Tuesday, July 18, 2017

(૫૪)..સંસ્કૃત સૂત્રો

૧૮/૦૭/૨૦૧૭..(૫૪)..સંસ્કૃત સૂત્રો ........


દુનિયાની દરેક ભાષા પાસે કેટલાંક ચોટદાર સૂત્રો હોય છેસૂત્રની ખૂબી  છેકે  ટૂંકું હોય છે અને વળી મર્મવેધક હોય છેપ્રત્યેક સૂત્ર આપણને કોઈ ને કોઈ ‘પોઝિટિવથૉટ’- હકારાત્મક વિચાર આપે છે દષ્ટિએ   જોઈએ તો આવાં સૂત્રો માણસ માટે ‘માઈલસ્ટોન’ જેવાં બની રહે છે.
આજે એક તરફ માતૃભાષા ગુજરાતીને બચાવવા માટે આપણે સૌ ચિંતિત છીએ ત્યારે મારી વાત આપણી   માતૃભાષાની જનેતા સંસ્કૃત ભાષાનાં સૂત્રોની વાતકદાચ તમનેવિચિત્ર લાગશેપરંતુ તમને જાણીને   આનંદ થશે કે આપણી અનેક સંસ્થાઓ આજે પણ સંસ્કૃત ભાષાનાં સૂત્રોને પોતાનો આદર્શ માને છેઅલબત્તક્યારેક એવું જોવા મળે છે કેએ સૂત્રમાત્ર ‘શોભાના ગાંઠિયા’ જેવું કે ‘પોથીમાંનાં રીંગણાં’ જેવું બની ગયું હોય છેઉદાહરણો સાથે આગળ વધીએ.
(૦૧)-સત્યમેવ જયતે- सत्यमेव जयते 

તમને ખબરછે કે ભારત સરકારનું આમૂળ સૂત્ર છે :‘સત્યમેવ જયતેસરકારમાં બેઠેલા લોકોને વિશ્વાસ છે કે સત્યનો  સદા વિજય થાય છેઅથવા એવું  આપણને કહેવા માગે છેજે હોય તેભારત સરકારનો મુદ્રાલેખ ‘સત્યમેવ જયતે’ છે કોઈ જોક નથીફેક્ટ છે.
(૦૨)-સત્યં શિવં સુન્દરમ- सत्यम् शिवम् सुन्दरम्


ટેલિવિઝનનું સૂત્ર ‘સત્યં શિવં સુન્દરમ’ છેજ્યારે પણ દૂરદર્શન કેન્દ્રનું સિમ્બોલ ટી.વીસ્ક્રીન ઉપર      દર્શાવવામાં આવે છે ત્યારે  સૂત્ર વાંચવા મળે છેદૂરદર્શન એના દર્શકોને કેટલું સત્યકેટલું શિવમ-કલ્યાણકારી અને કેટલું સુંદર બતાવે છે  પ્રશ્ન પૂછવામાં મજા નથી.
(૦૩)-અહર્નિશ સેવામહે-    अह्र्निश सेवामहेઆપણા તારટપાલ ખાતાનું સૂત્ર છે ‘અહર્નિશ સેવામહે’ એટલે કે હું સતત તમારી સેવા કરું છુંટપાલખાતાની સેવાઓથી આપણે પરિચિત છીએઆજકાલ હવેઆંગડિયા-કુરિયર સર્વિસને કારણે ટપાલ-ખાતા પાસે ખાસ કામ બચ્યું નથીમોબાઈલ ફોનઈન્ટરનેટફેસબૂકને કારણે હવે પત્રવ્યવહાર ખૂબ    ઘટી ગયો છેછતાં આપણું ટપાલખાતું આપણી કેવી અહર્નિશ સેવા કરે છે એની આપણને સૌને ખબર છે.
(૦૪)-યોગક્ષેમ વહામ્યહં-  योगक्षेम वहाम्य

લાઈફ ઈન્શ્યોરન્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (ભારતીય જીવનવીમા નિગમ)નું સૂત્ર ‘યોગક્ષેમ વહામ્યહં’ છેએનો અર્થ છે હું યોગક્ષેમનું વહન કરું છુંઅલબત્ત કોઈસેવાભાવી કે સદાવ્રતી પેઢી નથી એટલે ગ્રાહકે  પોતાનું યોગક્ષેમ  સંસ્થા દ્વારા વહન કરાવવું હોય તો એનાં પ્રિમિયમ્સ ભરતા રહેવું પડે છે.
(૦૫)-ધર્મચક્રાપ્રવર્તનાય-  धर्म चक्राप्रवर्तनाय


ધર્મચક્રનું પ્રવર્તન કરવાનું  સૂત્ર કોનું છે  જાણશો તો કદાચ તમને હસવું આવી જશે ! લોકસભા (સંસદ)નવી દિલ્હીનું કાર્ય ભારતમાં ધર્મચક્રનું પ્રવર્તન કરવાનું છે.સંસદસભ્યોને ગાળાગાળી કરતા અને ખુલ્લા હાથની મારામારી કરતા જોયા પછી  સંસદ કેવા ધર્મચક્રનું પ્રવર્તન કરશે એવી દહેશત જાગશે.
(૦૬)-યતો ધર્મસ્તતો જય-  यतो धर्मस्तो जय


જ્યાં ધર્મ હશે ત્યાં વિજય થશેઆવું સૂત્ર આપણી સુપ્રીમ કોર્ટનું છે વાત જુદી છે કે આપણે સાચા હોઈએ તોય ન્યાય મેળવવામાં એક ભવ ટૂંકો પડે છેન્યાયતંત્ર ઉપર જેનેભરોસો હોય  સૌ પોતપોતાની આંગળી ઊંચી કરેએવું પૂછવામાં જોખમ છેન્યાય મળવામાં વિલંબ થાય   અન્યાય નથી શું ?
(૦૭)-કોષ મૂલો દંડ-  कोष मूलो दण्ड


ઈન્કમટેક્સ વિભાગનું  સૂત્ર  કેવું કાંટાળું છે ! કોષ (ભંડાર અથવા સમૃદ્ધિ)નું મૂળ દંડ (પનિશમેન્ટછેજો દંડની જોગવાઈ  હોય તો પછી ઈન્કમટેક્સ ભરવા કોણ જવાનુંહતું ?
(૦૮)-નાદ બ્રહ્માણે નમ-  नादब्रम्हाणे नम:


નાદ એટલે કે સ્વરના બ્રહ્મને નમન કરવાની ભાવના ધરાવતું  સૂત્ર ‘બૃહદ ગુજરાત સંગીત સમિતિનું છેસંગીતને તમામ લલિત કલાઓમાં શુદ્ધ કલા તરીકે ઓળખવામાંઆવે છેકારણ કે એનું સાધન સ્વર છેસ્વર હંમેશાં નિષ્કપટ હોય છેનાદ બ્રહ્મને પ્રણામ કરવાથી સ્વરને સમજવાની પાત્રતા આવે છે.
(૦૯)-પાવકા નઃ સરસ્વતી-पावका न: सरस्वती 

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (પાટણ)નું સૂત્ર છે ‘પાવકા ના: સરસ્વતી’ એટલે કે સરસ્વતી (વિદ્યાઆપણને સૌને પાવન કરે !
(૧૦-)યોગઃ કર્મસુ કૌશલમ- योग कर्मसु कौशलम्

ગુજરાત યુનિવર્સિટી (અમદાવાદ)નું સૂત્ર ‘યોગઃ કર્મસુ કૌશલમ’ એટલે કે યોગ અને કર્મમાં કુશળતા  પ્રાપ્ત કરવાનું છે.
(૧૧)-સ્વાધ્યાયઃપરમં તપ-  स्वाध्याय: परमं: तप:


બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી (અમદાવાદ)નું સૂત્ર કેવું અર્થપૂર્ણ છે, ‘સ્વાધ્યાયઃ પરમં તપઃ’ અર્થાત સ્વાધ્યાય   પરમ તપ છેસ્વાધ્યાય દ્વારા  માણસપરફેક્ટ બને છે.
(૧૨)-સેવા અસ્માકં ધર્મ-  सेवा अस्माकं धर्म 

ભારતીય ભૂમિદળનું સૂત્ર છે : ‘સેવા અસ્માકં ધર્મ’ અર્થાત સેવા અમારો ધર્મ છે.
નભઃ સ્પૃશં દીપ્તમ
(૧૩)-વાયુસેના (એરફોર્સ)નું સૂત્ર છે - नभ स्पृश दीप्तम्--/सर्वदा गगने चरेत
 નભઃ સ્પૃશં દીપ્તમ’ એટલે કે આભને આંબતું અને વ્યોમમાં શોભતુંજોકે ભારતીય વાયુસેના (મેન્ટેનન્સ કમાન્ડનાગપુરનું સૂત્ર છે : ‘સર્વદાગગને ચરેત’ એટલે કે હંમેશાં ગગનમાં વિહરતું.
શં નો વરુણઃ
(૧૪)-નૌસેના (નેવી)નું સૂત્ર છે-शनो वरुण:
 શંનો વરુણઃ’ એટલે કે વરુણદેવ આપણું રક્ષણ કરો !
એકાદ સૂત્ર અપનાવીએ
અહીં રજૂ કરેલાં તમામ સૂત્રો સંસ્કૃત ભાષામાં રચાયેલાં છેઆપણી સંસ્કૃત ભાષા કેટલી સમૃદ્ધ છે અને   આપણને સંસ્કૃત ભાષા પ્રત્યે કેટલો બધો આદર છે   સૂત્રો દ્વારા અનેવિવિધ સંસ્થાઓમાં થતા તેના    ઉપયોગ દ્વારા પુરવાર થાય છેદરેક માણસે પોતાની લાઈફમાં આવાં કેટલાંક સૂત્રો અપનાવી લેવાં જોઈએઆવાં સૂત્રો આપણને નૈતિકઅધઃપતનમાંથી બચાવી શકે છેયાદ રહે કે  સૂત્રો ‘પોથીમાંનાં રીંગણાં’ ન  બની રહેવાં જોઈએએનો સભાનપણે અને આદરપૂર્વક અમલ પણ થવો જોઈએસૂત્ર  છે કે જેમાં કશોક પોઝિટિવ થૉટ હોય અને આપણું તો હિત હોય પરંતુ કોઈનુંય અહિત  હોયતમને સંસ્કૃત  ભાષા  આવડતી હોય તો ગુજરાતી કે અંગ્રેજી ભાષામાં તમારું અંગતસૂત્ર અપનાવવાની તમને છૂટ છે.
સંકલિત
       સંકલિત......                                ચિત્ર સૌજન્ય:ઈન્ટરનેટ...

No comments: