૧૯.૦૧.૨૦૧૧
આજે ચિત્ર જુંઓ.....લખાણ વાંચો .....અને માણો રઈશ સાહેબ ની હઝલ ......
A Wife is a Wife No matter who THE HELL the husband is!!!
પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.
અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.
અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.
“એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.
હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.
ડો. રઈશ મનીઆર
|
No comments:
Post a Comment