Tuesday, October 8, 2019

(125)-રાવણ


(૧૨૫)--રાવણ


જ્યારે રાવણ મરણ પથારીએ હતો ત્યારે ભગવાન શ્રીરામે લક્ષ્મણને કહ્યું કે આ સંસારથી નીતિ, રાજનીતિ અને શક્તિનો મહાન પંડિત વિદાય લઈ રહ્યો છે તમે રાવણની પાસે જાઓ અને તેનાથી જીવનની કેટલીક એવી શિક્ષા લઈ લો જે અન્ય કોઈ નહીં આપી શકે. શ્રીરામની વાત માની લક્ષ્મણ રાવણના માથા પાસે જઈ ઉભો થઈ ગયો. 

રાવણે કંઈ કહ્યું નહીં. લક્ષ્મણ ફરી રામ પાસે આવ્યા ત્યારે ભગવાન રામે કહ્યું કે કોઈની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો તેના ચરણ પાસે ઉભું રહેવું પડે. આ વાત સાંભળી લક્ષ્મણ રાવણના ચરણ પાસે જઈ ઉભો થઈ ગયો. તે સમયે મહાપંડિત રાવણે લક્ષ્મણને ત્રણ વાતો જણાવી જે જીવનમાં સફળતાની ચાવી છે.

1-    પ્રથમ વાત જે રાવણે લક્ષ્મણને બતાવી હતી તે આ છે કે શુભ કાર્ય જેટલી જલ્દી થઈ શકે કરી લેવું અને અશુભ કાર્યને જેટલું ટાળી શકો ટાળી દેવું. રાવણ શ્રીરામને ઓળખી ન શક્યો અને તેમની શરણે જવામાં તેણે બહુ વાર કરી દીધી જેથી તેની આ હાલત થઈ હતી. 
2-       બીજી વાત એ કે પોતાના શત્રુને ક્યારેય ખુદથી નાનો ન સમજવો અને રાવણે તે ભૂલ કરી. તેણે જેને સાધારણ વાનર અને રીંછ સમજ્યા તેમણે મારી સમગ્ર સેનાને નષ્ટ કરી દીધી. રાવણે જ્યારે બ્રહ્માજીથી વરદાન માગ્યું હતું ત્યારે વાનર અને મનુષ્ય સિવાય કોઈ તેને મારી ન શકે એવું વરદાન માગ્યું હતું પરંતુ વાનર અને મનુષ્ય જ તેની મૃત્યુનું કારણ બન્યા. 
3-    રાવણે લક્ષ્મણને ત્રીજી અને છેલ્લી વાત એ જણાવી હતી કે તમારા જીવનમાં કોઈ રહસ્ય હોય તો તેને કોઈને પણ જણાવવું ન જોઈએ અને અહિંયા રાવણની ભૂલ એ હતી કે તેણે વિભીષણને તેની મૃત્યુનું રહસ્ય જણાવી દીધું હતું. આ તેના જીવનની સૌથી મોટી ભૂલ હતી. 
સંકલિત....
વિજય દશમી,
૦૮/૧૦/૨૦૧૯.
મંગળવાર


No comments: