Thursday, March 24, 2011

અદ્દભુત ..............એટલે.... .......અદ્દભુત ....................


૨૩.૦૩.૨૦૧૧  પ્રસ્તુત છે ......આજ થી બરાબર એક વર્ષ પહેલાં મિત્ર અદ્દભુતની ષષ્ઠી નિમિતે તેમનાં ભત્રીજાઓ એ અલકાપૂરી એક્સપ્રેસ હોટેલ મા સરપ્રાઈઝ પાર્ટી નું આયોજન કરેલ ત્યારે મે આપેલ શુભેચ્છાઓ  ના અંશ.....આજે ફરી ભાઈશ્રી અદભુત ને અનેક શુભેચ્છાઓ..........              
               પ્રિય  અદ્દભુત .....................


ષષ્ઠીની શુભકામના આપું તમને,
શ્રેય હોશુભેચ્છાઓ આપું તમને,
હો શુભંકર જિન્દગી એવું ચહી,
દીપની એક ભાવના આપું તમને......
નિરુપમ........ કિરણ ......પાર્થ....જગત..............

                   મારી સૃષ્ટિ તો શબ્દો નો શણગાર........
          સુદામા પાસે તો તાંદુલ હતા માધવ ને આપવા.....
            મારી પાસે તો માત્ર શબ્દો જ તને આપવા.
                 ષષ્ઠીની શુભકામના  સહ.....
                         નિરુપમ.....
૨૩.૦૩.૨૦૧૦


  
                   “રૂઠી કુદરતપણ , અદ્દભુત ઝૂક્યો નહી.
 સંઘર્ષમય જીવનમાં સતત ઝઝૂમતા રહેવા ની પ્રેરણા આપતા અદ્દભુત પર મુક્તક....કવિશ્રી જમિયત પંડ્યા ની ક્ષમાયાચના સાથેë......
    જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો,
        ફુલ ની શય્યા ગણી અંગાર પર હસતો રહયો
     ઓ મુસીબત, એટલી ઝીન્દાદીલીને  દાદ દે,
   તે ધરી તલવાર તો તલવાર ની ધાર પર હસતો રહયો.
    સૌ પથ્થરો નાં બોજ તો ઊંચકીલીધા અમે,
           અમને નમાવવા હોય તો ફૂલો નો ભાર દે.




     qqqqqqqqqqqqqqqqqqqqqqqq                                          
            Adbhut’s Mission ……..
              “The woods are lovely,
                Dark and deep,
                But I have the promises,
                To keep, miles to go before
                 I sleep, and miles to go
                 Before I sleep.”
            Adbhut’s Motto  ………..
            “Do all the good you can
                 In all the ways you can
                 In all the power you can
                At all the time you can
                To all the people you can
                As long as you can.”
           Adbhut’s Vision  …….
            “કદમ હોય અસ્થિર જેનાં,
             તેને રસ્તો નથી મળતો,
            અડગ મન નાં માનવી ને,
           હિમાલય નથી નડતો.


      
       જગત નાં માનવી ની એજ  સિધ્ધી દાદ માગે છે,
         ભીતર માં વેદનાઓ હોય ચહરે સ્વસ્થતા લાગે છે.
         રમેશ પટેલ ક્ષ્ સરસ વાત કરે છે.માનવી ની એ સ્થિતી  ને કોઈ  સિધ્ધી  થી ઓછી આંકવા જેવી નથી,કે જયારે માણસનાં ભીતરે વેદનાનો ભંડાર હોય,ત્યારે ચહેરા પર સ્મિત ફરકતું હોય. પોતાની જાત સાથે સંવાદ કરો ત્યારે ખબર પડે કે બહાર થી ફૂલગુલાબી સ્મિત આપનારો માણસ અંદર થી કેટલો દુઃખી છે. પીડાની દરેક ક્ષણને હર્ષ નાં આંસુ ગણી પી જનારા ઘણા.....  અદભુત જેવા મરજીવાઓ આપણી આસપાસ આનંદનું વાતાવરણ ઊંભુ કરતા હોય છે.

                   
  આપણે જયારે અદ્દભુત ને ષષ્ઠીની શુભેચ્છાઓ આપતા હોઈએ ત્યારે તેની લાડલી ભાષા અને જ્હાન્વીબેન ને કેમ ભૂલી શકીએ? અદ્દભુત અદ્દભુત છે કારણકે……તેની પડખે પ્રેમાળ  ભાષા અને પરિશ્રમી જ્હાન્વીબેન છે.........
પ્રેરણાદાયી પરિવાર ને અનેક શુભેચ્છાઓ.................  
                         કિરણ.......નિરુપમ




2 comments:

paru Krishnakant said...

ખુબ સરસ ... અદભુતભાઈ વિશે જાણીને ખુબજ આનંદ અને માનની લાગણી થઇ . આવા સરસ પ્રેરણાદાયી વ્યક્તિત્વ અંગે વાત કરવા માટે આપનો પણ આભાર નિરુપમભાઈ.

vatsalya said...

Thank you very much, paruben
nirupam