Saturday, December 24, 2011

"બંધુત્વ નો વેરી બન્યો આતંકવાદ.”


૨૩.૧૨.૨૦૧૧
 આજે એક વ્યક્તવ્ય ..........૩૧ ડિસેમ્બર.......૨૦૦૧ ના રોજ નું. .. ૧૦ વર્ષ પહેલાંની વાત આજ નાં સંદર્ભ માં પણ તેટલીજ પ્રસ્તુત છે .....jagat's speech....my script.....in his school days....


                          "બંધુત્વ નો વેરી બન્યો આતંકવાદ.
        માનનિય નિર્ણાયકગણ,વ્હાલા વિદ્યાર્થી મિત્રો,                                    
આજે સમગ્ર વિશ્વ માં એક ભયાનક  તાંડવ નૃત્ય ચાલી રહ્યું છે.પુષ્પ જેવા માસુમ બાળકો પાસે કોઈ તાકાત નથી પુષ્પ તો ચીમળાઈશકે,કરમાઈ શકે,અને કચડાઈ શકે .એ ખીલી પણ શકે અને ખરી પણ શકે.---પુષ્પ ને ખીલવા દે... તે..ધર્મ ...અને... કચડે તે અધર્મ .....આજે મારે નાના મોઢે ...અને ભીના હૃદયે કહેવાનું છે કે-બંધુત્વ નો વેરી બન્યો આતંકવાદ....
ઈશ્વરે આ શ્રુષ્ટિ નું સર્જન કર્યું અને તેને સોહામણી પણ બનાવી.આટલાથી પરવરદિગાર ને સંતોષ નાં થયો ,તેને પોતાની સર્વ શ્રેષ્ઠ કૃતિ એવા માનવ નું સર્જન કર્યુઁ.અને તેનાં માં લાગણીઓ નું સિંચન  કર્યું.ઈશ્વરે કલ્પના કરી હશે કે-મારા સ્વર્ગથી પણ સુંદર આવું આ વિશ્વ બનાવવું છે.કવિ ઉમાશંકર જોષી ની પંક્તિઓ યાદ આવે છે-વ્યક્તિ મટી બનું હું વિશ્વ માનવી,માથે ધરું ધૂળ વસુંધરાની...ભૂદાન યજ્ઞ નાં પ્રણેતા વિનોબાજી એ ‘જય જગત’ નું સુત્ર આપ્યું.આપણા આ મહાન દેશે તો વસુધૈવ કુટુમ્બકમનો મંત્ર વિશ્વ માં ગુંજતો કર્યો.
પરંતુ આજેતો બંધુત્વ નો વેરી આતંકવાદ બન્યો છે.અને તેને માનવ જાત પર અજગરી ભરડો લઇ એક ખૂબજ મોટો પડકાર ઊભો કર્યો છે.આતંકવાદ વિશ્વ વ્યાપી સમસ્યા છે .વિશ્વ ની મહાસત્તાઓ પણ આતંકવાદીઓ નો શિકાર બની છે.ઇઝરાયેલ પેલેસ્ટાઈનીઓ નો સામનો કરી રહ્યું છે.માઓ વાદી
આતંકવાદી ઓ નેપાળ ને ધમરોળી રહ્યાછે.શ્રીલંકા છેલ્લા ૨૫-૨૫ વર્ષ થીએલ.ટી.ટી.ઈ સામે  લડી રહ્યું છે.ઓસામા બીન લાદેન પ્રેરિત આતંકવાદ યુરોપ નાં દેશો તેમજ અમેરિકા માં આતંક મચાવી રહ્યાં છે..૧૧  સપ્ટેમ્બર નાં રોજ અમરીકા નાં વલ્ડૅ ટ્રેડ સેન્ટર પર થયેલ આતંકવાદી હુમલા  નાં પડઘા શમે તે પહેલાં ૧૩ ડીસેમ્બર નાં રોજ ભારત જેવા મહાન લોકતંત્ર નાં હૃદય સમા સંસદ ભવન પર આતંકી હુમલો થયો.આમ,તો છેલ્લા કેટલાય વર્ષો થી આપનો દેશ પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ નો સામનો કરી રહ્યો છે.આપણા દેશ નો ખૂણે-ખૂણો આતંકી પ્રવૃત્તિઓ  થી સળગી ઉઠ્યો છે.રોજ નિર્દોષ માણસો ની હત્યાઓ થાય છે.આપણે માત્ર લાચારી થી જોઈ રહ્યાં છીએ .જુદી-જુદી પ્રજા વચ્ચે અવિશ્વાસ,વેમ્નસ્યનું વાતાવરણ સર્જાયું છે. આતંકવાદ-વિદ્રોહ,,વ્યક્તિવાદ,અને અલગતાવાદ માં થી જન્મે છે..પરંતુ વિદ્રોહીઓ એ ભૂલી જાય છે કે- તેમણે અપનાવેલો માર્ગ ન્યાયી છે ખરો?સ્વયં ની નબળાઈ ઓ તરફ આંખ મિચામણાં કરી થતો આ વિદ્રોહ વિસ્ફોટ બની જાય છે.મિત્રો,વાળી આ બધી પ્રવૃત્તિ ઓ મઝહબ ને નામે ચલાવવામાં આવે છે.દુનિયા નો કોઈ ધર્મ માણસ-માણસ વચ્ચે વેર રાખવાનું શીખવતો નથી..તેથી કવિ ઇકબાલે કહ્યું છે-મઝહબ નહી શિખાતા આપસ મેં બેર રખના.-
  માણસ આજે ભીતર થી ખળભળી ઉઠ્યો છે.તે અશાંત છે,બેચેન અને અજંપાથી ભર્યો-ભર્યો છે.તે આજે આતંકવાદ સામે ગુસ્સા થી ત્રસ્ત છે.
કવિ બાલમુકુન્દ દવે એ કહ્યું છે-
બુદ્ધ,મહંમદ સોક્રેટીસ,ઈસુ ને ગાંધી,
આવ્યા ને ગયાં મંત્રાંજલિ છાંટી,
--અને તોય આપણે કોરાકટ.. 
વિશ્વબંધુત્વ ની ભાવના પ્રબળ કરવાને બદલે મનુષ્ય એ પ્રપંચો કરી યુધ્ધો કર્યા.અને યુદ્ધો નું વિકરાળ,વરવું  સ્વરૂપ આતંકવાદ આજ વિશ્વ ને ધ્રુજાવી રહ્યું છે.વિશ્વ શાંતિ નાં શ્વેત કબુતર ની એક બાજુ સમડી છે તો બીજીબાજુ ઘુવડ છે.,કબૂતર ની પાંખો કપાઇ ,તેનાં પીછા ઊડી રહ્યાં છે.તે તરફડી રહ્યું છે.ગઈ છે. પ્રેમ અને કરુણા હશે તો જ આ કબુતર નો પુનર્જન્મ થશે.આ પક્ષી ને માળો બાધવા માટે હૃદય માં અધીરાઈ છે.પણ ક્યાંય છે-કોઈ એવું વૃક્ષ જ્યાં તે માળો બાંધી શકે?
બંધુત્વ નાં વેરી એવા આતંકવાદ નિર્મૂળ કરવામાં માનવ જાતને સફળતા મળે એવી અભ્યર્થના સાથે વિરમું છું.
                    જય... જગત........ધન્યવાદ.......
જગત અવાશિયા,
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ
આયોજીત વ્રકૃતત્વ સ્પર્ધા ,
દ્વિતીય વિજેતા,
ઉત્કર્ષ વિદ્યાલય ,
તારીખ:-૩૧.૧૨.૨૦૦૧No comments: