૧૭.૦૨.૨૦૧૧
પૈસા…. પૈસા….. પૈસા….. પૈસા મકાન ખરીદી શકે છે, ઘર નહિ…. પૈસા ખાટલો ખરીદી શકે છે, ઊંઘ નહિ… પૈસા ઘડિયાળ ખરીદી શકે છે, સમય નહિ… પૈસા પુસ્તક ખરીદી શકે છે, જ્ઞાન નહિ… પૈસા હોદ્દો ખરીદી શકે છે, સમ્માન નહિ… પૈસા દવા ખરીદી શકે છે, આરોગ્ય નહિ…. પૈસા લોહી ખરીદી શકે છે, જીવન નહિ…. પૈસો સર્વસ્વ નથી. ઊલટું એ ક્યારેક પીડા અને દુ:ખનું કારણ બની રહે છે. હું તમને આ જણાવી રહ્યો છું, કારણ કે હું તમારો મિત્ર છું, શુભચિંતક છું અને મારે તમારાં દુ:ખ અને પીડા હરી લેવાં છે. તો હવે તમારા બધા પૈસા મને મોકલી આપો જોઈએ. હું તમારાં દુ:ખ અને પીડા ભોગવી લઈશ (!) રોકડમાં મોકલાવજો… ઓકે ? સૌથી…. સૌથી નિરર્થક કરાતી વસ્તુ – ચિંતા સૌથી વધુ મોટો આનંદ – આપવાનો, વહેંચવાનો સૌથી વધુ મોટી ખોટ – સ્વમાન ગુમાવવું સૌથી વધુ સંતોષ આપનારું કામ – બીજાને મદદ સૌથી કદરૂપો દુર્ગુણ – સ્વાર્થ સૌથી વધુ દુર્લભ જાતિ – સમર્પિત આગેવાન / નેતા સૌથી સારી ભેટ – પ્રોત્સાહન સૌથી વધુ દૂર કરવાની જરૂર હોય તેવી મુશ્કેલી – ભય સૌથી વધુ અસરકારક ઊંઘની દવા – મનની શાંતિ નિષ્ફળતા માટે સૌથી વધુ જવાબદાર – બહાનાં કાઢવાની વૃત્તિ જીવનમાં સૌથી વધુ બળવાન તાકાત – પ્રેમ સૌથી વધુ ખતરનાક વ્યક્તિ જેનાથી દૂર જ રહેવું – નિંદાખોર દુનિયાનું સૌથી વધુ શક્તિશાળી કમ્ય્પ્યૂટર – માણસનું મગજ સૌથી વધુ રાખવા જેવી વસ્તુ – આશા / શ્રદ્ધા સૌથી વધુ ખતરનાક શસ્ત્ર – જીભ સૌથી વધુ તાકાત ધરાવતા શબ્દો – ‘હું સમર્થ છું / હું કરી શકીશ.’ સૌથી વધુ કીમતી મૂડી – વિશ્વાસ સૌથી વધુ હલકી લાગણી – પોતાના પર દયા સૌથી વધુ મૂલ્યવાન, ધરાવવા જેવી વસ્તુ – પ્રમાણિકતા સૌથી વધુ સુંદર ધારણ કરવા જેવી વસ્તુ – સ્મિત ઈશ્વર સાથે વાત કરવાનો સૌથી વધુ અસરકારક રસ્તો – પ્રાર્થના સૌથી વધુ ચેપી લાગણી – ઉત્સાહ / ધગશ જીવનમાં સૌથી વિશેષ મહત્વની વસ્તુ – ઈશ્વર અને તેમાં શ્રદ્ધા |
No comments:
Post a Comment