Sunday, August 28, 2011

मुकेश


૨૭.૦૮.૨૦૧૧

આજે  મુકેશજી ને શ્રદ્ધા સુમન સહ .......તેમનાં વિષે નાનકડી ઝલક .......તેમણે ગયેલું સુંદર મજાનું ગુજરાતી  ગીત.........
.

 मुकेश चन्द्र माथुर (जुलाई २२, १९२३, दिल्ली, भारत - अगस्त २७, १९७६), लोकप्रिय तौर पर सिर्फ़ मुकेश के नाम से जाने जाने वाले, हिन्दी सिनेमा के एक प्रमुख पार्श्व गायक थे।

मुकेश की आवाज़ की खूबी को उनके एक दूर के रिश्तेदार मोतिलाल ने तब पहचाना जब उन्होने उसे अपने बहन की शादी में गाते हुए सुना । मोतिलाल उन्हे बम्बई ले गये और अपने घर में रहने दिया । यही नही उन्होने मुकेश के लिये रियाज़ का पूरा इन्तजाम किया । इस दौरान मुकेश को एक हिन्दी फ़िल्म निर्दोश (१९४१) में मुख्य कलाकार का काम मिला । पार्श्व गायक के तौर पर उन्हे अपना पहला काम १९४५ में फ़िल्म पहली नज़र में मिला । मुकेश ने हिन्दी फ़िल्म में जो पहला गाना गाया वह था दिल जलता है तो जलने दे जिसमें अदाकारी मोतिलाल ने की । इस गीत में मुकेश के आदर्श गायक केएल सहगल के प्रभाव का असर साफ साफ नजर आता है।
.......
१९७४ में मुकेश को रजनीगन्धा फ़िल्म में कई बार यूं भी देखा है गाना गाने के लिये राष्ट्रिय पुरस्कार मिला ।
१९७६ में जब वे अमरीका के डिट्रोय्ट शहर में दौरे पर थे तब उन्हे दिल का दौरा पडा और उनकी म्रुत्यु हुई ।
સ્વર : મુકેશ
સંગીતકાર : કલ્યાણજીભાઇ
ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું,
આ જગત જન્મ્યું જ્યારથી, ચાલ્યા જ કરું છું ચાલ્યા જ કરું છું
સંસારની પગથારને કોઈ ઘર નથી,
મારા જ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી,
શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાવ્યાં કરું છું ચાલ્યા જ કરું છું
હસ્તી નથી એની જ હસ્તી ધારી લઇને,
બુધ્ધિ કરે જો પ્રશ્ન એને મારી લઇને,
મંદિરમાં જઈ ઘંટને બજાવ્યા કરું છું ચાલ્યા જ કરું છું

Friday, August 12, 2011

શ્રીમતી શીતલ અભય દેસાઈ


૧૨.૦૮.૨૦૧૧
શ્રીમતી શીતલ અભય દેસાઈ સ્વેચ્છિક સેવા નિવૃત થયાં....
અનેક શુભેચ્છાઓ.......સહ તેમના BIO DATA પર ઉડતી નજર ....એક  નાનકડી ઝલક........
                                                           
Name:                                         Ms. Shital Abhay Desai
Education qualification:         B.A……M.A…..Mphil….(ENGLISH)……..PGCertificate in Teaching
                                                     English…..PG Diploma in Teaching English…….
 Experience:                             Worked as lecturer in English………at
                                                  Bahauddin Arts college   -Junagadh
                                                 Bahauddin science college-Junagadh
                                                 Mahila Arts & coomerce college-Junagadh
                                                 Mahila Mahavidyalaya Vadodara
                                                 V.P.& RPTP Science college Vallabh Vidhyanagar
                                                  Mahila college Vadodara.
 Research Work:-                  M.Phil dissertation on “R.K.Narayan’s ‘Malgudi Days’ : A critical   study “
                                  A research project on ‘A study of pronunciation of English loan   words in   Gujarati’(with reference to their assimilation and modification), accepted by CIEFL-Hyderabad.

 Other Educational Qualifications :-

                                 Have passed ‘Kovid’examination conducted by Rastra Bhasa      Prachar Samiti in    1977,standing first in the centre.

                                Have passed ‘Ratna’ examination conducted by Rastra Bhasa  Prachar Samiti in 1980, standing first in Gujarat.

                                          Have passed ‘Praveshika Purna’(musical vocal).

Courses and Seminars :-
                                             Attended an orientation course at academic staff collage, Rajkot
                                             Attended a refresher course at Saurashtra University.           Rajkot.
       Attended a workshop on ‘Strategies for developing rapid reading skill and     testing of comprehension ‘ at S.N.D.T.
      Attended a National Conference on ‘Critical appraisal of post independence       Indian fiction in English organized by Saurashtra University and presented a paper entitled ‘R.K.Narayan’s art of story telling’.
                                       Attended a refresher course at University of Poona-Pune
                             Attended a seminar-cum-workshop on ‘Teaching Language and Literature’           organized by Saurashtra University
                                   Attended a seminar on ‘professional writing’ at M.S.University
                                   Attended a refresher course at ASC-Rajkot
                                   Attended a national conference on ‘Comparative literature’
                                      Presented a paper on ‘The theme of death in English and Gujarati poetry.’
                                 Attended a refresher course at ASC-Ahmedabad
Publications :-

                                   A review on ‘Shrinking Horisons’ by Kulbhushan Kushal (Nirman   publication, Bhatala) is published in an international ‘The Quest’, June 1991.
                              A short story ‘Prank ‘ is published in  ‘The Quest’, June 1991.
                                 A review on ‘Bubbles’ by Ananya Shankar Guha is published ,’The Quest’.
                                A review on ‘Drops of Honey’ by J.Krithia (K.Jagannath, Baglore) is published in ‘The Quest’, June 1993.
                                A poem entitled ‘You’ published in ‘The Quest’. Dec-2000.
 A radio talk on R.K.Narayan’s ‘Malgudi Days’ was broadcasted from A.I.R. Rajkot on 19-7-1992.
                                Translated a book ‘Aum Therapy’ from Gujarati into English, which is published by ‘Aum Yoga Kendra’ Vadodara in 2002.
                              Creative writing in Gujarati:  -
 A poem and an article are published in ‘V-Vidyanagar’ April 2005 and June 2005 respectively.
  An article is published in Drashti (a magazine for higher education), March 2005.
                        A review in ‘Bhumiputra’ and ‘vicharvalonu’, 2005.

Awards, Prises,Scholarships :-
                                   Winner of Shankracharya Gold Medal as ‘Best student’ for the year 1983.
                                    Winner of three awards from Board for being second in the board ,and for being second in the subject Hindi and History at H.S.C. examination.
                             College merit scholarship holder through out college career.
                             National merit scholarship holder through out college career.
                         Winner of Jethalal Joshi Award as well as a special award from Rashtra Bhasha Prachar Samiti, Junagadh, for standing first in Gujarat in ‘Ratna’.
                                     Recipient of an award of Honour from Ahir Kanya Kelavani Mandal, Junagadh for obtaining M.Phil Degree.
  
   Extracurricular activities :-

                             Have won various prizes at debate, drama, essay, and Garba competition from local to regional level.



  

Wednesday, July 20, 2011

હવે હદ થઇ થોભો !!!!!

૧૯.૦૭.૨૦૧૧
આજે કિરણ ભાઈ ની ફેઈસ બુક પર ભગવાન ની યાતના પોસ્ટ વાંચી,

મને હવે હદ થઇ થોભો !!!!!  ની  યાદ આવી ગઈ.........પ્રસ્તુત છે........
 .
                              jagat's speech....my script.....in his school days....



                                હવે હદ થઇ થોભો !!!!!
માનનિય નિર્ણાયક ગણ,અને ઉપસ્થિત મહાનુભાવો ,વિધાર્થી મિત્રો,
સૂરજ ઉગે છે બીતો બીતો ,પવન વહે છે રોતો રોતો,
શેરી શેરી શોણિત ભીની, કેટલી આંખો અશ્રુ ભીની ,
માણસનું આ બખડજંતર,...................................................હવે હદ થઇ થોભો .......
....તો સુજ્ઞ શ્રોતાજનો આપ સમજી જ ગયા હશો કે હું આજે ક્યા વિષય પર બોલવામાગું છું .
ગોધરા હત્યાકાંડ અને ત્યાર પછી નાં બનાવો થી કોઈ પણ વિચારશીલ માનવીનું મસ્તક શરમ થી ઝુકી જાય છે. શું આપણે ત્યાં સદબુદ્ધિ ની ખોટ પડી છે ?એક નિર્દોષ ની હત્યા એ ધર્મ ની હત્યા છે.
જહાં સુમતિ તહાં સંપતિ નાના,જહાં કુમતિ તહાં વિપત્તિ નિદાના.આટલું આછું હોય તેમ અસામાજિક તત્વો ની વકીલાત કરનારા સ્યુડો સેક્યુલારીસ્ટ નાં ધાડા ગુજરાત માં ઉતરી પડ્યા અને પરિસ્થિતિ ને થાળે પાડવાને બદલે તેમાં હવા ભરી પરિસ્થિતિ વધારે બગાડી દીધી.
ગરવી ગુજરાત પર અમાનુષી દ્રષ્ટિ કરનારાઓ , ................. હવે હદ થઇ થોભો........
ભ્રષ્ટાચાર તો આજે શિષ્ટાચાર બની ગયો છે.આઝાદી પછી આપણા દેશ માં કૌભાંડો ની જે પરંપરા સર્જાઈ છે તેનો જોટો વિશ્વ માં કયાંય પણ મળવો મુશ્કેલ છે. ભ્રષ્ટાચાર દેશ ની રગે રગ માં વ્યાપી ગયો છે . પરિસ્થિતિ એવી છે કે સાચા માણસ પોતાની સચ્ચાઈ છોડવી પડે એવી કટોકટી માં આપણે જીવી રહ્યા છીએ.પ્રમાણિક માણસ ને  પ્રમાણિકતા જાળવી રાખવા માં મુશ્કેલી પડે એવી  પરિસ્થિતિ સર્જનારા  ભ્રષ્ટાચારીઓ,.........................................હવે હદ થઇ થોભો ...........  
યુદ્ધ કરતાંય દુષ્કાળ ભયંકર બાબત છે ગુજરાત નાં અને દેશ નાં વિકાસ માટે નર્મદા યોજના ખુબજ  જરૂરી છે. જો આ યોજના સમયસર પૂરી નહી થાય તો ગુજરાત નાં ગામો માં  ઇથોપિયા સર્જાઈ જશે. પર્યાવરણ નાં નામે આ યોજના નો વિરોધ કરનારા કહેવાતા પર્યાવરણવાદીઓ,  .....................................................................................................હવે હદ થઇ થોભો ........... 
 વિકાસ નો હંમેશા વિરોધ કરનારા,૨૧ મી સદી ની ક્રાંતિકારી શોધ કોમ્પુટર ને શ્રાપ કહેનારા વડિલો,...................................................................................હવે હદ થઇ થોભો .......
લગ્ન પાછળ આંખ મીંચીને ખર્ચો કરનારા ધનવાનો ની મને દયા આવે છે. .તેઓં માં જરા જેટલી પણ વિચાર શક્તિ હોત તો તેણે પોતાનો પ્રભાવ પાડવાની બીજી કોઈ વ્યાજબી રીત અપનાવી હોત .આવી વિચાર કરવાની અશક્તિ થી પીડાતા હે ગરીબ ધનવાનો, ...................હવે હદ થઇ થોભો .......
આપણે ત્યાં આજે ઠેર ઠેર દહેજ નાં ખપ્પર માં અનેક સ્ત્રી ઓં આત્મહત્યા કરે છે.આ દૂષણ ને પોષનારા દહેજ પ્રેમી પતિઓં,..................................................હવે હદ થઇ થોભો .....
ચર્ચા તો સુંદર થાય છે કે ,.....ભાર વિનાનું ભણતર”.....પરંતુ બાળકો પર નો બોજ તો દિનબદિન વધતો જ  જાય છે. વાણી વિલાસ કરનારા હે કેળવણી કરો, .....હવે હદ થઇ થોભો .
પોતાનાં વિચારો સંતાનો પર ઠોકી બેસાડનારા વાલીઓં હંમેશા ઈચ્છે છે કે, મારું સંતાન એન્જીનીયર કે ડોક્ટર જ થાય .જો બધાજ વાલીઓં આ રીતે વિચારશે તો દેશ ને ટાગોર કે વિવેકાનંદ જેવા વિદ્વાનો કે જ્ઞાનીઓં ક્યાં થી મળશે?  વિધાર્થી ઓં હવે મુંઝાઇ ગયા છે.તેમના પર દબાણ કરનારા  હે વાલીઓં ...................................................હવે હદ થઇ થોભો        
શ્રદ્ધા માણસ ને તારે છે ,અશ્રદ્ધા  માણસ ને મારે છે ,પરંતુ અંધશ્રદ્ધા ડૂબાડે છે .પ્રજાને અંધશ્રદ્ધા માં ડૂબતી રાખી ધર્મને ને નામે ધિક્કાર ફેલાવનારા હે મહંતો,મૌલવીઓં , પાદરીઓં,...
............................................................................................હવે હદ થઇ થોભો .      

હે પ્રભુ તારી કસોટી કરવાની રીત સારી નથી હોતી ,
કે તારા જ  માણસો ની દશા સારી નથી હોતી.......
  હે પરમાત્મા , કસોટી કરવાની ,..............................................હવે હદ થઇ થોભો.
આ વિષય પર તો એક વ્યાખ્યાન માળા જેટલું બોલી શકાય કે  પી.એચ. ડી. માટે નો મહાનિબંધ લખી શકાય  પરંતુ સમય ની મર્યાદા મને કહે છે ,હે વકતા,........હવે હદ થઇ થોભો.
ધન્યવાદ.......
જગત અવાશિયા ,ધોરણ ૧૦,એ
 સ્વ મનોહર નાડકર્ણી મેમોરીયલ આંતર શાળા વ્રકૃત્વ સ્પર્ધા ,
 લીટલ ફ્લાવર એજ્યુકેશન ટસ્ટ ,
પ્રથમ વિજેતા
તા. ૦૮.૦૮.૨૦૦૨
રનીંગ શીલ્ડ તથા વ્યક્તિગત શીલ્ડ
કુલ સ્પર્ધક -૩૮

આ સ્પર્ધા નાં અન્ય વિષયો :
ગરવી ગુજરાત પર અમાનુષી દ્રષ્ટિ  કોની?  
વિધાર્થી ઓં મુંઝાય છે ,વાલીઓં નાં દબાણ થી .
કોમ્પુટર શ્રાપ કે આશીર્વાદ ?
        
             

Friday, July 15, 2011

હું અને મારા શિક્ષક

                ૧૪.૦૭.૨૦૧૧
                     આજે ગુરૂપુર્ણીમાં ના અવસરે ..........હું અને મારા શિક્ષક.........



   
         હું અને મારા શિક્ષક
Top of Form
Bottom of Form
                                                              - જગત અવાશિયા
હું એટલે કોણ ? હું એટલે હું જ . કવિ 'મીનપિયાસી' એ સુંદર કહ્યું છે :

"
પરમેશ્વર તો પહેલું પૂછશે,
કોઈનું સુખ દુઃખ પૂછ્યું 'તુ ?
દર્દ ભરેલી આ દુનિયા માં ,
કોઈનું આંસુ લૂછ્યું ' તુ ?
કબૂતરોનું ઘૂ...ઘૂ...ઘૂ ...,
ઉંદર-ચકલા ચૂ..ચૂ...ચૂ..,
છ્છુન્દરો નું છૂ...છૂ...છૂ...,
ભમરા ગૂંજે ગૂ...ગૂ...ગૂ...,
આ કુંજન માં શી કક્કાવારી ?
હું કુદરત ને પૂછું છું,
ઘુવડ સમા ઘૂઘવાટ કરતો,
માનવ ગરજે હું...હું....હું...! "

તો હું એટલે આ ઘુવડ સમો ઘૂઘવાટ કરતો હું અને અંગ્રેજી નો " I " અને  "I is always capital ".
અને મારા શિક્ષકો એટલે કોણ ? મારા આ હું ને ઓગાળનાર અને હું માંથી મને એક આદર્શ વિદ્યાર્થી - વ્યક્તિ બનવાનો પથ સૂચવનાર વિરલ વ્યક્તિઓ.

મારા શિક્ષકો એટલે તે મહાનુભાવો કે જેમણે મને ભાન કરાવ્યું કે - "I know that I know nothing "

તારીખ પાંચમી સપ્ટેમ્બર આપણે સર્વે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન નાં જન્મદિવસ ને "શિક્ષકદિન" તરીકે ઉજવીએ છીએ. ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે - "હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું ."

આમ તો શિક્ષકરૂપી આ વિશાળતા તેમજ ગહનતા ને શબ્દોના સીમાડામાં બાંધવાનો પ્રયાસ એ જ સાગર ને ગાગર માં સમાવવા જેવી વાત થઇ.મારા શિક્ષકો માટે હૃદય -સાગર ના ઊંડાણ માં જે લાગણી અનુભવું છું , તે લાગણી પૂરેપૂરી આંસુ કે સ્પર્શ દ્વારા પણ વ્યક્ત થઇ ન શકે.આ સમયે જે કઈ મન:સ્થિતિ અક્ષરો સ્વરૂપે આકાર લે તે બહુ બહુ તો લાગણી નો અનુવાદ હોઈ શકે.કોઈ વ્યક્તિને સમજવા શબ્દો ચાલે,પરંતુ શિક્ષક જેવી વિભૂતિ ને અનુભૂતિ દ્વારા જ સમજી શકાય.
આપણા જીવનમાં ઈશ્વરથી પણ વધુ વંદનીય જો કોઈ હોય તો તે આપના શિક્ષકો જ છે.આ સંદર્ભ માં કબીરજી એ સુંદર વાત કરી છે :

"
गुरु गोविन्द दोनों खड़े,किसको लागू पाय ? 
बलिहारी गुरु आपकी , गोविन्द दियो बताय !"


એક ચાઇનીઝ કહેવત છે.
"
જો તમારે એક વર્ષનું આયોજન કરવું હોય તો અનાજ વાવો,
જો તમારે દસ વર્હનું આયોજન કરવું હોય તો વૃક્ષ વાવો ,
જો તમારે સો વર્ષનું આયોજન કરવું હોય તો બાળકને કેળવણી આપો "

તો આ કેળવણી-શિક્ષણ આપવાનું કામ કોણ કરે છે ? આપણા શિક્ષકો જ.
આપણા માતાપિતા આપણને જન્મ જરૂર આપે છે,પરતું જે રીતે શિલ્પકાર પથ્થર ને ટીપી ટીપીને સુંદર શિલ્પ બનાવે છે,હીરાઘસુ હીરાને ઘસી ઘસી ને પાસાદાર અને ચમકતા બનાવે છે  તે જ રીતે આપણા શિક્ષકો આપણા જીવન ઘડતરનું ભગીરથ કાર્ય કરે છે.કોઈપણ વ્યક્તિ જીવનમાં સફળતા મેળવે કે ઉચ્ચતમ શિખરો સર કરે ત્યારે તેની પાછળ તેના શિક્ષક નો સિંહફાળો હોય છે.

કોઈપણ રાષ્ટ્રના વિકાસ અને રક્ષણ માટે શિક્ષક અને સૈનિક અંગો છે. જે રાષ્ટ્રના શિક્ષક નબળા હોય તે રાષ્ટ્ર ક્યારેય વિકાસ સાધી ન શકે. તેવી જ રીતે જે રાષ્ટ્રના  સૈનિક નબળા હોય તે રાષ્ટ્ર ક્યારેય શાંતિથી ઉંઘી ન શકે અને એ નાતે શિક્ષક એ તંદુરસ્ત સમાજ નિર્માણ માટે નું પાયાનું પરિબળ છે.

મારા સ્વાનુભવો ને આધારે કહું તો પાપા પગલી માંડતી મારી જીવનયાત્રા માં મારા શિક્ષકો ની પ્રેરણા અને પ્રોત્સાહન ખૂબ જ મળ્યા છે.

મશહૂર  તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈન સાહેબ ને થોડા વર્ષો પહેલા એક પત્રકારે પૂછેલ કે તમો તો લગભગ વિદેશમાં જ તબલા નું પ્રશિક્ષણ આપો છો.તમને ભારત અને વિદેશ માં શો તફાવત જણાય છે ?
ત્યારે તેમને જવાબ આપેલ કે મારા ભલે વિદેશ ના શિષ્યો વધારે હોય,પરંતુ ભારત માં જે ગુરુ-શિષ્ય પરંપરા છે તે વિદેશોમાં ક્યાય નથી અને તેથી જ હું વિદેશોમાં એક સાચો - સારો શિક્ષક નથી બની શકતો.

અફસોસની વાત એ છે કે આપણે પશ્ચિમની સંસ્કૃતિ ના આંધળા અનુકરણમાં ગુરુ-શિષ્ય પરંપરા ની અવગણના કરીએ છીએ અને કદાચ તેથી જ સમાજ માં શિક્ષકો નું મૂલ્ય ઓછું અંકાય છે.


ઝડપી પરિવર્તનનાં આ યુગમાં જયારે બધું ઝડપથી બદલાઈ રહ્યું છે ત્યારે શિક્ષણવ્યવસ્થા અને શિક્ષકો ચોક્કસ બદલાયા છે.આશ્રમ માં ઝાડ નીચે બેસી જ્ઞાન ના પાઠ ભણાવતા શિક્ષક બ્લેક બોર્ડ અને  ચોક સ્ટીક વાપરતા થયા અને તેથી પણ વધુ આગળ  વધી "મલ્ટીમીડિયા " અને લેટેસ્ટ ટેકનોલોજી નો તેમણે સહારો લીધો. ગુરુ દ્રોણ થી લઇ ને આજના મોડર્ન યુગ ના મેડમો અને સરો ને હૃદયપૂર્વક વંદન અને શિક્ષકદિન નિમિતે આપને સર્વે સંકલ્પ કરીએ કે આપણે સાચા અર્થમાં શિક્ષકો ને ઓળખીએ અને "ગુરુ દેવો ભવ:" નો મંત્ર ચરિતાર્થ કરીએ .

-
જગત  અવાશિયા 
તા. ૦૫-૦૯-૧૯૯૯
(
શાળાકાળ દરમિયાન આપેલ વ્યક્તવ્ય)