Monday, December 26, 2016
Saturday, December 10, 2016
ગીતા જયંતી
૧૦/૧૨/૨૦૧૬...
આજે ગીતા જયંતી...
માનનિય
નિર્ણાયક ગણ, ગુણિયલ શ્રોતાજનો,
ત્યારે તેનો અંજામ શું આવે તે કહેવાની મારે ભાગ્યેજ જરૂર
છે.તે રજકણ ના શમણાંઓં ભાંગી ને ભૂક્કો થવા જ સર્જાયેલાં છે. આજે મુજ જેવા પામર
માનવ અને તેમાંય નાદાન બાળક ગીતા રૂપી સૂર્ય પર કંઇક બોલવાનો પ્રયત્ન કરે ત્યારે તેનો અંજામ સાગર ને
ગાગર માં સમાવવા જેવો નિષ્ફળ જ હોય, તે આપ સમજી શકો છો.તેમ છતાં આ મહાન ગ્રંથ પર
મને કંઈક બોલવાની સુંદર તક મળી છે ,તેથી નિષ્ફળ તો નિષ્ફળ પરંતુ મારી અલ્પમતિ
પ્રમાણે હું કંઈક બોલવાનો પ્રયત્ન કરીશ .
“મને જિંદગી
મળી નીષ્ફળતા અનેક ,તેથી જ કંઇક સફળ થયો હું જીદગી માં’’-એ ન્યાયે મારી અલ્પમતિ પ્રમાણે
હું મારા વિચાર રજુ કરું છું તો આપ સર્વે શાંતિ થી સાભળશો તેવી આશા રાખું તો
અસ્થાને નહી જ હોય----
આજે ગીતા જયંતી...
श्री कृष्णम् वन्दे जगत गुरूम
ગીતા થી મારા જીવન માં આવેલી નીડરતા
“અભયં સત્ય સંક્ષુધ્ધી, જ્ઞાન યોગ વ્યવસ્તી:
દાનમ દમસ્ય યજ્ઞસ્ય સ્વાધ્યાય સ્તય આર્જવમ.”
માનનિય
નિર્ણાયક ગણ, ગુણિયલ શ્રોતાજનો,
“એક રજકણ સૂરજ થવાને શમણે
ઊગમણે જઇ ને ઊડે............”.
ત્યારે તેનો અંજામ શું આવે તે કહેવાની મારે ભાગ્યેજ જરૂર
છે.તે રજકણ ના શમણાંઓં ભાંગી ને ભૂક્કો થવા જ સર્જાયેલાં છે. આજે મુજ જેવા પામર
માનવ અને તેમાંય નાદાન બાળક ગીતા રૂપી સૂર્ય પર કંઇક બોલવાનો પ્રયત્ન કરે ત્યારે તેનો અંજામ સાગર ને
ગાગર માં સમાવવા જેવો નિષ્ફળ જ હોય, તે આપ સમજી શકો છો.તેમ છતાં આ મહાન ગ્રંથ પર
મને કંઈક બોલવાની સુંદર તક મળી છે ,તેથી નિષ્ફળ તો નિષ્ફળ પરંતુ મારી અલ્પમતિ
પ્રમાણે હું કંઈક બોલવાનો પ્રયત્ન કરીશ .
“મને જિંદગી
મળી નીષ્ફળતા અનેક ,તેથી જ કંઇક સફળ થયો હું જીદગી માં’’-એ ન્યાયે મારી અલ્પમતિ પ્રમાણે
હું મારા વિચાર રજુ કરું છું તો આપ સર્વે શાંતિ થી સાભળશો તેવી આશા રાખું તો
અસ્થાને નહી જ હોય----
હાં તો આજ નો ગહન વિષય છે –“ગીતા થી મારા જીવન માં આવેલી નીડરતા...” .
ગીતા એ મહાભારત ના યુધ્ધના સમયે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા અર્જુન ને અપાયેલ
ઉપદેશ છે. મારી દ્રષ્ટિએ તો ગીતા નાં મુખ્ય સંદેશ બે જ છે........
એક—કર્મ નો
તું અધિકારી છે, નહિ કે ફળ નો ...અને
બીજો સંદેશ છે કે- દરેક
મનુષ્યએ પોતાનું કર્મ નિર્ભયપણે,નિડરપણે,કરવુંજ જોઈએ.....
નિડર
મનુષ્ય જિંદગી માં એકવાર મૃત્યુ પામે છે ,જયારે ભયભીત મનુષ્ય ડગલે ને પગલે મૃત્યુ પામે છે.
મારી દ્રષ્ટિ એ તો મહાભારત નું
યુદ્ધ થયું તેનું મુખ્ય કારણ જ નિડરતાનો અભાવ જ છે.
પાંડવો
પ્રત્યે ઘોર અન્યાય થયા,તેમાની વિરુદ્ધ ષડયંત્ર રચાયા,તેમને મારી નાખવા કાવતરાઓ
થયા,-કોઈ એ નિડર થઇ ને દુર્યોધન ને વાર્યો નહિ ,એટલુંજ નહિ જુગાર માં દગાબાજી કરી દ્રૌપદી ને
બહાર સભા માં ઢસડી લાવવામાં આવી અને તેની બેઈજ્જતી કરવામાં આવી ત્યારે ભરી સભામાં
ગુરુ દ્રોણ,ભિષ્મપિતામહ,તેમજ અન્ય વડીલજનો તેમજ અન્ય ગુણીજનો હાજર હોવા છતાં કોઈએ દુર્યોધન ને આવું કાર્ય
કરતાં અટકાવ્યો નહિ ,શું એ માત્ર દ્રૌપદી ની જ લાજ લુંટાતી હતી?નાં,નાં... એતો
સમસ્ત ભારતીય સંસ્કૃતિ ની લાજ લુંટાતી હતી. અને જયારે સંસ્કૃતિ ચિથરેહાલ થાય
ત્યારે તેનું પરિણામ મહાભારત જ હોઈ શકે. આવા સમાજ ને ભય મુકત કરવા ,નિડર બનાવવા
ગીતાજી માં શ્રી કૃષ્ણ સંદેશો આપે છે.શ્રી કૃષ્ણ ગીતાજી માં કહે છે કે –દરેક
મનુષ્ય એ પોતાનું સહજ કર્મ ,પોતાનો સ્વધર્મ નિડરતાપૂર્વક બજાવવો જ જોઈએ,અને આજના
સમાજ નાં સંદર્ભ માં ગીતાજી નો આ સંદેશ ખૂબજ ઊપયોગી છે. યુદ્ધ નાં
મેદાન માં અર્જુનની જે સ્થિતિ હતી,તેનાં ગાત્રો શિથિલ થઇ ગયા હતા ,તેવી પરિસ્થિતિ
અત્યારે મારી પણ છે.પરંતુ અર્જુન ને નિર્ભય બનાવવા શ્રી કૃષ્ણ પ્રત્યક્ષ રૂપે હાજર
હતા,આજે મારો મારો ભય શ્રી કૃષ્ણ દ્વારા પ્રેરિત સ્વાધ્યાય પરિવાર ની ગીતા સંદેશ જ
છે.આજે હું જે કંઈ નિડરપણે બોલવા પ્રયત્ન કરી રહ્યો છું ,મારો ભય દૂર કરવા પ્રયત્ન કરી રહ્યો છું, તેની યશ ગીતાજી ની
મારા જીવન પર પડેલી અસર ને જ આભારી છે.મારું વ્યક્તવ્ય નિડરતા નો ઉપદેશ આપનાર દેવ
જગતગુરુ શ્રી કૃષ્ણ ને વંદન સાથે પૂર્ણ કરું છું.
“વસુદેવં સુતમ દેવં કંસ ચાર્નુંર મર્દનમ,
દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે
જગદગુરુ’’
જય યોગેશ્વર
જગત અવાશિયા
“ગીતા જંયતી નિમીત્તે,’’
વડોદરા
શહેર સ્વાધ્યાય પરિવાર આયોજિત વકૃત્વસ્પર્ધા,
તૃતિય
વિજેતા......કુલ હરીફ ૨૦
૧૫.૧૧.૧૯૯૮
શ્રીમદ ભાગવત ગીતા જયંતી
માગસર સુદ-૧૧
(બ્લોગ)
Subscribe to:
Posts (Atom)