૦૮.૦૭.૨૦૧૪ બોધ કથા.....મારું કોઈ નથી .
બોધકથા
એક માણસ સાધુ પાસે ગયો. તેણે કહ્યું કે, “મારું કોઈ નથી.” સાધુએ પૂછયું કે, “કેમ તારી પાસે મા-બાપ, ભાઈ-બહેન, સગાં-વહાલાં, મિત્રો, પાડોશીઓ, સાથે કામ કરતા લોકો નથી?” પેલા માણસે કહ્યું, “બધાં છે પણ મારા કોઈ નથી. બધા નક્કામા
છે. મારું કોઈ નથી.” આ વાત સાંભળીને
સાધુએ સવાલ કર્યા કે, “હવે તું
મને કહે કે તું કોનો છે?” યુવાન
પાસે તેનો જવાબ ન હતો. સાધુએ
કહ્યું કે, “સાચી વાત
એ છે કે બધાં જ તારા છે પણ તું કોઈનો નથી. તારા લોકોને થોડોક પ્રેમ તો કરી જો, તારા લોકો આપોઆપ તારા થઈ જશે.” કોઈના થયા વગર આપણે કોઈને આપણા ન કરી
શકીએ.
No comments:
Post a Comment