Thursday, August 29, 2013

રામને મંદિર ઝાલર બાજે

૨૯.૦૮.૨૦૧૩
  આજે જન્માષ્ટમી ના પારણા.....પ્રસ્તુત છે મારું  અતિ પ્રિય...કવિ સુન્દરમ નું કાવ્ય....


(૧૧..૦૮.૨૦૧૨
આજે  શ્રાવણ વદ નોમ- ઊપવાસ ના પારણા નો દિવસ .........સ્કુલ ના દિવસો ની મને ખૂબજ સ્પર્શી ગયેલી કવિતા.....કવિ શ્રી સુંદરમે  કરેલ સમાજ વ્યવસ્થા પર નો કટાક્ષ આજે પણ એટલોજ પ્રસ્તુત છે.......)


 

                                           

                                       રામને મંદિર ઝાલર બાજે, ઘંટના ઘોર સુણાય
શેઠની મેડિએ થાળીવાજુંનૌતમ ગાણાં ગાય
મંદિરની  આરતી  ટાણે  રે
વાજાનાં  વાગવા  ટાણે  રે
લોકોના જૂથ નિતે ઊભરાય
એક ફળિના ત્રણ રહેવાસી : શેઠ ને બીજા રામ

ત્રીજી  માકોરબાઈ  રાંડેલી, કોડી કને ના દામ
લોકોનાં  દળણાં  દળતી  રે
પાણીડાં કો'કના   ભરતી  રે
કાઢી ખાય રોટલો કરતી કામ
શેઠની મોટી દૈત્ય હવેલી  ગામનું  નાક કે'વાય
રામનું મંદિર આરસબાંધ્યું નિત ઝળાંઝળ થાય
ફળિના    એક  ખૂણામાં  રે
ગંધાતા  કો'  ખૂણામાં  રે
માકોરના મહેલ ઊભેલા જણાય
માકોર ઊઠી અંગ મરોડે, પેટાવે દીપકજ્યોત
ધાન લઈને દળવાં બેસે, રામની માગી ઓથ
ઘરેરાટ    ઘંટી  ગાજે  રે
ભૂખી ડાંસ  ઘંટી ગાજે  રે
ગાજે જેમ દુકાળિયાનું મોત
ગોકુળ  આઠમ આજ હતી  ને લોક કરે ઉપવાસ
માકોર ભૂખી રહી નકોરડી કાયામાં ન રહ્યો સાસ
મુઠ્ઠીભર ધાન બચાવવા રે
સીતાના રામ રીઝાવવા રે
પેટાવ્યો પેટમાં કાળ-હુતાશ
                         શેઠના ઘેરેરામને મંદિર,   સાકર-ઘીનાં ફરાળ
પારણામાં કાલ કરવા ભજિયા દળવા આપી દાળ
દળાતી  દાળ તે આજે રે
હવાયેલ દાળ તે આજે રે
ઉઠાળે માકોર પેટ વરાળ
અંગ થાક્યું એનું આંચકા લેતું હૈડે હાંફ ના માય
બે પડ વચ્ચે દાળ દળે તેમ કાયા એની દળાય
દળી જો દાળ ના આપે રે
શેઠ  દમડી   ના આપે રે
બીજો ઉપવાસ માકોરને થાય
અન્ન ખાતી તોય અન્નનો દાણો ન દેતી ઘંટી આજ
માકોરની  અન્નપૂરણા  રૂઠી  ફરવા  પાડે  ના  
હજી દાળ અરધી બાકી રે
રહી ના રાત  તો બાકી રે
મથી મથી માકોર આવે વાજ
શેઠ  જાગે  ને  રામજી  જાગે, જાગે સૌ સંસાર
ભોમનો ભાર ઉતારવા આજે જન્મ્યા'તા કિરતાર
પરોઢના જાગતા સાદે રે
પંખીના  મીઠડા  નાદે રે
ડૂબે માકોરનો ભૂખ પોકાર
શેઠ હસે બેઠા આઠમે માળે, રામ રમે રણવાસ
રામને મંદિર ઝાલર બાજે, શેઠને મહેલ હુલાસ
માકોરની મૂરછા ટાણે રે
ઘંટીના  મોતના ગાણે રે
કાળો એક કાગ કરે રે નિસાસ

-સુન્દરમ્

Tuesday, August 13, 2013

Parivar Video

13.08.2013
                                Memories....                    12-13 Febuary -2011