Saturday, May 21, 2016

જંગલ ની હરણી



         ૨૧.૦૫.૨૦૧૬...

         આજે એક બોધ વાર્તા...



એક જંગલ હતું.તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચુ
જન્મવાની તૈયારીમાં જ હતું. દૂર દેખાઈ રહેલું નદી પાસેનું એક ઘાસનું
મેદાન તેને સુરક્ષિત જણાતા, તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો.
તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ
તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ.
તે જ ક્ષણે અચાનક તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયાં અને
વિજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો.
વિજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો.
હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં તેને
એક શિકારી પોતાના તરફ તીરનું નિશાન તાકતો દેખાયો. તે જમણી
તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં તેને એક ભૂખ્યો
વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો દેખાયો.
આ સ્થિતીમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ તેને
પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી છે.
તમને શું લાગે છે? તેનું શું થશે? શું હરણી બચી જશે?
શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે? શું તેનું બચ્ચુ બચી
શકશે?
કે પછી દાવાનળમાં બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે?
શું હરણી ડાબી તરફ ગઈ હશે? ના,ત્યાં તો શિકારી તેના તરફ બાણનું
નિશાન તાકી ઉભો હતો.
શું હરણી જમણી તરફ ગઈ હશે?ના,ત્યાં સિંહ તેને ખાઈ જવા તૈયાર હતો.
શું હરણી આગળ જઈ શકે તેમ હતી?ના,ત્યાં ધસમસ્તી નદી તેને
તાણી જઈ શકે એમ હતું.
શું હરણી પાછળ જઈ શકે તેમ હતી?ના,ત્યાં દાવાનળ તેને બાળીને
ભસ્મ કરી દઈ શકે તેમ હતો.
આ ઘટના સ્ટોકેઇસ્ટીક પ્રોબેબીલીટી થિયરીનું
એક ઉદાહરણ છે.
તે કંઈજ કરતી નથી.તે માત્ર પોતાના બચ્ચાને,એક નવા જીવને
જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. એ ક્ષણ પછીની ફક્ત એક
જ બીજી ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે.
એક ક્ષણમાં શિકારી પર વિજળી પડે છે અને તે અંધ બની જાય
છે.આકસ્મિક બનેલી આ ઘટનાને લીધે શિકારી નિશાન ચૂકી જાય છે
અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે. તીર સિંહના
શરીરમાં ઘૂસી જાય છે અને તે બૂરી રીતે ઘાયલ થઈ જાય છે. એ જ
ક્ષણે મૂશળધાર વર્ષા વરસે છે અને દાવાનળને બૂઝાવી નાંખે છે. એ જ
ક્ષણે હરણી એક સુંદર,તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે.
આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે
બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણને
ઘેરી વળે છે.એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે
તે આપણા પર હાવી થઈ જાય છે અને આપણને શૂન્યમનસ્ક બનાવી
મૂકે છે.
પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થીતી તદ્દન બદલાઈ જઈ શકે
છે.જો તમે ધાર્મિક હોવ,અંધશ્રદ્ધાળુ હોવ,નાસ્તિક હોવ,આધ્યાત્મિક
હોવ, અજ્ઞેય હોવ કે ગમે તે હોવ,આ એક ક્ષણને આમાંની કોઈ
પણ એક રીતે મૂલવી શકો છો - ઇશ્વરનો ચમત્કાર, શ્રદ્ધા,
સદનસીબ, યોગાનુયોગ, કર્મ કે પછી \'ખબર નહિ કઈ રીતે
(
આમ બનવા પામ્યું
એ ક્ષણે હરણી માટે સૌથી વધુ અગત્યની બાબત હતી બચ્ચાને
જન્મ આપવો કારણ જિંદગી એક અતિ મૂલ્યવાન ચીજ છે.
ચાલો આપણે સૌ ઇશ્વરને પ્રાર્થના કરી કે ભવિષ્યમાં આપણને
આવી હકારાત્મક દ્રષ્ટી પ્રાપ્ત થાય અને કોઈ પણ નકારાત્મક
કલ્પના કે વિચાર આપણને સ્પર્શી પણ ન શકે.!!

સંકલિત

Saturday, May 7, 2016

કવિવર રવીન્દ્રનાથ ટાગોર

૦૭.૦૫.૨૦૧૬...આજે કવિવર રવીન્દ્રનાથ ટાગોર નો જન્મદિવસ.....
"My all time favorite poem...

કવિ દાદ અને અંકિત ત્રિવેદી..

૦૭.૦૫.૨૦૧૬...આજે કવિ દાદ અને અંકિત ત્રિવેદી.......




Friday, April 22, 2016

"The Journey of a thousands miles begins with one step...Lao Tau..(1995 to 2016)


22.04.2016....

"The Journey of a thousands miles begins with one step...    Lao Tau..(1995 to 2016)





                                           ટીવી ફાયદારૂપ કે ગેરફાયદારૂપ....

 માનનીય  શ્રોતામિત્રો,
                  આજે મારે નાના મોઢે મોટી વાત કરવાની છે.આખા ધુવારણ માં ચર્ચા
ચાલે છે કે ટી.વી.ફાયદારૂપ કે ગેરફાયદારૂપ. મારાં બધાજ વડીલોશિક્ષકો, મિત્રોએક્જ અવાજે  કહે છે કે-  ટી.વી. એ તો દાટ વાળ્યો છે.    
પરંતુ તેમ માનતો નથી.તેથીજ  મારો મત જાહેર કરતાં પણ ગભરાઉં છું.  
 હું એમ પૂછું છું કે- મને  ટીવી  ન જોવાની સલાહ આપનારા મારા વડીલો મહાભારત, ક્રિષ્ના, સારેગામા કે  અંતાક્ષરી જોવાનું ચુકે છે ખરા? ખરેખર  ટીવી તો વિજ્ઞાન એ     આપેલું વરદાન છે.   ટી.વી. થી આપણે દેશ વિદેશ નાં સમાચાર થી માહિતગાર રહીએ
 છીએ. પાકિસ્તાને આપણા પર આક્રમણ કર્યું પરંતુ આ વખતે કોઈ પણ વખત નાજોવા મળેલ તેવી અપ્રતિમ દેશદાઝ  દેશ નાં ચારેય ખૂણામાં  જોવા મળી ,તે માં શું ટીવી નો ફાળો નાનો હતો? ટીવી ની શોધ થઈ તોજ કોમ્પુટર ની ,વિડીઓંની શોધ થઈ.આજે આપણા દરેક કામ કોમ્પુટર કરી આપે છે તેનો પડદો એ ટેલીવીઝન જ છે.હા એ વાત ખરી કે આપણે ટીવી નો ઘણોજ દુરઉપયોગ કરીએ છીએ અને ચોવીસે કલાક પિકચરો મુકીએ છીએ પરંતુ તેમાં બિચારા ટીવી ની શો દોષ?આપણે માણસ જાત કુદરતી સંપત્તિ હોય કે વિજ્ઞાન  ની શોધ હોય આપણે તો દુરૂપયોગ કરવાનાજ ,આપણી પાસે તો ખુદ ભગવાન પણ લાચાર છે અને તેથીજ કહેવાયું છે –હે ભગવાન!! તારા બનાવેલા તને બનાવે છે.
તમે કહેશો કે ટીવી જોવાથી આંખ ને નુકશાન થાય છે.  પરંતુ દૂર થી ટી.વી જોવાથી આંખ ને નુકશાન થતું નથી, તે વિજ્ઞાનિકોએ સાબિત કરેલું છે. જ્ઞાન –વિજ્ઞાન અને આનંદ માટે ટી.વી જરૂરી છે.એકવીસમી સદી માં કૂચ કદમ કરવા માટે ટી.વી. વગર ચાલવાનું નથીજ .આજ નાં બાળકોના બૌદ્ધિક અને માનસિક વિકાસ માટે ટી,વી. વગર ચાલવાનું નથી જ અને નથી જ તો પછી ટી.વી માટે આટલો બધો વિરોધ શા માટે?
હજુ હું ટી.વી. નાં ફાયદા વિષે ઘણુંજ કહી શકુ તેમ છું ,પરંતુ મારા વડિલો ની અદબ જાળવું છું, અને મારા મમ્મી-પપ્પા નો ગુસ્સે થયેલો ચહેરો જોઈ અહીં અટકું છું ,કદાચ ઘરે જઈશ તો ટી.વી. અને ભોજન બન્ને બંધ થઇ  જશે તો?  
                   જયહિન્દ

          જગત અવાશિયા                     
      ધુવારણ સ્ટાફ ક્લબ આયોજિત વ્રકૃત્વ સ્પર્ધા                                                                                          
     ધોરણ ૫ થી ૭ નાં બાળકો માટે
તેમાં જગત અવાશિયા (ધો.૩) ભાગ લીધો હતો   
કુલ  ૨૨ સ્પર્ધકો  
તૃતિય વિજેતા.
જાહેરમાં સ્ટેજ પર ભાગ લઇ બોલવાનો પ્રથમ પ્રયત્ન.  

                    Congratulations!!!!

We proudly but very humbly inform all our friends that our son/brother chi.jagat has participated in word HR conference held @ Hotel Hyatt Regency –Chicago on 5-7 April-2016.His paper/presentation was on Thursday, April 7- 10:45 a.m.–11:30 a.m.

chi.jagat is Oracle Consultant, KBACE-A Cognizant Company

Our heartiest congratulations to him & wishing him such many more successes in future to come ……
Mrs.Kiran Avashia,Mr..Nirupam Avashia,Master Parth Avashia
10.04.2016




Wednesday, March 30, 2016

પાઘડી ને છેડે વળ..




                          ૩૦.૦૩.૨૦૧૬....આજે પાઘડી ને છેડે વળ....ડો.ગુણવંત ભાઈ શાહ...


આજે ગંભીર બીમારી અને  સર્જરી બાદ  તા.-૨૭.૦૩.૨૦૧૬ ના રોજ ફેઈસ બુક મા મુકેલ પ્રથમ સ્ટેટસ
પૃથ્વી ને ગોળ કહેનાર ગેલેલિયો ને ગાંડો ગણીને હસનાર,સતીપ્રથા વિરુદ્ધ અહાલેક જગાવનાર રાજા રામમોહન રાય નો ઉગ્ર વિરોઘ કરનાર કે પછી રાજસ્થાન માં દિકરી ને દૂધ પીતી કરવાની પ્રથા ના વિરોધ માં વાચા આપનાર કોઈ વ્યક્તિ કે આસ્પૃશ્યતા ને અવગણનાર નરસિહ ને જ્ઞાતિ બહાર કરવાની કે હાલ ના સમાજ માં ભ્રુણ બચાવવાની સમાજ સુધારકો ની કે સરકાર ની કોશિશો સામે ખાનગી માં ભુણ-હત્યાઓ કરનાર સમાજ હંમેશા સ્વપ્નદ્રષ્ટા-કે સમાજ સુધારક ને આપણો માનવ સમાજ અન્યાય જ કરતો રહ્યો છે..... ,” આ કડવી પણ સત્ય હકિકત છે....
નિરુપમ અવાશિયા 
તા. ૨૭.૦૩ ૨૦૧૫-દિવ્યભાસ્કર-રસરંગ પૂર્તિ...વિચારો ના વૃંદાવન માં. ડો. ગુણવંત શાહ...પાઘડી ને છેડે વળ.. સમાજ કાયમ ગુનેગારો ને તો માફ કરે જ છે,પરંતુ એજ સમાજ કદી પણ સ્વપ્નદ્રષ્ટાઓ ને માફ કર તો નથી.......ઓસ્કાર વાઇલ્ડ
Top of Form
LikeShow more reactions
Comments
Rashmin Avashia લાંબા.......વિરામબાદ....બેંગલોર જ છો કે બરોડા??????

Unlike · Reply · 1 · March 27 at 8:24am

Bhavjit Baxi સમાજ ગુનેગારો પ્રત્યે કરુણા દાખવી માફી બક્ષે,પરંતુ આર્ષ દ્રષ્ટાઓ સમાજ નું 

ભાવિ નીરખતા હોય જે તત્કાલીન સમાજ સમજતો નથી ને સ્વીકારતો નથી એટલે આવા 

મશાલચીઓ ને સહન કરવું પડે છે.....અને વિકાસ પામતો સમાજ જ્યારે આ બાબતો

સમજે,સ્વીકારે ત્યારે સમાજ તેમને ઈશ્વર નો દરજ્જો બક્ષે.તબિયત સારી થઈ ને આરામ ની

 પળોમાં ચીંતન,મનન વધ્યું તે આ પોષ્ટમાં ઉભર્યું .......શુભેચ્છાઓ

Vaibhav Dholakia vaat sachi chhe...Chhata e "visam aaj" ke "na samaj" ne aapne 

"Samaj" kahevu pade chhe, karan ke samuh shakti thi hamesha darvu pade 

chhe..bhale e samuh kyarek khoto hoy..

Kosha Buch Nice to see u on fb after a long time.very nice n true.

Bs Vaidya ગાંધીની સાથે ગવર્ન્મેન્ટ હતી રામમોહનરાય ની સાથે રાજ્ય હતું.....નરસિંહ 

નેઆવો કોઈ બળુકો સાથ નહી એટલે નાગરી નાતે બહાર કાઢ્યો....સમાજને સુધારવા 'સોટી

પણ જોઈએજ......સ્વાદિયા સાહેબ સાથે આ ચિંતન પણ કરવા જેવું હતું.....


Unlike · Reply · 1 ·  Bottom of Form


Sunday, February 21, 2016

વિશ્વ માતૃભાષા દિવસ..

૨૧.૦૨.૨૦૧૬
આજે વિશ્વ માતૃભાષા દિવસ.....અનેક શુભેચ્છાઓ સહ....






Saturday, February 20, 2016

કોડ મંત્ર

૨૦.૦૨.૨૦૧૬.....
આજે ગુજરાતી રંગ મંચ પરના હટકે નાટક અંગે.....


તારીખ ૧૯.૦૨.૨૦૧૬ ના રોજ વડોદરા ના સયાજી નગર ગૃહ ખાતે કોડ મંત્ર નાટક જોયું..
.
ખુબજ સુંદર અને સચોટ રજૂઆત..


સામાન્ય રીતે ગુજરાતી રંગભૂમિ પર કોમેડી નાટકો અવાર નવારજોવા  મળતા હોય છે...

આ એક અનોખું નાટક છે...દરેક ગુજરાતી રંગભુમી ના ચાહકો એ જોવા જેવું..                                        

સમગ્ર નાટક મા ટીમ મેમ્બર્સ નો મોટો કાફલો પણ સંપૂર્ણ તાલમેલ.

કર્નલ અને ડીફેન્સ કાઉન્સેલ ની એક બીજા ની વિરુદ્ધ ની દલીલો


 પરંતુ બન્ને સાચાં જ હોવા નો છેક સુધી અહેસાસ..

કર્તવ્ય નિષ્ઠા અને તેનાં અતિરેક ની અતિ સુક્ષ્મભેદ રેખા પ્રત્યે અંગુલી નિર્દેશ..


ડાયલોગ અને તેની પ્રસ્તુતિ દમદાર...


સ્નેહા બેન દેશાઈ ની કલમ અને કિરદાર નો કસબ નિખરે છે. 


જમાનાઓ થી સામાન્ય રીતે સત્ય ને પુરાવાનો આધાર ના હોવાથી સત્ય હારતું જ આવતું હોયછે.”सत्य 


शिवम होता है मगर सुन्दरम होना आवश्यक नहीं ही.”સત્ય કડવા જ વધારે હોય છે.. 

નાટક મા અંતે તો ‘સત્યમેવ જયતે’ જ થાય છે..પણ સત્ય નો જય કેટલું બલિદાન માગી લે છે.. 


અંતિમ ચરણ મા નાટક સોનેટ કાવ્ય જેવું ચોટદાર...


સ્નેહા દેશાઈે તેમજ સમગ્ર કલાકાર ટીમ ને ખુબ-ખુબ અભિનન્દન સહ શુભેચ્છાઓ.... 



નિરુપમ અવાશિયા...

તારીખ ૧