Monday, December 27, 2010

નહી જતા મંદિરે

૨૬.૧૨.૨૦૧૦
( કવિશ્રેષ્ઠ શ્રી રવિદ્રનાથ ઠાકુરની એક રચનાની ગુજરાતી અનુવાદ કરવાની કોશીશ)
નહી જતા મંદિરે મુકવા ચરણે ફુલો ભગવાનને,
પહેલા ભરી લેજો સુમધુર સુવાસથી સ્વ-આવાસને,
નહી જતા મંદિરે સમક્ષ પ્રગટાવવા દિપક ભગવાનને,
પહેલા કરજો દુર હ્રદયમા રહેલા એ ઘોર અંધકારને,
નહી જતા મંદિરે શીશ નમાવી ભજવા ભગવાનને,
પહેલા શીખજો આપતા સન્માન પોતાના વડીલોને,
નહી જતા મંદિરે વળવા ઘુટણો વાળી ભગવાનને,
પહેલા વાળજો ઘુટણો ઉપાડવા નીચે પડેલાઓને,
નહી જતા મંદિરે કહેવા કરેલી ભુલો ભગવાનને,
પહેલા હ્રદયથી કરજો માફ આપના એ દુશમનોને…..

નીશીત જોશી

No comments: