૧૯.૦૭.૨૦૧૧
આજે કિરણ ભાઈ ની ફેઈસ બુક પર “ભગવાન ની યાતના” પોસ્ટ વાંચી,
મને હવે હદ થઇ થોભો !!!!! ની યાદ આવી ગઈ.........પ્રસ્તુત છે........
.
.
jagat's speech....my script.....in his school days....
હવે હદ થઇ થોભો !!!!!
માનનિય નિર્ણાયક ગણ,અને ઉપસ્થિત મહાનુભાવો ,વિધાર્થી મિત્રો,
“સૂરજ ઉગે છે બીતો બીતો ,પવન વહે છે રોતો રોતો,
શેરી શેરી શોણિત ભીની, કેટલી આંખો અશ્રુ ભીની ,
માણસનું આ બખડજંતર,...................................................હવે હદ થઇ થોભો .......
....તો સુજ્ઞ શ્રોતાજનો આપ સમજી જ ગયા હશો કે હું આજે ક્યા વિષય પર બોલવામાગું છું .
ગોધરા હત્યાકાંડ અને ત્યાર પછી નાં બનાવો થી કોઈ પણ વિચારશીલ માનવીનું મસ્તક શરમ થી ઝુકી જાય છે. શું આપણે ત્યાં સદબુદ્ધિ ની ખોટ પડી છે ?એક નિર્દોષ ની હત્યા એ ધર્મ ની હત્યા છે.
“જહાં સુમતિ તહાં સંપતિ નાના,જહાં કુમતિ તહાં વિપત્તિ નિદાના.” આટલું આછું હોય તેમ અસામાજિક તત્વો ની વકીલાત કરનારા “સ્યુડો સેક્યુલારીસ્ટ” નાં ધાડા ગુજરાત માં ઉતરી પડ્યા અને પરિસ્થિતિ ને થાળે પાડવાને બદલે તેમાં હવા ભરી પરિસ્થિતિ વધારે બગાડી દીધી.
ગરવી ગુજરાત પર અમાનુષી દ્રષ્ટિ કરનારાઓ , ................. હવે હદ થઇ થોભો........
ભ્રષ્ટાચાર તો આજે શિષ્ટાચાર બની ગયો છે.આઝાદી પછી આપણા દેશ માં કૌભાંડો ની જે પરંપરા સર્જાઈ છે તેનો જોટો વિશ્વ માં કયાંય પણ મળવો મુશ્કેલ છે. ભ્રષ્ટાચાર દેશ ની રગે રગ માં વ્યાપી ગયો છે . પરિસ્થિતિ એવી છે કે સાચા માણસ પોતાની સચ્ચાઈ છોડવી પડે એવી કટોકટી માં આપણે જીવી રહ્યા છીએ.પ્રમાણિક માણસ ને પ્રમાણિકતા જાળવી રાખવા માં મુશ્કેલી પડે એવી પરિસ્થિતિ સર્જનારા ભ્રષ્ટાચારીઓ,.........................................હવે હદ થઇ થોભો ...........
યુદ્ધ કરતાંય દુષ્કાળ ભયંકર બાબત છે ગુજરાત નાં અને દેશ નાં વિકાસ માટે નર્મદા યોજના ખુબજ જરૂરી છે. જો આ યોજના સમયસર પૂરી નહી થાય તો ગુજરાત નાં ગામો માં “ઇથોપિયા” સર્જાઈ જશે. પર્યાવરણ નાં નામે આ યોજના નો વિરોધ કરનારા કહેવાતા પર્યાવરણવાદીઓ, .....................................................................................................હવે હદ થઇ થોભો ...........
વિકાસ નો હંમેશા વિરોધ કરનારા,૨૧ મી સદી ની ક્રાંતિકારી શોધ કોમ્પુટર ને શ્રાપ કહેનારા વડિલો,...................................................................................હવે હદ થઇ થોભો .......
લગ્ન પાછળ આંખ મીંચીને ખર્ચો કરનારા ધનવાનો ની મને દયા આવે છે. .તેઓં માં જરા જેટલી પણ વિચાર શક્તિ હોત તો તેણે પોતાનો પ્રભાવ પાડવાની બીજી કોઈ વ્યાજબી રીત અપનાવી હોત .આવી વિચાર કરવાની અશક્તિ થી પીડાતા હે ગરીબ ધનવાનો, ...................હવે હદ થઇ થોભો .......
આપણે ત્યાં આજે ઠેર ઠેર દહેજ નાં ખપ્પર માં અનેક સ્ત્રી ઓં આત્મહત્યા કરે છે.આ દૂષણ ને પોષનારા દહેજ પ્રેમી પતિઓં,..................................................હવે હદ થઇ થોભો .....
ચર્ચા તો સુંદર થાય છે કે ,.....”ભાર વિનાનું ભણતર”.....પરંતુ બાળકો પર નો બોજ તો દિનબદિન વધતો જ જાય છે. વાણી વિલાસ કરનારા હે કેળવણી કરો, .....હવે હદ થઇ થોભો .
પોતાનાં વિચારો સંતાનો પર ઠોકી બેસાડનારા વાલીઓં હંમેશા ઈચ્છે છે કે, મારું સંતાન એન્જીનીયર કે ડોક્ટર જ થાય .જો બધાજ વાલીઓં આ રીતે વિચારશે તો દેશ ને ટાગોર કે વિવેકાનંદ જેવા વિદ્વાનો કે જ્ઞાનીઓં ક્યાં થી મળશે? વિધાર્થી ઓં હવે મુંઝાઇ ગયા છે.તેમના પર દબાણ કરનારા હે વાલીઓં ...................................................હવે હદ થઇ થોભો
શ્રદ્ધા માણસ ને તારે છે ,અશ્રદ્ધા માણસ ને મારે છે ,પરંતુ અંધશ્રદ્ધા ડૂબાડે છે .પ્રજાને અંધશ્રદ્ધા માં ડૂબતી રાખી ધર્મને ને નામે ધિક્કાર ફેલાવનારા હે મહંતો,મૌલવીઓં , પાદરીઓં,...
............................................................................................હવે હદ થઇ થોભો .
“ હે પ્રભુ તારી કસોટી કરવાની રીત સારી નથી હોતી ,
કે તારા જ માણસો ની દશા સારી નથી હોતી”.......
હે પરમાત્મા , કસોટી કરવાની ,..............................................હવે હદ થઇ થોભો.
આ વિષય પર તો એક વ્યાખ્યાન માળા જેટલું બોલી શકાય કે પી.એચ. ડી. માટે નો મહાનિબંધ લખી શકાય પરંતુ સમય ની મર્યાદા મને કહે છે ,હે વકતા,........હવે હદ થઇ થોભો.
ધન્યવાદ.......
જગત અવાશિયા ,ધોરણ ૧૦,એ
સ્વ મનોહર નાડકર્ણી મેમોરીયલ આંતર શાળા વ્રકૃત્વ સ્પર્ધા ,
લીટલ ફ્લાવર એજ્યુકેશન ટસ્ટ ,
પ્રથમ વિજેતા
તા. ૦૮.૦૮.૨૦૦૨
રનીંગ શીલ્ડ તથા વ્યક્તિગત શીલ્ડ
કુલ સ્પર્ધક -૩૮
આ સ્પર્ધા નાં અન્ય વિષયો :
ગરવી ગુજરાત પર અમાનુષી દ્રષ્ટિ કોની?
વિધાર્થી ઓં મુંઝાય છે ,વાલીઓં નાં દબાણ થી .
કોમ્પુટર શ્રાપ કે આશીર્વાદ ?
2 comments:
Nice speech. Worth giving a thought.
Paruben,
Thank you very much for your comment.....
Post a Comment