Friday, April 22, 2016

"The Journey of a thousands miles begins with one step...Lao Tau..(1995 to 2016)


22.04.2016....

"The Journey of a thousands miles begins with one step...    Lao Tau..(1995 to 2016)





                                           ટીવી ફાયદારૂપ કે ગેરફાયદારૂપ....

 માનનીય  શ્રોતામિત્રો,
                  આજે મારે નાના મોઢે મોટી વાત કરવાની છે.આખા ધુવારણ માં ચર્ચા
ચાલે છે કે ટી.વી.ફાયદારૂપ કે ગેરફાયદારૂપ. મારાં બધાજ વડીલોશિક્ષકો, મિત્રોએક્જ અવાજે  કહે છે કે-  ટી.વી. એ તો દાટ વાળ્યો છે.    
પરંતુ તેમ માનતો નથી.તેથીજ  મારો મત જાહેર કરતાં પણ ગભરાઉં છું.  
 હું એમ પૂછું છું કે- મને  ટીવી  ન જોવાની સલાહ આપનારા મારા વડીલો મહાભારત, ક્રિષ્ના, સારેગામા કે  અંતાક્ષરી જોવાનું ચુકે છે ખરા? ખરેખર  ટીવી તો વિજ્ઞાન એ     આપેલું વરદાન છે.   ટી.વી. થી આપણે દેશ વિદેશ નાં સમાચાર થી માહિતગાર રહીએ
 છીએ. પાકિસ્તાને આપણા પર આક્રમણ કર્યું પરંતુ આ વખતે કોઈ પણ વખત નાજોવા મળેલ તેવી અપ્રતિમ દેશદાઝ  દેશ નાં ચારેય ખૂણામાં  જોવા મળી ,તે માં શું ટીવી નો ફાળો નાનો હતો? ટીવી ની શોધ થઈ તોજ કોમ્પુટર ની ,વિડીઓંની શોધ થઈ.આજે આપણા દરેક કામ કોમ્પુટર કરી આપે છે તેનો પડદો એ ટેલીવીઝન જ છે.હા એ વાત ખરી કે આપણે ટીવી નો ઘણોજ દુરઉપયોગ કરીએ છીએ અને ચોવીસે કલાક પિકચરો મુકીએ છીએ પરંતુ તેમાં બિચારા ટીવી ની શો દોષ?આપણે માણસ જાત કુદરતી સંપત્તિ હોય કે વિજ્ઞાન  ની શોધ હોય આપણે તો દુરૂપયોગ કરવાનાજ ,આપણી પાસે તો ખુદ ભગવાન પણ લાચાર છે અને તેથીજ કહેવાયું છે –હે ભગવાન!! તારા બનાવેલા તને બનાવે છે.
તમે કહેશો કે ટીવી જોવાથી આંખ ને નુકશાન થાય છે.  પરંતુ દૂર થી ટી.વી જોવાથી આંખ ને નુકશાન થતું નથી, તે વિજ્ઞાનિકોએ સાબિત કરેલું છે. જ્ઞાન –વિજ્ઞાન અને આનંદ માટે ટી.વી જરૂરી છે.એકવીસમી સદી માં કૂચ કદમ કરવા માટે ટી.વી. વગર ચાલવાનું નથીજ .આજ નાં બાળકોના બૌદ્ધિક અને માનસિક વિકાસ માટે ટી,વી. વગર ચાલવાનું નથી જ અને નથી જ તો પછી ટી.વી માટે આટલો બધો વિરોધ શા માટે?
હજુ હું ટી.વી. નાં ફાયદા વિષે ઘણુંજ કહી શકુ તેમ છું ,પરંતુ મારા વડિલો ની અદબ જાળવું છું, અને મારા મમ્મી-પપ્પા નો ગુસ્સે થયેલો ચહેરો જોઈ અહીં અટકું છું ,કદાચ ઘરે જઈશ તો ટી.વી. અને ભોજન બન્ને બંધ થઇ  જશે તો?  
                   જયહિન્દ

          જગત અવાશિયા                     
      ધુવારણ સ્ટાફ ક્લબ આયોજિત વ્રકૃત્વ સ્પર્ધા                                                                                          
     ધોરણ ૫ થી ૭ નાં બાળકો માટે
તેમાં જગત અવાશિયા (ધો.૩) ભાગ લીધો હતો   
કુલ  ૨૨ સ્પર્ધકો  
તૃતિય વિજેતા.
જાહેરમાં સ્ટેજ પર ભાગ લઇ બોલવાનો પ્રથમ પ્રયત્ન.  

                    Congratulations!!!!

We proudly but very humbly inform all our friends that our son/brother chi.jagat has participated in word HR conference held @ Hotel Hyatt Regency –Chicago on 5-7 April-2016.His paper/presentation was on Thursday, April 7- 10:45 a.m.–11:30 a.m.

chi.jagat is Oracle Consultant, KBACE-A Cognizant Company

Our heartiest congratulations to him & wishing him such many more successes in future to come ……
Mrs.Kiran Avashia,Mr..Nirupam Avashia,Master Parth Avashia
10.04.2016