24/12/2017..(116).....બાદશાહ અકબરના પાંચ સવાલ
બાદશાહ અકબર જેટલા સારા શાસક હતા એટલા
જ સારા વ્યક્તિ પણ હતા. એમનો વિનોદપ્રિય સ્વભાવ સૌને પસંદ હતો.
એક દિવસ બાદશાહ અકબર દરબારમાં બેઠા
હતા. બધા દરબારીઓ ત્યાં ઉપસ્થિત હતા પરંતુ તેમના પ્રિય રત્ન બીરબલ હજી સુધી
દરબારમાં આવ્યા ન હતા. અત્યંત મહત્વપૂર્ણ એવી દરબારી કાર્યો પર ચર્ચા ચાલી રહી હતી
કે અચાનક અકબરને ન જાણે શું થયું, તેમણે દરબારીઓને પાંચ પ્રશ્નો કર્યા -
"કયું ફૂલ સૌથી સારું છે?, કયું પાનું સૌથી ઉપયોગી છે?, કોનું દૂધ સૌથી
ઉત્તમ છે?, મીઠી વસ્તુઓમાં સૌથી સારું શું છે? તથા સૌથી શ્રેષ્ઠ
રાજા કોણ છે?"
અકબરના આ સવાલોના જવાબોમાં બધા
દરબારીઓનો મત અલગ-અલગ હતો, પરંતુ પાંચમાં સવાલના જવાબમાં બધા
દરબારીઓએ બાદશાહ અકબરને જ સૌથી શ્રેષ્ઠ રાજા બતાવ્યાં. તેમ છતાંય અકબર આ જવાબોથી
સંતુષ્ટ નહીં થયા. એમને વિશ્વાસ હતો કે આ બધા પ્રશ્નોના સાચા ઉત્તરતો ફક્ત એક
બીરબલ જ આપી શકે.
થોડી જ વારમાં બીરબલ દરબારમાં ઉપસ્થિત
થયા અને બાદશાહને સલામ કરીને પોતાના સ્થાન ઉપર બેસી ગયા. બાદશાહ અકબરે ઉપરોક્ત
પ્રશ્નો ફરી કર્યા.
"બાદશાહ સલામત, આ તો ખૂબજ આસાન સવાલો છે." -
બીરબલે કહ્યું. "સૌથી સારું ફૂલ કપાસનું છે કારણ કે તેનાથી આપણને તન ઢાંકવા
માટે કપડા મળે છે. સૌથી ઉપયોગી પાનું લાલનું છે કારણ કે એનાથી દુશ્મનોને દોસ્ત
બનાવી શકાય છે. માઁનું દૂધ સૌથી ઉત્તમ છે કારણ કે એનાથી શિશુને પોષણ મળે છે.
મીઠાશમાં સૌથી સારી વાણી છે કારણ કે મીઠુ બોલવાથી જ આ દુનિયામાં ઇજ્જત થાય છે અને
રાજાઓમાં સૌથી શ્રેષ્ઠ રાજા ઇન્દ્ર છે જેમના આદેશથી આ દુનિયા ચાલી રહી છે."
બાદશાહ અકબરને એમના સવાલોના જવાબ મળી
ગયા હતા. તેઓ બીરબલની બુદ્ધિમતા પર ખુબજ પ્રસન્ન થયા.
संकलित