Wednesday, January 19, 2011

સુવિચાર

૧૮.૦૧.૨૦૧૧

 આજે સુવિચાર........

નથી કે, બધી સજીવ જાતીઓમાં જે સૌથી વધુ તાકાતવાન હોય છે, તે સમયની થપાટોથી બચી જાય છે.

     જે બદલાવની પ્રક્રીયા સાથે તાલ ધરાવી, પોતાની જીવનરીતીમાં ફેરફાર કરી શકે છે, તે જ બચી જાય છે.

-ચાર્લ્સ ડાર્વીન

પણે આખા વીશ્વંને બચાવી ન શકીએ.
પણ આપણી અડોઅડ નજીક આવેલા લોકોને તો
જરુર બચાવી શકીએ.
આપણે આ દુર્ગમ કામથી વ્યથીત થયા વીના
આપણી સાવ નજીકના માણસોના આનંદ માટે
જરુર જવાબદારી લઈ શકીએ.

- લીસા લીન્ડસે

જો તમે તમારા સમાજમાં સુધારા ન લાવી શકો તો કાંઈ નહીં,
પણ તમે તમારા પાડોશીને મદદ કરો તો પણ ઘણું છે,

- લીસા લીન્ડસે

સાચાં સાધનો હોય તો સીધ્ધી સરળતાથી હાથવગી બને છે.

- સ્વાનુભવ આધારીત સ્વરચીત !

જે લોકો હમ્મેશ
રડતા અને ફરીયાદ જ કર્યા કરતાં હોય
તેમનું કાંઈ જ ન સાંભળો.
એ ચેપી રોગ છે.

- ઓગ મેન્ડીનો

 તમે આખા વીશ્વને બચાવી ન શકો તો કાંઈ નહીં,
તમારા સમાજમાં સુધારા આણી શકો તો પણ ઘણું છે,

- લીસા લીન્ડસે

દોશ ન શોધો.
ઉકેલ શોધો.
ફરીયાદ તો કોઈ પણ કરી શકે છે.

- હેન્રી ફોર્ડ


   જગત જે રીતે છે,
તે તમને પસંદ ન હોય તો,
તમારે તેને બદલવા પ્રયત્ન કરવા જોઈએ.
કદાચ તમારી એ નૈતીક ફરજ બને છે.
પણ તમે એક સાથે એક જ પગલું આ બાતમાં આગળ વધો.

-અજ્ઞાત

તમે કેટલું કરો છો તેનાથી નહીં,
પણ તે કેટલા પ્રેમથી કરો છો;
તેનાથી ઈશ્વરને તમારી ભેટ વધારે સુંદર બને છે.

- મધર ટેરેસા

મૌનનું ફળ પ્રાર્થના છે.
પ્રાર્થનાનું ફળ શ્રધ્ધા છે.
શ્રધ્ધાનું ફળ પ્રેમ છે.
પ્રેમનું ફળ સેવા છે.
અને સેવાનું ફળ શાંતી છે.

મધર ટેરેસાના વીઝીટીંગ કાર્ડ પરનો સંદેશો

તમે તમારી જાતને કોઈની સાથે સરખાવો નહીં.
એમ કરશો તો તમે પોતાની જાતનું અપમાન કરો છો.
- એલન સ્ટ્રાઈક

No comments: