Sunday, June 26, 2011

બોલીએ ના કંઈ


                      ૨૬.૦૬.૨૦૧૧
                       આજે બોલીએ ના કંઈ....................
                       બોલીએ ના કંઈ
આપણી વ્યથા,
અવરને મન રસની કથા, ઈતર ના કંઈ તથા.
જીરવી અને જાણીએ, વીરા!
પ્રાણમાં જલન હોય ને તો યે ધારીએ શીતલ રૂપ! 

- રાજેન્દ્ર શાહ
જ્યાં ને ત્યાં હૃદય ખોલવાની આપણી (કુ)ટેવને કવિ અહીં પ્રેમથી ટકોરે છે.  સામેની વ્યક્તિ આપણી એની સમક્ષ હૃદય ખોલવાને લાયક છે કે નહીં એ સમજ્યા કે ચકાશ્યા વગર જ મોટેભાગે આપણે આપણી વ્યથાની કથા કરતા રહીએ છીએ, જે બીજાને મન તો ક્યારેક માત્ર રસની કથા જ હોય એવુંય બને.  એટલે જ થોડું મોઘમ રહીને ચૂપ રહેતા શીખવે છે

2 comments:

pARU kRISHNAKANT said...

બોલીએ ના કંઈ,
આપણું હૃદય ખોલીએ ના કંઈ,
વેણને રહેવું ચૂપ;
નેણ ભરીને જોઈ લે, વીરા!
વ્હેણનાં પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ! વનવેરાને મારગ વિજન,
સીમ જયાં સૂની ગુંજતી
કેવળ આપણું ગાયું ગાન;
ગામને આરે હોય બહુજન,
લખનો મેળો મળીઓ રે ત્યાં કોણને કોની તાન?
માનમાં જવું એકલ વીરા!
તારલિયો અંધાર કે ઓઢી રણનો દારુણ ધૂપ!
આપણી વ્યથા, અવરને મન રસની કથા,
ઈતર ના કંઈ તથા.
જીરવી અને જાણીએ, વીરા! પ્
રાણમાં જલન હોય ને તો યે ધારીએ શીતલ રૂપ!
- રાજેન્દ્ર શાહ

VERY NICE POEM ...ONE OF MY FAVORITE... THANKS FOR WRITING ABOUT IT.

vatsalya said...

પારુબહેન,,
આપનો ખુબ ખુબ આભાર....
નિરુપમ