૨૧.૦૭.૨૦૧૫....આજે એક ગમતીલી કવિતા....
રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ – હાર્દિક યાજ્ઞિક
ચાલ ગરબડ જરા ગ્રંથોમા કરી
જોઇએ,
રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ.
રામાયણમાં રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ.
ફરક શું પડશે એમા એમની મહાનતા
ને,
ચાલ અદલાબદલી ઉપરવાળાની કરી જોઈએ.
ચાલ અદલાબદલી ઉપરવાળાની કરી જોઈએ.
આઝાન પછી મંદિર ને દેવળે
દેવાય,
ને મસ્જીદમા આરતી અલ્લાહની કરી જોઈએ.
ને મસ્જીદમા આરતી અલ્લાહની કરી જોઈએ.
મૂર્તિં આગળ મહોમ્મદની પછી,
થોડી ચાલીસા પયગમ્બરની કરી જોઈએ.
થોડી ચાલીસા પયગમ્બરની કરી જોઈએ.
શયન મંગળા મસ્જીદને સોંપી,
નમાઝ કૃષ્ણના નામની પઢી જોઈએ.
નમાઝ કૃષ્ણના નામની પઢી જોઈએ.
જ્યાં ન હોય કોઇ બંધન ને ફતવા,
ચાલને એવો કોઇ ધર્મ જીવી જોઈએ.
ચાલને એવો કોઇ ધર્મ જીવી જોઈએ.
ચાલ ગરબડ જરા ગ્રંથોમા કરી
જોઇએ,
રામાયણમા રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ.
રામાયણમા રહીમ ને કુરાનમાં કૃષ્ણ લખી જોઈએ.
- હાર્દિક યાજ્ઞિક
No comments:
Post a Comment