Wednesday, May 29, 2013

અકબર-તાનસેન

૨૯.૦૫.૨૦૧૩......આજે અકબર તાનસેન ની સુંદર વાત.....                                                                        
                                                                         
         



એકવાર અકબર બાદશાહે દરબારમાં સંગીતસમ્રાટ તાનસેનનું સંગીત સાંભળ્યું ને આફરીન પોકારી ગયો કે વાહ, શું ગાયકી છે. તેને થયું કે તાનસેન આટલું સુંદર ગાઈ શકે છે, તો એના ગુરુ કેટલું સરસ ગાતા હશે ? બાદશાહે પોતાનો વિચાર તાનસેનને કહ્યો. તાનસેને પોતાના ગુરુ સ્વામી હરિદાસનાં વખાણ કર્યાં. એમની દિવ્ય ગાયકીનાં વખાણ કર્યા. બાદશાહ કહે, આપણે એમને દરબારમાં બોલાવીએ. તાનસેન કહે, એ દરબારમાં ન આવે. એમને સાંભળવા આપણે ત્યાં જવું પડે. અકબર બાદશાહ કબૂલ થયા. બંને જણા વેશ બદલીને ગયા. સ્વામી હરિદાસ સવારના પહોરમાં રિયાઝ કરતા હતા ત્યારે પહોંચ્યા અને છુપાઈને ભજન સાંભળ્યા. અકબર બાદશાહ ભાવવિભોર થઈ ગયા. તેમણે તાનસેનને કહ્યું તું આ જ ભજન ગાય છે, પણ આટલી સારી રીતે નથી ગાઈ શકતો. એનું શું કારણ ..?
તાનસેન કહે, બાદશાહ, હું તમારા કહેવાથી તમને ખુશ કરવા ગાઉં છું, જ્યારે સ્વામીજી અંતરના ઊંડાણથી ભગવાનને રીઝવવા ગાય છે. કોણ કોના માટે ગાય છે એના પર એની ગુણવત્તાનો આધાર છે..

Saturday, May 18, 2013

માંગરોળ ની મુલાકાતે---૫૦ વર્ષ ના વહાણાં વહી ગયાં પછી.....


   ૧૮.૦૫.૨૦૧૩

    તારીખ ૧૪.૦૫.૨૦૧૩ ના રોજ  માંગરોળ -સૌરાષ્ટ્ર જ્યાં મારું  બચપણ તેમજ પ્રાયમરી /થોડું માધ્યમિક 
શિક્ષણ થયું .....તેની  મુલાકાતે ૫૦ વર્ષ ના વહાણાં વહી ગયાં   બાદ ગયો.......

       અંતર ની ઉર્મીઓ ને શબ્દ મા કંડારવાનું કામ કપરું છે.કદાચ મારા માટે અશક્ય છે.........



કામનાથ મહાદેવ 

કોરોનેશન હાઇસ્કુલ હવે કે.કા શાસ્ત્રી વિદ્યાલય 

માધવપુર નો દરિયો 

જુના સહધ્યાયી શ્રી પ્રભાકર વોરા સાથે. 


કામનાથ મહાદેવ 

ये दौलत भी ले लो, ये शोहरत भी ले लो 

भले छीन लो मुझसे मेरी जवानी 

मगर मुझको लौटा दो बचपन का सावन

वो काग़ज़ की कश्ती, वो बारिश का पानी 


मुहल्ले की सबसे पुरानी निशानी
 
वो बुढ़िया जिसे बच्चे कहते थे नानी
 
वो नानी की बातों में परियों का डेरा
 
वो चहरे की झुरिर्यों में सदियों का फेरा
 
भुलाये नहीं भूल सकता है कोई
 
वो छोटी सी रातें वो लम्बी कहानी 

कभी रेत के ऊँचे टीलों पे जाना
 
घरोंदे बनाना बना के मिटाना
 
वो मासूम चाहत की तस्वीर अपनी

वो ख़्वाबों खिलौनों की जागीर अपनी 

न दुनिया का ग़म था न रिश्तों के बंधन
 
बड़ी खूबसूरत थी वो ज़िंदगानी