૧૪.૧૨.૨૦૧૧
આજે ...મૃત્યુ ........જીતવું શક્ય નથી..જીરવવું બને તો બને.........
સત્તરમી સદીના અંગ્રેજી કવિ જ્હોન ડન ની કવિતા છે…”Death,Be not Proud”અને કવિતા ને અંતે લખે છે –“death though shall die” મૃત્યુ નામની આ સર્વકાલીન ઘટના નામશેષ ન થઇ શકે. પરંતુ માણસ પોતાના અભિગમથી મૃત્યુ ની ભયાનકતા ને હળવી કરી શકે છે.
જીવનનું સનાતન અને ન ટાળી શકાય તેવું આ સત્ય છે.કોઈ ઈશ્વર નો ઇનકાર કરી શકે,પણ મૃત્યુ નો ઇનકાર થઇ શકતો નથી.મૃત્યુ નો જાત અનુભવ કોઈ ને નથી.અને છતાં મૃત્યુ થી અજાણ કોઈ નથી.એક રીતે માણસ ના સમ્રગ જીવન પર મૃત્યુ પોતાનો પ્રભાવ પથારી ને બેઠું જ છે.જિંદગી ના જુદાં-જુદાં તબક્કે જુદી-જુદી વ્યક્તિનું જુદી-જુદી રીતે થતું મૃત્યુ માણસ પર જુદી અસર છોડી જતું હોય છે. મૃત્યુ સામાન્ય માણસ ને પણ તત્વ જ્ઞાન શિખવાડી જાય છે.
સ્વજન ના મૃત્યુ ની ઘટના એવી છે ,તેની સાથે કામ પડવું જ રહ્યું.,યેનકેન પ્રકારેણ,જેને જે રીતે સુઝે તે રીતે.આવી ઘટના બને છે ત્યારે માણસ ના અંત:તલ માંથી જ કેટલાક ભાવો જન્મે છે,જે તેનું દિશાસુચન કરે છે.આ ભાવો પ્રામાણિકપણે ઝીલીને તેણે પોતાની જાતને સાચવવાની હોય છે.
(તારું ચાલી જવું .......... સંપાદક સંધ્યા ભટ્ટ માંથી સાભાર...)
17APR2010
મૃત્યુ ને વધુ એક વખત નજીકથી જોયું , એક મિત્ર ના મૃત્યુ ના સ્વરૂપ માં…..
ચાલતા ચાલતા માર્ગ માં
થંભી પડે ભાઈ, માણસ છે.
મૃગજળ સમી અનંત
ઇચ્છાઓ ની પાછળ,
દોડતા દોડતા……
હાંફી પડે ભાઈ ,માણસ છે.
એક ક્ષણમાં હતો ન હતો
થઇ જાય ભાઈ માણસ છે.
‘ભોળા નો તો ભગવાન’
એ હવે મિથ્યા વાણી લાગે
‘માનવસર્જિત રાજનીતિ’
ભગવાન પણ શીખ્યો લાગે !
થંભી પડે ભાઈ, માણસ છે.
મૃગજળ સમી અનંત
ઇચ્છાઓ ની પાછળ,
દોડતા દોડતા……
હાંફી પડે ભાઈ ,માણસ છે.
એક ક્ષણમાં હતો ન હતો
થઇ જાય ભાઈ માણસ છે.
‘ભોળા નો તો ભગવાન’
એ હવે મિથ્યા વાણી લાગે
‘માનવસર્જિત રાજનીતિ’
ભગવાન પણ શીખ્યો લાગે !
–જગત નિરુપમ અવાશિયા
(બ્લોગ વિચાર જગત માંથી સાભાર.......)
હેં ....ગીતા ના ગાનાર -----
“संभवामि युगे-युगे”--- કહી તું છૂટી ગયો નથી ને ?પરંતુ પુન: આ ધરા પર પગરણ માંડે ત્યારે અમારા સહુ ની આજીજી સાંભળજે કે ----આવાં અધવચાળે કોઈ ના ઘર ના ભાંગીશ......
No comments:
Post a Comment