૧૦.૦૮.૨૦૧૨
આજે શ્રાવણ વદ આઠમ–જન્માષ્ટમી. …….
“વસુદેવં સુતમ દેવં કંસ ચાણુર મર્દનમ
દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ’’
દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ’’
“કૃષ્ણમ્ વંદે જગત ગુરુ......”
આજ ની પોસ્ટ જગત ના બ્લોગ “વિચારજગત”માંથી સાભાર..........
કૃષ્ણ જન્મોત્સવ નાં આ મહોત્સવ નિમિતે વંદનપૂર્વક :
તુ રાધાનો કાં’ન ,
ને મીરાંનો શ્યામ .
તુ નરસિંહ નો નાથ ,
ને સુદામા નો સાથ .
તુ પાંચાળી નો ભ્રાત ,
ને વાંસળી નો નાદ .
તુ દેવકી નો લાલ ,
ને જશોદા નો પ્રાણ .
તુ ગોપીઓનું ગાન ,
ને ગોવાળોનું માન .
તુ સૂરદાસ નો સૂર ,
ને તેજસ્વિતાનું નૂર .
તુ કંસ નો કાળ ,
ને ભક્તોની ભાળ .
તુ દ્વારિકાનો રાજ ,
ને તારો સોનાનો તાજ .
પણ મારે મનમંદિર તો ,
તુ માત્ર ને માત્ર…..
પ્રેમાનુભૂતિ નો પ્રાસ !!!
- જગત અવાશિયા
[કૃષ્ણ-દ્રષ્ટિ- હરિન્દ્ર દવે અને સુરેશ દલાલ પ્રસ્તાવના સ્વર- જગત અવાશિયા http://vicharjagat88.wordpress.com
No comments:
Post a Comment