી ચોળેલ કન્યાના કાને પડે છે ત્યારે તમામ સહેલીનો સંગાથ આનંદ એક બાજુ મેલી ને જ્યાં ગણેશ બેસાડ્યા છે ઘર માં ગણેશ સ્થાપન આગળ બેસી જાય છે. હવે મારે આ ઘર આ માંડવો છોડવાનો સમય આવી ગયો મારા પિતાની છત્ર છાયા જેવો આ વહાલનો વડલો છોડી ને આજે પારકા પોતાના કરવા જવાનો સમય થઇ ગયો. જે ઘર માં રમતી હતી ઢીંગલીથી સમય ક્યારે પસાર થઇ ગયો ?

આમ જાન પરની ને પોતાને ગામ જાય છે. દીકરી પિયરીયાના છેલ્લા ઝાડવા જોઈ લે છે. માં-બાપ, ભાઈ-બહેન સહેલી કુટુંબ પરિવાર મૂકી ને સાસરે જાય છે, આ ત્યાગ છે. કોઈ સાધુ સંતો નો ત્યાગ આની પાસે કઈ નથી. આ ત્યાગ ને મારા સો સો સલામ.... પિયરીયાનાતમામ સંભારણાને પોતાના હ્રિદય માં એક ખૂણા માં ધરબીદે છે. 

સાસરિય વાળા કે ગામ વાળા પૂછે કે વહુ કરિયાવર માં શું લાવ્યા ?
કન્યાની લાગણીયો નો અહિયાં કોઈ જ વિચાર નથી કરતુ. હકીકતમાં સાસરિયામાં આવતી દીકરી બાપ ને ઘરે થી શું શું લાવી એના કરતા કેટલું બધું મૂકી ને આવી છે માં-બાપ ઘર બાર પરિવાર ગામ આ બધું મૂકી ને આવી છે. આ વસ્તુ નો જયારે સમાજ વિચાર કરશે ત્યારે જ તેના સંસાર માંથી સુગંધ આવશે અને નવી વહુનું સાસરિયામાં આવવું અને નવા બાળક નો જન્મ થવા જેવું છે. બાળક જ્યાં સુધી માના  ઉદરમાં હતું એને કોઈ કષ્ટ ન હતું. ખોરાક, હવા, પાણી વગેરે માં
દ્વારા જ મળતું. કોઈ અવાજ ઘોઘાટ નહિ. પૂર્ણ શાંતિ હતી એને માના  ઉદર માં પરંતુ જયારે નવ મહિના બાદ એને બહાર આવવાનું થાય ત્યારે કષ્ટ થાય છે હવે એને ખોરાક, હવા પાણી જાતે લેતા શીખવું પડશે.  ચાલતા બોલતા શીખવું પડશે.
બસ આવું જ નવી આવેલી વહુ માટે છે જે અત્યાર સુધી પિતા ના ઘરે હતી કોઈ ચિંતા ન હતી .  હવે નવા ઘર માં ચાલતા શીખવું

આપણે દીકરીને દીધી વિદાય, તોય આવ્યાના ભણકારા થાય. દીકરી કોઇથી નાં કોઈ દી વિસરાય,
આખા ઓરડામાં દીકરી વરતાય
.
જોઇને તસવીર એની, જમવાનું ભૂલો તમે,
સમયને ભૂલી જઈ ઝૂલા પરે ઝૂલો તમે,
આપણા આંગણીએથી ઉડી ગઈ મેના, એના
યાદ કરો રોજ રોજ ટહુકા અમોલા , તમે
.
છોને મુખડું આ મીઠું મલકાય, આંખો આંસુડે છાની ઉભરાય. રાત જાગી વાટ જોતા, જ્યારે થાતું મોડું એને,
ચીડાતાતા મારી ઉપર, લડતાતા થોડું એને,
ઓરડામાં આંટા દેતા ફોન પાસે ઉભા રેતા,
ફોન લેતા હાથમાં અને થાય લાવ જોડું એને,
ફોન લાગે ને વાત નવ થાય, "હાલો" સાંભળતા ડૂમો ભરાય..
દીકરી કોઇથી નાં કોઈ દી વિસરાય, આખા આયખા પર દીકરીની છાંય
તુષાર શુકલ
A DAD’S SPEECH AT HIS DAUGHTER’S WEDDING
I thought I would start my speech by addressing you as the “new” family of my daughter. But I think it would be inappropriate because now that she is married, you are “the family” for her. Believe me; I don’t have a problem with that. I, in fact, want my daughter to have “you” as her priority now. Its time for us to take a backseat in her life. We would happily accept it but would surely request one thing- please keep her happy!
I am more than sure that you will keep her very happy. She will perhaps be happier than what she used to be here. But like all fathers, I obsess over my daughter’s happiness which is making me say this over and over again- please keep her happy!
She never was and will never be a burden for me. She is in fact the reason why I breathe and smile. I am getting her married because this is what the law of nature demands. I am helpless in the face of our culture and therefore sending her to your home. She was the happiness of my home and will now light up your home. I am giving my world to you. Please make sure it remains beautiful. I am giving away my princess to you. Please make sure she stays as a queen. I have raised her with my sweat and blood and now she is wonderfully perfect. For all the care, love, beauty and warmth my daughter will bring into your lives, I just want her happiness in return—please keep her happy!
If at times you think that my daughter has said or done something wrong, feel free to scold her. But handle her with love. She is very fragile. If at times she feels low, be with her. She just needs a little bit of your attention. If at times she feels sick, show her some care. It’s the medicine that works best for her. If at times she fails to fulfill a responsibility, feel free to chastise her. But empathize with her. She is still learning. Do understand her—please keep her happy!
I don’t mind if I don’t get to see her for months. I don’t mind if I am not able to talk to her on a daily basis. I would be more than happy if she doesn’t remember me much. But, my only motive in life has been my daughter’s happiness which is now in your hands. I beg you, please keep her happy.
Dear son-in-law, these words may not mean much to you now but if you are lucky enough to father a daughter someday, you will appreciate them better when you will find every beat of your heart shouting – “please keep her happy”!
-- Dedicated to all fathers
દીકરી એટલે વહાલનો દરિયો દીકરી એટલે દાંપત્યનો દીવડો
 by Vinod R. Patel
                           
 પિતા અને પુત્રી વચ્ચેના વાત્સલ્યનો પવિત્ર સંબંધ .             
એક માતા અને એની દીકરી વચ્ચે સખીપણું અને તાદાત્મ્ય હોય એ સ્વાભાવિક ગણાય છે.આજની મારી પોસ્ટનો વિષય છે ,મા-દીકરીના નહીં પણ એક દીકરી અને એના પિતા વચ્ચેના ઊંડા પણ અદીઠ પ્રેમનો મહિમા રજુ કરવાનો.
કોઇપણ સ્ત્રી એના જીવન દરમ્યાન પુત્રી રૂપે,બહેન રૂપે ,પત્ની રૂપે કે માના રૂપે સંસારમાં છવાએલી રહેતી હોય છે.સ્ત્રી મા બને એટલે કોઈની દીકરી મટી જતી નથી.મા-બાપને મન  દીકરી સદાય દીકરી જ રહેતી હોય છે.પિયરમાં ઘણા વર્ષો ગાળીને ,એક દીકરી પોતાનાં મા-બાપ,ભાઈ-બહેન ,સાહેલીયો અન્ય કુટુંબીજનોને મુકીને સાસરે આવીને કદી જાણ્યા ન હોય એવાં પારકાંને પોતાનાં કરીને નવું ઘર વસાવે છે એ એના માટે જેવો તેવો ત્યાગ ન કહેવાય.એક પરિણીત સ્ત્રી પતિ અને પિતા નામના બે કિનારા વચ્ચે વહેતી નિર્મળ નદી જેવી હોય છે.
લગ્ન કરીને સાસરીયે સંચરતી દીકરી વિદાય વખતે રડતી આંખે પિતાને જ્યારે કહેતી હોય કે કે પપ્પા તમારું ધ્યાન રાખજો ,તમારી દવાઓ લેવાનું ભૂલતા નહીં,ત્યારે કઠણ કાળજાનો અને કડક સ્વભાવનો બાપ પણ દીકરીને ભેટીને ચોધાર આંસુએ રડી પડે છે.એ વખતે પિતાને ઊંડે ઊંડે આશંકા રહેતી હોય છે કે ખુબ જ લાડ કોડમાં ઉછરેલી મારી કાળજાની કોર જેવી દીકરી સાસરિયે દુખી તો નહીં થાય ને ?કવિ કાલીદાસના અભિજ્ઞાન શાકુંતલમાં પુત્રી શકુંતલાને વિદાય કરતાં કણ્વ ઋષિ જેવા ત્યાગી પણ દુખી હૃદયે કહે છે :સંસાર છોડીને સંન્યાસી બનેલા અમારા જેવા વનવાસીને પુત્રી વિદાયનું આટલું દુખ થતું હોય તો સંસારીઓને કેટલી થતું હશે !
એક દીકરી અને પિતા વચ્ચે કોઇપણ બદલાની આશા સિવાયનો નિસ્વાર્થ પ્રેમ હોય છે.દીકરી પિતાના સ્વાસ્થ્ય અને સુખની ચિંતા કરતી હોય છે તો પિતા પણ દીકરી દુખી હોય તો એના માટે જીવ બાળતો હોય છે.દીકરી રડતી આંખે પિયરમાં પિતાને ત્યાં આવે ત્યારે પીતાનું હૃદય ઊંડો આંચકો અનુભવે છે.પિતા-પુત્રી એક બીજાના સુખ-દુઃખના સમાચાર દુર રહીને પણ પૂછતાં રહે છે.દીકરી થોડા દિવસ પિયરમાં રહેવા માટે આવે ત્યારે માને તો આનંદ થાય એ સમજી શકાય પરંતુ પિતાને આવેલ દીકરીમાં ભૂતકાળમાં પોતાના હાથમાં રમાડેલ નાની બાળકીનાં જાણે કે દર્શન થતાં હોય છે ! કોઈ પણ વૃદ્ધ સ્ત્રીને ફલાણા ભાઈની દીકરી છે એમ કહીને કોઈ જ્યારે ઓળખ કરાવે ત્યારે એ વૃધ્ધા પણ જાણે કે ઉમરમાં જુવાન થઇ ગઈ હોય એમ રાજી રાજી થઇ જાય છે. દીકરી એ વૃદ્ધ પિતા માટે વાતનો વિસામો છે.



કરિયાવર                  પિતા- પુત્રીના  પ્રેમની એક હૃદયસ્પર્શી વાર્તા
હરખ ભેર હરીશભાઈ એ ઘરમાં પ્રેવેશ કર્યો સાંભળ્યું ?’
અવાજ સાંભળી હરીશભાઈ નાં પત્ની નયનાબેન હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા.આપણી સોનલ નું માંગું આવ્યું છે. ખાધેપીધે સુખી ઘર છે. છોકરા નું નામ દિપક છે અને બેંકમાં નોકરી કરે છે. સોનલ હા કહે એટલે સગાઇ કરી દઈએ.
સોનલ એમની એકની એક દીકરી હતી..ઘરમાં કાયમ આનંદ નું વાતાવરણ રહેતું .હા ક્યારેક હરીશભાઈનાં સિગારેટ અને પાન-મસાલાનાં વ્યસન ને લઈને નયનાબેન અને સોનલ બોલતાં પણ હરીશભાઈ ક્યારેક ગુસ્સામાં અને ક્યારેક મજાકમાં આ વાત ને ટાળી દેતા.સોનલ ખુબ સમજદાર અને સંસ્કારી હતી. એસ.એસ.સી પાસ કરીને ટ્યુશન,ભરતકામ કરીને પપ્પાને મદદ રૂપ થવાની કોશિશ કરતી .હવે તો સોનલ ગ્રેજ્યુએટ થઇ ગઈ હતી અને નોકરી કરતી હતી પણ હરીશભાઈ એની આવક નો એક રૂપિયો લેતા નહિ અને કાયમ કહેતા, ‘બેટા આ પૈસા તારી પાસે રાખ તારે ભવિષ્યમાં કામ લાગશે.
બંને ઘરની સહમતી થી સોનલ અને દિપકની સગાઇ કરી દેવાઈ અને લગ્નનું મુહર્ત પણ જોવડાવી દીધું. લગ્નને આડે હવે પંદર દિવસ બાકી હતા.હરીશભાઈ એ સોનલને પાસે બેસાડીને કહ્યું બેટા તારા સસરા સાથે મારી વાત થઇ,એમણે કરિયાવરમાં કઈ જ લેવાની ના કહી છે ,ના  રોકડ,ના  દાગીના અને ના  તો કોઈ ઘરવખરી.તો બેટા તારા લગ્ન માટે મેં થોડી બચત કરી ને રાખી છે એ આ બે લાખ રૂપિયાનો ચેક હું તને આપું છું, તારે ભવિષ્યમાં કામ લાગશે, તું તારા એકાઉન્ટ માં જમા કરાવી દેજે.
ભલે પપ્પાસોનલ ટુંકો જવાબ આપીને પોતાના રૂમમાં જતી રહી. સમય ને જતાં  ક્યાં વાર લાગે છે ? શુભ દિવસે આંગણે જાન આવી,સર્વેના હરખનો પાર નથી.ગોરબાપા એ ચોરીમાં લગ્નની વિધિ શરુ કરી.ફેરા ફરવાની ઘડી આવી . કોયલનો જેમ ટહુકો થાય એમ સોનલનાં હૈયેથી બે શબ્દો નીકળ્યા, ‘ઉભા રહો ગોરબાપા, મારે તમારા બધાની હાજરીમાં મારા પપ્પાની સાથે થોડી વાત કરવી છે,’
પપ્પા તમે મને લાડકોડ થી મોટી કરી, ભણાવી,ગણાવી ખુબ પ્રેમ આપ્યો એનું ઋણ તો હું ચૂકવી નહિ શકુ પરંતુ દિપક અને મારા સસરાની સહમતીથી તમે આપેલો બે લાખ રૂપિયાનો ચેક તમને હું પાછો આપું છું, એનાથી મારા લગ્ન માટે કરેલું ભારણ ઉતારી દેજો અને આ ત્રણ લાખ નો બીજો ચેક જે મેં મારા પગારમાંથી કરેલી બચત છે, જે તમે નિવૃત થશો ત્યારે કામ લાગશે, હું નથી ઈચ્છતી કે ઘડપણમાં તમારે કોઈની પાસે હાથ લંબાવવો પડે. જો હું તમારો દીકરો હોત તો આટલું તો હું કરત જ ને !!!
હાજર રહેલા બધાની નજર સોનલ ઉપર હતી પપ્પા હવે હું તમારી પાસે કરિયાવર માં જે માંગું એ આપશો ?” હરીશભાઈ ભારે આવાજમાં હા બેટા, એટલું જ બોલી શક્યા. તો પપ્પા મને વચન આપો કે આજ પછી તમે સિગારેટ ને હાથ નહિ લગાડૉ , તમાકુ, પાન-મસાલાનું વ્યસન આજથી છોડી દેશો. બધાની હાજરી માં હું કરિયાવર માં બસ આટલું જ માંગુ છું.દીકરીનો બાપ ના કેવી રીતે કહી શકે.લગ્નમાં દીકરીની વિદાય વખતે કન્યા પક્ષનાં સગાંઓને તો રડતાં જોયાં હશે પણ આજે તો
જાનૈયાઓની આંખો પણ ભીંજાઈ ગઈ.
દુરથી હું સોનલના આ લક્ષ્મી સ્વરૂપ ને જોતો જ રહ્યો .૨૦૧ રૂપિયાનું કવર મારા ખિસ્સામાંથી બહાર કાઢી શક્યો નહિ. સાક્ષાત લક્ષ્મી ને હું શું લક્ષ્મી આપું !!પણ એક સવાલ મારા મનમાં જરૂર થયો.


THOSE WHO HAVE DONE GOOD DEEDS IN PREVIOUS LIFE WOULD HAVE THE GOD GIVEN GIFT OF A DAUGHTER
DAUGHTER, FATHER'S HEART AND SOUL 

A FATHER Asked His DAUGHTER...
Who Would U Love More, Me Or Ur Husband..??
The BEST Reply Given By the DAUGHTER...
I Don't Know Really, But When I See U, I Forget Him,
But When I See Him, I Remember U..
U Can Always Call Ur DAUGHTER As Beta, But U Can Never Call Ur Son As Beti..
That's Why DAUGHTERS are SPECIAL..
Dedicated to all the wonderful women... "The Home Makers"
''Din khwaabon ko palkon pe sajaane mei guzar gaye....
Raat neendon ko manaane me guzar gayi...
Jis ghar mei mere naam ki takhti(name plate) bhi nahi....
Saari umar ussi ghar ko sajaane mei guzar gayi...."
WOMEN ARE TRULY SPECIAL
BETI ki mohabbat ko kabhi Aazmana nahi, 
woh phool hai usse kabhi Rulana nahi,

BAAP ka toh Maan hoti hai BETI,
Zinda Hone ki Pehchan Hoti hai BETI,
Uski Ankhe kabhi Num na Hone dena,
Uski zindagi se khushiya kabhi kam na Hone dena,
Ungli pakad ke kal jis ko Chalaya tha tumne,
Phir Usko hee Doli mai Beethana hai tumhe,
Bahut Chota sa Safar Hota hai BETI ka saath
Bahot kum Waqt ke Liye hoti hai who hamare Pass....!


 સંકલિત.....




No comments: